Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 241
________________ jainology | આગમસાર (૧) બળને વધારનાર, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર આહાર બ્રહ્મચર્યનો વિઘાતક છે. જિહેન્દ્રિય પર નિયંત્રણ કરવું, નિરતિચાર બ્રહ્મચર્ય પાલન માટે અત્યંત આવશ્યક છે. જિલ્લાલોલુપ, સરસ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક ભોજન કરનારા, આ વ્રતનું સમ્યક આરાધન કરી શકતા નથી. તેથી દૂધ, દહીં, ઘી, માખણ, મીઠા, ખારા આદિ પદાર્થોનું સેવન અથવા વારંવાર સેવન બ્રહ્મચારીને માટે હાનિકારક છે. (૨) સાધકે આહારની માત્રાનું પણ પૂર્ણરૂપથી ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે; પેટભરીને ક્યારેય પણ કોઈ ચીજ ખાવી–પીવી ન જોઇએ; હંમેશાં ઊણોદરીથી પેટને હલકું રાખવું જોઇએ; ઓછું ખાવું, ઓછીવાર ખાવું અર્થાત્ વારંવાર ન ખાવું અને ઓછા પદાર્થ ખાવા; આ નિયમોનું અવશ્ય પાલન કરવું જોઇએ. (૩) ખાસ વાત આહારના સંબંધમાં એ છે કે બ્રહ્મચર્ય સાધકે હંમેશાં ખાવું ન જોઇએ અર્થાત્ દ૨૨ોજ ભોજન કરવું ન જોઇએ, વચમાં ઉપવાસ કે આયંબિલ આદિ તપસ્યા કરતા રહેવું જોઇએ. જે સાધક આ પાંચ ભાવનાઓનું સારી રીતે પાલન કરે છે તે બ્રહ્મચર્ય મહાવ્રતની સાધનામાં સફળ થઈ શકે છે. 241 પાંચમું અધ્યયન ઃ અપરિગ્રહ(મહાવ્રત) (૧) અપરિગ્રહ એ પાંચમું સંવર દ્વાર છે. પરિગ્રહ સંસાર ભ્રમણનું મુખ્ય કારણ છે. તેનો ત્યાગ કરનારા; સાથે જ મમત્વભાવ, આસક્તિભાવનો ત્યાગ કરનારા, ઇન્દ્રિય તેમજ કષાયોનો સંવર–નિયંત્રણ કરનારા; જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રરૂપિત બધા તત્ત્વોની એકથી લઈને તેત્રીશ સુધીના બોલોની પૂર્ણ અડગ શ્રદ્ધા રાખનારા અને તેમાં શંકા ન કરનારા; બીજા સિદ્ધાંતોની આકાંક્ષાઓથી દૂર રહેનારા; ઋદ્ધિ આદિ ગર્વ તેમજ નિદાનથી રહિત થઈને નિર્લોભી રહેનારા; મૂઢતાનો ત્યાગ કરીને જ્ઞાન અને વિવેક ધારણ કરનારા; બધા પ્રકારના લોભનો ત્યાગ કરીને મન, વચન અને કાયાથી સંવૃત બનનારા અપરિગ્રહી સાધુ છે અને તે જ સાચા સાધુ છે. (૨) મંદર મેરુ પર્વતના શિખરની ચૂલિકા સમાન આ મોક્ષ માર્ગના શિખરભૂત ચરમ સંવર સ્થાન છે. શ્રેષ્ઠ વૃક્ષની ઉપમાથી યુક્ત છે; જેમાં સમ્યક્ત્વ મૂળ છે, અનાશ્રવ અને મોક્ષ તેનો સાર છે. (૩) અપરિગ્રહી સાધક કોઈપણ ગામ નગર આદિને તેમજ કોઈપણ દાસ–દાસી, પશુ–વાહન, સોના—ચાંદી, મકાન–જમીન-જાયદાદની સંપત્તિને ગ્રહણ ન કરે. તેને પોતાની ન સમજે. તેમાં મમત્વ—મૂર્છાભાવ ન કરે. કોઈપણ નાના—મોટા પદાર્થ, વ્યક્તિ, સ્થાનને મારું’‘મારું’ એવું ન કહે કે ન સમજે. સંયમમાં આવશ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સહાયક તેમજ શરીરના સંરક્ષક અતિ જરૂરી, ઉપકરણો પદાર્થો સિવાય છત્ર, જૂતા આદિ ન રાખે. બીજાના ચિત્ત લોભિત કે આકર્ષિત થાય તેવા બહુમૂલ્ય ઉપકરણ પણ ન રાખે. (૪) આહાર, ઔષધ, ભેષજ આદિને માટે પુષ્પ, ફળ, બીજ, કંદ, આદિ કોઈપણ સચિત્ત પદાર્થ ગ્રહણ ન કરે, કારણ કે શ્રમણોને માટે તીર્થંકર ભગવંતોએ આ બધા સચિત્ત પદાર્થ ત્યાજ્ય કહેલ છે.