Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 249
________________ jainology 249 આગમસાર સ્થાન આદિનું પ્રતિલેખન કરવું નહીં અને સારી રીતે જોયાં વિના કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો તે પ્રેક્ષા અસંયમ છે. સાધર્મી શ્રમણોને સંયમ-નિયમ પ્રતિ પ્રેરિત ન કરવા તે ઉપેક્ષા અસંયમ છે. (પરિષ્ઠાપન) પરઠવા યોગ્ય પદાર્થોને યોગ્ય રીતે ન પરઠવા તે અપહૃત્ય અસંયમ છે. આવશ્યક સમયે પ્રમાર્જન ન કરવું કે અયોગ્ય રીતે પ્રમાર્જન કરવું તે અપ્રમાર્જના અસંયમ છે. અશુભ મનથી પ્રવૃતિ કરવી તે મન અસંયમ છે. અશુભ વચનથી પ્રવૃતિ કરવી તે વચન અસંયમ છે. કાયાની અસમ્યક પ્રવૃતિ તે કાયા અસંયમ છે. અઢાર પ્રકારનું અબ્રહ્મચર્ય - ઔદારિક શરીર(મનુષ્ય-તિર્યચ) સંબંધી અબ્રહ્મચર્ય ૯ પ્રકારે(૩ કરણ, ૩ યોગ) અને વૈક્રિય શરીર (દેવ-દેવી) સંબંધી નવપ્રકારે(૩ કરણ, ૩ યોગ, આ રીતે કુલ ૧૮ પ્રકારનું અબ્રહ્મચર્ય. બીજી રીતે– નવ પ્રકારે મનુષ્ય સંબંધી અને નવપ્રકારે તિર્યંચ સંબંધી.(દેવ સંબંધી સ્વભાવિક ન હોય, પરવશ પણે હોય) જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયન – જ્ઞાતા સૂત્રમાં જુઓ. વીસ અસમાધિના સ્થાન – દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. એકવીસ પ્રકારના સબળા દોષ:- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. બાવીસ પરિષહ – ઉત્તરાધ્યયન સૂત્રમાં જુઓ. ત્રેવીસ સૂયગડાંગ સૂત્રના અધ્યયન છે. તે ત્યાં જુઓ. પ્રથમ શ્રુતસ્કંધમાં સોળ અને બીજા શ્રુતસ્કંધમાં સાત, એમ ત્રેવીસ થાય છે. નપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી અને ૧ વૈમાનિક, એ કલ ૨૪ જાતના દેવતા. તેમજ ૨૪ તીર્થકર દેવો. પચ્ચીસ ભાવના – આચાo સૂત્ર પૃષ્ટ ૧૧૬ .અને પ્રશ્ન સૂત્ર પૃષ્ટ.૨૩૪.માં જુઓ. છવ્વીસ અધ્યયન – ૧. દશાશ્રુત સ્કંધ સૂત્રના-૧૦ અધ્યયન(દશા દશ છે). બૂલ્પ સૂત્રનાં-૬ અધ્યયન(ઉદ્દેશક છે.) ૩. વ્યવહાર સૂત્રનાં-૧૦ અધ્યયન (ઉદ્દેશક છે) આ ત્રણે મળીને કુલ ૨૬ અધ્યયન થાય છે. સાધુના સત્તાવીસ ગુણો:- ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. મૃષાવાદ વિરમણ ૩. અદત્તાદાન વિરમણ ૪. મૈથુન વિરમણ પ. પરિગ્રહ વિરમણ ૬. શ્રોતેન્દ્રિય નિગ્રહ ૭. ચક્ષુઇન્દ્રિય નિગ્રહ ૮. ધ્રાણેન્દ્રિય નિગ્રહ ૯. રસેન્દ્રિય નિગ્રહ ૧૦. સ્પર્શેન્દ્રિય નિગ્રહ ૧૧. ક્રોધ નિગ્રહ ૧૨. માન વિવેક ૧૩. માયા નિગ્રહ ૧૪. લોભ વિવેક ૧૫. ભાવ સત્ય-અંતરાત્માની પવિત્રતા ૧૬. કરણ સત્ય-ક્રિયાની પવિત્રતા ૧૭. યોગસત્ય-મન, વચન, કાયાનું સમ્યક પ્રવર્તમ્ ૧૮. ક્ષમા ૧૯. વૈરાગ્ય ૨૦. મન સમધારણ–મનનો સમ્યક ઉપયોગ ૨૧. વચન સમઆહરણ–વચનનો સમ્યક ઉપયોગ ૨૨. કાયા સમઆચરણ-કાયાનો સમ્યક ઉપયોગ ૨૩. જ્ઞાન સંપન્નતા ૨૪. દર્શન સંપન્નતા ૨૫. ચારિત્ર સંપન્નતા ૨૬. કષ્ટ-વેદનાની સહનશીલતા ૨૭. મારણાંતિક કષ્ટની સહનશીલતા. આવશ્યક હરિભદ્રીય ટીકા(પૃષ્ઠ ૧૧૩)માં જુદા પ્રકારથી ઉલ્લેખ છે. જેમ કે– રાત્રિ ભોજન વિરમણ સહિત વ્રતષક, પાંચ ઇન્દ્રિય નિગ્રહ, છકાય સંયમ, ભાવ સત્ય, કરણ સત્ય, ક્ષમા, વિરાગતા, મન, વચન, કાયા નિગ્રહ, સંયમયોગ યક્તતા, રોગાદિ વેદના સહન, મારણાંતિક કષ્ટ સહન. અઠ્ઠાવીસ આચાર પ્રકલ્પ – આચાર– આચારાંગ સૂત્રના બને શ્રુતસ્કંધના (૧+૯) પચ્ચીસ અધ્યયન. પ્રકલ્પ – નિશીથસૂત્રના ત્રણ અધ્યયન – લઘુ, ગુરુ અને આરોપણા. આ (૨૫ + ૩)- ૨૮ આચારપ્રકલ્પ અધ્યયન છે. બીજી રીતે પ્રાયશ્ચિત્તની અપેક્ષાએ ૨૮ આચાર પ્રકલ્પ આ પ્રકારે છે– (૧) પાંચ દિવસનું પ્રાયશ્ચિત્ત (૨) આ જ રીતે દશ દિવસનું (૩) પંદર દિવસનું (૪) વીસ દિવસનું (૫) પચીસ દિવસનું (૬) એક મહિનાનું (૭) એકમાસને પાંચ દિવસ (૮) એકમાસને દસ દિવસ (૯) એકમાસને પંદર દિવસ (૧૦) એક માસને વીસ દિવસ (૧૧) એક માસને પચીસ દિવસ ૧૨) બે માસનું (૧૩) બે માસને પાંચ દિવસ (૧૪) બે માસ ને દસ દિવસ (૧૫) બે માસને પંદર દિવસ (૧૬) બે માસને વીસ દિવસ (૧૭) બે માસને પચીસ દિવસ (૧૮) ત્રણ માસનું (૧૯) ત્રણ માસને પાંચ દિવસ (૨૦) ત્રણ માસને દસ દિવસ (૨૧) ત્રણ માસને પંદર દિવસ (૨૨) ત્રણ માસને વિસ દિવસ (૨૩) ત્રણ માસને પચીસ દિવસ (૨૪) ચાર માસનું પ્રાયશ્ચિત્ત (રપ) લઘુ(અલ્પતમ) (૨૬) ગુરુ(મહત્તર) (૨૭) સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત આરોપણ (૨૮) થોડું ઓછું પ્રાયશ્ચિત્ત આરોપણ, જેમ કે એક માસ પ્રાયશ્ચિત્તને પંદર દિવસની આરોપણા અને બે માસને વીસ દિવસની આરોપણા. ઓગણત્રીસ પાપસૂત્ર પ્રસંગ:- જે સૂત્ર(શાસ્ત્ર) મોક્ષના હેતુ ભૂત નથી તેને અહીં પાપગ્રુત કહેવામાં આવ્યા છે. પ્રસંગ શબ્દના બે અર્થ છે– આસક્તિ અને આસેવન.(ઇચ્છા અને પ્રવૃતિ). તે પાપગ્રુત આ પ્રમાણે છે– (૧) ભૂમિ કંપશાસ્ત્ર (૨) ઉત્પાત શાસ્ત્ર (૩) સ્વપ્ન શાસ્ત્ર (૪) અંતરિક્ષ શાસ્ત્ર (૫) અંગ સ્કૂરણ (૬) સ્વર શાસ્ત્ર (૭) વ્યંજન શાસ્ત્ર (૮) લક્ષણ શાસ્ત્ર. એ આઠના સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એમ ત્રણ– ત્રણ પ્રકાર હોવાથી ૨૪ ભેદ થયા. ૨૫. વિકથાનુયોગ, ૨૬. વિદ્યાનુયોગ, ૨૭. મંત્રાનુયોગ, ૨૮. યોગાનુયોગ, ૨૯. અન્ય તીર્થિક પ્રવૃત્તાનુયોગ. ત્રીસ મહામોહનીય નાં સ્થાન – પાના નં ૨૭૫. દશાશ્રુત સ્કંધ, નવમી દશામાં જોવું. એકત્રીસ સિદ્ધના આદિ(આદ્ય) ગુણો - આદિ ગુણનો અર્થ છે મુક્ત થવાની પ્રથમ ક્ષણમાં થવાવાળા ગુણ. તેની સંખ્યા એકત્રીસ છે. આ સંખ્યા બે પ્રકારની બતાવવામાં આવી છે. ૧. જ્ઞાનાવરણીય કર્મની પાંચે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન ગુણ પાંચ (૫) ૨. દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ નવ (૯) ૩. વેદનીય કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨)૪. મોહનીય કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨) ૫. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ ચાર (૪) ૬. નામ કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન ગુણ બે (૨) ૭. ગોત્ર કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન ગુણ બે (૨)૮. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન ગુણ પાંચ (૫) બીજા પ્રકારની સંખ્યાની ગણતરીમાં સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને વેદ એ છ ઘટક તત્ત્વ છે. (૧) સંસ્થાનઃ લાંબુ, ગોળ(લાડુ આકારે) ત્રિકોણ, ચોરસ, પરિમંડલ-ચૂડી આકારે ઊ ૫. (૨) વર્ણ કાળો, નીલો, રાતો, પીળો, ઘોળો ઊ ૫. (૩) ગંધ: ભિ ગંધ, દુરભિ ગંધ ઊ ૨. (૪) રસ: તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો ઊ ૫. (૫) સ્પર્શ: સુંવાળો, ખરસટ, હળવો, ભારે, શીત, ઉષ્ણ, ચોપડ્યો અને લુખો ઊ .૮ (૬) વેદ: સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ ઊ ૩. આ કુલ ગુણ ૨૮ થાય છે. તે બધા

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300