Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 293
________________ jainology | કડાઈમાં માત્રાથી ઓછું દૂધ આદિ ઉકાળવા કે રાંધવા મૂક્યું હોય તો તે તેની અંદર(કડાઈની અંદર) ઉકળતું રહે છે, બહાર આવતું નથી પરંતુ જ્યારે કડાઈ ભરીને દૂધ કે અન્ય પદાર્થ ઉકાળાય કે પકાવાય છે, ત્યારે તેમાં ઉભરો આવવા પર તે કડાઈમાંથી બહાર નીકળી જાય છે અને ક્યારેક તો તે ચૂલાની આગને પણ બુજાવી દે છે. આવી રીતે મર્યાદાથી અધિક આહાર કરવાથી ઘચરકો આવી જાય છે. ઓછો આહાર કરવાથી ઉદ્ગાલ આવતો નથી. 293 આગમસાર પરિશિષ્ટ-૯ : સાધ્વીને અભિગ્રહયુક્ત આસનનો નિષેધ [ઉદ્દેશક-૫ : સૂત્ર–૨૦–૩૨] યદ્યપિ અભિગ્રહ આદિ સાધનાઓ વિશેષ નિર્જરાના સ્થાન છે, તોપણ શાસ્ત્રમાં સાધ્વીને માટે બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષામાં બાધક હોવાથી આ આસન સંબંધી અભિગ્રહોનો નિષેધ ર્યો છે તથા ભાષ્યમાં અગીતાર્થ સાધુઓને પણ આ અભિગ્રહોને ધારણ કરવાનો નિષેધ ર્યો છે. વીરાસન અને ગોદુહિકાસન એ સ્ત્રીની શારીરિક સમાધિને અનુકૂળ નથી હોતા તે કારણથી ભાષ્યકારે તેનો નિષેધ ર્યો છે. વીરાસણ ગોદોહી મુત્તું, સવ્વ વિ તાણ કüતિ .– તે પણ પડુચ્ચ ચે ં, સુત્તા ઉ અભિગ્ગહં કપ્પ । અર્થ :— વીરાસન અને ગોદોહિકાસનને છોડીને પ્રવૃત્તિની અપેક્ષાએ બધા આસન સાધ્વીએ કરવા કલ્પે છે. સૂત્રોમાં જે નિષેધ ક્યોં છે તે અભિગ્રહની અપેક્ષાથી ર્યો છે. પરિશિષ્ટ-૧૦ : અવલંબન યુક્ત આસનોનો વિધિ નિષેધ [ઉદ્દેશક-૫ : સૂત્ર–૩૩–૩૬] : ‘આકુંચનપટ્ટક’નું બીજું નામ ‘પર્યસ્તિકાપટ્ટક’ છે. આ ચાર આંગુલ પહોળું અને શરીર પ્રમાણ જેટલું સુતરનું વસ્ત્ર હોય છે. ભીંત આદિનો સહારો ન લેવો હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં દીવાલ આદિ પર ઉધઈ આદિ જીવોની સંભાવના છે અને વૃદ્ધ ગ્લાન આદિને અવલંબન લઈને બેસવું આવશ્યક હોય તો આ પર્યસ્તિકાપટ્ટથી કમરને અને ઘૂંટણને ઊંચા કરીને પગોને બાંધી દેવાથી આરામ ખુરશીની જેમ અવસ્થા થઈ જાય છે અને દીવાલનો સહારો લેવા સમાન શરીરને આરામ મળી જાય છે. પર્યસ્તિકાપટ્ટ લગાવીને આ રીતે બેસવું ગર્વયુક્ત આસન થાય છે. સાધ્વીને માટે આ પ્રકારે બેસવું શરીર–સંરચનાના કારણે લોક નિંદિત થાય છે એટલા માટે સૂત્રમાં તેના માટે પર્યસ્તિકાપટ્ટકનો નિષેધ ર્યો છે. ભાષ્યકારે બતાવ્યું છે કે અત્યંત આવશ્યક હોય તો સાધ્વીએ પર્યસ્તિકાપટ્ટક લગાવીને તેના ઉપર વસ્ત્ર ઓઢીને બેસવાનો વિવેક રાખવો જોઇએ. સાધુએ પણ સામાન્યપણે પર્યસ્તિકાપટ્ટ ન લગાવવો જોઇએ કારણ કે વિશેષ પરિસ્થિતિમાં ઉપયોગ કરવાને માટે જ આ ઔપગ્રહિક ઉપકરણ છે. પૂર્વ સૂત્રોમાં અવલંબન લેવા માટે પર્યસ્તિકા વસ્ત્રનું કથન ર્યા