તેના ગ્રહણથી જીવોનો વિનાશ થાય છે.અર્થાત્ જીવ હિંસા થાય છે (૫) આચાર નિષ્ઠ શ્રમણોએ વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ ઉપાશ્રયમાં, અન્ય ઘરમાં અથવા જંગલમાં ન રાખવા જોઇએ અર્થાત્ પોતાની નિશ્રામાં માનતા થકા કોઈ પણ સ્થાને ખાદ્ય પદાર્થો રાખવા જોઇએ નહીં. (૬) અનેક પ્રકારના એષણા દોષોથી અને સાવદ્ય કર્મોથી યુક્ત આહાર ગ્રહણ કરવો અપરિગ્રહી સાધુને માટે અકલ્પનીય છે. ૪૨ દોષ સિવાય બીજા આ દોષોનો પણ ત્યાગ કરવો જોઇએ– (૧) રચિત્ત (૨) પર્યવજાત (૩) દાનાર્થ (૪) પુણ્યાર્થ (૫) વનીપકાર્થ (૬) શ્રમણાર્થ (૭) પશ્ચાતકર્મ (૮) પૂર્વકર્મ (૯) નિત્યકર્મ (૧૦) અતિરિક્ત (૧૧) મૌખર્ય (૧૨) સ્વયંગ્રહણ. રચિત્ત ઃલીલાં–સૂકાં ફળોમાંથી બીજ આદિ કાઢવા, પદાર્થોને ખાંડવા, પીસવા તથા અન્ય પણ એવા આરંભ જનક સંભારકાર્ય કરી વસ્તુને સાધુને માટે તૈયાર કરવી. પર્યવજાત :– વસ્તુને સુધારવી, ઠીક કરવી, સાધુને માટે શેકીને અથવા કાપીને અચીત કરીને રાખવી. દાનાદિ :- દાનને માટે, પુણ્યને માટે, ભિખારીઓને માટે અને પાંચ પ્રકારના ભિક્ષાચર સાધુઓને દાન દેવા માટે બનાવાયેલો આહાર. પૂર્વકર્મ પશ્ચાત્કર્મ :– આહારાદિ લાવવાના પહેલાં અથવા પાછળથી ગૃહસ્થે હાથ, વાસણ આદિ પાણીથી ધોવા. નિત્યકર્મ :– સાધુઓને વહોરાવવાનો જાણે કોઈએ નિત્યકર્મ બનાવી દીધો હોય અથવા સદાવ્રતની જેમ નિત્ય આપવામાં આવતો આહાર. આને નિયાગપિંડ રુપે પણ સમજી શકાય. અતિરિક્ત :– પુરતી, ખપતી અને યથોચિત્ત માત્રાથી અધિક આહાર વહોરવો, જેનાથી પાછળ ગૃહસ્થને ઓછું થવા પર નવું બનાવવાનો આરંભ કરવામાં આવે અથવા સચિત્ત પદાર્થ ખાય તથા સાધુને વધારે પ્રમાણમાં પદાર્થો ખાવા પડે અથવા પરઠવા પડે તે અતિરિક્ત દોષ છે. મૌખર્ય : :– વાચાળતા કરીને અર્થાત્ ઘણી વાતો કરીને આહાર લેવો. સ્વયંગ્રહણ :- · પોતે પોતાના હાથે ખાદ્ય પદાર્થ લેવા અર્થાત્ ગૃહસ્થની આજ્ઞાથી પોતે તેમના વાસણમાંથી આહાર લેવો. પાણી પોતાના હાથથી લેવાનું વિધાન આચારાંગ સૂત્રમાં છે, તેથી તેનો નિષેધ ન સમજવો. (૭) આ દોષોથી રહિત, ૪૨ દોષોથી રહિત તેમજ નવ કોટિ પરિશુદ્ધ આહાર ગ્રહણ કરવો. આહાર કરતા સમયે ભોજન વિધિના અર્થાત્ પરિભોગેષણા (માંડલાના) પાંચ દોષોનો સંપૂર્ણપણે ત્યાગ કરવો. છ કારણે જ આહાર કરવો. કારણ ન હોય તો આહાર ન કરવો અને આહાર ત્યાગના છ કા૨ણ ઉત્પન્ન થવા પર આહાર ન કરવો અર્થાત્ આહારનો ત્યાગ કરવો. (૮) આચારનિષ્ઠ શ્રમણોએ તીર્થંકર ભગવંતની આજ્ઞામાં વિચરણ કરતાં ક્યારેક વિવિધ કષ્ટકારી, મારણાંતિક રોગ—આંતક ઉત્પન્ન થઈ જાય તોપણ ઔષધ–ભેષજ ભક્તપાનનો સંગ્રહ કરવો કલ્પતો નથી.

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300