Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 295
________________ jainology 295 આગમસાર રહેવું જરૂરી છે. એટલે ઉપર્યુક્ત વયવાળા સાધુઓએ આચાર્ય અને ઉપાધ્યાયથી રહિત ગચ્છમાં ન રહેવું જોઇએ અને એકલવિહાર પણ ન કરવો જોઇએ. સૂત્ર-૧૨ : ઉપર્યુક્ત વયવાળા સાધ્વીઓએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની, આ ત્રણથી રહિત ગચ્છમાં ન રહેવું જોઈએ. તેઓમાંથી કોઈનો કાળધર્મ થવા પર પણ એ પદ પર બીજાને નિયુક્ત કરવા તે સાધુ-સાધ્વીઓને માટે આવશ્યક કહ્યું છે. સૂત્ર-૧૩–૧૭: કોઈ સાધુનું ચોથું વ્રત ભંગ થાય તો તેને જીવન પર્યત બધા પદને માટે અયોગ્ય જાહેર કરવામાં આવે છે. સૂત્ર ૧૮–૨૨ઃ જો પદવીધારી કોઈ બીજાને એ પદ પર નિયુક્ત કર્યા વિના સંયમ છોડીને ચાલ્યા જાય અને તે ફરીથી દીક્ષા અંગીકાર કરે તો તેને જીવન ભર કોઈપણ પદ આપી શકાય નહિ. જો કોઈ પોતાનું પદ બીજાને સોપીને જાય અથવા સામાન્ય સાધુ સંયમ ત્યાગ કરીને જાય અને ફરીથી દીક્ષા લીધા બાદ તેની યોગ્યતા હોય તો ત્રણ વર્ષ બાદ તેને કોઈપણ પદ યથાયોગ્ય સમય પર આપી શકાય છે. સૂત્ર-૨૩–૨૯ : બહુશ્રુત સાધુ આદિ પ્રબલ કારણે અનેક વાર જૂઠ, કપટ, પ્રપંચ, અસત્ય આક્ષેપ વગેરે અપવિત્ર પાપકારી કાર્ય કરે અથવા અનેક સાધુ, આચાર્ય આદિ મળીને આવું કૃત્ય કરે તો તે જીવન પર્યત સર્વ પ્રકારની પદવીઓને સર્વથા અયોગ્ય બની જાય છે. એમાં બીજો કોઈ વિકલ્પ હોતો નથી. અબહુશ્રુત સાધુ તો સર્વથા બધા પ્રમુખપદોને અયોગ્ય જ હોય છે. ચોથા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૮: આચાર્ય, ઉપાધ્યાયે એકલા વિચરવું ન જોઈએ અને બે દાણાઓથી ચોમાસુ પણ કરવું ન જોઈએ. પરંતુ તે બે ઠાણાઓથી વિચારી શકે છે અને ત્રણ ઠાણાઓથી ચાતુર્માસ કરી શકે છે. ગણાવચ્છેદકે બે ઠાણાએ વિચરવું ન જોઈએ અને ત્રણ ઠાણાએ ચાતુર્માસ કરવું ન જોઈએ. પણ તેઓ ત્રણ ઠાણાથી વિચરણ કરી શકે છે અને ચાર ઠાણાથી ચોમાસું કરી શકે છે. સૂત્ર૯-૧૦ અનેક આચાર્ય આદિએ એક સાથે વિચરવું હોય તો પણ ઉપર્યુક્ત સાધુ સંખ્યા પોતપોતાની નેશ્રામાં રાખતા થકા જ વિચરણ કરવું જોઈએ અને તે જ વિવેકથી તેઓએ ચાતુર્માસમાં રહેવું જોઇએ. અર્થાત્ પદવીધરોને પોતાના શિષ્ય સમુદાય વગર રહેવું કલ્પ નહિ. સૂત્ર-૧૧-૧૨ : વિચરણ કાલમાં અથવા ચાતુર્માસમાં જો સંઘાડાનું સંચાલન કરનાર સાધુ કાળધર્મ પામી જાય તો બાકી રહેલા સાધુઓમાં નાના અથવા મોટા કોઈ પણ સાધુ શ્રત અને પર્યાયથી યોગ્ય હોય તો તેણે પ્રમુખતા સ્વીકાર કરવી જોઇએ અને જો કોઈપણ સાધુ યોગ્ય ન હોય તો ચાતુર્માસ અથવા વિચારવાનું બંધ કરીને તુર્તજ યોગ્ય પ્રમુખ સાધુ અથવા આચાર્યના સાનિધ્યમાં પહોંચી જવું જોઇએ. સૂત્ર-૧૩–૧૪: આચાર્ય-ઉપાધ્યાય કાળધર્મના સમયે અથવા સંયમ છોડીને જાય ત્યારે તે જેને આચાર્ય ઉપાધ્યાયના પદ પર નિમણૂંક કરવાનું કહે તેને જ તે પદ પર સ્થાપિત કરવા જોઇએ અને તે યોગ્ય ન હોય તો આચાર્ય