Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 270
________________ 270 આગમસાર–પૂર્વાર્ધ આદિ કારણોથી આ સ્થાનોમાં અપાયેલ શુદ્ધ તપ આદિના અનેક વિકલ્પો હોય છે. જેને ગીતાર્થ મુનિની નિશ્રાથી કે પરંપરાથી સમજવા જોઇએ તથા પ્રાયશ્ચિત્ત કોષ્ટક દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. વિકલ્પો યુક્ત પ્રાયશ્ચિત્ત વિધિને સમજવા માટે નિશીથ પીઠિકાનું તથા વસમા ઉદ્દે ના ભાષ્યનું અધ્યયન કરવું જોઇએ તથા બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથસૂત્રનું નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા યુક્ત પૂર્ણ અધ્યયન કરવું જોઇએ. ચાર છેદ સૂત્રોનો વિષય પરિચય: (વ્યવહાર અને ચિકિત્સાના શાસ્ત્રો) અનુસાશન સંસ્કારોથી શંભવ છે. ધર્મ જીવને સંસ્કારિત કરવાનું કાર્ય કરે છે અને તેનાથીજ અનુસાશન સંભવે છે. આ કોઈ કાયદાઓનું શાસ્ત્ર નથી, ક્યા ગુના માટે કઈ સજા કરવી એ પણ તેનો વિષય નથી. તેના માટેતો મહાનિષ્ફર કર્મ સતા છેજ. માતાપિતા જે રીતે બાળકોનું સંરક્ષણ સંવર્ધન કરે, તે રીતેજ ગુરુએ દોષ સેવનારને સંસ્કારિત કરવાનું છે. કોઈ અવિનીત કે સદંતર પડવાઈ કે જે ગચ્છમાં રહેવાને લાયક નથી અથવા ઇચ્છતા નથી, તેમને માટે ગચ્છ નથી પણ જે વિનીત છે, ઇચ્છુક છે તેઓ સારણા વારણાના હકદાર છે. કોઈ દોષ માટે કઈ ચિકિત્સા કરવી એ એકાંત ચિકિત્સક પર નિર્ભર છે, તેમાં સંઘ કે અન્ય કોઈને એ જાણવાનો પણ અધિકાર નથી. ચિકિત્સા માટે વ્યથિતની મનોદશા અને અનુમતિ પણ મહત્વના છે. સામેથી આવીને આલોચના કરનારને આલોચનાની ગુપ્તતાનો પણ અધિકાર પ્રાપ્ત થાય છે.. પૂર્વે જે થયું, તે માટે ભય લજજા કે અન્ય કારણે વ્યથિતથી જુઠું પણ બોલાયું હોય તો તે જુઠનું વધુ મુલ્ય ન આંકતાં, ફરી ફરીને સત્ય તેના સ્વમુખેથી વારંવાર સાંભડી, તે આત્માના કાર્ય થયું ત્યારનાં ભાવ, હાલનાં વિચાર અને ભવિષ્યમાં સજાગતા રાખવાની મનોબળતા ચકાસી શકાય છે. હવે વર્તમાનમાં તેને સાધુપણાનાં ભાવ કેવા છે? ભવિષ્યની શું શકયતા દેખાય છે? સ્થાવર ત્રસ જીવો પ્રત્યેનો અનકંપા ભાવ કેવો છે? પોતાના કાર્યનો તેને કેટલો પસ્તાવો છે? શું તેને પ્રતિક્રમણના ભાવો છે? વગેરે બાબતોથી તેનું હાલનું સાધુપણું જાણી શકાય. સ્વભાવની સરળતા, પૂર્વે સંયમ પ્રત્યે કેટલી સજાગતા કે દુર્લક્ષ્ય હતું? તેનું પણ મહત્વ છે. કેવળજ્ઞાન જેવાજ વિશાળ અર્થ વાળો શબ્દ અનુકંપા છે, તેમાં અન્ય માનવીય લાગણીઓનો અભાવ નહીં પણ સમાવેશ થયેલો છે. દીક્ષાવિધિ ની સમાપ્તિ અણગારે જાયા શબ્દથી થાય છે, જેનો અર્થ છે અણગારનો જન્મ થયો. હવે તેને ચેતવણી આપીને વારનાર પિતા કે તેનું ઉપરાણું લેનાર માતા બંને ગુરુજ છે અન્ય કોઈ નથી. સાધના જીવનમાં પ્રવેશેલા અસંયમનાં અંશને કાપીને અલગ કરવો. દોષ મલિનતાને કાઢીને સાફ કરવી, ભૂલોથી બચવા સતત સાવધાન રહેવું. ભૂલ થાય તો પ્રાયછિત ગ્રહણ કરવું. પ્રાયશ્ચકિતનું પણ પ્રમાર્જન કરવું. એજ છેદસૂત્રોનો વિષય છે. દોષનાં પ્રકારઃ સચેત આહાર પાણીનાં, એકજ ઘરેથી ગોચરી લેવી, ઉપયોગ રહિત પરઠવાનાં. અકાળે સજાય, કાળે સજાય ન કરવી. શરીર સુશ્રુષા કરાવવી, રોગોમાં ઉપચાર કરાવવા, વાળ કાપવા, ચોમાસુ કરવા નિમીતે. દોષના કારણો : પરવશપણે કે સ્વેચ્છાથી, વધાવસ્થા કે રોગથી રોગનાં ભયથી, શરીરની ઉતાવળથી, મનની આતરતાથી, શરીર કે મનની અસ્થિરતાથી, લાચારીથી, વિસ્મૃતિથી, મોહથી મુછભાવે, વિષય કષાયથી, ક્રોધવશ રાગદ્દેશથી, જાણતાં, અજાણતાં, પ્રમાદથી કે અજ્ઞાનથી. