________________
242
આગમસાર–પૂર્વાર્ધ (૯) પાત્રા, પાત્રની જોળી, પાત્ર કેસરિકા, પાત્ર રાખવાનું માંડલું(વસ્ત્ર), પટલ (અસ્તાન), ગરણા, રજોહરણ, ગુચ્છા(પૂંજણી), ચાદર, ચોલપટ્ટો, મુહપતિ, કંબલ, પાદપ્રીંછન અને આસન આદિ સાધુના મુખ્ય ઉપકરણ છે, તે પણ નિર્દોષ ગ્રહણ કરવા તેમજ તેને રાગદ્વેષ રહિત ધારણ કરવા. તેનું પ્રતિલેખન યથાસમય કરવું તેમજ તેને યતનાપૂર્વક લેવા, રાખવા અને ઉપયોગમાં લેવા. આ પ્રકારના ઉપકરણને ધારણ કરવા છતાં પણ અપરિગ્રહ મહાવ્રતનું પાલન થાય છે. (૧૦) આત્યંતર પરિગ્રહત્યાગ – મુનિ કષાય, કલુષતા, સ્નેહ, મમતા, મોહભાવ, આસક્તિ ભાવ અને આકાંક્ષાઓ–લાલાસાઓથી રહિત બને; ચંદનની સમાન સમપરિણામી, હર્ષ-શોકથી રહિત બને, લાંબા કાળના કષાય, રંજભાવ, નારાજી આદિ ગાંઠોથી રહિત બને; બધા પ્રત્યે વાત્સલ્યભાવ રાખે; સરળ બને; સુખ દુઃખમાં નિર્વિષયી બને અર્થાત્ પૌદ્ગલિક સુખ અથવા દુઃખ કંઈ પણ થાય તો પણ તેને પોતાના ચિંતનનો વિષય ન બનાવે. ઉપેક્ષા રાખીને પોતાના સંયમ યોગોમાં અને સ્વાધ્યાય, ધ્યાન, સેવા આદિમાં મગ્ન રહે. (૧૧) નિગ્રંથોની ઉપમાઓ - આવા દ્રવ્ય અને ભાવ અથવા આત્યંતર તથા બાહ્ય પરિગ્રહથી રહિત થઈને પાંચ મહાવ્રતોનું સમ્યક આરાધન કરનારા શ્રમણ નિગ્રંથો માટે અનેક ઉપમાઓ છે જેમ કે- શંખની સમાન નિરંજન, કાંસાના પાત્રની સમાન નિર્લેપ, કાચબાની સમાન ગુપ્ત ઇન્દ્રિયવાળા, કમળ પત્રની સમાન સંસારથી અલગ(નિર્લેપ), ચંદ્રની સમાન સૌમ્ય, સૂર્યની સમાન તેજસ્વી, મેરુપર્વતની સમાન અડોલ–અકંપ, સમુદ્રની સમાન ગંભીર, પૃથ્વીની સમાન સહનશીલ, ગોશીર્ષ ચંદનની સમાન શીતળ અને સુગંધિત, સાપની સમાન એકાગ્ર દષ્ટિવાળા, સિંહની સમાન દુજેય, ભારેડ પક્ષીની સમાન અપ્રમત્ત, આકાશની સમાન નિરાલબન, પક્ષીની સમાન સ્વતંત્ર, હવાની સમાન અપ્રતિહત ગતિ એટલે રોકાયા વગર ચાલનારા; ઇત્યાદિ ૩૧ ઉપમાઓ છે. (૧૨) અપરિગ્રહી શ્રમણ વિચરણ કાળમાં એક જગ્યાએ વધારે સમય ન રહેતાં અનાસક્ત અને નિર્મોહભાવથી વિચરણ કરે; એ જ સાધુઓનો આદર્શ માર્ગ છે. કલ્પની અપેક્ષા સ્થવિરકલ્પી (સામાન્ય સાધુનો) વિચરણ કાલ ગામ આદિમાં વધારેમાં વધારે ૨૯ દિવસનો છે. સાધ્વીજીનો કલ્પ ૫૮ દિવસનો છે. અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ:આ અપરિગ્રહ મહાવ્રતની સુરક્ષા માટે ભાવની અપેક્ષાથી પાંચ ભાવનાઓ કહી છે કારણ કે દ્રવ્ય પરિગ્રહ તો સાધુને હોય જ નહિ. ભાવમાં પણ ઇન્દ્રિયોના વિષય શબ્દાદિની આસક્તિ રાગદ્વેષનો સમાવેશ કરાયો છે. પ્રથમ ભાવનાઃ શ્રોતેન્દ્રિય સંયમ:- વાજિંત્રોના શબ્દ, આભૂષણોના શબ્દ, સ્ત્રીઓના શબ્દ, હાસ્ય-રુદન આદિ. પ્રશંસા વચન, તેમજ એવા જ મનોજ્ઞ સુહાવના વચન સાંભળવામાં સાધુઓએ આસક્ત ન થવું, અપ્રાપ્તની આકાંક્ષા ન કરવી, લુબ્ધ ન થવું, પ્રસન્ન ન થવું, આવા મનોજ્ઞ શબ્દોનું સ્મરણ અને વિચાર પણ ન કરવો, તેમજ આક્રોશ વચન, કઠોર વચન, અપમાનયુક્ત વચન, રૂદન, કંદન, ચિત્તકાર કે અભદ્ર શબ્દોમાં રોષ ન કરવો જોઇએ અને હીલના નિંદા ન કરવી જોઈએ; કોઈને પણ સારા નરસા ન કહેવું જોઇએ. આ રીતે શ્રોતેન્દ્રિય સંયમની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા બનવું જોઇએ. બીજી ભાવનાઃ ચક્ષુઇન્દ્રિય સંયમ – અનેક પ્રકારના આભૂષણ, વસ્ત્ર, વસ્તુઓ, દશ્ય, ગ્રામાદિ, ભવન, મહેલ આદિ નરનારી સમૂહ, સ્ત્રીઓ, નૃત્ય, નાટક, ખેલ આદિ શોભનીય રૂપોમાં આસક્તિ ન કરવી. તેને જોવાને માટે લાલાયિત ન થવું.
