Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 246
________________ આગમસાર–પૂર્વાર્ધ 246 દાતા પાણીથી હાથ, ચમચા વગેરે ધોવે તો તે પૂર્વકર્મ અને પશ્ચાકર્મ દોષ થાય, માટે ભિક્ષુએ તે વિષયમાં વિવેકપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવી. (૯૮) ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા આહારમાંથી તેના વાપર્યા પહેલાં લેવું નહીં. (૯૯) ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિ કાળનો માસ ચાલતો હોય ત્યારે તેને સાધુ માટે ઊઠવું કે બેસવું પડે તે રીતે મુનિએ ગોચરી ન લેવી; તે સ્ત્રી બેઠેલી કે ઊભી રહેલી જેમ હોય તેમ વહોરાવે તો ભિક્ષા લઈ શકાય. (૧૦૦) બાળકને દુગ્ધ પાન કરાવતી સ્ત્રી તેને રડતો મૂકીને ગોચરી વહોરાવે તો તેના હાથે મુનિએ ગોચરી ન લેવી. (૧૦૧) ભારે વાસણ કે પદાર્થ મુશ્કેલીથી ઉપાડીને દાતા વહોરાવે તો ગોચરી ન લેવી. (૧૦૨) મુનિએ દાન, પુણ્ય માટે કે ગરીબ ભિખારી માટે તેમજ સાધુ સન્યાસીઓ માટે બનાવેલો આહાર ન લેવો, તે દાનપિંડ દોષ છે. (૧૦૩) મુનિએ કંદ, મૂલ, આદું તેમજ ફૂલ, ફળ અને બીજ વગેરે સચિત્ત પદાર્થો વહોરવા નહીં. – દશર્વ. –૫/૧/૭૦. (૧૦૪) મુનિએ દુકાન વગેરેમાં ખુલ્લા પડેલા અને રજથી ભરેલા પદાર્થ વહોરવા નહીં. (૧૦૫) જેમાં ગોઠલી, ઠળિયા વગેરે ફેંકવાનું બહુ હોય તેવા અચિત્ત પદાર્થ પણ વહોરવા નહીં, તે બહુઉજિઝત દોષ છે. (૧૦૬) મુનિએ ધોવણ પાણી કે છાશ વગેરે તૈયાર થતાં તત્કાલ વહોરવા નહીં; એક બે ઘડીનો સમય વ્યતીત થઈ જાય પછી લઈ શકાય છે. દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશકમાં અને તે પછીના અધ્યયનોમાં વર્ણિત કેટલાક નિયમો આ પ્રમાણે છે (૧૦૭) અન્ય કોઈ ભિક્ષાચર ઘરના દ્વાર પર ઊભા હોય તો મુનિએ ત્યાં તેને ઓલંઘીને ગોચરી જવું નહીં અને તેની સામે ઊભા પણ રહેવું નહીં. (અધ્ય.- પરિ) (૧૦૮) મુનિ સામુદાનિક ગોચરી કરે અર્થાત્ ધનિક કે ગરીબના ભેદ ભાવ વિના ગોચરી કરે.(અધ્ય.-પ/૨) (૧૦૯) મુનિ અજ્ઞાત ઘરોમાં એટલે કે પૂર્વ સૂચના વિનાના ઘરોમાં ગોચરી કરે અને એક જ ઘરમાં ગોચરી ન કરતાં, ગાયના અનેક જગ્યાથી ઘાસ ચરવાની જેમ અનેક ઘરોથી થોડી થોડી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે.(અધ્ય.-૯) (૧૧૦) મુનિ પ્રાપ્ત આહારને બીજા દિવસ માટે રાખે નહીં. (અધ્ય.-૧૦) (૧૧૧) ભિક્ષુ મધ, માંસ કે મત્સ્યનો આહાર કદાપિ કરે નહીં. અર્થાત્ મુનિ તેવી આહાર વૃત્તિથી દૂર રહે.(ચૂલિકા-ર૭) શ્રાવકના ઘરનો વિવેક સુપાત્રદાનનો લાભ ઇચ્છનારા શ્રમણોપાસકે પોતાના ઘરે આ પ્રમાણે વિવેક રાખવો જોઇએ, યથા– (૧) શ્રાવકના ઘરે રસોઈ કરવાનો સમય અને ભોજન કરવાનો સમય સ્વાભાવિક રીતે એવો હોવો જોઈએ કે તેને સહજ ગોચરી વહોરાવવાનો લાભ મળે. (ર) ઘરમાં દરરોજ બનતા અચિત્ત પદાર્થો અને સંગ્રહિત રાખેલા અચિત્ત પદાર્થોને યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને રાખવાનો એવો વિવેક હોવો જોઈએ કે અચાનક પધારેલા મુનિરાજને તે પદાર્થ સહજ વહેરાવી શકાય. (૩) ઘરમાં સચિત્ત અને અચિત્ત પદાથોને રાખવાની વ્યવસ્થા જુદી–જુદી હોવી જોઇએ. (૪) રસોડામાં કે જમવાના સ્થાને ૦ રાખવામાં આવે ત્યાં સચિત્ત વસ્તુઓ જ્યાં ત્યાં વેરાયેલી કે વિખરાયેલી રાખવી નહીં. (૫) ઘરના