Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 250
________________ આગમચાર-પૂર્વાર્ધ 250 ગુણોની સાથે “ન” કાર લગાવવો જોઇએ જેમ કે તે ન દીર્ઘ છે, ન હૃસ્વ છે વગેરે વગેરે. તે સિવાયના ત્રણ ગુણ- અશરીરી, અજન્મા, અનાસક્ત; તેમ કુલ ૩૧ થાય છે. બત્રીસ યોગ સંગ્રહ – યોગનો અર્થ છે– મન, વચન ને કાયાથી પ્રવૃતિ. તે પ્રવૃતિઓનો સંગ્રહ કરવો, તે યોગ સંગ્રહ છે. અહીં શુભ(આદર્શ)કર્તવ્યોના બત્રીસ ગુણોને ભેગા કર્યા છે. તે આ પ્રમાણે છે૧. આલોચના: પોતાના સેવિત-દોષને નિવેદન કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. ૨. નિરાલાપ કોઈના આલોચિત્ત પ્રમાદને પ્રગટ ન કરવો. ૩. આપત્કાલમાં દઢધર્મતાઃ દઢ ધર્મી બની રહેવું. ૪. અનિશ્ચિતોપધાન : બીજાની સહાયતા લીધા વિના તપ કરવું. ૫. શિક્ષાઃ સૂત્રાર્થનું પઠન-પાઠન તથા ક્રિયાના આચરણ રૂપ શિક્ષા. ૬. નિષ્પતિકર્મતાઃ શરીરની સારસંભાળ તથા ચિકિત્સાનું વર્જન. ૭. અજ્ઞાતતા અજાણપણે તપ કરવું, તેનું પ્રદર્શન કે પ્રખ્યાતિપણું કરવું નહીં અથવા અજ્ઞાત કુલની ગોચરી કરવી. ૮. અલોભઃ નિલભતાનો અભ્યાસ કરવો. ૯. તિતિક્ષા કષ્ટ સહિષ્ણુતા–પરીષહો ઉપર વિજય મેળવવાનો અભ્યાસ કરવો. ૧૦. આજેવ: સરલતા, સરલ થવું. ૧૧. શુચિ: પવિત્રતા, પવિત્ર રહેવું, સાફ દિલ ૨હેવું. ૧૨. સમ્યફદષ્ટિઃ સમ્યફદર્શનની શુદ્ધિ રાખવી. ૧૩. સમાધિ ચિત્ત સ્વાથ્ય, ચિત્તની પ્રસન્નતા બનાવી રાખવી. ૧૪. આચાર: આચારનું સમ્યક પ્રકારથી પાલન કરવું. ૧૫. વિનયોપગઃ વિનમ્ર બનવું, અભિમાન ન કરવું. ૧૬. ધૃતિમતિઃ ધેર્યયુક્ત બુદ્ધિ હોવી, દીનતા કરવી નહીં, વૈર્ય રાખવું. ૧૭. સંવેગઃ વૈરાગ્ય વૃદ્ધિ અથવા મોક્ષની અભિલાષા. ૧૮. પ્રસિધિઃ અધ્યવસાયની એકાગ્રતા, શરીરની સ્થિરતા રાખવી. ૧૯. સુવિધિઃ સારા અનુષ્ઠાનનો અભ્યાસ. ૨૦. સંવરઃ આશ્રવનો નિરોધ. ૨૧. આત્મદોષોપસંહાર: પોતાના દોષોનો નિકાલ કરવો. ૨૨. સર્વ કામ વિરક્તતાઃ સર્વ વિષયથી વિમુખતા. ૨૩. પ્રત્યાખ્યાન: મૂલ ગુણ વિષે ત્યાગ અથવા પાપ ત્યાગ. ૨૪. ત્યાગ: ઉત્તરગુણ વિષે ત્યાગ અથવા નિયમ ઉપનિયમ વધારવા. ૨૫. વ્યુત્સર્ગઃ શરીર, ભક્તપાન, ઉપધિ તથા કષાયનું વિસર્જન. ૨૬. અપ્રમાદઃ પ્રમાદને વર્જવો, અપ્રમાદ ભાવનો અભ્યાસ. ૨૭. લવાલવ : સમાચારના પાલનમાં પ્રતિક્ષણ(સતત) જાગૃત રહેવું. ૨૮. ધ્યાન સંવર યોગ : ધ્યાન, સંવર, અક્રિયતાની વૃદ્ધિ કરવી. ૨૯. મારણાંતિક ઉદય: મરણની વેદનામાં સહન કરતાં શાંત અને પ્રસન્ન રહેવું. પરિજ્ઞા: હેય ઉપાદેય જ્ઞપરિજ્ઞાથી જાણવા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી હેયનો ત્યાગ કરવો. ઉપાદેયનો સ્વીકાર કરવો. ૩૧. પ્રાયશ્ચિત્ત કરણ : વિશુદ્ધિ માટે પ્રાપ્ત થયેલા પ્રાયશ્ચિત્તનું અનુષ્ઠાન કરવું. ૩૨. મારણાંતિક આરાધના મૃત્યુકાળમાં આરાધના