Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 267
________________ 267 jainology આગમસાર દષ્ટાંત :- એક વિદ્વાન ઋષિ ક્યાંકથી જઈ રહ્યા હતા. ભૂખ અને તરસથી ખૂબજ વ્યાકુળ હતા. બાર વર્ષનો ભયંકર દુષ્કાળ હતો. રાજાના કેટલાક દરબારીઓ એક જગ્યાએ સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. ઋષિએ ભોજનની માગણી કરી. જવાબ મળ્યો “એ ભોજન તો એઠું છે. ઋષિ બોલ્યા-એઠું છે તો શું છે? પેટ તો ભરવાનું છે. “વિપત્તિકાળે મર્યાદા રહેતી નથી'. ભોજન લીધું ખાધું અને ચાલવા લાગ્યા તો તે લોકોએ પાણી લેવાનું કહ્યું ત્યારે ઋષિએ ઉત્તર આપ્યો, “પાણી એઠું છે, હું તે પી શકું નહીં.” તે લોકોએ કહ્યું- હવે લાગે છે કે “અન પેટમાં જતાં જ બદ્ધિ પાછી આવી ગઈ. ઋષિએ શાંતિથી કહ્યું, “ભાઈઓ તમારે વિચારવું ઠીક છે. પરંતુ મારી એક મર્યાદા છે. ભોજન બીજેથી મળતું ન હતું અને હું ભૂખથી એટલો વ્યાકુળ હતો કે પ્રાણ કંઠે આવી ગયા હતા અને વધુ સહન કરવાની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ હતી તેથી મેં એઠું અનાજ અપવાદની સ્થિતિમાં સ્વીકાર કરી લીધું. હવે પાણી તો મારી મર્યાદા અનુસાર અન્યત્ર શુદ્ધ મળી શકે છે. તેથી નકામું એઠું પાણી શા માટે પીઉં?” સંક્ષેપમાં સાર એ જ છે કે જયાં સુધી બની શકે ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવું જોઇએ, જ્યારે એ રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જાય, બીજો કોઈ રસ્તો બચવા માટે ન રહે ત્યારે મોક્ષનો હેતુ સલામત રાખીને અપવાદ માર્ગ પકડવો જોઇએ અને જ્યારે સ્થિતિ સુધરી જાય ત્યારે તરત જ ઉત્સર્ગ માર્ગ પર પાછું આવી જવું જોઇએ. ઉત્સર્ગ માર્ગ સામાન્ય માર્ગ છે. અહીં કોણ ચાલે? કોણ ન ચાલે? એ પ્રશ્નને માટે કોઈ સ્થાન નથી. જ્યાં સુધી શક્તિ રહે, ઉત્સાહ રહે, આપત્તિ કાલમાં પણ કોઈ પ્રકારનો ગ્લાનિ ભાવ ન આવે, ધર્મ અને સંઘ પર કોઈ પ્રકારનો ઉપદ્રવ ન થાય અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્ષતિનો કોઈ વિશેષ પ્રસંગે ઉપસ્થિત ન થાય ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવાનું છે, અપવાદ માર્ગ પર નહીં . અપવાદ માર્ગ પર ક્યારેક, કોઈ, કદાચિત્ત ચાલી શકે છે, તેના પર હર કોઈ સાધક હર કોઈ સમય ચાલી શકતા નથી. જે સંયમશીલ સાધક આચારાંગ સૂત્ર આદિ આચાર સંહિતાનું પૂર્ણ અધ્યયન કરી ચૂક્યા છે, ગીતાર્થ છે, નિશીથ સૂત્ર આદિ છેદ સૂત્રોના સૂક્ષ્મતમ મર્મના પણ જ્ઞાતા છે, ઉત્સર્ગ અપવાદ પદોના પાઠક જ નહીં પરંતુ સ્પષ્ટ અનુભવી છે, તે જ અપવાદના સ્વીકાર કે પરિહારના સંબંધમાં યોગ્ય નિર્ણય આપી શકે છે. તેથી અપવાદિક વિધાન કરનારા સૂત્રોમાં સૂચિત્ત કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આ ઉત્સર્ગ અપવાદના સ્વરૂપ દર્શક વર્ણનના ભાવોને સદા લક્ષ્યમાં રાખવું જોઇએ. પરિશિષ્ટ-૨: પ્રાયશ્ચિત્તના અંગોની વિચારણા [ઉદ્દેશક–૨૦ સૂત્ર-૧-૧૪] ઓગણીશ ઉદ્દેશકમાં કહેલા દોષોનું સેવન ક્ય પછી આલોચકને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત દેવાના વિભિન્ન વિકલ્પોનું વર્ણન આ ચૌદ સૂત્રોમાં ક્યું છે. આલોચના કરનારા એક પ્રાયશ્ચિત્ત સ્થાનને એકવાર અથવા અનેક વાર તથા અનેક પ્રાયશ્ચિત્ત સ્થાનોને એકવાર કે અનેક