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર સુધીનાં દોષોનું આલોચના, પ્રતિક્રમણ , મિચ્છામી દુક્કડમ જેવું અલ્પ પ્રાયશ્ચછિત હોય છે. અનાચારનાં દોષ માટે તપનું પ્રાયશ્ચછિત અપાય છે. સંયમજીવનમાં પણ ભાવની પ્રધાનતા છે. માયા કરીને સેવેલા દોષનું પ્રાયશ્ચિછિત દીક્ષા છેદથી અપાય છે. એટલેકે અમુક વર્ષની દીક્ષા પર્યાયનો છેદ. અથવા નવી દીક્ષા કે દોષની બહુલતામાં ગચ્છથી બહાર પણ કરાય. સરળતાથી આલોચના કરનાર કરતાં કપટ ભાવે આલોચના કરનારને મોટું પ્રાયશ્ચિછિત આવે છે. કાયદા સંસ્થાનાં હિત માટે હોય છે. ચિકિત્સા વ્યકિતનું હિત જુએ છે. છેદ બેઉનાં હિત માટે છે. પ્રાયશ્ચિત દાતા કે આચાર્ય જજ નથી પણ તેના પોતાનાજ પક્ષના વકીલ છે. તે મને કર્મસતાથી બચાવવા માટે પ્રયત્ન કરી રહયા છે, તેવું જાણી દોષ લગાડનારે સંપૂર્ણ સહકાર આપવો જોઇએ અને પોતાના દોષોની શુધ્ધિ કરી લેવી જોઇએ. અથવા તો ચિકિત્સક(ડોકટર) સમજી તેને સાચી હકીકત કહેવી જોઈએ, જેથી પોતાનો ઇલાજ સારી રીતે થઈ શકે. (૧) નિશીથસૂત્ર - અનિવાર્ય કારણોથી અથવા કારણ વિના સંયમની મર્યાદાઓનો ભંગ કરીને જો કોઈ સ્વયં આલોચના કરે ત્યારે ક્યા દોષનું કેટલું પ્રાયશ્ચિત્ત આવે છે, તે આ છેદ સૂત્રનો વિષય છે. પહેલા ઉદ્દેશકમાં “ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ કર્યુ છે. ઉદ્દેશા બીજાથી પાંચમા સુધીમાં “લઘુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોની પ્રરૂપણા કરી છે. ઉદ્દેશક છ થી અગિયાર સુધી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે. ઉદ્દેશક બારથી ઓગણીસ સુધીમાં લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે. વીસમા ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત દેવાની અને વહન કરવાની વિધિ બતાવી છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારની શુદ્ધિ, આલોચના, મિચ્છામિ દુક્કડમના અલ્પ પ્રાયશ્ચિત્તથી થઈ જાય છે. અનાચાર દોષના સેવનનું જ નિશીથસૂત્ર પ્રમાણે પ્રાયશ્ચિત્ત થાય છે. આ સ્થવિરકલ્પી સામાન્ય સાધુઓની મર્યાદા છે. જિનકલ્પી કે પ્રતિમાધારી આદિ વિશિષ્ટ સાધના કરનારાને અતિક્રમ આદિનું પણ નિશીથ સૂત્રોક્ત ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. ૧. લઘુમાસિક પ્રાયશ્ચિત્ત જઘન્ય એક એકાસણું ઉત્કૃષ્ટ ૨૭ ઉપવાસ છે. ૨. ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત જઘન્ય એક નિવી(કે બે એકાસણા) ઉત્કૃષ્ટ ૩૦ ઉપવાસ છે. ૩. લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જઘન્ય એક આયંબિલ(કે એક એકાસણું) ઉત્કૃષ્ટ ૧૦૮ ઉપવાસ છે. ૪. ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જઘન્ય એક ઉપવાસ(કે ચાર એકાસણા) ઉત્કૃષ્ટ ૧૨૦ ઉપવાસ છે. ૫. ઉક્ત દોષોના પ્રાયશ્ચિત્ત

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300