પ્રવેશદ્વાર કે આવાગમનના માર્ગમાં ગોઠલી, બીજ વગેરે સચિત્ત પદાર્થ વેરાયેલા ન રાખવાની સૂચના કે સંસ્કાર ઘરના દરેક નાના-મોટા સભ્યને મળતા રહે તેમ ધ્યાન રાખવું જોઇએ. (૬) રસોડામાં કામમાં આવતા સચિત્ત પાણીનું માટલું કે ડોલ વગેરે રાખવાનું સ્થાન વિવેકપૂર્ણ હોવું જોઇએ. (૭) લીલા શાકભાજી સુધારવા માટે બેસવાની જગ્યા વિવેકપૂર્ણ હોવી જોઈએ અર્થાત્ માર્ગમાં ન બેસતાં એક બાજુએ બેસવું જોઇએ. (૮) ઘરનો મુખ્ય દરવાજો ગોચરી સમયે ખુલ્લો રાખવો અથવા અંદરથી બંધ ન રાખવો. (૯) ઘરમાં ક્યારેક કોઈ સચિત્ત પદાર્થ ઘઉં, બાજરો વગેરે અનાજ કે શાકભાજીનો સુધારેલ કચરો વગેરે વેરાઈ જાય તો તેને તુરંત જાડુ મારી સાફ કરવાની ટેવ હોવી જોઇએ. તેમાં આળસ કે બેદરકારી ન હોવી જોઇએ. (૧૦) ઘરના દરેક સભ્યોને સમયે સમયે ભિક્ષાના સુસંસ્કારોથી ભાવિત અને અભ્યાસ કરતા રહેવું જોઈએ. (૧૧) માંગનાર ભિખારી વગેરે ઘરના દરવાજા પર વધારે વાર ઊભા ન રહે, તેના દાન વિવેકનું ધ્યાન રાખવું જોઇએ. (૧૨) વહોરાવવા યોગ્ય પદાર્થોને સચિત્ત પદાર્થ પર કે સચિત્ત સ્થાનને સ્પર્શતાં તેમજ ગેસ ચૂલા આદિ પર રાખી મૂકવા નહીં. (૧૩) દિવસભર બીડી પીવી, પાન ખાવા, બીજ ઠડીયા વાળા સચિત્ત પદાર્થો ખાતા રહેવું, જમતી વખતે સચિત્ત પદાર્થ ખાવા કે તે પદાર્થો પોતાના સંઘટ્ટામાં(સ્પર્શાવેલા) રાખવા વગેરે અવિવેકવાળી, પ્રવૃત્તિઓ છે. આ પ્રકારની આદતો અને પ્રવૃત્તિઓને સુધારવી આવશ્યક છે. અન્યથા સુપાત્રદાનનો(મુનિનો) સંયોગ મળવા છતાં તે લાભથી વંચિત્ત રહેવું પડે છે અને બારમા વ્રતમાં અતિચાર-દોષ પણ લાગે છે.(૧૪) શ્રાવકે નિઃસ્વાર્થપણે ભક્તિયુક્ત ભાવોથી તેમજ નિર્જરા માટે મુનિને વહોરાવવું. વહોરાવવામાં અભિમાન કે માયા, કપટના આચરણો અથવા રાગ-દ્વેષના ભાવો ન કરતાં વિવેકપૂર્વક શુદ્ધ સરલ ભાવે દાન આપવું જોઇએ. દાન દેતા સમયે વચન વ્યવહારનો પણ પૂર્ણ વિવેક રાખવો જોઈએ. આક્ષેપ, ઉપાલંભ કે તિરસ્કાર પૂર્ણ વચન અથવા કઠોર ભાષાનો પ્રયોગ કરવો નહીં. આ પ્રકારે ભાવ અને ભાષાના વિવેકથી મચ્છરિયાએ નામક બારમા વ્રતના પાંચમા અતિચારની શદ્ધિ રહે છે. (૧૫) આ સર્વ વિવેકમાં પોતાનું બારમું વ્રત નિરતિચાર રહે. તે જ લક્ષ્ય માનસમાં રાખવું જોઇએ. સાધુનું નામ તે પ્રવૃત્તિઓમાં ન આવવું જોઈએ. સંક્ષેપમાં આ સર્વ શ્રાવકાચાર છે; વ્રતધારીનો વિવેક છે; સુપાત્ર દાનનો લાભ ઇચ્છનારનું કર્તવ્ય છે, તેમ માનવું અને સમજવું જોઈએ. નોંધઃ- ગોચરીના દોષો અને નિયમોને દર્શાવતા કેલેન્ડર કે પોકેટ બુક ઘરમાં યથાસ્થાને રાખવા જોઈએ. તેથી અવારનવાર ઘરના સદસ્યોને તે જોવા વાંચવાનો સહજ સંયોગ થતો રહે અને જ્ઞાન વૃદ્ધિ થતી રહે. સચિત્ત અને અચિત્ત પરિજ્ઞાન જૈન શ્રમણ સચિત્ત (જીવયુક્ત પદાર્થ)ના ત્યાગી હોય છે. માટે શ્રમણોને સુપાત્રદાન આપનાર શ્રમણોપાસકને સચિત્ત-અચિત્ત પદાર્થોનું જ્ઞાન હોવું જરૂરી છે. તે જ્ઞાન માટે નિમ્ન મુદ્દાઓ સમજવા જેવા છે. (૧) શેક્યા વગરનું મીઠું સચિત્ત છે. તેને કોઈ પણ પદાર્થ દહીં, છાશ, શાક વગેરેમાં જમતી સમય તત્કાલ નાખ્યું હોય તો તે સચિત્ત કહેવાય. અર્ધા મુહૂર્ત પછી તે અચિત્ત ગણાય. (૨) વરસાદનું, નદીનું વગેરે કોઈપણ પાણી સચિત્ત હોય છે. તેમાં કોઈ પણ

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300