Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 273
________________ jainology 273 આગમસાર દશાશ્રુતસ્કંધ આ સૂત્રનું નામ આગમમાં બે પ્રકારે મળે છે– (૧) દશા (૨) આચારદશા. એના આધારથી તેનું નામ દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રચલિત છે, પરંતુ આ નામ પ્રાચીન વ્યાખ્યા ગ્રંથોમાં મળતું નથી, તેથી તે અર્વાચીન પ્રચલિત નામ છે. આ સૂત્રના દસ અધ્યાય છે, તેને પહેલી દશા યાવતુદશમી દશા કહેવાય છે. પહેલી દશામાં ૨૦ અસમાધિના સ્થાન છે. બીજી દશામાં ૨૧ સબલ દોષ છે. ત્રીજી દશામાં ૩૩ આશાતના છે. ચોથી દશામાં આચાર્યની આઠ સમ્મદા અને ચાર કર્તવ્ય છે તથા શિષ્યના ચાર કર્તવ્ય પણ છે. પાંચમી દશામાં ચિત્તની સમાધિ(આનંદ) થવાના દશ બોલ કહ્યા છે. છઠ્ઠી દશામાં શ્રાવકની ૧૧ પડિમાઓ બતાવી છે. સાતમી દશામાં સાધુની બાર પડિમા બતાવી છે. આઠમી દશાનું સાચું સ્વરૂપ વ્યવચ્છિન્ન થઈ ગયું છે. તેમાં સાધુઓની સમાચારીનું વર્ણન હતું. નવમી દશામાં ૩૦ મહામોહનીય કર્મબંધના કારણ છે. દસમી દશામાં નવ નિયાણાનો નિષેધ અને વર્ણન છે અને તેનાથી થનારા અહિતનું કથન છે. આ પ્રકારે આ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય આચાર પ્રધાન હોવાથી તેનું સૂત્રોક્ત (ઠાણાંગ–૧૦) આચાર દશા નામ સાર્થક છે. વર્તમાનમાં અજ્ઞાતકાલથી “દશાશ્રુતસ્કંધ' આ નામ પ્રચલિત છે. પ્રથમ દશાઃ વીસ અસમાધિસ્થાન સાધ્વાચાર(સંયમ)ના સામાન્ય લઘુતર દોષોને એટલે અતિચારોને અહીં અસમાધિ સ્થાન કહ્યા છે. જેવી રીતે શરીરની સમાધિમાં સામાન્ય પીડાઓ પણ બાધક થાય છે અને વિશેષ મોટા રોગ જદી–જુદી જાતના થાય છે. જેમ કે (૧) અલ્પ ચોટ લાગવી, કાંટો ખૂંચી જવો, એક ફોડલો થઈ જવો; હાથ, પગ,આંગળી આદિ અવયવ દુઃખવા; દાંત દુઃખવા અને થોડા વખતમાં સારું થઈ જવું. (૨) અત્યંત વ્યાકુલ અને અશક્ત કરી દેનારા મોટા-મોટા રોગ. એવી રીતે સામાન્ય દોષ અર્થાત્ સંયમના અતિચાર અવિધિઓને આ દશામાં અસમાધિ સ્થાન કહેવાયેલ છે. એના કારણે સંયમ પૂર્ણપણે સ્વસ્થ રહી શકતો નથી. અર્થાત્ શુદ્ધ આરાધનામાં ઘટ થતી જાય છે. વિસ અસમાધિના સ્થાન - ૧. ઉતાવળે ચાલવું. ૨. અંધારામાં ચાલતી વખતે પ્રમાર્જન ન કરવું. ૩. સાચી રીતથી પ્રમાર્જન ન કરવું. ૪. જરૂરિયાત વગર પાટ આદિ લાવીને રાખવા. પ. મોટાની સામે બોલવું. ૬. વૃદ્ધોને અસમાધિ પહોંચાડવી. ૭. પાંચ સ્થાવરકાયની બરાબર યતના ન કરવી(ઉપેક્ષા કરવી, દુર્લક્ષ્ય રાખવું) અર્થાત્ તેની વિરાધના કરવી, કરાવવી. ૮. ક્રોધ ભાવમાં બળવું અર્થાત્ મનમાં ક્રોધ ભાવ રાખવો. ૯. ક્રોધ કરવો અર્થાત્ વચન અને વ્યવહારમાં ક્રોધ પ્રગટ કરવો. ૧૦. પીઠ પાછળ નિંદા કરવી. ૧૧. કષાયથી અથવા અવિવેકથી નિશ્ચયકારી