Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 275
________________ jainology 275 આગમસાર ૪. શિષ્યોમાં ઉત્પન્ન થયેલ દોષ, કષાય, કલેશ, આકાંક્ષાઓનું ઉચિત્ત ઉપાયો દ્વારા શમન કરવું. એવું કરતા થકા પણ પોતાના સંયમ ગુણોની અને આત્મ સમાધિની પૂર્ણ રૂપથી સુરક્ષા અને વૃદ્ધિ કરતા રહેવું. શિષ્યોનો ગણ અને આચાર્ય પ્રત્યે કર્તવ્ય:૧. આવશ્યક ઉપકરણોની પ્રાપ્તિ, સુરક્ષા અને વિભાજનમાં ગુરુજનોને અનુકૂલ વર્તન કરવું. ૨. હંમેશાં આચાર્ય અને ગુરુજનોને અનુકૂલ વર્તન કરવું. ૩. ગણના યશની વૃદ્ધિ, અપયશનું નિવારણ તેમજ રત્નાધિકોનો યથાયોગ્ય આદરભાવ અને સેવા કરવામાં સિદ્ધહસ્ત હોવું. ૪. શિષ્ય વૃદ્ધિ અને તેના સંરક્ષણ–શિક્ષણમાં આચાર્ય–ઉપાધ્યાયને સહયોગી થવું. રોગી સાધુઓની યથાયોગ્ય સાર સંભાળ કરવી તેમજ મધ્યસ્થ ભાવથી સાધુઓમાં શાંતિ, સમાધિ જાળવવી. પાંચમી દશા ચિત્ત સમાધિના દસ બોલ જેવી રીતે સાંસારિક આત્માને ધન-વૈભવ ભૌતિક સામગ્રીની પ્રાપ્તિ થવા પર આનંદનો અનુભવ થાય છે, તેવી રીતે આત્મગુણોની અનુપમ ઉપલબ્ધિમાં આત્માર્થી મુમુક્ષુઓને અનુપમ આનંદરૂપ ચિત્ત સમાધિની પ્રાપ્તિ થાય છે. તે દસ ઉપલબ્ધિઓ આ પ્રમાણે છે ૧. અનુપમ ધર્મભાવની પ્રાપ્તિ કે વૃદ્ધિ થવાથી. ૨. જાતિસ્મરણ જ્ઞાન થવાથી. ૩. અત્યંત શુભ સ્વપ્ન જોવાથી. ૪. દેવ દર્શન થવાથી. ૫. અવધિજ્ઞાન થવાથી. ૬. અવધિ દર્શન થવાથી. ૭. મન:પર્યવજ્ઞાન થવાથી. ૮. કેવળજ્ઞાન થવાથી. ૯. કેવલદર્શન ઉત્પન્ન થવાથી. ૧૦. કર્મોથી મુક્ત થવાથી. - છઠ્ઠી દશાઃ શ્રાવક પડિયા શ્રાવકનો પ્રથમ મનોરથ આરંભ પરિગ્રહની નિવૃત્તિમય સાધના કરવાનો છે. તે નિવૃત્તિ સાધનાના સમયે વિશિષ્ટ સાધના માટે શ્રાવકની પડિમાઓને અર્થાત્ વિશિષ્ટ પ્રતિજ્ઞાઓને શ્રાવક ધારણ કરી શકે છે. અનિવૃત્ત સાધના સમયમાં પણ શ્રાવક સમકિત સહિત સામાયિક, પૌષધ આદિ બાર વ્રતોનું આરાધન કરે છે, પરંતુ તે સમયે તે અનેક પરિસ્થિતિઓ તેમજ જવાબદારીઓના કારણે અનેક આગારોની સાથે તે સમક્તિ અને વ્રતોને ધારણ કરે છે પરંતુ નિવૃત્તિમય અવસ્થામાં આગારો રહિત ઉપાસક પડિમાઓનું પાલન દઢતાની સાથે કરે છે. અગિયાર પડિમા :૧. પહેલી પડિમા:- આગાર રહિત નિરતિચાર સમ્યક્ત્વની વિશિષ્ટ પ્રતિજ્ઞાનું પાલન, એમાં પહેલા ધારણ કરેલા અનેક નિયમ તથા બાર વ્રતોનું પૂર્વ પ્રતિજ્ઞા અનુસાર આગાર સહિત પાલન કરે છે. તે નિયમોને છોડતા નથી. ૨. બીજી પડિમા – સમકિતની વિશિષ્ટ પ્રતિજ્ઞા સાથે અનેક નાના મોટા નિયમ પ્રત્યાખ્યાન અતિચાર રહિત અને આગાર રહિત પાલન