Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 269
________________ jainology 269 આગમસાર ૫. વ્યુત્સર્ગને યોગ્ય:- કોઈ સાધારણ ભૂલ થઈ જવા પર નિર્ધારિત શ્વાસોશ્વાસના કાયોત્સર્ગનું પ્રાયશ્ચિત્ત અપાય છે, તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉભય કાળ પ્રતિક્રમણમાં પાંચમો આવશ્યક પણ આ પ્રાયશ્ચિત્ત રૂપ છે. ૬. તપને યોગ્ય – મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ લગાડવા પર પુરિમ (દોઢ પોરસી)થી લઈને ૬ માસી તપ સુધીનું પ્રાયશ્ચિત્ત હોય છે. તે બે પ્રકારના છે– (૧) શુદ્ધ તપ (૨) પરિહાર તપ(આહાર–પાણી જુદા કરીને). ૭. છેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય – દોષોના વારંવાર સેવનથી, અકારણ અપવાદના સેવનથી કે અધિક લોકનિંદા થવા પર આલોચના કરનારાની એક દિવસથી લઈને છ માસ સુધીની દીક્ષા પર્યાયનો છેદ કરવો, તે છેદ પ્રાયશ્ચિત્ત છે. ૮. મૂલને યોગ્ય - દોષોના સેવનમાં સંયમ પ્રતિ ઉપેક્ષા ભાવ કે સ્વચ્છંદતા કરવાથી આખી દીક્ષા પર્યાયનો છેદ કરીને ફરીથી નવી દિક્ષા દેવી, તે મૂલ પ્રાયશ્ચિત્ત છે. ૯-૧૦. અનવસ્થાપ્ય ,પારાંચિક પ્રાયશ્ચિત્ત – વર્તમાનમાં આ બે પ્રાયશ્ચિત્તનું વિચ્છેદ થયું મનાય છે. આમાં નવી દીક્ષા દીધા. પહેલા કઠોર તપમય સાધના કરાવવી પડે છે. કેટલોક સમય સમૂહથી અલગ રખાય છે, પછી એક વાર ગૃહસ્થનો વેશ પહેરાવીને ફરી દીક્ષા અપાય છે. આ બંનેમાં વિશિષ્ટ તપ અને તેના કાલ આદિનું અંતર છે. તે સંબંધી વર્ણન બૃહલ્પ સૂત્ર ઉદ્દેશક-૪માં તથા વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૨માં છે. નિશીથ સૂત્રમાં લઘુમાસિક આદિ તપ પ્રાયશ્ચિત્તનું કથન છે. ભાષ્ય ગાથા ૬૪૯૯માં કહ્યું છે કે ૧૯ ઉદ્દેશકમાં કહેવાયેલું પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન ચારિત્રનું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું છે. એમાંથી સ્થવિરકલ્પીને કોઈ અનાચારનું આચરણ કરવાથી જ તે પ્રાયશ્ચિત્ત આવે છે અને જિનકલ્પીને અતિક્રમ આદિ ચારેયનું આ પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) અતિક્રમ–દોષ સેવનનો સંકલ્પ (૨) વ્યતિક્રમ– દોષ સેવનના પૂર્વની તૈયારીનો પ્રારંભ (૩) અતિચાર– દોષ સેવનના પૂર્વની પ્રવૃત્તિ લગભગ પૂરી થઈ જવી. (૪) અનાચાર- દોષનું સેવન કરી લેવું. જેમ કે– (૧) આધાકર્મી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ (૨) તેના માટે જવું (૩) લાવીને રાખવું (૪) ખાઈ લેવું. સ્થવિર કલ્પીને અતિક્રમાદિ ત્રણથી વ્યુત્સર્ગ સુધીના પાંચ પ્રાયશ્ચિત્ત આવે છે અને અનાચાર સેવન કરવાથી તેઓને આગળના પાંચ પ્રાયશ્ચિત્તોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત આવે છે. પરિહાર તપ અને શુદ્ધ તપ કોને-કોને અપાય છે તેનું વર્ણન ભાષ્ય ગાથા ૬૫૮૬ થી ૯૧ સુધીમાં છે, ત્યાં એ પણ કહ્યું છે કે સાધ્વીને અને અગીતાર્થ, દુર્બલ અને અંતિમ ત્રણ સંઘયણવાળા સાધને શુદ્ધ તપ પ્રાયશ્ચિત્ત જ આ ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળાને, ૨૯ વર્ષની ઉમરથી અધિક ઉમરવાળાને, ઉત્કૃષ્ટ ગીતાર્થ ૯ પૂર્વના જ્ઞાનીને, પ્રથમ સંહનનવાળાને તથા અનેક અભિગ્રહ તપ સાધનાના અભ્યાસીને પરિહાર તપ દેવાય છે. ભાષ્ય ગાથા ૬૫૯૨માં પરિહાર તપ દેવાની પૂર્ણ વિધિનું વર્ણન કર્યું છે. વ્યવ. પ્રથમ ઉદ્દેશકના સૂત્ર ૧ થી ૫ સુધી એક માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનથી