Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 243
________________ jainology | 243 પરિશિષ્ટ-૧ઃ જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકઆચાર – પિંડનિર્યુકતિ . = સંયમ જીવનમાં શુદ્ધ આહાર વગેરેની ગવેષણાનું(તપાસવાનું) અતિ મહત્ત્વ છે. તેમજ શ્રમણોપાસક(શ્રાવક) જીવનમાં પણ મોક્ષસાધક નિથ મુનિઓને વહોરાવવાનું(સુપાત્રદાનનું) વિશિષ્ટ મહત્ત્વ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર સ્થાન–૪ અનુસાર નિર્દોષ આહારની તપાસમાં દત્તચિત્ત શ્રમણ(સાધુ) અલભ્ય, અતિશય જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રી ભગવતી સૂત્ર અનુસાર નિર્દોષ આહારની તપાસ(ગવેષણા) કરનાર શ્રમણોને હિંસા, જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શ્રમણોપાસક, શ્રમણની સંયમ સમાધિની પ્રાપ્તિ કરે છે. તાત્પર્ય એ છે કે સુપાત્રદાન આપનાર દાતા(શ્રાવક) સંયમની અનુમોદના અને સંયમના લાભને પ્રાપ્ત કરનાર થાય છે. વિશેષ :· ભગવતી સૂત્ર શતક–૩, ઉદ્દેશક-૬ અનુસાર નિર્દોષ આહારની તપાસ કરનાર(ગવેષક) સાધુ માટે સાવદ્ય હિંસાયુક્ત આચરણ કરી, જૂઠનો પ્રયોગ કરી, સદોષ આહાર આપનાર અલ્પ શુભાયુ પ્રાપ્ત કરે છે. (૨) ત્યાં જ હિંસા જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શુભ દીર્ઘાયુ બંધ કરે છે. (૩) નિગ્રંથ શ્રમણોને અનાદર, અસન્માન ભાવથી અવહેલના, નિંદા કે ટીકા કરી અમનોજ્ઞ ભિક્ષા આપનાર અશુભ દીર્ઘાયુ બંધ કરે છે. સાર :– (૧) નિર્દોષ આહાર-પાણીની તપાસ કરનાર શ્રમણોને આદરભાવથી આગમોક્ત દોષોથી રહિત તેના શરીર અને સંયમોચિત્ત ભિક્ષા પ્રદાન કરવાથી શ્રમણોપાસકને બારમા વ્રતની આરાધના થાય છે. તેમજ તેનું શ્રાવક જીવન યશસ્વી બને છે. (૨) તે ઉપરાંત વિશેષ પ્રસંગને કારણે પરિસ્થિતિવશ શ્રમણ નિગ્રંથનો ઔષધ ઉપચાર કરવામાં આવે કે સેવા ભાવથી, જૂઠ–કપટ રહિતપણે, સંયમ— નિયમથી અતિરિક્ત વ્યવહાર કરવામાં આવે તો તેનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધિ કરવી આવશ્યક હોય છે. તે પણ શ્રાવક ધર્મને યોગ્ય આચાર કહેવાય છે. આગમસાર શ્રમણાચાર અને શ્રાવકાચારની આરાધના યથા યોગ્ય થાય તે હેતુથી આ પ્રકરણનું સંકલન આગમ અને ગ્રંથોથી કરવામાં આવ્યું છે. તેથી દરેક સાધક પોતાની પ્રવૃત્તિને જિનાજ્ઞા અનુસાર બનાવી નિર્જરા લાભ પ્રાપ્ત કરે, તેવી શુભ ભાવના. ગોચરી સંબંધી : દોષ–નિયમ એષણા સમિતિના ૪૨ દોષ પ્રસિદ્ધ છે તે માટે પિંડ નિયુક્તિની ગાથાઓ આ પ્રમાણે છે– ૧)આહાકÆ ૨)ઉદેસિય, ૩)પૂઈકમ્મ ૪)મીસજાએ ય – ૫)ઠવણા ૬)પાહુડિયાએ, ૭)પાઓઅર ૮)કીય ૯)પામિચ્ચે ।૧। ૧૦)પરિયટ્ટિય ૧૧)અભિહડે, ૧૨)ઉબ્મિણે ૧૩)માલોહડે ૧૪)આચ્છજજે ૧૫)અણિસિટ્ટે, ૧૬)અજઝોયરએ સોલસમે ।૨। ૧)ધાઇ ૨)દૂઇ ૩)ણિમિત્તે, ૪)આજીવે ૫)વણીમગે ૬)તિગિચ્છાએ .૭)કોહે ૮)માણે ૯)માયા ૧૦)લોભે, હવંતિ દસ એએ ।૩। ૧૧)પુલ્વિપચ્છાસંઘવ, ૧૨)વિજજા ૧૩)મંત ૧૪)ચુણ્ણ ૧૫)જોગે ય – ઉપ્પાયણાઈ દોસા, સોલસમે ૧૬)મૂલકમે ।