કરવી, સંલેખના, સંથારો કરવાના સંસ્કારોને દઢ કરવા, અભ્યાસ કરવો. તેત્રીસ આશાતના – શિષ્ય દ્વારા ગુરુ–રત્નાધિક પ્રતિ અભક્તિ અવિનયના વ્યવહારોને આશાતના કહેવામાં આવે છે. અનેક આગામોમાં તે તેત્રીસ કહેવામાં આવી છે. બીજી અપેક્ષાએ અરિહંત, સિદ્ધ આદિથી લઈને લોકના સમસ્ત પ્રાણીઓની અને અધ્યયન, આગમ સંબંધી અવિવેક યુક્ત આચરણોનું સંકલન કરીને તેને તેત્રીસ આશાતના કહેવામાં આવી છે. મૌલિક રૂપમાં તો સુત્રગત તેત્રીસ અશાતનાઓ ગુરુ શિષ્ય સંબંધી જ છે. બીજો પ્રકાર વ્યાખ્યાકારોએ સંકલન કરીને સમજાવ્યો છે પ્રથમ પ્રકારની તેત્રીસ અશાતના :(૧ થી ૯) ગુરુ અથવા વડિલોની ૧. આગળ ૨.પાછળ ૩. બરાબર અવિનયથી ૧. ચાલે ૨. ઉભો રહે ૩. બેસે. ૩ * ૩ ઊ ૯. (૧૦-૧૧) અશક્ત, વૃધ્ધ કે વડીલની સાથે જઈને પહેલાં આવી જાય તેમજ પહેલાં ઈરિયાવહિનો કાઉસ્સગ્ન કરે. (૧૨) આવેલી વિશેષ વ્યક્તિ સાથે ગુરુની પહેલાં શિષ્ય વાત કરે.(૧૩) રાત્રિના સમયે ગુરુ પૂછે ત્યારે જાગૃત હોય તો પણ ન બોલે. (૧૪-૧૭) ગોચરી લાવ્યા બાદ આહારાદિની વાત પહેલાં બીજાને કહે, આહાર દેખાડે, નિમંત્રણ કરે અને આપે. પછી ગુરુને કહે, દેખાડે, નિમંત્રણ કરે ને આપે. (૧૮) સાથે બેસીને આહાર કરતાં સારા આહારને શિષ્ય મોટાની અપેક્ષાએ જલ્દી અને જાઝો ખાય. અર્થાત્ આસક્તિ ભાવના કારણે માયા કરે અથવા અવિવેક કરે. (૧૯૨૦) ગુરુ આદિના બોલાવ્યા છતાં સાંભળ્યું ન સાંભળ્યું કરી દે અથવા ઉદ્ધતાઈ પૂર્વક અવિનયથી બોલે. (૨૧) ગુરુના બોલાવ્યા પર રોષયુક્ત બોલે કે શું કહો છો? શું છે? (૨૨) શિષ્ય ગુરુ આદિને તું તું એવા તુચ્છ શબ્દ કહે. (૨૩) શિક્ષા અથવા સેવા કાર્ય બતાવવાથી કહે કે એવું તો આપ જ કરી લ્યો અથવા આપ જ કેમ કરી લેતા નથી? (૨૪) ગુરુ આદિ ધર્મોપદેશ દઈ રહ્યા હોય તો તેને સારો ન સમજે, (રૂડો ન માને) માન્ય ન કરે. (૨૫) ધર્મકથા કરતાં સમયે ગુરુ આદિને કહે આપને આ યાદ નથી. (૨૬) ધર્મકથા કરતાં સમયે ગુરુની અથવા પરિષદની લીંક(એકાગ્રતા) તોડે. (૨૭) શ્રોતાજનને ઉપદેશથી ખિન્ન કરે. (૨૮) ગુરુના કહેલા ઉપદેશને ફરી વિસ્તારથી પોતે કહે. (૨૯) ગુરુના આસન અથવા ઉપકરણને પગ લાગી જવાથી તેનો ખેદ પ્રગટ વિના અથવા અનુનય, વિનય કે શિષ્ટતા કર્યા વિના જ ચાલ્યો જાય. (૩૦) ગુરુના કીધાં વિના તેના શય્યા આસન ઉપર બેસે, સૂએ અથવા ઉભો રહે. (૩૧) શિષ્ય ગુરુથી ઊંચા આસન ઉપર બેસે, સૂએ અથવા ગુરુથી પોતાને વિશેષ(ઊંચો) માને અથવા અવિવેક કરે. (૩૨) શિષ્ય ગુરુની બરાબરીમાં બેસે, સૂએ, ઊભો રહે અર્થાત્ તેની બરાબરી કરે અથવા અવિવેક કરે. (૩૩) ગુરુ આદિનાં કાંઈપણ કહેવા પર દૂર રહીને જ કે પોતાના આસન પર અવિવેક્યુક્ત બેઠાં બેઠાં સાંભળે, ઉત્તર દે, વિનયપૂર્વક નજીક આવીને ન બોલે.

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300