Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 284
________________ 284 આગમચાર-પૂર્વાર્ધ સૂત્ર-૧૪–૧૬: શય્યાદાતા અને અન્ય લોકોનો આહાર કોઈ સ્થાન પર સંગ્રહિત ર્યો હોય, શય્યાતરના ઘરની સીમામાં હોય કે સીમાથી બહાર હોય; પરંતુ શય્યાતરનો આહાર હોય તેમાંથી ગ્રહણ કરવો કલ્પતો નથી, સૂત્ર-૧૭–૧૮ઃ સાધુ-સાધ્વીએ શય્યાદાતાના અલગ રાખેલ આહારને અન્ય આહારમાં મેળવી દેવા માટે કહેવું કલ્પતું નથી. એવું કરવાથી તેને ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર૧૯૨૨ શય્યાદાતાને ત્યાં અન્યને ત્યાંથી આવેલ અને ગ્રહણ કરી લીધેલ આહાર તથા અન્યને ત્યાં મોકલાવેલ આહાર શય્યાતરની માલિકપણામાં હોય ત્યાં સુધી તે આહાર ગ્રહણ કરી શકાતો નથી.બીજા તે આહારને સ્વીકારી લે ત્યારે ગ્રહણકરી શકાય છે સૂત્ર-૨૩–૨૪ : શય્યાતરના સ્વામિત્વ યુક્ત આહારાદિ પદાર્થોમાં જ્યારે શય્યાતરનું સ્વામિત્વ સંપૂર્ણ આહારથી અલગ થઈ જાય ત્યારે શેષ વધેલા આહારમાંથી લેવું કલ્પ છે. શય્યાતરનો અંશયુક્ત આહાર અલગ નર્યો હોય તો તે કલ્પતું નથી. સૂત્ર-૨૫–૨૮ : શય્યાદાતા દ્વારા પૂજ્ય પુરુષોને સર્વથા સમર્પિત કરેલા આહારમાંથી ગ્રહણ કરવું કલ્પે છે, પરંતુ “પ્રાતિહારિક આપેલુ હોય તો તે આહારમાંથી લેવું કલ્પતું નથી તથા તે આહાર શય્યાદાતા તથા તેના પરિવારના સદસ્યોના હાથથી પણ લેવો કલ્પતો નથી. સૂત્ર૨૯-૩૦ઃ સાધુ-સાધ્વીજીઓ પાંચ જાતિના વસ્ત્રો અને પાંચ જાતિના રજોહરણમાંથી કોઈપણ જાતિનું વસ્ત્ર યા રજોહરણ ગ્રહણ કરી શકે છે. પાંચ વસ્ત્રઃ (૧) ઊન નાં (૨) વાંસ, અલસી આદિનાં (૩) સણનાં (૪) સુતરનાં (૫) વૃક્ષની છાલનાં વસ્ત્રો કલ્પ. રજોહરણ પાંચ:- (૧) ઊનનો (૨) ઊંટની જટનો (૩) સણનો (૪) ઘાસમાંથી બનાવેલ (૫) મુંજનો. (સુતરનો.) ત્રીજા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨: સાધુએ સાધ્વીના ઉપાશ્રયમાં અને સાધ્વીએ સાધુના ઉપાશ્રયમાં બેસવું, સૂવું આદિ પ્રવૃત્તિ ન કરવી જોઇએ. માત્ર સ્વાધ્યાય અને વાચના માટે બેસવું કલ્પ છે. તેના સિવાય ન બેસવું જોઇએ અને ત્યાં જવું પણ ન જોઇએ. સૂત્ર૩–૬: રોમ રહિત ચર્મ ખંડ જરૂરત હોય તો સાધુ સાધ્વી ગ્રહણ કરી શકે છે, પરંતુ સરોમ ચર્મ તેઓને કલ્પતું નથી. સૂત્ર-૭–૧૦: બહુમૂલ્ય વસ્ત્ર અને અખંડ તાકો તથા આવશ્યકતાથી અધિક લાંબુ વસ્ત્ર સાધુ-સાધ્વીજીએ રાખવું ન જોઇએ. સૂત્ર-૧૧-૧૨ ઃ લંગોટ, જાંગિયા(કચ્છ) આદિ ઉપકરણ સાધુએ અકારણ ન રાખવા જોઈએ પરંતુ સાધ્વીઓએ આ ઉપકરણો અવશ્ય રાખવા. સૂત્ર-૧૩ઃ સાધ્વીએ પોતાની નિશ્રાએ વસ્ત્ર ગ્રહણ ન કરવું જોઈએ પરંતુ તે પ્રવર્તિની આદિની નિશ્રાથી વસ્ત્રની યાચના કરી શકે છે સૂત્ર–૧૪-૧૫ : દીક્ષા લેતી વખતે સાધુ-સાધ્વીએ રજોહરણ ગુચ્છો અને આવશ્યક પાત્ર ગ્રહણ કરવા જોઇએ તથા મુહપતિ, ચાદર, ચોલપટક આદિ માટે સાધુ અધિકતમ ત્રણ તાકા(તુકડા)ના માપ જેટલું વસ્ત્ર લઈ શકે છે, સાધ્વી ચાર તાકા(ટુકડા)ના માપ જેટલા વસ્ત્ર લઈ શકે છે.