Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 290
________________ આગમસાર–પૂર્વાર્ધ 290 ભાવની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક સ્થિતિમાં શાંત રહેવું એ જ સંયમ ધારણ કરવાનો અને પાલન કરવાનો સાર છે. તેથી પોતાના સંયમની આરાધના માટે, સ્વયં સર્વથા ઉપશાંત થઈ જવું અત્યંત આવશ્યક સમજવું. પરિશિષ્ટ-૩ઃ શૌચ અને સ્વાધ્યાય માટે રાત્રિમાં ગમનાગમન વિધિ [ઉદ્દેશક-૧ સૂત્ર-૪૬-૪૭] મલમૂત્ર ત્યાગવાના સ્થાનને “વિચાર–ભૂમિ' કહેવાય છે અને સ્વાધ્યાયના સ્થાનને “વિહાર–ભૂમિ' કહેવાય છે. રાત્રિના સમયમાં કે સંધ્યાકાળમાં જો કોઈ સાધુને મલમૂત્ર વિસર્જન માટે જવાનું જરૂરી હોય તો તેને પોતાના સ્થાનથી, બહાર(વિચાર-ભૂમિમાં) એકલા જવું ન જોઈએ. એવી રીતે ઉક્તકાલમાં જો સ્વાધ્યાયાર્થે વિહારભૂમિમાં જવું હોય તો ઉપાશ્રયની બહાર એકલા ન જવું જોઈએ. એક કે બે સાધુને સાથે લઈને જઈ શકાય છે. ઉપાશ્રયનો અંદરનો ભાગ તથા ઉપાશ્રયની બહાર સો હાથનું ક્ષેત્ર ઉપાશ્રયની સીમામાં ગયું છે, તેનાથી દૂર જવાની અપેક્ષાથી સત્રમાં બહિયા” શબ્દનો પ્રયોગ ર્યો છે અથવા ગામની બહાર એવો અર્થ પણ “બહિયા’ શબ્દનો થાય છે. સ્વાધ્યાયને માટે કે મલ વિસર્જન માટે દૂર જઈને પુનઃ આવવામાં સમય અધિક લાગે છે. આ કારણથી એકલા જવામાં અનેક આપત્તિઓ અને આશંકાઓની સંભાવના રહે છે. જેમ કે– (૧) સર્પ આદિ જાનવરના કરડવાથી, મૂચ્છ આવવાથી કે કોઈ ટક્કર લાગવાથી પડી શકે છે. (૨) ચોર, ગ્રામ રક્ષક આદિ પકડી શકે છે અને મારપીટ કરી શકે છે. (૩) અથવા આયુ સમાપ્ત થઈ જાય તો તેના મરવાની ઘણા સમય સુધી કોઈને જાણકારી થતી નથી. ઇત્યાદિ કારણોથી રાત્રિમાં એકલા સાધુએ મલ ત્યાગ માટે અને સ્વાધ્યાય કરવા માટે ઉપાશ્રયની સીમાની બહાર ન જવું જોઇએ. ઉપાશ્રયની સીમામાં જવાથી ઉક્ત દોષોની સંભાવના પ્રાયઃ રહેતી નથી. કારણ કે ત્યાં તો અન્ય સાધુઓનું આવવા જવાનું રહ્યા કરે છે અને કોઈ અવાજ થાય તો સાંભળી પણ શકાય છે. સાધુઓની સંખ્યા વધુ હોય અને મકાન નાનું હોય અથવા ઉપાશ્રયમાં અસ્વાધ્યાયનું કોઈ કારણ થઈ જાય તો રાત્રિમાં સ્વાધ્યાય માટે અન્યત્ર ગમનાગમન કરી શકાય છે, અન્યથા રાત્રિમાં ઈર્યાનો કાલ ન હોવાથી ગમનાગમન કરવાનો નિષેધ જ છે. ઉપાશ્રયની યાચના કરતી વખતે પણ તે મળ મૂત્ર ત્યાગવાની ભૂમિથી સમ્પન્ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, એવું વિધાન આચા. શ્રુ. ૨ અ.૨ ૧.