લઈને પાંચ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એક વાર સેવનનું તથા સૂત્ર ૬ થી ૧૦ સુધી અનેક વાર સેવનનું સામાન્ય પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાથે કપટ યુક્ત આલોચનાનું એક ગુરુમાસ પ્રાયશ્ચિત્ત વધારે દેવાનું કહ્યું છે. સૂત્ર ૧૧ થી ૧૪માં આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી અનેક સ્થાનોના સેવનથી દ્વિસંયોગી આદિ ભંગ યુક્ત અનેક સૂત્રોની સૂચના આપી છે. ભાષ્ય ચૂર્ણિમાં ભંગ વિસ્તારથી કરોડો સૂત્રોની ગણના બતાવાઈ છે. સૂત્ર ૫ અને ૧૦ તથા ૧૧ થી ૧૪ સુધીના સૂત્રોમાં (તેણ પરં પલિઉચિય અપલિઉચિય તે ચેવ છમ્માસા) આ વાક્ય છે, તેનો આશય એ સમજવો જોઇએ કે આનાથી આગળ કોઈ માસ કે ૭ મહિના યોગ્ય પ્રાયશ્ચિત્તને પાત્ર હોય અથવા કપટ સહિત યા કપટ રહિત આલોચના કરનારા હોય તો પણ આ જ છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક નથી આવતું. -(સુબહહિં વિ માસેહિં, છહ માસાણ પરં ણ દાયā) ભાવાર્થ વર્ધમાન મહાવીર સ્વામીના શાસનમાં આટલા જ પ્રાયશ્ચિત્તની ઉત્કૃષ્ટ મર્યાદા છે અને બધા સાધુ સાધ્વી માટે આ નિયમ છે અગીતાર્થ, અતિપરિણામી, અપરિણામી સાધુ સાધ્વીજીને છ માસનું તપ જ આપવામાં આવે છે, છેદ પ્રાયશ્ચિત્ત અપાતું નથી પરંતુ દોષનું વારંવાર સેવન કરવાથી કે આકુટ્ટી બુદ્ધિ અર્થાત્ મારવાના સંકલ્પથી હિંસા કરવાથી કે દર્પથી કુશીલનું સેવન કરવાથી, તેને છેદ પ્રાયશ્ચિત્ત આપી શકાય છે તથા છેદના પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ રાખનારાને “મૂડ અન્ય અનેક નાના મોટા દોષોનું સેવન કરવાથી ઉક્ત અગીતાર્થ આદિને પહેલી વારમાં છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત અપાતું નથી પરંતુ જેને એકવાર આ પ્રકારની ચેતવણી આપી દીધી હોય કે- હે આર્ય! જો વારંવાર આ દોષનું સેવન કરીશ તો છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત દેવામાં આવશે. તેને જ છેદ યા મૂલ પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. જેને આ પ્રકારની ચેતવણી આપી નથી તેને છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી. ભાષ્યમાં ચેતવણી અપાયેલા સાધુને “વિકોવિત’ અને ચેતવણી નહીં અપાયેલા સાધુને “અવિકોવિત’ કહ્યા છે. વિકવિતને પણ પહેલી વાર લઘુ, બીજી વાર ગુરુ અને ત્રીજી વાર છેદ પ્રાયશ્ચિત્ત અપાય છે. ત પણ ઉત્કૃષ્ટ છ માસનું હોય છે તથા ત્રણ વાર જ આપી શકાય છે. તેના પછી મૂળ પ્રાયશ્ચિત્ત અપાય છે. વર્ધમાન મહાવીર સ્વામીના શાસનમાં તપ અને છેદ પ્રાયશ્ચિત્ત છ માસથી વધુ દેવાનું વિધાન નથી. તેથી કોઈ પણ દોષનું છ માસ તપ કે છેદથી અધિક પ્રાયશ્ચિત્ત ન દેવું જોઇએ કારણ કે અધિક પ્રાયશ્ચિત્ત દેવાપર પરંપરાથી વિપરીત આચરણ થાય છે. મૂલ (નવદીક્ષા) પ્રાયશ્ચિત્ત પણ ત્રણ વાર આપી શકાય છે અને છ માસનું તપ અને છ માસનો છેદ પણ ત્રણ વાર જ આપી શકાય છે. તેના પછી આગળનું પ્રાયશ્ચિત્ત અપાય છે. અંતમાં ગચ્છમાંથી કાઢી મૂકવામાં આવે છે. નિશીથસૂત્રમાં લઘુ માસિક આદિ પ્રાયશ્ચિત્ત સ્થાનોના ચાર વિભાગરૂપે જે દોષ સ્થાનોનું વર્ણન છે, તદનુસાર તેના સમાન અન્ય(નહિ કહેવાયેલા) દોષોનું પ્રાયશ્ચિત્ત પણ સમજી લેવું જોઇએ. દોષ સેવનના ભાવ અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરનારાની યોગ્યતા

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300