Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 296
________________ આગમસાર–પૂર્વાર્ધ 296 ગણાવચ્છેદિકા ત્રણ સાધ્વીઓને સાથે લઈને વિચરી શકે અને ચાર સાધ્વીઓને સાથે લઈને ચાતુર્માસ કરે. અનેક પ્રવર્તિની કે ગણાવચ્છેદિકા સાથે મળે તો પણ ઉપર્યુક્ત પોત–પોતાની શિષ્યા સંખ્યા અનુસાર જ દરેકે રહેવું જોઇએ. સૂત્ર−૧૧-૧૨ :– પ્રમુખા સાધ્વી કાળધર્મ પામી જાય તો બાકીના સાધ્વીઓ બીજા યોગ્ય સાધ્વીને પ્રમુખા બનાવીને વિચરે અને તે યોગ્ય ન હોય તો વિહાર કરીને શીઘ્ર બીજા સંઘાડામાં ભળી જાય. સૂત્ર−૧૩–૧૪ :- કાળ કરી ગયેલા પ્રવર્તિની દ્વારા નિર્દિષ્ટ યોગ્ય સાધ્વીને પદવી દેવી અને જો તે યોગ્ય ન હોય તો બીજા યોગ્યતાવાળા સાધ્વીને તે પદ પર સ્થાપિત કરવા. સૂત્ર−૧૫-૧૬ :- આચારાંગ, નિશીથસૂત્ર દરેક સાધુ-સાધ્વીઓએ અર્થ સહિત કંઠસ્થ કરવા અને એને યાદ રાખવા જોઇએ અને આચાર્ય આદિએ પણ યથા સમયે પૂછતા રહેવું જોઇએ. જો કોઈને એ સૂત્ર પ્રમાદવશ ભૂલાઈ જાય તો એને કોઈપણ પ્રકારના પદ પર સ્થાપિત ન કરવા અને ન તો એને પ્રમુખ બનાવીને વિચરવાની આજ્ઞા આપવી. જો કોઈ સાધુ-સાધ્વી બીમારી કે સેવાના કારણથી સૂત્ર ભૂલી જાય તો ફરી સ્વસ્થ થવા પર કંઠસ્થ ર્યા પછી જ એને પદ આપી શકાય છે; કંઠસ્થ ન કરે ત્યાં સુધી તે સંઘાડાના પ્રમુખ બનીને વિચરી પણ શકતા નથી. સૂત્ર−૧૭–૧૮ :- વૃદ્ધાવસ્થાવાળા વૃદ્ધ, સ્થવિર સાધુ-સાધ્વી જો કંઠસ્થ કરેલા સૂત્રને ભૂલી જાય તો ક્ષમ્ય છે. તેમજ ફરીથી તે સૂત્રને યાદ કરવા પર પણ યાદ ન થાય તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. અવસ્થાવાન સાધુ ક્યારેક સૂતા થકા કે આરામથી બેસતા થકા પણ આગમની પુનરાવૃત્તિ, શ્રવણ અને પૃચ્છા વગેરે કરી શકે છે. (એટલે કે અન્ય સાધુ–સાધ્વી વિનયયુકત બેસીનેજ સ્વાધ્યાય કરે, એજ ઉત્સર્ગ વિધિ છે.) સૂત્ર-૧૯ : વિશેષ પરિસ્થિતિ વિના સાધુ-સાધ્વીએ પરસ્પર એકબીજાની પાસે આલોચના પ્રાયશ્ચિત્ત ન કરવું જોઇએ. સૂત્ર–૨૦ : સાધુ-સાધ્વીએ પરસ્પર એકબીજાનું કંઈપણ સેવા–કાર્ય કરવું ન જોઇએ. આગમ પ્રમાણે વિશેષ પરિસ્થિતિને કારણે તેઓ એકબીજાની સેવા-પરિચર્યા આદિ કરી શકે છે. સૂત્ર-૨૧ : સાપ કરડી જાય તો સ્થવિકલ્પી ભિક્ષુ ઉપચાર(ચિકિત્સા) કરાવી શકે છે પરંતુ જિન કલ્પીએ ઉપચાર કરવો કે કરાવવો કલ્પે નહિ. સ્થવિર કલ્પીને આ ઉપચારો કરાવવાનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. જ્યારે જિનકલ્પીને આવા ઉપચાર કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧ : જ્ઞાતિજનોના ઘરોમાં ગોચરી વગેરે જવાને માટે આચાર્ય આદિની ખાસ આજ્ઞા મેળવવી જોઇએ. અગીતાર્થ અને અબહુશ્રુતે એકલા ન જવું જોઇએ, ગીતાર્થ સાધુની સાથે જ જવું જોઇએ. ત્યાં તેના ઘરમાં પહોંચ્યા પહેલાં બનેલી વસ્તુ જ લેવી જોઇએ પછી બનેલી કે બનાવેલી વસ્તુ ન લેવી જોઇએ. સૂત્ર-૨-૩ : આચાર્ય ઉપાધ્યાયના આચાર સંબંધી પાંચ અતિશય—વિશેષ છૂટ છે અને ગણાવચ્છેદકના છેલ્લા બે અતિશય