Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 276
________________ 276 આગમસાર–પૂર્વાર્ધ ૩. છ પ્રકારની ભ્રમણ વિધિના કોઈપણ અભિગ્રહથી ગોચરી લેવા જવું. ૪. અજ્ઞાત ક્ષેત્રમાં બે દિવસ અને પરિચિત્ત ક્ષેત્રોમાં એક દિવસથી વધુ ન રહેવું. ૫. ચાર કારણો સિવાય મૌન જ રહેવું. ધર્મ ઉપદેશ પણ ન દેવો. ૬-૭. ત્રણ પ્રકારની શય્યા અને ત્રણ પ્રકારના સંસ્તારકનો જ ઉપયોગ કરવો. ૮–૯. સાધુના રહ્યા પછી તે સ્થાન પર કોઈ સ્ત્રી-પુરુષ આવે, રહે અથવા આગ લાગી જાય તો પણ સાધુ બહાર નીકળે નહિ. ૧૦-૧૧. પગમાંથી કાંટો અને આંખમાંથી રજ(ધૂળ) આદિ કાઢે નહિ. ૧૨. સૂર્યાસ્ત પછી એક ડગલું પણ ચાલે નહિ. રાત્રે મલ–મૂત્રની બાધા થવા પર જઈ – આવી શકે. ૧૩. હાથ–પગ ઉપર સચિત્ત રજ લાગી જાય તો તેનું પ્રમાર્જન ન કરવું અને સ્વતઃ અચિત્ત ન થઈ જાય ત્યાં સુધી ગોચરી આદિ પણ ન જવું. ૧૪. અચિત્ત પાણીથી પણ સુખ શાંતિ માટે હાથ–પગ આદિ ધોવા નહિ. ૧૫. ચાલતી વખતે ઉન્મત્ત પશ સામે આવી જાય તો ભયથી માર્ગ છોડે નહિ. ૧૬. તડકામાંથી છાયામાં તથા છાયામાંથી તડકામાં ન જાય. આ નિયમ બધી પડિમાઓમાં જરૂરી સમજી લેવાના. પહેલી સાત પડિમાઓ એક–એક મહિનાની છે, તેમાં દત્તિની સંખ્યા એકથી સાત સુધી વધી શકે છે. આઠમી નવમીને દસમી. પડિમા સાત-સાત દિવસની એકાંતર તપયુક્ત કરવાની હોય છે. તેમાં સૂત્રોક્ત ત્રણ-ત્રણ આસનમાંથી આખી રાત કોઈ પણ એક આસન કરવાનું હોય છે. અગિયારમી પડિકામાં છઠ્ઠના તપની સાથે અહોરાત્ર(ચોવીસ કલાક) કાયોત્સર્ગ કરવામાં આવે છે. બારમી ભિક્ષુ પડિયામાં અઠ્ઠમ તપની સાથે સ્મશાન આદિમાં એક રાત્રિનો(સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી) કાયોત્સર્ગ કરવાનો હોય છે. આઠમી દશા : સમાચારી આ દશાનું નામ પર્યુષણા કલ્પ છે. આ દશાના ઉપયોગ તેમજ અવલંબનથી કલ્પસૂત્રની રચના થયેલ છે. કોઈ વિસ્તૃત સૂત્રના પાઠોની સાથે આ દશા જોડાઈ ગઈ છે. તેથી આ દશા મુળ સ્વરૂપે ઉપલબ્ધ નથી. એમાં ભિક્ષુઓના ચાતુર્માસ અને પર્યુષણ સંબંધી સમાચારીના વિષયોનું સંક્ષિપ્ત સૂચન છે. બીજા પ્રકારે ૧૦સમાચારી ઇચ્છાકાર, મિથ્થાકાર, તથાકાર, આવશ્યકી, નૈષધિકી, આપુચ્છના, પ્રતિપુચ્છના, છંદના, નિમંત્રણ, ઉપસંપદા. (વિસ્તાર માટે ઉતરાધ્યન સૂત્ર અ. ૨૬માં જોવું). નવમી દશા ત્રીસ મહામોહનીય કર્મના સ્થાન આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રબલ છે. તેમાં પણ મહામોહનીય કર્મની અવસ્થા વધુ તીવ્ર હોય છે. તેના બંધનના ૩૦ કારણો આ પ્રમાણે છે૧-૩. ત્રસ જીવોને પાણીમાં ડુબાડીને, શ્વાસ રૂંધીને, ધુમાડો કરીને મારવા.