Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 271
________________ jainology 271 આગમસાર સ્થાનોનું વારંવાર સેવન કરવાથી અથવા તેઓનું સેવન લાંબા સમય સુધી ચાલતું રહેવાથી પ્રાયશ્ચિત્ત તપની સીમા વધતી જાય છે. જે ક્યારેક દીક્ષા છેદ સુધી વધારી શકાય છે. ૬. કોઈ સાધુ-સાધ્વી મોટા દોષને ગુપ્તરૂપમાં સેવન કરીને છુપાવવા ઇચ્છે પરંતુ ક્યારેક તે દોષને બીજા કોઈ સિદ્ધ કરીને પ્રાયશ્ચિત્ત અપાવે, તો દીક્ષા છેદન જ પ્રાયશ્ચિત્ત અપાય છે. ૭. બીજા દ્વારા સિદ્ધ કરવા છતાં પણ દોષી સાધક અત્યધિક જૂઠ, કપટ કરીને વિપરીત આચરણ કરે, ત્યારે કોઈ દ્વારા પ્રમાણિત કરવા પર સરળતાથી સ્વીકાર કરીને પ્રાયશ્ચિત્ત લે તો નવી દીક્ષાનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. ૮. જો દુરાગ્રહવશ થઈને કોઈ પણ રીતે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર ન કરે તો ગચ્છમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. (ર) દશાશ્રુત સ્કન્ધ સૂત્ર:- આ સૂત્રને આગમમાં “દસા' એવં “આચાર દસા' નામથી ઓળખાય છે. તેના દસ અધ્યાય છે, જેને પ્રથમ દશા આદિ કહેવાય છે. પ્રત્યેક દશામાં સંખ્યાના નિર્દેશની સાથે એક–એક વિષયનું નિરૂપણ કર્યુ છે. આમાં અધિકતર સાધુના આચાર શદ્ધિના પ્રેરણાત્મક વિષય છે. તે સિવાય અનુપમ ઉપલબ્ધિથી આત્મ આનંદની પ્રાપ્તિ, સંઘ વ્યવસ્થા, શ્રાવકના ઉચ્ચ જીવન સંબંધી વિષય પણ છે. પાંચ દશાઓમાં સંયમના નિષિદ્ધ વિષયોનું કથન છે, જેમ કે: ૨૦ અસમાધિ સ્થાન (દોષ) દિશા ૧. ૨૧ સબલ દોષ દશા ૨. ૩૩ આશાતના દિશા ૩. ૩૦ મહા મોહબંધ સ્થાન દશા ૯. ૯ નિદાન દશા ૧૦. બે દશાઓમાં સંયમ વિધિ-પ્રેરણા વિષયોનું કથન છે. ૧ ભિક્ષુની બાર પડિયા દશા ૭. ૨ ચાતુર્માસ સમાચારી દશા ૮. નોંધ - વર્તમાનમાં આઠમી દશા પરિવર્ધનોથી યુક્ત થઈને કલ્પસૂત્રના નામથી સ્વતંત્ર પ્રસિદ્ધ થઈ છે. સંઘ વ્યવસ્થાનો વિષય એક દશામાં છે. આચાર્યની આઠ સંપદા અને ચાર કર્તવ્ય તથા શિષ્યના ચાર કર્તવ્ય દિશા ૪. આત્માનંદના વિષયનું કથન એક દશામાં છે. દસ ચિત્ત સમાધિ સ્થાન દિશા ૫. શ્રાવકના ઉચ્ચ જીવનનું કથન એક દશામાં છે. અગિયાર, શ્રાવકની પ્રતિમા દશા ૬. આ રીતે આ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય આચાર પ્રધાન હોવાથી તેનું સૂત્રોક્ત (ઠાણાંગ સૂત્ર-૧૦) “આચાર દશા' નામ સાર્થક છે. વર્તમાનમાં અજ્ઞાત કાલથી આ સૂત્રનું નામ “દશાશ્રુત સ્કન્ધ” પ્રસિદ્ધ છે. છે. (૩) બૃહલ્પ સૂત્ર - આ સૂત્રમાં કચ્છ, અકથ્ય વિષયોનું કથન (પૂઈ, નો કમ્પઈ) ક્રિયાથી છે. એટલે સ્ત્રનું આગમિક સંક્ષિપ્ત નામ કષ્પો યા કપ્પ છે. કપ્પ શબ્દથી નન્દી સૂત્રની શ્રુત સૂચીમાં ત્રણ સૂત્ર કહ્યા છે– (૧) કપ્પ (૨) ચુલ્લ કપ્પ (૩) મહા કપ્પ. દશાશ્રુત સ્કંધની આઠમી દશાનું નામ પણ કમ્પો કે પક્ઝોસવણા કપ્પો કહેવાયેલ છે. એમાંથી નંદીસૂત્રોક્ત પ્રથમ “કમ્પ' નામનું સૂત્ર જ આ બૃહત્કલ્પ સૂત્ર છે. શેષ બે કલ્પસૂત્ર અને આઠમી દશા રૂપ કલ્પ અધ્યયન એ ત્રણેના મિશ્રણથી એક સ્વતંત્ર કલ્પસૂત્ર(બારસા સૂત્ર યા પવિત્ર કલ્પ સૂત્ર) બનાવીને પ્રસિદ્ધ થયેલ છે. જે વિક્રમની તેરમી ચૌદમી સદીનો પ્રયત્ન છે. એ જ કારણે આ મૌલિક કલ્પસૂત્રનું “બૃહત્કલ્પ' નામ વર્તમાન કાળમાં પ્રસિદ્ધ થયું છે. પ્રાચીન વ્યાખ્યાકારોએ “ બૃહત્કલ્પસૂત્રઆ નામ કોઈ પણ વ્યાખ્યામાં કહ્યું નથી. અર્થાત્ ટીકાકાર મલયગિરિ આચાર્યના પછી નવા કલ્પસૂત્ર(બારસાસૂત્રોનું નિર્માણ થઈ જવાના કારણે ભ્રમ નિવારણાર્થે આ સૂત્રનું નામ બૃહત્કલ્પસૂત્ર આપ્યું છે તેથી આ પ્રચલિત નામ અર્વાચીન છે. આ સૂત્રનો સંપૂર્ણ વિષય સાધુ, સાધ્વીના આચારની પ્રમુખતાને બતાવે છે. અર્થાત્ તેમાં વિધિ, નિષેધ અને પ્રાયશ્ચિત્ત સૂચક કથન છે. સંઘ પ્રમુખો તથા સંઘાડા પ્રમુખોની જાણકારી યોગ્ય વિષયે જ અધિક છે. તો પણ સામાન્ય રીતે બધા સાધુ, સાધ્વીજીઓને અધ્યયન યોગ્ય આ શાસ્ત્ર છે. કારણ કે ત્રણ વર્ષની દીક્ષા બાદ પ્રત્યેક પ્રજ્ઞાવાન સાધુ યથા અવસર સંઘાડા પ્રમુખ બની વિચરણ કરે જ છે. (૪) વ્યવહાર સૂત્રઃ ચાર છેદ સૂત્રોમાં આ જ એક એવું સૂત્ર છે કે જેના નામમાં અને તેના ઇતિહાસમાં પ્રારંભથી આજ સુધી કોઈ પરિવર્તન થયું નથી. તેથી તેનું આ “વ્યવહાર સૂત્ર” નામ આગમ, વ્યાખ્યા અને ગ્રન્થ આદિથી સર્વ સંમત નામ છે. આ સૂત્રનો વિષય એના નામથી જ સ્પષ્ટ છે કે વ્યવહારિક વિષયોનું સૂત્ર અર્થાત્ ગચ્છ વ્યવહાર, સંઘ વ્યવહાર આદિ વ્યવસ્થાઓની સૂચનાઓનું શાસ્ત્ર. આ સૂત્રમાં સાધ્વાચારનો વિષય પણ છે, તે પણ વ્યવસ્થાલક્ષી વધારે છે; તેથી આ એક સંઘ વ્યવસ્થા સૂચક શાસ્ત્ર છે. વ્યાખ્યાકારોએ તેને પ્રાયશ્ચિત્ત પરક શાસ્ત્ર પણ કહ્યું છે. જેની સાર્થકતા પહેલા ઉદ્દેશાના ૧૮ સૂત્રોથી થાય છે. આ સૂત્રના પ્રમુખ વિષયો:

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300