રમાં તથા દશવૈ. અ. ૮ ગાથા-પર માં છે. મળ મૂત્ર આદિ શરીરના સ્વાભાવિક વેગોને રોકી શકાતા નથી એટલે રાત્રિમાં પણ આવશ્યક હોય ત્યારે કોઈ સાધુને બહાર જવું પડે છે. ભાષ્યકારે બતાવ્યું છે કે જો સાધુ ભયભીત થનારા ન હોય અને ઉપયુર્કત દોષોની સંભાવના ન હોય તો સાથેના સાધુઓને સૂચિત્ત કરીને સાવધાની રાખતા એકલા પણ જઈ શકે છે. બે સાધુ છે, એક બીમાર છે અથવા ત્રણ સાધુ છે, એક બીમાર છે, એકને તેની સેવામાં બેસવું જરૂરી છે તો તેને સૂચિત્ત કરીને સાવધાની રાખીને એકલા પણ જઈ શકાય છે. અનેક કારણોથી અથવા અભિગ્રહ, પડિમા આદિ ધારણ કરવાથી એકલા વિચરવાવાળા સાધુ પણ ક્યારેક રાત્રિમાં બહાર જવું પડે તો સાવધાની રાખીને જઈ શકે છે. ઉત્સર્ગવિધિથી સૂત્રમાં કહ્યા અનુસાર એક કે બે સાધુઓને સાથે લઈને જ જવું જોઇએ. એકથી પણ અધિક સાધુઓને સાથે લઈ જવાનું કારણ એ છે કે ક્યાંક-ક્યાંક અત્યધિક ભયજનક સ્થાન હોય છે. સાધ્વીને તો દિવસે પણ ગોચરી આદિ ક્યાંય પણ એકલા જવાનો નિષેધ જ છે. અતઃ રાત્રિમાં તો તેનું ધ્યાન રાખવું વધુ આવશ્યક છે. બે થી અધિક સાધ્વીજીઓને જવાનું અર્થાત્ ત્રણ કે ચારને જવાનું કારણ માત્ર ભયજનક સ્થિતિ કે ભયભીત હોવાની પ્રકૃતિ જ સમજવી જોઇએ. શેષ વિવેચન સાધુ સંબંધી વિવેચનની સમાન જ સમજવું જોઈએ. પરંતુ સાધ્વીજીઓને કોઈ પણ પ્રકારના અપવાદમાં પણ એકલા જવાનું ઉચિત્ત નથી અને કોઈ વિશેષ પરિસ્થિતિ હોય તો શ્રાવિકાને સાથે લઈને જવું શ્રેયસ્કર રહે છે અન્ય કોઈ વિશેષ પરિસ્થિતિમાં તેઓ ઉચ્ચાર માત્રકમાં મલ વિસર્જન કરી પ્રાતઃ કાલે પરઠી પણ શકે છે અને તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરી શકે છે. પરિશિષ્ટ-૪: આખી રાત પાણી અને અગ્નિ રહેવાવાળા સ્થાન [ઉદ્દેશક-૨: સૂત્ર-૭] : જે મકાનમાં આખી રાત કે રાતદિવસ અગ્નિ બળતી રહે છે, તે(કુંભાર શાળા કે લુહારશાળા) સ્થાનમાં સાધુને રહેવું કલ્પતું નથી. જો રહેવાના સ્થાનમાં અને ગમનાગમનના માર્ગમાં અગ્નિ જલતી ન હોય પરંતુ અન્યત્ર ક્યાંય પણ (વિભાગમાં) જલતી હોય, તો રહેવું કહ્યું છે. એવી રીતે સંપૂર્ણ રાત્રિ કે દિવસ-રાત્રિ જયાં દીપક જલે છે તે સ્થાન પણ અકલ્પનીય છે. અગ્નિ કે દીપક યુક્ત સ્થાનમાં રહેવાથી દોષ :- (૧) અગ્નિ કે દીપકની પાસે ગમનાગમન કરવાથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. (૨) હવાથી કોઈ ઉપકરણ પડીને બળી શકે છે. (૩) દીપકને કારણે આવનારા ત્રસ જીવોની વિરાધના થાય છે. (૪) ઠંડી નિવારણ કરવા માટેનો સંકલ્પ ઉત્પન્ન થઈ શકે છે. આચા. શ્રુ. ૨ અ. ૨ ઉ. ૩મા પણ અગ્નિયુક્ત સ્થાનમાં રહેવાનો નિષેધ છે અને નિશીથ ઉ. ૧૬ માં, એના પ્રાયશ્ચિત્તનું વિધાન છે, એને પણ સર્વ રાત્રિની અપેક્ષાએ સમજવું. આ આગમ સ્થળોમાં અલ્પકાલીન અગ્નિ કે દીપકનો નિષેધ ર્યો નથી. કારણ કે આ સુત્રના પ્રથમ ઉદ્દેશકમાં પુરુષ સાગારિક ઉપાશ્રયમાં સાધુને અને સ્ત્રી સાગારિક ઉપાશ્રયમાં સાધ્વીને રહેવાનું વિધાન છે, જ્યાં અગ્નિ કે દીપક જલવાની સંભાવના પણ રહે છે. તેથી આ સૂત્રોથી સંપૂર્ણ રાત્રિ અગ્નિ જલવાના સ્થાનોનો જ નિષેધ સમજવો જોઇએ. અન્ય વિવેચન પૂર્વ સૂત્રની સમાન સમજવું જોઇએ.

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300