(વાંદા, ઉધઇ, મચ્છર વગેરે મારવા.) (મચ્છર અગરબતી, ઓલઆઉટ કે લક્ષમણરેખાથી ત્રસ જીવો મટે છે. લક્ષમણરેખામાં ૧% મહાઘાતક સાઇનાઇડ ઝેર હોય છે.) ૪–૫. ત્રસ જીવોને શસ્ત્ર પ્રહારથી માથુ ફોડીને અથવા મસ્તક પર ભીનું ચામડું બાંધીને મારવા. ૬. ત્રસ જીવોને ધોખો દઈને (છેતરીને) ભાલા આદિથી મારીને હસવું.(બુલફાઈટ જોવી નહિં,તેની અનુમોદના કરવી નહિં.) ૭. માયાચાર કરીને છુપાવવું કે શાસ્ત્રના અર્થને છુપાવવા. ૮. કોઈના પર મિથ્યા આરોપ લગાવવો. ૯. ભરી સભામાં મિશ્ર ભાષાનો પ્રયોગ કરી ક્લેશ ઉભો કરવો. વારા રાજાને રાજ્ય ભ્રષ્ટ કરી દેવો. ૧૧-૧૨. મિથ્યાભાવે પોતાને બ્રહ્મચારી કે બાલબ્રહ્મચારી પ્રસિદ્ધ કરવો. ૧૩. ઉપકારીના ધનનું અપહરણ કરવું. ૧૪. ઉપકારી ઉપર અપકાર કરવો. ૧૫. રક્ષક થઈને ભક્ષકનું કાર્ય કરવું. ૧૬-૧૭. અનેકોના રક્ષક નેતા કે સ્વામી આદિને મારવા. ૧૮, દીક્ષાર્થી કે દીક્ષિતને સંયમથી ચલિત કરવા. ૧૯. તીર્થકરોની નિંદા કરવી. ૨૦. મોક્ષ માર્ગની દ્રષ પૂર્વક નિન્દા કરીને, ભવ્ય જીવોને માર્ગથી ભ્રષ્ટ કરવા. ૨૧-૨૨. ઉપકારી આચાર્ય ઉપાધ્યાયની અવહેલના કરવી. તેઓનો આદર, સેવા ભક્તિ ન કરવા. ૨૩-૨૪. બહુશ્રુત કે તપસ્વી નહિ હોવા છતાં પણ પોતાને બહુશ્રુત કે તપસ્વી કહેવડાવવા. ૨૫. સમર્થ હોવા છતાં કલષિત ભાવોના કારણે સેવા ન કરવી. ૨૬. સંઘમાં ભેદ ઉત્પન્ન કરાવવો. ૨૭. જાદુ-ટોણા આદિનો પ્રયોગ કરવો. ૨૮. કામભોગોમાં અત્યધિક આસક્તિ અને અભિલાષા રાખવી. ૨૯. દેવોની શક્તિનો અસ્વીકાર કરવો અને તેમની નિંદા કરવી. ૩૦. દેવી દેવતાના નામથી જૂઠા ઢોંગ કરવા. અધ્યવસાયોની તીવ્રતા કે ક્રૂરતા હોવા પર આ પ્રવૃત્તિઓ દ્વારા મહામોહનીય કર્મનો બંધ થાય છે. દસમી દશા: નવ નિયાણા સંયમ તપની સાધના રૂપ સંપત્તિને, ભૌતિક લાલસાઓની ઉત્કટતાના કારણે આગળના ભવમાં ઐચ્છિક સુખપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે, દાવમાં લગાવી દેવી, તે “નિદાન'(નિયાણ) કહેવાય છે. એવું કરવાથી જો સંયમ તપની પૂંજી વધારે હોય તો કરેલું નિદાન ફળીભૂત થાય છે. પરંતુ તેનું પરિણામ હાનિકારક થાય છે. અર્થાત્ રાગ-દ્વેષાત્મક નિદાનોને કારણે નિદાન ફલની સાથે મિથ્યાત્વ તેમજ નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ થાય છે અને ધર્મભાવોના નિદાનોથી મોક્ષ પ્રાપ્તિ દૂર થઈ જાય છે. તેથી નિદાન કરણ ત્યાજ્ય છે. નવ નિદાન :

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300