Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 268
________________ આગમસાર–પૂર્વાર્ધ 268 ઉત્તર૦ અ૦ ૩૬ ગા. ૨૬૨માં આલોચના સાંભળનારાના ત્રણ ગુણ કહ્યા છે. (૧) આગમોના વિશેષજ્ઞ (૨) સમાધિ ઉત્પન્ન કરાવનારા (૩) ગુણગ્રાહી. (૩) ઠાણાંગ અ−૧૦માં આલોચનાના દસ દોષ આ પ્રમાણે કહેલ છે. જેમ કે– (૧) સેવા આદિથી પ્રસન્ન ર્યા પછી તેમની પાસે આલોચના કરવી (૨) મને પ્રાયશ્ચિત્ત ઓછું આપશો એવી વિનંતી કરીને આલોચના કરવી (૩) બીજાઓ દ્વારા જોવાઈ ગયેલા દોષોની આલોચના કરવી. (૪) મોટા–મોટા દોષોની આલોચના કરવી (૫) નાના—નાના દોષોની આલોચના કરવી (૬) અત્યંત અસ્પષ્ટ બોલવું (૭) અત્યંત જોરથી બોલવું (૮) અનેકોની પાસે એક જ દોષની આલોચના કરવી (૯) અગીતાર્થ પાસે આલોચના કરવી (૧૦) પોતાના સમાન દોષોનું સેવન કરનારાની પાસે આલોચના કરવી. ઉપરોક્ત સ્થાનોનો યોગ્ય વિવેક રાખવાથી જ આલોચના શુદ્ધ થાય છે. જો આલોચના સાંભળનારા યોગ્ય ન મળે તો અનુક્રમથી સ્વગચ્છ, અન્યગચ્છ કે શ્રાવક આદિની પાસે પણ આલોચના કરી શકાય છે. કોઈ યોગ્ય ન મળે તો અંતમાં અરિહંત સિદ્ધોની સાક્ષીએ પણ આલોચના કરવાનું વિધાન વ્યવ. ઉ.૧ માં ર્યું છે. ઠાણાંગ અ−૩ માં કહ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ આરાધના માટે આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. દોષોની આલોચના અને પ્રાયશ્ચિત્ત નહીં કરનારા પોતાનો આ લોક અને પરલોક બંને બગાડે છે. તે વિરાધક થઈને અધોગતિનો ભાગી બને છે. આલોચના નહીં કરવાના અનેક કારણોમાં મુખ્ય કારણ અપમાન અને અપયશનું હોય છે,પરંતુ એ વિચારોની અજ્ઞાનદશા છે. આલોચના કરીને શુદ્ધ થનારા આ ભવમાં અને પરભવમાં પૂર્ણ સમાધિને પ્રાપ્ત કરે છે અને આલોચના નહીં કરનારા પોતેજ અંતરમાં ખિન્ન થાય છે અને ઉભયલોકમાં અસમાધિને પ્રાપ્ત કરે છે તેમજ આલોચના ન કરવાથી સશલ્ય મરણથી દીર્ઘસંસારી થાય છે. : જે સાધુ મૂળ ગુણોમાં અથવા ઉત્તર ગુણોમાં એકવાર કે અનેક વાર દોષ સેવીને તેને છુપાવે, લાગેલા દોષોની આલોચના ન કરે અને પ્રાયશ્ચિત્ત ન લે તો ગણનાયક તેને લાગેલા દોષોના સંબંધમાં પૂછે. જો તે અસત્ય બોલે, પોતે—પોતાને નિર્દોષ સિદ્ધ કરે તો દોષનું સેવન કરતા તેને તપાસવા માટે કોઈને નિયુક્ત કરે અને પ્રમાણ પૂર્વક તેના દોષ સેવનનું તેની સામે જ સિદ્ધ કરાવીને પ્રાયશ્ચિત્ત આપે. ઓગણીસ ઉદ્દેશકોમાં એવા માયાવીને અપાય તેવા પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. એ અધ્યયનોમાં ફક્ત સ્વેચ્છાથી આલોચના કરનારાને અપાય તેવા પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. ઉક્ત માયાવી સાધુ લાગેલા દોષોને સરલતાથી સ્વીકાર ન કરે તો તેને ગચ્છમાંથી કાઢી મૂકાય. જો તે લાગેલા દોષોને સરલતાથી સ્વીકાર કરી લ્યે, ગચ્છ પ્રમુખને તેની સરલતા પર વિશ્વાસ થઈ જાય તો તેને નિમ્ન પ્રાયશ્ચિત્ત દઈને ગચ્છમાં રાખી શકાય છે. ૧. જો તેણે અનેકવાર દોષોનું સેવન ન ક્યું હોય. અનેકવાર(મૃષા) ખોટુ બોલીને પોતે પોતાના દોષ ન છુપાવ્યા હોય અને તેના દોષ સેવનની જાણકારી જન સાધારણને ન થઈ હોય તો તેને અલ્પ દીક્ષા છેદનું પ્રાયશ્ચિત દેવું જોઇએ. ૨. જો તેણે વારંવાર બ્રહ્મચર્ય આદિ ભંગ ક્યોં હોય, વારંવાર માયા, મૃષા, ભાષણ ર્યું હોય, તેના વારંવાર બ્રહ્મચર્ય આદિ ભંગની જાણકારી જન સાધારણને થઈ ગઈ હોય તો તેને મૂલ (અર્થાત્ નવી દીક્ષા દેવાનું) પ્રાયશ્ચિત દેવું જોઇએ. ઉત્તરાધ્યયન સૂત્ર અ.