Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 262
________________ 262 આગમચાર-પૂર્વાર્ધ આત્મભાવ રૂપ જ્ઞાતા-દષ્ટાની વૃત્તિથી થાય છે. યોગોના ત્યાગને જ અપેક્ષાએ કાયોત્સર્ગ કહ્યો છે. તેથી તેને 'હઠયોગ' પણ કહેવાય છે. આ સંપૂર્ણ પ્રકારના યોગોના ત્યાગરૂપ ધ્યાન વ્યુત્સર્ગ તપ છે. જે પ્રકારે મિથ્યાદષ્ટિના ઉપવાસ, સામાયિક, સંવર આદિ તપ–સંયમ તો કહેવાય પણ સમ્યકદષ્ટિ ન હોવાથી મોક્ષના કારણરૂપ બનતા નથી. માસખમણનું તપ પણ મિથ્યાત્વીનું તપ જ કહેવાય છે પરંતુ તેને મોક્ષનો હેતુ હોતો નથી. તે પ્રમાણે વર્તમાનમાં પ્રચલિત યોગ-વ્યત્સર્જન પ્રવૃત્તિ અધ્યાત છે અથોતું ધ્યાન રહિત અવસ્થા છે. તેની સાથે સમ્યક તત્ત્વજ્ઞાન, આગમશ્રદ્ધા, સમ્યક સંયમ ભાવ હોય તો તે વ્યુત્સર્જન નામનું બારમું તપ છે, મોક્ષના હેતુરૂપ છે, અજ્ઞાન તપ નથી. વર્તમાનકાળના અનેક ધ્યાન કર્તાઓમાં સમ્યક શ્રદ્ધાની શુદ્ધિ હોતી નથી. તેઓ વ્રતોનું યથાશક્તિ પાલન ન કરતાં ઉપેક્ષા ભાવ રાખે છે. તેઓ વ્યુત્સર્જન સિવાયના સ્વાધ્યાય, ધ્યાન આદિ તપોને મહત્ત્વ આપતા નથી, એકાંત વ્યુત્સર્ગ ધ્યાનનો આગ્રહ રાખી, તેને જ વીતરાગતા પ્રાપ્તિનો ઉપાય માને છે અને અન્ય તપનો નિષેધ કરે છે, તે સાધકો મોક્ષમાર્ગની આરાધનામાં ગણાઈ શકાતા નથી. શ્રાવકોમાં કોઈ એક—બે અથવા બાર વ્રતનું પાલન કરે છે. કોઈ અન્ય વ્રત પ્રત્યાખ્યાન લે છે, તેવી રીતે અનેક ભિન્નતાઓમાં પણ અંતે બધા શ્રાવક જ કહેવાય છે. સાધઓમાં પણ કોઈ અધ્યયનમાં રુચિ રાખે છે તો કોઈ અનશન તપમાં વૃદ્ધિ કરે છે. કોઈ ભિક્ષાચરી તો કોઈ વૈયાવચ્ચમાં આનંદમાને છે. કોઈ સ્વાધ્યાયમાં, કોઈ ધ્યાનમાં તો કોઈ વ્યુત્સર્જનમાં સ્થિર થાય છે. બધા પોતાની યોગ્યતા અનુસાર આત્મ સાધના કરે છે. તે બધાના તપ નિર્જરામાં ગણાય છે, તેમાં કોઈ પણ સાધનાને એકાંત વીતરાગ માર્ગ માની અન્યનો નિષેધ કરવો, એ ઉચિત્ત નથી જ. વાસ્તવમાં વર્તમાનની ધ્યાન પ્રણાલી પ્રાયઃ કરીને વ્યુત્સર્ગ તપનું એક વિકૃત રૂપ છે. એના સાધક પ્રાયઃ અન્ય સાધનાઓનું મહત્ત્વ માનતા નથી તથા વ્યુત્સર્ગ તપ તો ઊભા રહીને શરીરના મમત્વ અને સંસારના ત્યાગના સંકલ્પથી થાય છે પરંતુ વર્તમાન પ્રણાલીઓના સાધકોનું ધ્યાન ગમે તે આસનથી થાય છે. શરીરના મમત્વનો ત્યાગ પણ તેમાં આવશ્યક હોતો નથી. કાયોત્સર્ગ તપ શરીર નિરપેક્ષ હોય છે, કિંતુ વર્તમાનના પ્રચલિત ધ્યાન શરીર સાપેક્ષ હોય છે. આ પ્રકારે બન્નેમાં અંતર છે. તેથી આ વર્તમાન ધ્યાન પ્રણાલિકાઓ ધ્યાન નથી પણ અધ્યાન-ધ્યાન રહિત અવસ્થા છે અથ છે, એમ સમજવું જોઇએ. પ્રશ્ન – કાય ફ્લેશ, ધ્યાન તથા વ્યુત્સર્ગ આ ત્રણેને બાર પ્રકારના તપમાં જુદું જુદું સ્થાન આપ્યું છે તો તેમાં શી ભિન્નતા છે ? ઉત્તર:- કાયાને કોઈ પણ આસન પર