(તાકાનું માપ સૂત્રમાં અને ભાષ્ય, ટીકામાં બતાવ્યું નથી તેથી વિવિધ ધારણાઓ છે. પાત્રાની સંખ્યા પણ શાસ્ત્રમાં બતાવી નથી.)-તાકા-ટુકડા–વસ્ત્રખંડ. સૂત્ર-૧૬-૧૭: સાધુ-સાધ્વીએ ચાતુર્માસમાં વસ્ત્ર ગ્રહણ ન કરવા જોઈએ પરંતુ શિયાળામાં અને ગ્રીષ્મ ઋતુમાં તેઓ વસ્ત્ર લઈ શકે છે. સૂત્ર-૧૮-૨૦ઃ સ્વસ્થ સાધુ-સાધ્વીએ આવશ્યક હોવા પર વસ્ત્ર અને શય્યાસંસ્તારક દીક્ષા પર્યાયના અનુક્રમથી ગ્રહણ કરવા જોઇએ અને વંદના પણ દીક્ષા પર્યાયના ક્રમથી કરવી જોઇએ. સૂત્ર-૨૧-૨૩ઃ સ્વસ્થ સાધુ-સાધ્વીએ ગૃહસ્થના ઘરે બેસવું આદિ સૂત્રોક્ત નિષિદ્ધ કાર્યો કરવા ન જોઈએ તથા ત્યાં અમર્યાદિતા વાર્તાલાપ તથા ઉપદેશ પણ ન દેવો જોઇએ. ક્યારેક જરૂરત હોય તો ઊભા-ઊભા મર્યાદિત કથન કરી શકે છે. શય્યાતર અને અન્ય ગૃહસ્થના શય્યા સંસ્મારક વિહાર કરવાની પહેલાં અવશ્ય પાછા દેવા જોઈએ તથા જે અવસ્થામાં ગ્રહણ ક્ય હોય તેવા જ વ્યવસ્થિત કરીને પાછા આપવા જોઇએ. સૂત્ર-૨૭: શય્યા સસ્તારક(પાટ, બાજોઠ આદિ) ખોવાઈ જાય તો તેની શોધ કરવી અને ન મળે તો તેના સ્વામીને ખોવાઈ ગયું છે, તેવી જાણ કરીને પછી બીજા શય્યા સંસ્તારક ગ્રહણ કરવા, જો શોધવાથી મળી જાય અને તેની જરૂરત ન હોય તો પાછા આપી દેવા. સૂત્ર-૨૮-૩૨: સાધુ-સાધ્વી ઉપાશ્રયમાં, શૂન્ય ઘરમાં કે માર્ગ આદિમાં ક્યાં ય પણ આજ્ઞા લઈને રહ્યા હોય અને તેના વિહાર ક્ય પહેલાં જ કોઈ બીજા સાધુ વિહાર કરીને આવે તો તેઓ પૂર્વગ્રહિત(પહેલાં લીધેલી) આજ્ઞાથી ત્યાં રહી શકે છે નવી આજ્ઞા લેવાની જરૂરત નથી રહેતી. જો શૂન્ય રહેઠાણ કે માલિક રહિત ઘરનો કોઈ સ્વામી ક્યારેક અચાનક પ્રગટ થઈ જાય તો ફરી તેની આજ્ઞા લેવી જરૂરી રહે છે. સૂત્ર-૩૩ઃ પ્રામાદિની બહાર સેનાનો પડાવ હોય ત્યાં સાધુ-સાધ્વી ભિક્ષા લેવા માટે અંદર જઈ શકે છે પરંતુ તેને ત્યાં રાત્રિ નિવાસ કરવો કલ્પતો નથી. રાત્રિ નિવાસ કરવાથી ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. રાજકીય ચિન્હો રાજકીય ચિન્હો જે વસ્તુ પર અંકીત કરેલા હોય જેમ કે અશોક ચક્ર, તિરંગો કે અન્ય દેશના ઝંડા, અન્ય ધર્મના ધાર્મિક ચિન્હો, સ્ટેમ્પ પેપર, વસિયતનામા, ચલણીનાણું, ટપાલ ટીકીટો અને અન્ય કોઇ પણ સાધન જેનો રાજયના વ્યવહારમાં ઉપયોગ થતો હોય કે પૂર્વે થયો હોય, ઉપયોગમાં ન લેવા જોઇએ. આથી વ્યવહાર અશુધ્ધિ અને અન્ય કલેશના સંજોગોની શકયતા રહેલી હોય છે. સંસ્થાની માલીકીના સાધનો પણ તે માટેની જવાબદાર વ્યકિતની આજ્ઞા વગર ન વાપરવા જોઇએ.

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300