વાર સેવન કરીને તે સર્વની એક સાથે પણ આલોચના કરી શકે છે અને ક્યારેક અલગ–અલગ પણ કરી શકે છે. કોઈ આલોચક નિષ્કપટ યથાર્થ આલોચના કરનારા હોય છે અને કોઈ કપટયુક્ત આલોચના કરનારા પણ હોય છે. તેથી એવા આલોચકોને આપવામાં આવતાં પ્રાયશ્ચિત્તની વિધિ અહીંયા કહી છે. ઓગણીશ ઉદ્દેશકમાં માસિક, ચૌમાસી અને તેના ગુરુ કે લઘુ એમ ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. તથાપિ કોઈ વિશેષ દોષના પ્રાયશ્ચિત્તોમાં પાંચ દિવસ, દસ દિવસની વૃદ્ધિ પણ થાય છે. એટલા માટે સૂત્ર ૧૩-૧૪માં ચાર માસ કે ચાર માસથી અધિક, પાંચ માસ કે પાંચ માસથી અધિક એવું કથન છે, પરંતુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોની સમાન પાંચમાસી છ માસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો સ્વતંત્ર નિર્દેશ આગમોમાં નથી. પ્રસ્તુત ઉદ્દેશકમાં પણ તેનો માત્ર સંકેત મળે છે. આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એક વાર કે અનેક વાર સેવન કરીને એક સાથે આલોચના કરવાથી પ્રાયશ્ચિત્ત સ્થાન તે જ રહે છે. પરંતુ તપની હીનાધિકતા થઈ જાય છે. જો પ્રાયશ્ચિત્ત સ્થાન અનેક હોય તો તે બધા સ્થાનોના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે અને તે બધા પ્રાયશ્ચિત્ત સ્થાનો અનુસાર યથાયોગ્ય તપ પ્રાયશ્ચિત્ત અપાય છે. સરલ મનથી આલોચના કરવાથી, પ્રાયશ્ચિત્ત સ્થાનને અનુરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે અને કોઈ કપટ યુક્ત આલોચના કરે તો કપટની જાણકારી થવા પર આવેલ પ્રાયશ્ચિત્તથી એક માસ અધિક પ્રાયશ્ચિત્ત થાય છે અર્થાત્ કપટ કરવાથી એક ગુરુ માસનું પ્રાયશ્ચિત્ત વધુ આપીને સંયુક્ત કરી દેવાય છે. ૯ પૂર્વથી લઈને ૧૪ પૂર્વ સુધીના શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની; આ આગમ વિહારી સાધુઓ આલોચકના કપટને પોતાના જ્ઞાન દ્વારા જાણી લે છે, તેથી તેઓના સન્મુખ જ આલોચના અને પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ. તેઓના અભાવમાં શ્રત વ્યવહારી સાધુ ત્રણ વાર આલોચના સાંભળીને ભાષા તથા ભાવોથી કપટને જાણી શકે છે કારણ કે તે પણ અનુભવી ગીતાર્થ હોય છે. જો કપટ સહિત આલોચના કરનારાનું કપટ જાણી ન શકાય તો તેની શુદ્ધિ થઈ શકતી નથી એટલે, આગમોમાં આલોચના કરનારાની અને સાંભળનારાની યોગ્યતા કહેલ છે તથા આલોચના સંબંધી વિવિધ વર્ણન પણ ક્યું છે. જેમ કે (૧) ઠાણાંગ અ-૧૦માં આલોચના કરનારાને ૧૦ ગુણયુક્ત હોવું અનિવાર્ય કહેલ છે. જેમ કે– (૧) જાતિ સંપન્ન (૨) કુળ સંપન્ન (૩) વિનય સંપન્ન (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન (૭) ક્ષમાવાન (૮) દમિતેન્દ્રિય (૯) અમારી (૧૦) આલોચના કરીને પશ્ચાત્તાપ ન કરનાર. (૨) ઠાણાંગ અ-૧૦માં આલોચના સાંભળનારના ૧૦ ગુણ આ પ્રકારે કહેલ છે.જેમ કે– (૧) આચારવાન (૨) બધા દોષોને સમજી શકનારા (૩) પાંચ વ્યવહારોના ક્રમના જ્ઞાતા (૪) સંકોચ નિવારણમાં કુશળ (૫) આલોચના કરાવવામાં સમર્થ (૬) આલોચનાને કોઈની પાસે પ્રગટ ન કરનારા (૭) યોગ્ય પ્રાયશ્ચિત્ત દેનારા (૮) આલોચના ન કરવાના કે કપટ પૂર્વક આલોચના કરવાના અનિષ્ટ પરિણામ બતાવવામાં સમર્થ (૯) પ્રિય ધર્મી (૧૦) દઢ ધર્મી.

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300