૪। ૧)સંક્તિ ૨)મક્સ્પિય ૩)ણિક્બિત્ત, ૪)પિહિય ૫)સાહરિય ૬)દાયગ ૭)ઉમિસ્તે – ૮)અપરિણય ૯)લિત્ત ૧૦)છડિય, એસણ દોસા દસ હવંતિ પા અહીં પહેલી બે ગાથામાં ઉદ્ગમના સોળ દોષ; ત્રીજી, ચોથી ગાથામાં ઉત્પાદનના સોળ દોષ અને પાંચમી ગાથામાં એષણાના દસ દોષ છે. તે દોષોનો નિર્દેશ ભગવતી સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમોમાં થયો છે. તેનું સ્પષ્ટીકરણ પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથ અને વ્યાખ્યાઓમાં છે. તે આ પ્રમાણે છે— ઉદ્ગમના ૧૬ દોષ—આહાર વગેરેની ઉત્પત્તિ સંબંધી દોષને ઉદ્ગમ દોષ કહે છે. આ સોળ દોષો ગૃહસ્થ દ્વારા લાગે છે. તે આ પ્રમાણે છે— (૧) એક કે અનેક સાધુ-સાધ્વીજીના નામ નિર્દેશ સાથે તેના માટે જ આહાર આદિ બનાવવામાં આવે તે આધાકર્મી દોષ છે. (૨) કોઈના સ્પષ્ટ નિર્દેશ વિના સામાન્ય રીતે જૈન મુનિ માટે, સર્વ ભિક્ષુ માટે, શ્રમણો માટે, શ્રમણીઓ માટે આ પ્રકારના ઉદ્દેશ્યથી જે આહારાદિ બનાવવામાં આવે તે ઔદ્દેશિક દોષ છે. (૩) હાથ, ચમચા કે વાસણ વગેરેના માધ્યમે આધાકર્મી આહારનો અંશ જો શુદ્ધ આહારમાં ભળી જાય તો તે આહાર પૂતિકર્મ દોષ યુક્ત કહેવાય છે. (૪) ગૃહસ્થ પોતાના માટે અને જૈન મુનિ માટે, એમ મિશ્ર ભાવોથી જે આહારાદિ બનાવે તે મિશ્રજાત દોષ કહેવાય છે. (૫) ગૃહસ્થ માટે બનેલા નિર્દોષ આહાર આદિને દાતા સાધુ માટે જુદો રાખી મૂકે અને ઘર માટે બીજો બનાવે, જ્યારે—જ્યારે પણ સાધુ–સાધ્વી પધારે ત્યારે તે રાખેલો પદાર્થ તેને જ વહોરાવે. આ રીતે સાધુઓ માટે સ્થાપિત કરે, તે સ્થાપના દોષ છે. (૬) સાધુના નિમિત્તે ભોજન આદિના આયોજનને વહેલું કે મોડું ક્યું હોય અર્થાત્ મહેમાન માટેના ભોજન સમારંભની તારીખ કે સમય પરિવર્તન કરીને આહારાદિ તૈયાર કરે, તે પાહુડિયા દોષ છે. સાધુના નિમિત્તે આહારાદિ એકાદ બે કલાક વહેલો કે મોડો કરે તોપણ આ દોષ લાગે છે. (૭) સાધુ માટે દાતા દીપક, લાઈટ વગેરેનો પ્રકાશ કરી, અગ્નિનો આરંભ કરીને આહારાદિ વહોરાવે; તે પાઓઅર દોષ છે. (૮) સાધુ–સાધ્વી માટે દાતા બજારમાંથી કોઈ પણ વસ્તુ કે આહારાદિ ખરીદીને વહોરાવે, તે ક્રીત દોષ છે. કોઈ કારણે દવા વગેરે વહોરાવવી જરૂરી થાય તો પણ તેને દોષ રૂપ તો સ્વીકારવું જ જોઇએ. (૯) સાધુ માટે કોઈ વસ્તુ ઉધાર લાવીને દાતા વહોરાવે, તે પામૃત્ય દોષ છે. (૧૦) સાધુ માટે વસ્તુની અદલા બદલી કરે અર્થાત્ પોતાની કોઈ વસ્તુ બીજાને આપી, તેના બદલે સાધુને જરૂરી હોય તેવી વસ્તુ તેની પાસેથી લઈને આપે, તે પરિવર્તિત દોષ છે. (૧૧) સાધુ જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં લાવીને દાતા આહારાદિ વહોરાવે, તે અભિદ્દત દોષ છે. (૧૨) પેક બંધ પદાર્થ યા મુખ બાંધી રાખેલા ઘડા વગેરે વાસણોના બંધનને કે ઢાંકણાને ખોલીને કે જેને ખોલવામાં ત્રસ કે સ્થાવર જીવોની વિરાધના થતી હોય, તેવા આહારાદિ વહોરાવે તો તે ઉદ્ભિન્ન દોષ કહેવાય છે, પરંતુ જો તે ઢાંકણ વગેરે સહજ રીતે ખોલી શકાય તેમ હોય તો તે દોષરૂપ નથી. (૧૩) જેનાથી પડી જવાય તેવી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરીને દાતા ઊંચે–નીચેથી લાવીને કોઈ પદાર્થ વહોરાવે તે માલોહડ દોષ છે. એકદમ નીચા નમીને કે સુઈને વસ્તુ કાઢવી પડે, તેવા સ્થાનમાંથી વસ્તુ કાઢીને વહોરાવે, તે પણ માલોહડ દોષ છે. (૧૪) દાતા કોઈ પાસેથી છીનવીને કે બળજબરીથી લઈને તેમજ કોઈની ઇચ્છા વિના તેની વસ્તુ કે આહારાદિ વહોરાવે, તે આછિન્ન દોષ છે. (૧૫) ઘરમાં બીજા સદસ્યની માલિકીની કોઈ વસ્તુ હોય તે તેને પૂછયા વિના વહોરાવે, તે અનિસૃષ્ટ દોષ છે. આ એક

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300