છે— (૧) ઉપાશ્રયમાં પગનું પ્રમાર્જન (૨) ઉપાશ્રયમાં મલ-ત્યાગ. (૩) સેવા-કાર્ય ઐચ્છિક. (૪) ઉપાશ્રયમાં એકલા રહેવું. (૫) બહાર એકલા રહેવું. સૂત્ર-૪-૫ : ફક્ત અકૃત સૂત્રી(અગીતાર્થ) અનેક સાધુઓને ક્યાંય પણ નિવાસ કરવો કલ્પે નહિ. પરિસ્થિતિવશ ઉપાશ્રય બરાબર(યોગ્ય) હોય તો એક બે રાત રહી શકે છે. વધારે રહેવા પર તે સર્વ પ્રાયશ્ચિત્તપાત્ર બને છે. સૂત્ર-૬–૭ : અનેક વગડ(વિભાગ), અનેક દ્વાર–માર્ગવાળા ઉપાશ્રયમાં એકલા સાધુએ ન રહેવું જોઇએ અને એક વગડ(વિભાગ), એક દ્વાર–માર્ગવાળા ઉપાશ્રયમાં પણ ઉભયકાળ ધર્મ જાગરણ કરતા થકાં રહેવું જોઇએ. સૂત્ર–૮–૯ : સ્ત્રીની સાથે મૈથુન સેવન ન કરે તો પણ કુશીલ સેવનના પરિણામોથી સાધુને અનુક્રમે ગુરુમાસિક કે ગુરુચૌમાસીનું પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર−૧૦–૧૧ : બીજા ગચ્છમાંથી આવેલા ક્ષત(દોષયુક્ત) આચારવાળા સાધુ– સાધ્વીને પૂર્ણ આલોચના પ્રાયશ્ચિત્ત કરાવીને સાથે રાખી શકાય છે. તેમજ એની સાથે આહાર કે નિવાસ કરી શકાય છે અને તેમના માટે આચાર્ય, ઉપાધ્યાય ગુરુ આદિની નિશ્રા નક્કી કરી શકાય છે. સાતમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર−૧-૨ : બીજા સંઘાડામાંથી આવેલી દોષિત આચારવાળી નિગ્રંથી(સાધ્વી) ને પ્રવર્તિની આદિ સાધ્વીઓ આચાર્યને પૂછયા વિના તેમજ એના દોષોની શુદ્ધિ કરાવ્યા વગર રાખી શકતી નથી પરંતુ આચાર્ય આદિ ભિક્ષુ પ્રવર્તિની સાધ્વીઓને પૂછ્યા વિના પણ એના દોષોની શુદ્ધિ કરાવીને ગચ્છમાં રાખી શકે છે. પછી જો કોઈ સાધ્વીઓ તેને ન રાખી શકે તો તેને મુક્ત કરી શકે છે. સૂત્ર–૩–૪ : ઉપેક્ષાપૂર્વક ત્રણ વારથી વધારે એષણાદિ દોષનું સેવન કરનાર અથવા વ્યવસ્થા ભંગ કરનાર સાધુ–સાધ્વીની સાથે આહાર સંબંધનો પરિત્યાગ કરવામાં આવે છે. આવું કરવાને માટે આચાર્યની પાસે સાધ્વીઓ પરસ્પર પ્રત્યક્ષ વાર્તાલાપ કરી શકતી નથી. પરંતુ તે સાધુ કે આચાર્યની પાસે એક બીજાની અનુપસ્થિતિમાં વાર્તાલાપ કરી શકે છે. એવા સમયે સાધુઓ આચાર્યની પાસે પ્રત્યક્ષ વાર્તા કરી શકે છે. સૂત્ર-૫–૮ : સાધુ, સાધ્વીને દીક્ષા આપી શકે છે અને સાધ્વી, સાધુને દીક્ષા દઈ શકે છે. પરંતુ તેઓ તેને આચાર્ય આદિની નિશ્રામાં કરી શકે છે પણ પોતાની નેશ્રામાં નહિ અર્થાત્ ગચ્છના સામાન્ય સાધુ પોતાની શિષ્યા કરી શકે નહીં. સૂત્ર-૯-૧૦ : સાધ્વી અતિદૂરસ્થ(ખૂબ દૂર રહેલા) આચાર્ય, પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને દીક્ષા ન લ્યે, નજીક જ રહેલા આચાર્ય કે પ્રવર્તિનીની જ નેશ્રાનો સ્વીકાર કરે. સાધુ, દૂર રહેલા આચાર્યની નિશ્રાનો સ્વીકાર કરીને પણ દીક્ષા અંગીકાર કરી શકે છે. સૂત્ર−૧૧-૧૨ : અતિ દૂર રહેલી સાધ્વીને બીજી સાધ્વી ક્ષમાયાચના કરી શકે છે. સાધુને ક્ષમાયાચના કરવા માટે પ્રત્યક્ષ મળવું જરૂરી હોય છે.[ભાષ્યમાં પરિસ્થિતિ વશ સાધુને પણ દૂરથી ક્ષમાયાચના કરવાનું કહેલ છે.]

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300