ભાષા બોલવી. ૧૨. નવો કલેશ ઉત્પન્ન કરવો. ૧૩. જૂના, શાંત થઈ ગયેલ કલેશને ફરીથી ઉત્પન્ન કરવો. ૧૪. અકાલમાં સુત્રનો સ્વાધ્યાય કરવો. ૧૫. સચિત્ત રજ કે સચિત્ત પ્રમાર્જન ન કરવું અર્થાત્ પ્રમાર્જન વિના બેસી જવું કે અન્ય કાર્યમાં લાગી જવું. ૧૬. જરૂરત વગર બોલવું, વાક્યુદ્ધ કરવું અને જોર-જોરથી આવેશ યુક્ત બોલવું. ૧૭. સંઘમાં અથવા સંગઠનમાં અથવા પ્રેમ સંબંધમાં ભેદ ઉત્પન્ન થાય તેવું ભાષણ કરવું. ૧૮. કલેશ કરવો, ઝઘડવું, તુચ્છતા ભરેલો વ્યવહાર કરવો. ૧૯. દિવસભર કંઈને કંઈ ખાતા રહેવું. ૨૦. અનેષણીય આહાર, પાણી આદિ ગ્રહણ કરવા અર્થાત્ એષણાના નાના દોષોની ઉપેક્ષા કરવી. બીજી દશાઃ એકવીસ સબલ દોષ સબલ, પ્રબલ, ઘન, ભારે, વજનદાર, વિશેષ બળવાન આદિ લગભગ એકાર્થક શબ્દ છે. સંયમના સબલ દોષોનો અર્થ છે– સામાન્ય દોષોની અપેક્ષાએ મોટા દોષ કે વિશેષ દોષ. આ દશામાં એવા મોટા દોષોને સબલ દોષ કહ્યા છે. તે પ્રાયઃ સંયમના અનાચારરૂપ હોય છે. તેનું પ્રાયશ્ચિત્ત પણ ગુરુતર હોય છે તથા એ સંયમમાં વિશેષ અસમાધિ ઉત્પન્ન કરનારા દોષ છે. અન્ય શબ્દોમાં કહીએ તો સબલ દોષ સંયમમાં મોટા અપરાધ છે અને અસમાધિ સ્થાન સંયમમાં નાના અપરાધ છે. એકવીસ સબલ દોષ :- (૧) હસ્ત કર્મ કરવું. (૨) મૈથુન સેવન કરવું. (૩) રાત્રિ ભોજન કરવું. (૪) સાધુના નિમિત્તે બનાવેલ આહાર પાણી લેવા. (૫) રાજાના ઘરે ગોચરી કરવી. () સામાન્ય સાધુ-સાધ્વીજીઓના નિમિત્તે બનાવેલા ઉદ્દેશિક આહાર આદિ લેવા કે સાધુને માટે વેચાતા લાવેલ હોય એવા આહારાદિ પદાર્થ લેવા. (૭) વારંવાર તપ-ત્યાગ આદિનો ભંગ કરવો. (૮) વારંવાર ગણનો ત્યાગ કરવો અને સ્વીકાર કરવો. (૯, અને ૧૯) ઘૂંટણ પાણીમાં ડૂબે એટલા પાણીમાં એક માસમાં ત્રણ વાર કે વર્ષમાં ૧૦ વાર ચાલે તો શબલ દોષ બને છે. એથી વધારે ઉડા પાણીમાં પગ નાખવો કલ્પતો જ નથી. એકજ પગ પાણીમાં નાખવાથી પાર કરી શકાય તેટલું પાણી હોય તો પણ, કોઈ વિશેષ પરિસ્થિતીમાં આલોચના ના અને અનુકંપાના ભાવ સાથે પાર કરી શકાય છે. o) એક માસમાં ત્રણ વાર અને વર્ષમાં ૧૦ વા૨(ઉપાશ્રય માટે) માયા કપટ કરે તો શબલ દોષ બને છે. (૧૧) શય્યાતરનો આહાર ગ્રહણ કરવો. (૧૨-૧૪) જાણીને, સંકલ્પપૂર્વક હિંસા કરવી, જૂઠું બોલવું, અદત્ત ગ્રહણ કરવું. (૧૫-૧૭) જાણીને સચિત્ત પૃથ્વી પર, તેની અત્યધિક નજીક સ્થાન પર અને ત્રણ સ્થાવર જીવ યુક્ત સ્થાન પર બેસવું, સૂવું, ઊભા રહેવું. (૧૮) સચિત્ત ૧. મૂલ ૨. કંદ ૩. સ્કંધ ૪. છાલ ૫. કૂંપળ ૬. પત્ર ૭. પુષ્પ ૮. ફળ ૯. બીજ અને ૧૦. લીલી વનસ્પતિ (શાકભાજી) આદિને જાણીને ખાવી. (૨૧) જાણીને સચિત્ત જલના લેપ યુક્ત હાથ કે વાસણથી ગોચરી લેવી.

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300