અમનોજ્ઞ રૂપોને જોઈને ધૃણાભાવ ઉત્પન્ન ન થવો જોઈએ, દ્વેષ નિંદા તિરસ્કાર પણ ન કરવા જોઈએ. આ રીતે ચક્ષુઇન્દ્રિય સંયમની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા બનવું જોઇએ. ત્રીજી ભાવનાઃ ધ્રાણેન્દ્રિય સંયમ - મુનિ ફૂલ, અત્તર, ખાદ્ય પદાર્થ, ધૂપ આદિ અનેક સુગંધિત પદાર્થોની ખુબૂ, ફળ, ચંદનની સુગંધ આદિ નાકને પ્રિય લાગનારી સુગંધમાં આસક્ત ન થાય તેની ઇચ્છા પણ ન કરે અને તેમાં ખુશ ન થાય પરંતુ ઉપેક્ષા ભાવ રાખે. કલેવર, ગટર, પાયખાના આદિ દુર્ગધ ફેલાવનાર અશોભનીય પદાર્થોમાં ધૃણા ન કરવી પરંતુ સુસંવૃત થઈને ધર્માચારણ કરવું. ચોથી ભાવનાઃ રસેન્દ્રિય સંયમ - અનેક પ્રકારની મીઠાઈઓ, લવણ રસયુક્ત પદાર્થ, વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ, વિગય, મહાવિનય, આદિ મનોજ્ઞ પદાર્થોમાં આસક્ત ન થવું, તેની કામના ન કરવી; અનેક પ્રકારના અમનોજ્ઞ ખાદ્ય પદાર્થોમાં ધૃણા, નિંદા કે દ્વેષના પરિણામો ન કરવા જોઇએ. પાંચમી ભાવનાઃ સ્પર્શેન્દ્રિય સંયમ:- શીતલ, મનોજ્ઞ કોમલ, સુખકારી, શાતાકારી, આસન, સયન, વસ્ત્ર, આદિ શરીરને સુખ અને મનને આનંદ દેનારા એવા સ્પર્શોમાં શ્રમણોએ આસક્ત ન થવું જોઈએ.
અનેક વધ, બંધન, મારપીટ, ઉષ્ણ-શીત કષ્ટ, કંટક, છેદન-ભેદન, ભૂમિ સ્પર્શ, તૃણસ્પર્શ, કંકર, પથ્થર ઇત્યાદિ અમનોજ્ઞ સ્પર્શીમાં શ્રમણ રુષ્ટ ન થાય, નિંદા ન કરે અને અપ્રસન્ન પણ ન થાય. આ રીતે મુનિ સ્પર્શેન્દ્રિય સંયમથી ભાવિત અંત:કરણવાળા થઈને સંયમમાં વિચરણ કરે. ઉપસંહાર:– શબ્દ આદિ પાંચે ય ઇન્દ્રિય વિષય સમયે-સમયે પ્રાપ્ત થતા રહે છે. તેનાથી ઇન્દ્રિયોને બંધ કરીને અથવા ઢાંકીને રાખી શકાય નહીં પરંતુ તેમાં આસક્ત ન થવું, તેની કામના ન કરવી અને રાગ-દ્વેષરૂપ વિકૃતભાવોને થવા દેવા નહી; ઉપેક્ષા ભાવ, તટસ્થ ભાવમાં લીન થઈને, ઇન્દ્રિયાતીત બનીને સંયમનો સાચો આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. ગ્રહસ્થ કોઈ અનુકંપાથી, કોઈ લાભાલાભથી, કોઈ મિત્ર ભાવથી,કોઈ વ્યવહારથી તો કોઈ પોતાના અંતરાય કર્મના ક્ષયથી આ ધર્મ લાભ પ્રાપ્ત થયો છે, તેમ જાણી હર્ષિત થાય છે. મુની આ જાણવા છતા કોઈ પણ ઘરો વચ્ચે ભેદભાવ ન કરે. દરેક જીવનો ક્ષયપક્ષમ એક સરખો હોતો નથી, અથવા હંમેશા એક સરખો રહેતો નથી તેમ જાણે .
આ પ્રશ્નવ્યાકરણ સૂત્રનો સારાંશ સંપૂર્ણ II