–૨૧માં દોષોની આલોચના નિંદા અને ગર્હાનું અત્યંત શુભ અને શ્રેષ્ઠ ફળ કહ્યું છે. ઠાણા અ.-૧૦; ભગવતી શ.-૨૫ ઉ.-૭; ઉવવાઈ સૂત્ર–૩૦ અને ઉત્તરા. અ.-૩૦માં ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત કહ્યા છે. તેમાં આલોચના કરવી પ્રથમ પ્રાયશ્ચિત સ્થાન કહ્યું છે. પ્રાયશ્ચિત :– ચારિત્રના મૂળ ગુણોમાં કે ઉત્તર ગુણોમાં કરાયેલી પ્રતિસેવનાઓનું અર્થાત્ દોષ સેવનનું પ્રાયશ્ચિત કરાય છે. નિશીથ સૂત્રમાં તપ પ્રાયશ્ચિતના ચાર મુખ્ય વિભાગ કહ્યા છે અને ભાષ્યમાં તેની વિસ્તારથી વ્યાખ્યા કરતાં પાંચ દિવસના તપથી લઈને છ માસ સુધીના તપ તથા છેદ, મૂલ,અનવસ્થાપ્ય અને પારાંચિક પ્રાયશ્ચિત સુધીનું કથન ક્યું છે. પ્રતિસેવનાના ભાવો અનુસાર એક જ દોષ સ્થાનના પ્રાયશ્ચિત્તોની વૃદ્ધિ કે હાનિ કરી શકાય છે. ભગવતી શ. ૨૫, ઉ. ૭ અને ઠાણાંગ અ−૧૦માં પ્રતિસેવના દસ પ્રકારની કહી છે. જેમ કે– (૧) અભિમાનથી(દર્પથી, આસક્તિ અને ધૃષ્ટતાથી) (૨) આળસથી (૩) અસાવધાનીથી (૪) ભૂખ–તરસ આદિની આતુરતાથી (૫) સંકટ આવવાથી (s) ક્ષેત્ર આદિની સંકીર્ણતાથી (૭) ભૂલથી (૮) ભયથી (૯) રોષ કે દ્વેષથી (૧૦) શિષ્યાદિની પરીક્ષા માટે. પ્રત્યેક દોષ સેવનની પાછળ એમાંથી કોઈ પણ એક યા અનેક કારણ હોય છે. આ કારણોમાંથી કોઈ કારણે લાગેલા દોષની માત્ર આલોચનાથી જ શુદ્ધિ થઈ શકે છે,તો કોઈની આલોચના અને પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે અને કોઈની તપ,છેદઆદિથી શુદ્ધિ થાયછે દોષ સેવ્યા પછી આત્મ શુદ્ધિના ઇચ્છુક આલોચના કરી પ્રાયશ્ચિત ગ્રહણ કરે છે, જેવી રીતે વસ્ત્રમાં લાગેલ મેલની શુદ્ધિ વસ્ત્ર ધોવાથી થાય છે તેવી રીતે આત્માના સંયમ આદિમાં લાગેલા દોષોની શુદ્ધિ પ્રાયશ્ચિત્તથી થઈ જાય છે. ઉત્તરા અ–૨૬માં કહ્યું છે કે પ્રાયશ્ચિત કરવાથી દોષોની વિશુદ્ધિ થઈ જાય છે. ચારિત્ર નિરતિચાર થઈ જાય છે, તથા સમ્યક્ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરનારા મોક્ષ માર્ગ અને આચારના આરાધક થાય છે. પરિશિષ્ટ-૩ : દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત ૧. આલોચનાને યોગ્ય ઃ– ક્ષેત્રાદિના કારણે અપવાદિક વ્યવહાર શિષ્ટાચાર પ્રવૃત્તિ આદિની માત્ર આલોચનાથી શુદ્ધિ થાય છે. = ૨. પ્રતિક્રમણને યોગ્ય ઃ– અસાવધાનીથી થનારી અયતનાની શુદ્ધિ માત્ર પ્રતિક્રમણથી અર્થાત્ મિચ્છામિ દુક્કડં થી થાય છે. ૩. તદુભય યોગ્ય ઃ– સમિતિ આદિના અત્યંત અલ્પ દોષોની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થઈ જાય છે. ૪. વિવેક યોગ્ય :– ભૂલથી ગ્રહણ કરેલા દોષયુક્ત કે અકલ્પનીય આહારાદિને ગ્રહણ કરવાથી અથવા ક્ષેત્ર કાલ સંબંધી આહારની મર્યાદાનું ઉલ્લંઘન થવા પર તેને પરઠી દેવું, તે વિવેક પ્રાયશ્ચિત્ત છે.

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300