Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 261
________________ jainology | 261 આગમસાર ધ્યાનાદિના આસન :– સામાન્ય સાધુઓનો અધિક સમય સ્વાધ્યાય અને તેના અનુપ્રેક્ષણરૂપ જ્ઞાનઘ્યાનમાં વ્યતીત થાય છે. છદ્મસ્થ તીર્થંકર, જિનકલ્પી અને પ્રતિમાધારી આદિ શ્રમણો અધિક સમય વ્યુત્સર્ગમાં પસાર કરે છે. કાયોત્સર્ગ વ્યુત્સર્ગનું જ અંગ છે. તે વિધિથી તો ઊભા—ઊભા જ કરવામાં આવે છે. અપવાદમા બેઠા કે સૂતાં પણ કરાય છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન ઉત્કટુક આસનથી(ખમાસમણા દેવાના આસને) કરવું તે મુખ્ય વિધિ છે. શેષ સામાન્ય વિધિના આસન છે. ધ્યાન પદ્માસન, પર્યંકાસન, સુખાસન, ઉત્કટુકાસન આદિ આસનથી કરી શકાય છે. સ્વાઘ્યાય વિનયયુક્ત કોઈપણ આસનથી કરી શકાય છે. કાયોત્સર્ગ શબ્દ કાયાની મુખ્યતાથી કહેવામાં આવેલ છે તોપણ ત્રણે યોગોનો શક્ય વ્યુત્સર્ગ કરવો એમાં અન્તર્ભાવિત સમજવો જોઇએ. એક તપમાં બીજું તપ :– કોઈ પણ તપની સાથે અન્ય તપ કરવાનો નિષેધ નથી. દા.ત. સ્વાધ્યાય કરતાં–કરતાં આત્મ ધ્યાનમાં લીન થઈ શકાય છે અથવા કાઉસગ્ગમાં સ્વાધ્યાયનું ચિંતન કરી શકાય છે. એકનું અસ્તિત્વ અને નિરૂપણ બીજામાં એકમેક ન કરવું અને એકના અભાવમાં બીજાનો નિષેધ પણ ન કરવો. દા.ત. ઉપવાસમાં પૌષધ થઈ શકે છે. પણ પૌષધ વિના ઉપવાસ નથી થતો, આ નિષેધ અનુચિત્ત છે. તેમજ ઉપાવસ વિના,પૌષધ નથી થતો તે નિષેધ પણ આગમ વિરુદ્ધ છે. આહાર ત્યાગ પણ એક વ્રત પ્રત્યાખ્યાન તપ છે. તો સાવઘયોગ ત્યાગ પણ વ્રત છે. બંને સાથે થઈ શકે છે. તેમના મહત્ત્વ અને નામ જુદા જુદા છે. એકાંત આગ્રહ રાખવો જિનમાર્ગ વિરુદ્ધ છે. જે સાધકને જે રુચિ, યોગ્યતા અને અવસર હોય તે એક યા અનેક ધર્મક્રિયા કે તપ આદિ સાથે કે જુદા-જુદા કરી શકે છે. કોઈ સાધક ઉચ્ચ કક્ષાની સાધના કરે છે તો કોઈ અન્ય કક્ષાની, પણ શ્રદ્ધા અને શાન શુદ્ધ છે, તો કોઈ પણ કક્ષાની આગમોક્ત ક્રિયાને એકાંત દષ્ટિકોણથી ખરાબ યા ખોટી કહેવી કે સમજવી યોગ્ય નથી. સમન્વયદૃષ્ટિથી કે આગમના અનુપ્રેક્ષણથી કોઈપણ વ્યક્તિની કે પ્રવૃત્તિની કસોટી મધ્યસ્થતાની સાથે કરવી જોઇએ. પરંપરા યા એકાંતિક દૃષ્ટિથી કોઈની કસોટી કરવી તે સંકુચિત્ત દૃષ્ટિકોણ છે. તેમ કરનાર સ્વઆત્મામાં કે અન્યમાં રાગદ્વેષની વૃદ્ધિ કરવાવાળો બને છે. જેથી સમભાવ અને પરમશાંતિમાં ક્ષતિ થાય છે, વૃદ્ધિ થતી નથી. અન્યની ઉપેક્ષા ન કરવી :– અન્ય ધર્મમાં યોગાભ્યાસ છે તે જૈન ધર્મમાં વ્યુત્સર્જનરૂપ કાઉસગ્ગ તપ કહેલ છે. જે સાધકમાં સમ્યજ્ઞાન, શ્રદ્ધા સુરક્ષિત છે તે સાધક માટે તપ રૂપ યા અનાશ્રવ રૂપ કોઈ પણ ક્રિયા હિતકર સિદ્ધ થઈ શકે છે. તેમાં કોઈને હીન સમજવું અવિવેક કહેવાય. આચારાંગ શ્રુત સ્કંધ—૨, અધ્યયન–૧ માં ભિન્ન પ્રકારની સાત પિંડેષણાઓ કહી છે. તેના અંતમાં કહ્યું છે કે જેને જેમાં સમાધિ ઉપજે તે કરે; પણ એમ ન વિચારે કે ‘હું જ શ્રેષ્ઠ કરી રહ્યો છું, બીજા નહીં', પણ એમ વિચારે કે જેને જેમાં સમાધિ અને રુચિ છે તે તેમ કરે છે, બધા જિનાજ્ઞામાં ઉપસ્થિત છે.’ તેથી જિનાજ્ઞા બહારની કોઈ પણ સાધના અસમ્યક કહી શકાય પરંતુ જિનાજ્ઞામાં રહેતાં કોઈ ગમે તે એક યા અનેક સાધના કરે તેને દોષ દષ્ટિથી જોવું યોગ્ય નથી. તાત્પર્ય કહેવાનું એ છે કે પોતાના સ્થાન ઉપર આયંબિલનું મહત્ત્વ છે તો ઉપવાસનું મહત્ત્વ પણ તેના સ્થાન ઉપર છે. પોતાના સ્થાને સ્વાધ્યાયનું મહત્ત્વ છે તો સેવાનું મહત્ત્વ પણ ઓછું નથી. પોતાના સ્થાને સ્વતંત્ર વિહારી બનવાનું બીજો શ્રમણ મનોરથ છે તો સમૂહની સારણા–વારણા કરવી આચાર્ય માટે શીઘ્ર મોક્ષફળ અપાવનારી બને છે. આગમમાં જિનકલ્પ અને અચેલ ચર્ચા પણ બતાવામાં આવી છે તો વસ્ત્ર યુક્ત સંયમની આરાધના પણ કહી છે. તેથી સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ બધા તપો પોત–પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. તેમને વખોડવા ન જોઇએ; ચાહે પોતાના હોય કે પરાયા. અનિમેષ દૃષ્ટિ વિચારણા :– આગમમાં કાયોત્સર્ગને માટે જે ‘અનિમેષ દૃષ્ટિ યા એક પુદ્ગલ દષ્ટિ' શબ્દનો પ્રયોગ છે તેને ભાવાત્મક પણ સમજી કાયાનો વ્યુત્સર્ગ કરવો છે, તો તેમાં આંખોને બંધ પણ કરી શકાય છે. સામાન્ય સાધકોને આંખો ખુલી રાખવાથી અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે. અંધારી રાત્રે, સ્મશાનમાં કે કોઈ ગુફામાં કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે ઉક્ત અનિમેષ દષ્ટિ શબ્દનો અર્થ– આત્મ દૃષ્ટિને એક વસ્તુ યા એક ક્રિયા ઉપર કેન્દ્રિત કરી શેષનું ભાવથી વ્યુત્સર્જન કરી દેવું તેમ સમજવો. શું ‘રિસર્ચ’ ધ્યાન છે ? :– રિસર્ચરૂપ અધ્યયન પ્રણાલીને સ્વાધ્યાયના અનુપ્રેક્ષણ રૂપ ચોથા વિભાગની કક્ષામાં સમજવી પરંતુ તેની સાથે સમ્યક દર્શન ન હોવાથી તે પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં ગણાતી નથી. નહીં કે ધ્યાન તપના ભેદમાં. પાંચમો આવશ્યક :– પ્રતિક્રમણનો પાંચમો આવશ્યક કાયવ્યુત્સર્જન છે. લોગસ્સનો પાઠ આગમમાં અનેક જગ્યાએ કાઉસગ્ગ પછી બોલવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તે સ્તુતિ–કીર્તનનો પાઠ છે. કીર્તનને પ્રગટરૂપે બોલવાથી જ ભક્તિ પ્રદર્શિત કરી શકાય છે. કાયોત્સર્ગમાં લોગસ્સ બોલવાનું મૂલ આગમ પ્રમાણ ન હોવાથી અને તર્ક સંગત પણ ન હોવાથી પ્રાથમિક સ્ટેજ માટે બનાવેલી પરંપરા છે એવું સમજવું. સારાંશ :– સારાંશ એ છે કે સમિતિ અલગ છે. ગુપ્તિ અને વ્યુત્સર્ગમાં પણ થોડીક ભિન્નતા છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણમાં તથા ધ્યાનના અનુપ્રેક્ષણમાં પણ ફરક છે. સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ ત્રણે અલગ અલગ દસમું, અગિયારમું તથા બારમું તપ છે. જાપ અને લોગસ્સ આદિનું રટણ પણ એક પ્રાથમિક સ્ટેજ માટે ચાલુ કરાયેલી પરંપરા છે. તેને વિશાળ દષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. વર્તમાનના પ્રેક્ષાધ્યાન આદિ શું છે ? ઉક્ત બધા સ્થળોનો વિચાર કરવાથી નિર્ણય થાય છે કે વર્તમાનમાં પ્રચલિત 'પ્રેક્ષા ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન અને વિપશ્યના ધ્યાન' આદિનો વ્યુત્સર્ગ તપમાં સમાવેશ થાય છે. તેમાં જે ધ્યાન શબ્દ રૂઢ કરી દેવામાં આવ્યો છે તે અશુદ્ધ છે. કારણ કે તે પ્રણાલિકામાં મન, વચન અને કાયાનું વ્યુત્સર્જન જ શીખવાડવામાં આવે છે. સ્વાભાવિક ચાલવાવાળી કાયપ્રવૃત્તિ શ્વાસોચ્છ્વાસ આદિનું પ્રેક્ષણ,

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300