પછી આગળના સૂત્રોમાં અવલંબન યુક્ત ખુરશી આદિ આસનોનું વર્ણન છે. આવશ્યક હોવા પર સાધુ આ સાધનોનો ઉપયોગ કરી શકે છે. એ ન મળવાથી પર્યસ્તિકાપટ્ટનો ઉપયોગ કરી શકે છે. જે ભિક્ષુઓને પર્યસ્તિકાપટ્ટની હંમેશાં આવશ્યકતા પ્રતીત થાય તો તેઓ તેને પોતાની પાસે રાખી શકે છે. કારણ કે ખુરશી આદિ સાધન બધા ક્ષેત્રોમાં ઉપલબ્ધ હોતા નથી. સૂત્રમાં સાધ્વીને માટે અવલંબન યુક્ત આ આસનોનો(કુર્સી આદિનો પણ) નિષેધ ર્યો છે. સાધુ–સાધ્વી ક્યારેક સામાન્ય રૂપથી પણ ખુરશી આદિ ઉપકરણ ઉપયોગમાં લેવાનું જરૂરી સમજે તો અવલંબન લીધા વિના તેનો ઉપયોગ ક૨ે આ તેમનો સ્વવિવેક કહેવાય. સાધુને અન્ય પીઠ—લગ મળી જાય તો વિષાણ(શિંગડાં જેવા) યુક્ત પીઠ ફલગ આદિ ઉપયોગમાં ન લેવા જોઇએ. કારણ કે સાવધાની ન રહે તો તેની ટક્કરથી પડી જવાથી ચોટ લાગવાની સંભાવના રહે છે અને અણીદાર હોય તો ખેંચવાની પણ સંભાવના રહે છે. વ્યવહાર પ્રથમ ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૧૪ : એક માસથી લઈને પાંચ મહિના સુધીના પ્રાયશ્ચિત્ત સ્થાનનું એકવાર અથવા અનેક વાર સેવન કરીને કોઈ કપટ રહિત આલોચના કરે તો તેને એટલા માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને કપટ સહિત આલોચના કરે તો તેને એક ગુરુમાસનું અધિક પ્રાયશ્ચિત્ત આવે છે અને છ માસ અથવા એનાથી વધારે પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન થાય ત્યારે છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૫-૧૮ : પ્રાયશ્ચિત્ત વહન કરતા થકાં(તે દરમ્યાન) ફરી દોષ લગાવીને બે ચૌભંગીઓમાંથી કોઈપણ ભંગથી આલોચના કરે તો તેનું પ્રાયશ્ચિત્ત દઈને આરોપણા કરી દેવી જોઇએ. એ અઢાર સૂત્રો નિશીથ ઉદ્દેશક વીસના અઢાર સૂત્રની સમાન છે. સૂત્ર−૧૯ : પારિહારિક અને અપારિહારિક સાધુઓએ એક સાથે બેસવું, રહેવું વગેરે પ્રવૃત્તિ ન કરવી જોઇએ અને જો જરૂરી જ હોય તો સ્થવિરોની આજ્ઞા લઈને તેમ કરી શકે છે. સૂત્ર–૨૦–૨૨ : પારિહારિક સાધુ શક્તિ હોય તો તપ વહન કરતાં થકા સેવામાં જાય અને શક્તિ અલ્પ હોય તો સ્થવિર ભગવંતની આજ્ઞા લઈને તપ છોડીને પણ સેવામાં જઈ શકે છે. રસ્તામાં વિહાર કરવાની દૃષ્ટિથી એને ક્યાંય જવું અથવા રોકાવું ન જોઇએ, રોગ આદિના કારણે વધારે રોકાઈ શકે છે; અન્યથા એક જગ્યાએ એક જ રાત રહી શકે છે. સૂત્ર–૨૩–૨૫ : એકલવિહારી, ભૂતપૂર્વ આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક અથવા સામાન્ય સાધુ અસફળતાને કારણે ફરીથી ગચ્છમાં આવવાની ઇચ્છા કરે તો એ સાધુને તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત આપીને ગચ્છમાં અપનાવી લેવા જોઇએ.

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300