કરવાની પ્રતિજ્ઞા કરવી અને યથાવત્ તેનું પાલન કરવું. ૩. ત્રીજી પડિમા:- સવાર, બપોર અને સાંજે નિયત સમય પર નિરતિચાર અને આગાર રહિત શુદ્ધ સામાયિક કરે અને ૧૪ નિયમ પણ નિયમિત પૂર્ણ રૂપથી આગાર રહિત ધારણા કરી યથાવત્ પાલન કરે. ૪. ચોથી પડિમા:- ઉપવાસ યુક્ત છ પૌષધ(બે આઠમ, બે પાંચમ, અમાસ, પૂર્ણિમાના દિવસે) આગાર રહિત નિરતિચાર આરાધના કરે. ૫. પાંચમી પડિમા:- પૌષધના દિવસોમાં સંપૂર્ણ રાત્રિ અથવા મર્યાદિત સમય સુધી કાયોત્સર્ગ કરવો. ૬. છઠ્ઠી પડિમા:- બ્રહ્મચર્યનું આગાર રહિત પરિપૂર્ણ પાલન કરવું તે સાથે નિમ્ન નિયમ રાખવાઃ (૧) સ્નાન ત્યાગ (૨) રાત્રિ ભોજન ત્યાગ (૩) ધોતીની પાટલી(ગાંઠ) ખુલ્લી રાખવી,પાછળ ખોસેલી ન રાખવી અથવા ટાઈટ કપડા ન પહેરવા. ૭. સાતમી ડિમા - આગાર રહિત સચિત્ત વસ્તુ ખાવાનો ત્યાગ કરે. ૮. આઠમી પડિમા:- આગાર રહિત સ્વયં હિંસા કરવાનો ત્યાગ કરવો. ૯. નવમી પડિમા – બીજા પાસે સાવધ કાર્ય કરાવવાનો આગાર રહિત ત્યાગ અર્થાત્ ધર્મકાર્ય સિવાય કોઈ કાર્યની પ્રેરણા, નિર્દેશ, આદેશ ન કરવો. ૧૦. દસમી પડિમા:- સાવધકાર્યની અનુમોદનાનો પણ ત્યાગ કરવો અર્થાત્ પોતાના માટે બનાવેલા આહારાદિ કોઈ પણ પદાર્થ ન લેવા. ૧૧. અગિયારમી પડિમા:- શ્રમણ જેવો વેશ અને ચર્યા ધારણ કરવા, પરંતુ લોચ કરવો, વિહાર કરવો, સામુદાનિક ગોચરી કરવી અને આજીવન સંયમ ચર્યા ધારણ કરવી ઇત્યાદિનો તેમાં પ્રતિબંધ(આગ્રહ) નથી તેથી તે ભિક્ષા આદિના સમયે સ્વયંને પડિમાધારી શ્રાવક કહે છે અને જ્ઞાતીજનોના ઘરમાં જ ગોચરી જાય છે. આગળ આગળની પડિમાઓમાં પહેલાં પહેલાંની પડિમાઓનું પાલન કરવું આવશ્યક હોય છે. સાતમી દશાઃ ભિક્ષની બાર પડિમા સાધુનો બીજો મનોરથ છે કે જ્યારે હું એકલ વિહારની પ્રતિજ્ઞા ધારણ કરીને વિચરણ કરું ભિક્ષુ પ્રતિમા પણ આઠ મહિના એકલ વિહારની પ્રતિજ્ઞા સહિત હોય છે. વિશિષ્ટ સાધના માટે અને કર્મોની અત્યધિક નિર્જરાને માટે આવશ્યક યોગ્યતાથી સંપન્ન ગીતાર્થ(બહુશ્રુત) સાધુ આ બાર પડિમાઓને ધારણ કરી શકે છે. અનેક પ્રકારની સાધનાઓ તેમજ પરીક્ષાઓ પછી જ યોગ્ય શ્રમણને ભિક્ષુની પડિમા ધારણ કરવાની આજ્ઞા અપાય છે. પ્રતિમાધારીના વિશિષ્ટ નિયમ:૧. દાતાનો એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર હોય, સ્ત્રી ગર્ભવતી ન હોય, એક વ્યક્તિનું ભોજન હોય, તેમાંથી જ વિવેકની સાથે લેવું. ૨. દિવસમાં ત્રણ ભાગની કલ્પના કરી, તેમાંથી કોઈ એક ભાગમાં ગોચરી લાવીને વાપરવી.

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300