________________
jainology
251
આગમસાર ગુરુ આદિની આશાતનાઓમાં અપવાદ નિશીથ. ઉદ્દેશક–૧૦: સૂત્ર-૪] ભાષ્ય ચૂર્ણિમાં આશાતનાઓના અનેક અપવાદોનો ઉલ્લેખ કરેલ છે, જેમ કે– (૧) ગુરુ બીમાર હોય તો તેના માટે જે અપથ્ય આહાર હોય તો તે તેને ન દેખાડવો પરંતુ સ્વયં ખાઈ જવો કે પૂછયા વિના બીજાને દઈ દેવો. (૨) માર્ગમાં કાંટા વગેરે દૂર હટાવવા માટે આગળ ચાલવું. (૩) વિષમ સ્થાનમાં કે વૃદ્ધાવસ્થામાં સહારાને માટે અત્યંત નજીક ચાલવું. (૪) શારીરિક પરિચર્યા(સેવા) કરવાને માટે નજીક
વાને માટે નજીક બેસવું તેમજ સ્પર્શ કરવો. (૫) અપરિણત (અયોગ્ય) સાધુ ન સાંભળી શકે એટલા માટે છેદસૂત્રની વાંચનાના સમયે નજીક બેસવું. (૬) ગૃહસ્થનું ઘર નજીક હોય તો ગુરુના અવાજ દેવા પર પણ ન બોલવું અથવા સંઘર્ષની સંભાવના હોય તો પણ ન બોલવું. - (૭) સાધુઓથી માર્ગ અવરુદ્ધ(રોકાયેલો હોય તો સ્થાન પરથી ગુરુને ઉત્તર દેવો. (૮) સ્વયં બીમાર હોય કે અન્ય બીમારની. સેવામાં સંલગ્ન હોય તો બોલાવવા પર પણ ન બોલવું. (૯) મળ વિસર્જન કરતા ન બોલવું. (૧૦) ગુરુથી ક્યારેક ઉસૂત્ર પ્રરૂપણા થઈ જાય તો વિવેકપૂર્વક કે એકાંતમાં કહેવું. (૧૧) ગુરુ વગેરે સંયમમાં શિથિલ થઈ ગયા હોય તો તેને સંયમમાં સ્થિર કરવા માટે કર્કશ ભાષાનો પ્રયોગ કરવો.
ઉક્ત આશાતનાની પ્રવૃત્તિ કરવા પર પણ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી, કારણ કે તેમાં આશાતનાનો ભાવ હોતો નથી. પરંતુ ઉચિત્ત વિવેક દષ્ટિ હોય છે.
બીજા પ્રકારની તેત્રીસ અશાતના:- (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ (૬) સાધ્વી (૭) શ્રાવક (2) શ્રાવિકા (૯) દેવ (૧૦) દેવી (૧૧) આ લોક (૧૨) પરલોક (૧૩) કેવલી પ્રરૂપિત ધર્મ (૧૪) દેવ મન પ્રાણી (૧૬) કાળ (૧૭) શ્રત (૧૮) ગણધર (૧૯) વાચનાચાર્ય. આ ઓગણીસની આશાતના. શેષ ૧૪ જ્ઞાનના અતિચારોનું સંકલન સમજવું જોઇએ. આ પ્રકારે (૧૯ + ૧૪) ૩૩ અશાતના. વ્યાખ્યાકારે પહેલાં ગુરુશિષ્યની ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ કરીને પછી અરિહંત આદિ ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ ક્યું છે. આવશ્યક સૂત્રમાં શ્રમણ સૂત્રના ચોથા પાઠમાં તેનીસ બોલ છે. તેમાં છ સુધીનાં બોલોના ખુલાશા છે ત્યાર પછીની સંખ્યાના બોલોનું સૂચનમાત્ર છે. તે સર્વનું વિવેચન વ્યાખ્યાકારે યથાયોગ્ય છે તેમજ વિવિધ શાસ્ત્રોમાં અમુક અમુક બોલનો વિસ્તાર યથાસ્થાન છે ત્રીજી રીતે - પાંચ અસ્તિકાય, છ જવનિકાય, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા અને નવતત્ત્વ આ તેત્રીસ તત્ત્વોના પ્રત્યે અવિનય કરવો આશાતના છે. તેત્રીસ આશાતનાનો આ ત્રીજો પ્રકાર મૂલાચાર ગ્રંથમાં બતાવ્યો છે.
