Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 254
________________ 254 આગમચાર-પૂર્વાર્ધ (૨) ગુસ્સો, ઘમંડ, કપટ, લોભ-લાલચને ઉત્પન્ન જ ન થવા દેવા. સાવધાન રહેવું. ઉદયની પ્રબળતાએ ઉત્પન્ન થઈ જાય તો તેને તત્કાળ નિષ્ફળ કરી દેવા અર્થાત્ જ્ઞાન અને વૈરાગ્યના માધ્યમે પોતાના કર્તવ્યનું ચિંતન કરી, આત્મ સુરક્ષાના લક્ષ્યને રાખી, પરદોષ દર્શન દષ્ટિને નષ્ટ કરી, સ્વદોષ દર્શન કરી, ઐહિક સ્વાર્થને ગૌણ કરી, આધ્યાત્મિક વિકાસની અભિમુખ થઈ તે કષાયોને સ્થિર રહેવા ન દેવા “કષાય પ્રતિસલીનતા' છે. (૩) ખોટા સંકલ્પ-વિકલ્પ ઉત્પન જ ન થવા દેવા, ઉચ્ચ સંકલ્પોને વધારતા રહેવું, મનને એકાગ્ર કરવામાં અભ્યસ્ત રહેવું એટલે કે ધિીમે ધીમે સંકલ્પ વિકલ્પોથી મુક્ત થવું, તે “મન યોગ પ્રતિસંલીનતા” છે. એ જ પ્રકારે ખરાબ વચનનો ત્યાગ, સારા વચનોનો પ્રયોગ, મૌનનો વધુને વધુ અભ્યાસ તે “વચનયોગ પ્રતિસંલીનતા' છે. હાથ–પગાદિ શરીરના અંગોપાંગને પૂર્ણ સંયમિત તથા સંકુચિત્ત રાખવા; સ્થિર રહેવું; ચાલવું, બેસવું, ઊઠવું, અંગોનું સંચાલન કરવું ઇત્યાદિ પ્રવૃત્તિમાં યતના તથા વિવેક રાખવો તે “કાયપ્રતિસલીનતા કહેવાય. અનાવશ્યક પ્રવૃત્તિ ન કરવી તે “કાય યોગ પ્રતિસલીનતા છે. (૪) એકાંત સ્થાનોમાં રહેવું, બેસવું, સૂવું આદિ ચોથું ‘વિવિક્તશયનાસન પ્રતિસલીનતા છે. છ બાહય તપથી આત્મણોમાં થતી પરયાપતિ: ૧. અનશનથી–અભયદાન, સર્વજીવો પ્રત્યે મૈત્રિભાવના, બ્રમચર્ય સહાયક, વેદમોહનાં ઉદયનો અભાવ, ઉપશમ (અબ્રમચર્યથી હાર્ટ કમજોર થાય છે, પથરી–કીડનીની બિમારીઓ થાય છે.) અનમોહનો ત્યાગ, દેહિક મમતા પર વિજય. ૨. ઉણોદરીથી-ઇચ્છાઓ પર નિયંત્રણ, ઈન્દ્રિયો પર નિયંત્રણ, મનોબળની દ્રઢતામાં વૃધ્ધિ. ૩. ભિક્ષા ચર્યાથી–મળે કે ન મળે બધામાં સમભાવની સાધના, માન વિજય, ભય વિજય(આહાર ન મળવાનો ભય નહિ), અંતરાય કર્મનો ઉદીરણાથી ક્ષય થાય છે. ૪. રસપરિત્યાગથી–અનઆસકત ભાવની વૃધ્ધિ, અસાતા વેદનીય કર્મ ક્ષય થાય છે. ૫. કાયકલેશથી–સુખની ઇચ્છાનો ત્યાગ, દુઃખનો ભય નહિં, ઋતુને અનુકુળ શરીર બનવું, કષ્ટ સહેવાની શક્તિ વધે છે. ૬. પ્રતિસંલીનતાથી-ચિત્તની શાંતિ, એકાગ્રતા વધવી, અશુભ મનવચનકાયા નાં યોગથી પાછા વળવું. (છ આત્યંતર તપ) (૭) પ્રાયશ્ચિત તપઃ પ્રમાદથી, પરિસ્થિતિથી કે ઉદયાધીનતાથી લાગેલા દોષોની આલોચના આદિ કરવી, સરલતા, નમ્રતા લઘુતા યુક્ત થઈ પૂર્ણ શુદ્ધિ કરવી, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વીકારી મિથ્યા દુષ્કૃત દેવું ઇત્યાદિ પ્રાયશ્ચિત્ત તપ છે. તેના પ્રકાર– આલોચના(આલોયણા)-ગુરુ પાસે વિશુધ્ધિ માટે દોષો પ્રકટ કરવા, અથવા ભિક્ષા, ચંડીલ, ગમનાગમન, પ્રતિલેખન જેવા રોજનાં કાર્યમાં લાગેલાં દોષોની વિશુધ્ધિ માટે. જેના માટે સરલતા, વિનમ્રતા, ગુરુ પર શ્રધ્ધા, શૂરવીરતા, નિર્ભયતા, અક્રોધ, અમાન, અમાયા, અલોભ જેવા ગુણોની જરૂર પડે છે. પ્રતિક્રમણ(ભાવપૂર્વક પાપથી પાછા હઠવું)-પાંચ સમિતી, ત્રણ ગુપ્તીમાં સહસાગારથી, ઉતાવળથી, આશ્ચર્યથી