સ્થિર ર્યા પછી ઉત્પન્ન થતી અશાતાવેદનાને દીનતા, ભય આદિથી રહિત બની સહન કરવું તે કાય ક્લેશ તપ છે. વાયુ વિનાના સ્થાનમાં જેમ દીપકની શિખા સ્થિર રહે છે તેમ મનને સ્થિર કરવું તથા સૂર્યના કિરણોને જેમ બહિર્ગોળ કાચમાં કેન્દ્રિત કરવામાં આવે છે તેમ મનને કેન્દ્રિત કરવું ધ્યાન છે. મનની સ્થિરતાની જેમ વચન, કાયાની એકાગ્રતા પણ ધ્યાનનું અંગ છે. ધ્યાન બળથી કાયાની વેદનાને પરાઈ સમજવી, તુચ્છ ઉપરથી મમતા હટાવી તેને નિગ્રેષ્ટ કરવું, તેવી જ રીતે વચન અને મનને પણ ચેષ્ટા રહિત કરવું; એવી આત્મ સ્થિતિનું હોવું અને આત્મસ્થ થઈ જવાના કારણે કાયાની વેદનાનો અહેસાસ ન થવો અથવા મંદ અનુભવ થવો આ ત્રણે યોગોનું શક્ય વ્યુત્સર્જન કરવું તે જ કાયોત્સર્ગ છે. તાર પુન પ્રશ્ન:-નિર્વિકલ્પ ધ્યાનનો સંભવ છે? ઉત્તર – જૈનાગમની દષ્ટિએ આ અશુદ્ધ વાક્ય પદ્ધતિ છે. નિર્વિકલ્પ હોવું કે તેનો અભ્યાસ કરવો તે વ્યુત્સર્ગ તપ છે. જેમાં વચન અને કાયાની સાથે મનનો અર્થાત્ ચિંતનનો ત્યાગ કરવામાં આવે છે. આ રીતે નિર્વિકલ્પ હોવું સંભવ છે. કારણ કે વ્યત્સર્ગ તપ પણ સંભવ છે જ. કોઈ પણ યોગનું અંતર પડી શકે છે. ગાઢ નિદ્રામાં, બેહોશ દશામાં પણ મનોયોગનું અંતર પડે જ છે. આત્મ અધ્યવસાય તો અરૂપી છે. તે સદાય શાશ્વત રહે છે. પણ મન તો પુદ્ગલ પરિણામી અને વિરહ સ્વભાવી છે તેથી નિર્વિકલ્પ સાધનાનો નિષેધ ન કરવો. નિર્વિકલ્પ સાધના ધ્યાન નથી પરંતુ ધ્યાનથી આગળની સાધના છે. ધ્યાન અગિયારમું તપ છે જ્યારે નિર્વિકલ્પ સાધના વ્યુત્સર્ગરૂપ બારમું તપ છે. જેમ જિનમત વિરુદ્ધ તાપસાદિના માસ, બે માસના સંથારા પણ આગમમાં પાદોપગમન સંથારા કહેવાય છે. તેવી જ રીતે જિનમતમાં શ્રદ્ધા ન રાખવાવાળાના ઉપવાસ આદિને તપ, અને વ્યુત્સર્ગ રૂપ નિર્વિકલ્પ સાધનાને વ્યુત્સર્ગ તપ જ કહેવાય છે. પરંતુ જિન વચનોમાં સમ્યગુ શ્રદ્ધાના અભાવમાં તેઓનું તે તપ મોક્ષ સાધનરૂપ અથવા આરાધનારૂપ નથી થતું. કારણ કે સમ્યક્ત વિના, સમસ્ત ક્રિયાઓ અલૂણી છે; પૂર્ણ ફળદાયક નથી થઈ શકતી. ધર્મ ધ્યાનનું ચિંતન [નોંધ:- ગુજરાતમાં કેટલાક સમુદાયોમાં પાંચમા આવશ્યકના કાયોત્સર્ગમાં આ પ્રમાણે ચિંતન કરવામાં આવે છે.] (૧) પહેલો ભેદ–આણા વિચય:- આણા વિચય કહેતાં વીતરાગની આજ્ઞાનો વિચાર ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સમકિત સહિત બાર વ્રત, અગિયાર પડિયા, સાધુજીના પાંચ મહાવ્રત, બાર ભિક્ષુની પડિમા, શુભ ધ્યાન, શુભ જોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા તેની આરાધના કરવી; તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો તેમજ ચતુર્વિધ સંઘના ગુણ કીર્તન કરવા; આ ધર્મ ધ્યાનનો પહેલો ભેદ કહ્યો.

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300