નિર્દિષ્ટને તે પદ ન દેવું અને જો પદ આપી દીધું હોય તો એને હટાવીને બીજા યોગ્ય સાધુને તે પદ દઈ શકાય છે. જે અયોગ્યનો ખોટો પક્ષ ત્યે તે બધા પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે સૂત્ર-૧૫-૧૭: નવદીક્ષિત સાધુ યોગ્ય(કલ્પક) થઈ જાય ત્યારે તેને અગિયારમી અથવા બારમી રાત્રિ પહેલાં વડી દીક્ષા દઈ દેવી. જોઇએ અને એનું ઉલ્લંઘન કરે તો આચાર્ય–ઉપાધ્યાયને યથાયોગ્ય તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત આવે છે અને સતરમી રાતનું ઉલ્લંઘન કરે તો તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત ઉપરાંત એક વર્ષને માટે પદ છોડવાનું પ્રાયશ્ચિત્ત પણ આવે છે. વડી દીક્ષાના સમયનું ઉલ્લંધન કરવામાં નવદીક્ષિતના માતા-પિતા વગેરે પૂજ્ય પુરુષો-વડીલોની દીક્ષાનું કારણ હોય તો છમહિના સુધી દીક્ષા નદે તો પ્રાયશ્ચિત્ત આવતું નથી સૂત્ર૧૮: બીજા ગણમાં અધ્યયન આદિને માટે ગયેલ સાધુએ કોઈના પૂછવા પર, પહેલાં ત્યાંના સર્વરત્નાધિકનું નામ બતાવવું જોઈએ અને પછી જો જરૂરત હોય તો સર્વબહુશ્રુતનું નામ કહેવું જોઈએ. સૂત્ર-૧૯ઃ ગોવાળની વસ્તિમાં દુગ્ધાદિ સેવનને માટે જતાં પહેલાં સ્થવિરની અર્થાત્ ગુરુ આદિની આજ્ઞા લેવી જરૂરી છે અને તેઓની આજ્ઞા મળે તો જ જવાનું કહ્યું છે. સૂત્ર-૨૦-૨૩ઃ ચરિકા(દીર્ઘ વિહાર માટે) પ્રવિષ્ટ અથવા ચરિકા(દીર્ઘ વિહારથી) નિવૃત્ત નિકટમાં વિચરણ કરનાર સાધુને આજ્ઞા મળ્યા પછી ચાર-પાંચ દિવસમાં ગુરુ આદિને મળવાનો પ્રસંગ આવી જાય તો એને પૂર્વ-કરેલી આજ્ઞા અનુસાર વિચરવું અથવા નિવાસ કરવો જોઇએ. ચાર પાંચ દિવસ પછી અથવા આજ્ઞા મેળવ્યાના વધારે સમય પછી ગુરુ આદિને મળવાનો પ્રસંગ આવી જાય તો સૂત્રોક્ત વિધિ પ્રમાણે ફરીથી આજ્ઞા મેળવીને વિચરણ કરી શકાય છે. સૂત્ર–૨૪-૨૫: (રત્નાધિક) અધિક સંયમ પર્યાયવાળા સાધુને(અવમરાત્નિક) અલ્પ દીક્ષા પર્યાયવાળા સાધુની સેવામાં સહયોગ આપવો ઐચ્છિક હોય છે અને સંયમની અલ્પ પર્યાયવાળા સાધુએ અધિક પર્યાયવાળા સાધુની સેવામાં સહયોગ આપવો જરૂરી છે. રત્નાધિક સાધુ જો સેવા સહધ્યોગ લેવા ન ઇચ્છે તો આવશ્યક હોતો નથી. અવમાનિક(અલ્પ પર્યાયવાળા) નાના સાધુ બીમાર હોય તો રત્નાધિકને પણ તેની સેવામાં સહયોગ આપવો આવશ્યક થઈ જાય છે. સૂત્ર-૨૬-૩ર : અનેક સાધુ, અનેક આચાર્ય-ઉપાધ્યાય તથા અનેક ગણાવચ્છેદક આદિ કોઈપણ જો સાથે-સાથે વિચરણ કરે તો તેઓએ પરસ્પર સમાન બનીને ન રહેવું જોઈએ પરંતુ જે તેઓમાં રત્નાધિક હોય તેનું નેતૃત્વ સ્વીકાર કરીને વિનયપૂર્વક તેમજ સમાચારી વ્યવહારનું પાલન કરતા થકા જ સાથે રહેવું જોઈએ. પાંચમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૧૦ :- પ્રવર્તિની બે સાધ્વીઓને સાથે લઈને(અર્થાત્ ત્રણ ઠાણાથી) વિચરણ કરે અને ત્રણ સાધ્વીઓને સાથે લઈને(અર્થાત્ ચાર ઠાણાથી) ચાતુર્માસ કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300