લાગેલા દોષોને માટે મિચ્છામી દુક્કડમ. ચિંતન પૂર્વક ખરા મનથી દોષોની નિંદા કરી પાછા હઠવું અને ફરી એ દોષો ન લાગે તે માટે સાવચેત રહેવું. પોતાની એ ક્રિયા અને ભાવોને માટે પશ્ચાતાપ કરવો. તદુભયા-આલોચના અને પ્રતિક્રમણ બેઉ સાથે. નિદ્રા અવસ્થામાં દુસ્વપ્નથી લાગેલા દોષો માટે ગુરુ પાસે મિચ્છામી દુક્કડમ લેવું. વિવેક(પરડવારૂપ ત્યાગ)- સચિત્ત, અસૂજતા આહારની જાણ થતાં પરઠવો. અજાણતા આવેલા આહાર માટે વિવેક છે. જાણતા લાવેલા માટે હજી બીજું પ્રાયશ્ચિત, વિવેક સાથે આવે છે. કાયોત્સર્ગ(સ્વાધ્યાય યુક્ત ત૫)-વિવશતાથી લાગેલા પરઠવા આદિનાં દોષો માટે શરીરને સ્થિર રાખીને પ્રમાણ યુક્ત સ્વાધ્યાય સાથેનું તપ. તપ- જાણતાં, પ્રમાદથી, કષાયથી લાગેલા દોષો માટેનું અનશન આદિ રૂપ બાહય તપનું પ્રાયશચિત્ત . (૮) વિનય તપઃ (ઈન્દ્રીય અને કાયાને જતનાથી પ્રવર્તાવવી)– વિનયનો સામાન્ય અર્થ નમ્રતા, વંદના, નમસ્કાર, આજ્ઞાપાલન, આદર કરવો, સન્માન કરવું, ભક્તિ સભર વ્યવહાર કરવો આ બધી પ્રવૃત્તિને વિનય તપ કહેવાય છે. કર્મોને દૂર કરવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી ભક્તિ સભર વ્યવહાર કરવો, મન, વચન, કાયાને પ્રશસ્ત રાખી આત્માને કર્મબંધથી દૂર રાખી, અપ્રશસ્ત મન-વચનનો વ્યવહાર ન કરવો તે પણ વિનય છે. વિનયના ક્ષેત્રકાળ સંબંધી અનુષ્ઠાનોનું પાલન કરવું, કાયિક પ્રવૃત્તિઓ યતનાપૂર્વક કરવી, પ્રત્યેક પ્રાણી સાથે વ્યવહાર કરવો ઇત્યાદિ પણ વિનયતા છે. વિનયના સાત પ્રકાર છે- જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાય, લોકોપચાર વિનય. કાયાથી ઉપયોગપૂર્વક ગમનાગમન ઉલ્લંઘન, પ્રલંઘન, બેસવું, ઊઠવું પણ વિનય કહેવાય છે. અવિવેકી પ્રવૃત્તિઓ ન કરવી તે પણ વિનય છે. અર્થાત્ બધા પ્રકારના વિવેક સાથે અનાશ્રવી વૃત્તિથી વ્યવહાર કરવાવાળી ગુણ સંપન્ન વ્યક્તિ, વિનીત કહેવાય છે. આ પ્રમાણે બધા ઉન્નત ગુણોને વિનય કહેવાય છે. જેમનો ઉપરોકત સાત ભેદમાં સમાવેશ થાય છે. આ અપેક્ષાએ જ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અને અગિયારમા અધ્યયનમાં અનેક ગુણોવાળાને વિનયી કહ્યા છે. આત્મશુદ્ધિ વિના વિનય સંભવ નથી. વિનય વ્યક્તિને અહંકારથી મુક્ત કરે છે. અહંકાર જ સર્વાધિક મહત્ત્વનો આત્મદોષ છે. જૈનાગમોમાં વિનય શબ્દનું તાત્પર્ય –આચારના નિયમોનું પાલન– પણ ક્યું છે. તે અનુસાર નિયમોન સમ્યક રૂપે પરિપાલન કરવું તે વિનય છે. બીજા અર્થમાં વિનય વિનમ્રતાનો સૂચક છે. તેનું તાત્પર્ય એ છે કે વરિષ્ટ, ગુરુજનોનું સન્માન કરતાં તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમનો આદર કરવો. (૯) વૈયાવૃત્ય તપઃ સંયમી અને સાધર્મિકની સેવા (વૈયાવચ્છનું મહત્વ સ્વાધ્યાયથી વિશેષ છે) આચાર્યાદિ દસ સંયમી મહાપુરુષોની યથાયોગ્ય સેવા કરવી, વૈયાવચ્ચ તપ છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, ૫. રોગી, ૬.

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300