Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 285
________________ jainology 285 આગમસાર સૂત્ર-૩૪ઃ સાધુ-સાધ્વી જે ઉપાશ્રયમાં ઉતર્યા હોય ત્યાંથી કોઈ પણ એક દિશામાં અઢી ગાઉ સુધી ગમનાગમન કરી શકે છે, તેનાથી વધુ નહિ. આહાર પાણી લઈ જવા હોય તો બે ગાઉ સુધી લઈ જઈ શકે છે. બે ગાઉ એટલે ૪000 ધનુષ્ય અર્થાત્ લગભગ સાત કિલોમીટર. ચોથા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર–૧ : મૈથુન સેવન અને રાત્રિ ભોજનનું અનુદ્ધાતિક એટલે ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૨ ત્રણ પ્રકારના દોષ સેવન કરવા પર પારાચિક નામનું દસમું પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) અતિ તીવ્ર દ્વેષ (૨) અતિ(તીવ્ર) પ્રમાદ (૩) કુશીલ સેવન. સૂત્ર-૩ : ત્રણ પ્રકારના દોષ સેવન કરવાથી અનવસ્થાપ્ય નામનું નવમું પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) સાધર્મિકની ચોરી (૨) અન્યધર્મિની ચોરી(૩) મારપીટ હિંસા આદિ. સૂત્ર-૪-૯ઃ ત્રણ પ્રકારના નપુંસકોને દીક્ષિત, મુંડિત કે ઉપસ્થાપિત કરવા કલ્પતા નથી. (૧) કૃત યા સ્વાભાવિક નપુંસક (૨) વાત પ્રકોપથી વેદ ધારણ ન કરી શકનારા (૩) ચિંતન માત્રથી વીર્યનું અલન થવાવાળા. સૂત્ર-૧૦-૧૧: ત્રણ ગુણવાળાને વાચના આપવી– (૧) વિનયવંત (૨) અલ્પકષાયી (૩) વિગયમુક્ત. ત્રણ અવગુણવાળાને વાચના ન દેવી– (૧) અવિનીત (૨) દીર્ઘકષાયી (૩) વિગય આસક્ત. સૂત્ર–૧૨–૧૩: ત્રણ પ્રકારની વ્યક્તિઓને સમજાવવી કઠિન છે અને ત્રણ પ્રકારની વ્યક્તિઓને સમજાવવી સરલ છે– (૧) કલુષિત હૃદયી (૨) મૂર્ખ (૩) દુરાગ્રહી- કૃતની. પ્રતિપક્ષે– (૧) પવિત્ર હૃદયી (૨) બુદ્ધિમાન (૩) સરલ, નમ્ર પરિણામી. સૂત્ર–૧૪-૧૫ઃ વિશેષ પરિસ્થિતિમાં સેવા કરનારા સ્ત્રી પુરુષના સ્પશદિથી સાધુ-સાધ્વી મૈથુન સેવનના સંકલ્પ યુક્ત સુખનો. અનુભવ કરે તો તેને ચોથા વ્રતના ભંગ રૂપે ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૬: પહેલા પહોરમાં ગ્રહણ કરેલા આહાર-પાણી ચોથા પ્રહર સુધી ન રાખવા. સૂત્ર-૧૭: બે ગાઉ ઉપરાંત આહાર પાણી ન લઈ જવા. સુત્ર-૧૮: અનાભોગથી ગ્રહણ કરેલ અનેષણીય આહારાદિ ન ખાવા, પરંતુ અનુપસ્થાપિત(વડી દીક્ષા પહેલાં) નવદીક્ષિત સાધુ ખાઈ શકે છે. સૂત્ર-૧૯ : પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓને દેશિક આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી, અન્ય તીર્થકરના સાધુઓને કલ્પ છે. સૂત્ર-૨૦-૨૮ અધ્યયન કરવા માટે, ગણ પરિવર્તન માટે અને અધ્યયન કરાવવા માટે અન્ય ગણમાં જવાનું થાય તો આચાર્યની આજ્ઞા લઈને સૂત્રોક્ત વિધિથી કોઈ પણ સાધુ કે પદવીધર જઈ શકે છે. સૂત્ર-૨૯ઃ કાળધર્મ પામેલા સાધુને તેના સાધર્મિક સાધુ ગૃહસ્થ પાસેથી પ્રતિહારક ઉપકરણ લઈને ગામની બહાર એકાંતમાં લઈ જઈને પરઠી શકે છે. સૂત્ર-૩૦ઃ ક્લેશને ઉપશાંત ર્યા વગર સાધુએ ગોચરી જવું જોઈએ નહિ. કલેશને ઉપશાંત કરીને યથોચિત્ત પ્રાયશ્ચિત્ત દેવું અને લેવું જોઇએ. આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત દેવું પણ નહિ અને કોઈ આપે તો લેવું પણ નહિ. સૂત્ર-૩૧ : આચાર્ય પરિહાર તપ વહન કરનારાને સાથે લઈ જઈને એક દિવસ ગોચરી અપાવે. ત્યારપછી આવશ્યક હોય તો જ વૈયાવૃત્ય આદિ કરાવી શકે છે. સૂત્ર-૩ર : વધુ પ્રવાહવાળી નદીઓને એક માસમાં એક વારથી વધુ વાર પાર ન કરવી જોઈએ પરંતુ જંઘાઈ પ્રમાણ(ઘૂંટણથી નીચે) જલ પ્રવાહવાળી નદીને અનિવાર્ય સંજોગોમાં અનુકંપા અને આલોચનાના ભાવ સાથે, સૂત્રોક્ત વિધિથી પાર કરી શકાય છે. સૂત્ર-૩૩-૩૬ : ઘાસના બનેલા મકાનોની ઊંચાઈ ઓછી હોય તો ત્યાં રહેવું ન જોઈએ. પરંતુ અધિક ઊંચાઈ હોય તો રહી શકાય અને ચાતુર્માસ પણ કરી શકાય. પાંચમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર૧-૪ઃ દેવ કે દેવી જો સ્ત્રી અથવા પુરુષનું રૂપ બનાવી સાધુ-સાધ્વીને આલિંગન આદિ કરે ત્યારે તે તેના સ્પર્શ આદિથી મૈથુન ભાવનો અનુભવ કરે તો તેઓને ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-પઃ અન્ય ગણમાંથી કોઈ સાધુ ક્લેશ કરીને આવે તો તેને સમજાવીને શાંત કરવો અને પાંચ દિવસ આદિનો દિક્ષા છેદ પ્રાયશ્ચિત્ત આપીને ફરીથી તેના ગણમાં પાછો મોકલવો. સૂત્ર–૬–૯ઃ જો આહાર ગ્રહણ કર્યા પછી કે ખાતી વખતે એમ જણાય કે સૂર્યાસ્ત થઈ ગયો છે કે સૂર્યોદય થયો નથી તો તે આહારને પરઠી દેવો જોઇએ. જો ખાય તો તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૦ઃ રાત્રીના સમયે ઓડકાર આવતા જો ખાધાંશ પાછું મુખમાં આવે તો તેને ગળા નીચે ઉતારી ન જવું, પરંતુ મુખમાંથી બહાર કાઢી પરઠી દેવું જોઇએ. સૂત્ર-૧૧ : ગોચરી કરતી વખતે ક્યારેક આહારમાં સચિત્ત બીજ, રજ કે ત્રસ જીવ દેખાય તો તેને સાવધાનીપૂર્વક કાઢી નાખવું જોઇએ. જો નીકળી શકે તેમ ન હોય તો તેટલો સંસક્ત આહાર પરઠી દેવો જોઇએ. સૂત્ર-૧૨ઃ ગોચરી કરતી વખતે ક્યારેક આહારમાં સચિત્ત જલનું ટીપું આદિ પડી જાય તો ગરમ આહાર હોય તો ખાઈ શકાય છે અને ઠંડો આહાર હોય તો પરઠી દેવો જોઇએ.(જો થોડા સમય પછી અચિત્ત થવાની સંભાવના હોય તો અચિત્ત થયા પછી ખાઈ શકાય છે.] સૂત્ર-૧૩–૧૭: સાધ્વીજીએ ગોચરી, ઈંડિલ કે સ્વાધ્યાય આદિ માટે એકલા ન જવું તથા વિચરણ અને ચાતુર્માસ પણ એકલા ન કરવું. સાધુને એકલા ગોચરી જવાનો તથા વિહાર કરવાનો અહીં નિષેધ નથી. અન્યત્ર પણ અયોગ્ય (અપરિપકવ) ભિક્ષને માટે નિષેધ ફલિત થાય છે. સર્વથા નિષેધ સાધુને માટે કોઈ પણ આગમમાં નથી

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300