પરિશિષ્ટ-૩ તપ સ્વરૂપ (ચારિત્રને અંતર્ગત) ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયનમાં તપનું વર્ણન છે. ઔપપાતિક સૂત્રમાં અણગારોના તપોગુણરૂપે વિસ્તારથી તપનું વર્ણન છે. ઠાણાંગ સૂત્રમાં તપના ભેદોપભેદના નામ કહ્યા છે અને ભગવતી સૂત્રમાં પ્રશ્નોત્તરના રૂપે બધા જ તપોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તપના પ્રકાર :- તપના મુખ્ય બે ભેદ છે– (૧) આત્યંતર (૨) બાહ્ય. બંનેના છ-છ પ્રકાર છે. બંને પ્રકારના તપમાં શરીર અને આધ્યાત્મ બંનેનો પૂર્ણ સહયોગ રહેલો છે. તો પણ અપેક્ષાએ બાહ્ય તપમાં બાહ્ય વ્યવહારની પ્રધાનતા છે અને આત્યંતર તપમાં આધ્યાત્મ ભાવોની પ્રધાનતા છે. તાત્પર્ય એ છે કે અપેક્ષાએ આત્યંતર અને બાહ્ય તપ છે(એકાંતે નહિ)અર્થાત્ કાયાના સહયોગ વિના વૈયાવચ્ચ આદિ આવ્યંતર તપ નથી થઈ શકતું અને ભાવોની ઉચ્ચતા વિના બાહ્ય તપમાં ફોરવેલું પરાક્રમ આગળ વધારી શકાતું નથી.
મોક્ષ ભાવનાથી નિરપેક્ષ બેઉ તપ અકામ નિર્જરામાં પરિણમે છે. આત્મલક્ષ્ય અને આત્મજ્ઞાનથી શૂનય નિર્જરાતપ, પુણયબંધ નું કારણ બને છે. આ ભેદથી ફક્ત સમયકદ્રષ્ટીનું આત્યંતર તપજ આત્મલક્ષી છે. મિથ્યાદ્રષ્ટીનું આત્યંતર તપ પણ બાહય જેવું જ છે. આત્મશુદ્ધિ નથી થતી.
આવ્યંતર તપને બહાને બાહ્ય તપની ઉપેક્ષા કરવાથી બહિર્મુખી થવાય છે. અને આત્યંતર તપની ઉપેક્ષા કરી બાહ્ય તપ કરવાથી ક્રોધની વૃધ્ધિ થાય છે. પરસ્પર નિરપેક્ષ બેઉ તપ કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ કરી નાખે છે. બેઉના સમન્વયથી સમયકત્વ અને ચારિત્ર ટકી રહે છે.
મન, વચન કાયાના યોગ વાળા આત્મામાં સ્પંદન થાય છે. જેનાથી શક્તિ, મનોબળ ઉત્પન્ન થાય છે. જો તેનો સદઉપયોગ ન થાય તો, વૃથા અનિષ્ટ ક્રિયાઓમાં તે વપરાય છે અને આત્માને ગેરમાર્ગે લઈ જાય છે. તેથી શક્તિ હોવા છતાં તપ ન કરવાથી ચારિત્રની હાનિ થાય છે. ચારિત્રની ઘાત(વધારે હાની એટલે ઘાત) સાથે દર્શનની ઘાત થાય છે. દર્શન વગર જ્ઞાન અજ્ઞાનમાં પરિણમે છે. તેથી શક્તિ હોવા છતાં, તપ ન કરનારને કાળક્રમે સમયકત્વ પણ ચાલી જવાની શક્યતા છે. (પહેલા છ બાહય તપ)-આ બધા તપો દ્રવ્યથી અને ભાવથી બે ભેદે ચિંતવવા. (૧) અનશન – નવકારશી, ઉપવાસ આદિ ૬ મહિનાના તપ સુધીની વિવિધ તપ સાધનાઓ ઈત્વરિક(અલ્પકાલીન) તપશ્ચર્યા છે અને મારણાંતિક રોગ કે વૃધ અવસ્થામાં આજીવન સંથારો ગ્રહણ કરવો તે આજીવન-માવજીવનનું તપ છે.(શ્રાવકનો ત્રીજો મનોરથ છે.) આજીવન અનશનના ભક્ત પ્રત્યાખ્યાન અને પાદોપગમન એ બે ભેદ છે.
ભક્ત પ્રત્યાખ્યાનમાં ત્રણ અથવા ચાર આહારનો ત્યાગ કરવામાં આવે છે. તેમાં શરીરાદિનું પરિકર્મ–સેવા સ્વયં કરી શકે તથા બીજા પાસે કરાવી શકે છે. (નિહારિમ)-મૃત્યુ બાદ આ સંથારાવાળા સાધકના શરીરનો અગ્નિ સંસ્કાર કરવો હોય તો કરી શકાય છે. આ અનશન સાગારી પણ હોઈ શકે છે.(દા.ત. ઉપદ્રવ આવવાથી અથવા રાત્રે).