Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 240
________________ આગમચાર-પૂર્વાર્ધ 240 લેપથી, કર્મબંધ સંગ્રહથી રહિત છે; ચિત્તની શાંતિનું સ્થાન છે; દુર્ગતિને રોકનાર અને સદ્ગતિનો પથ પ્રદર્શક છે; લોકમાં આ બ્રહ્મચર્ય ઉત્તમ મહાવ્રત છે. આ પાસરોવરની પાળ-ભીંતની સમાન, ગાડીના આરા અથવા ધરીની સમાન, વૃક્ષના સ્કંધની સમાન, મહાનગરના કોટ દરવાજા તેમજ અર્ગલા સમાન, ધ્વજાની દોરીની સમાન, તેમજ વિશુદ્ધ અનેક ગુણોથી સુસંપન્ન છે અર્થાત્ કહેલ સરોવર આદિ જેમ પાળ આદિથી જ સુરક્ષિત હોય છે. પાળ આદિના નાશ થવા પર તે પણ નાશ થઈ જાય, તેવી જ રીતે બ્રહ્મચર્ય મહાવ્રતના આધારથી જ બધા મહાવ્રત સરક્ષિત છે. તેમની અખંડતામાં જ બધા મહાવ્રતોની અખંડતા ટકી શકે છે. બ્રહ્મચર્યના વિનાશમાં વિનય, શીલ. તપ, નિયમ, આદિ બધા ગુણ સમૂહનો વાસ્તવમાં વિનાશ થઈ જાય છે. ઉપરનો માત્ર વેશ રહે છે. આ રીતે બ્રહ્મચર્ય ભગવાન જ બધા વ્રતોમાં સર્વોપરિ મહત્ત્વવાન છે, પ્રાણ સ્વરૂપ છે. - બ્રહ્મચર્ય મહાવ્રત સરળ, શુદ્ધ સ્વભાવી મુનિઓ દ્વારા સેવાયેલ, તીર્થકરો દ્વારા ઉપદિષ્ટ, વૈરભાવ કષાયભાવથી મુક્ત કરાવનાર, સિદ્ધગતિના દરવાજાને ખોલનાર, નરક તિર્યંચ આદિ દુર્ગતિનો અવરોધ કરાવનાર છે; બધા પવિત્ર અનુષ્ઠાનોને સારયુક્ત બનાવનાર છે અર્થાત્ બ્રહ્મચર્યના અભાવમાં બધા અનુષ્ઠાન સાર વગરના થઈ જાય છે. બ્રહ્મચર્ય બધા ગુણોની સમ્યક આરાધના કરાવનાર છે. બ્રહ્મચર્યના પ્રભાવથી સાધક નરેન્દ્ર, દેવેન્દ્રોને પણ નમસ્કરણીય, સન્માનનીય, પૂજનીય બની જાય છે. જે બ્રહ્મચર્યનું પૂર્ણપણે શુદ્ધ પાલન કરે છે તે જ સાચા સાધુ છે, બ્રાહ્મણ છે, તપસ્વી, વાસ્તવિક સાધુ, ઋષિ, મુનિ, સંયતી અને ભિક્ષુ છે. બ્રહ્મચર્યના વિઘાતક આચાર :- રાગ, દ્વેષ અને મોહવર્ધક કાર્યો, મધ, પ્રમાદ, સ્નાન, મર્દન, વિલેપન વારંવાર અંગોપાંગોનું પ્રક્ષાલન, સુગંધી પદાર્થોનું સેવન, અલંકૃત–વિભૂષિત થવું. હાસ્ય, ગાન, વાદ્ય, નૃત્ય, ખેલ-કૂદ આદિ કૃત્યો તપ-સંયમ અને બ્રહ્મચર્યના બાધક કૃત્ય છે, તેનો ત્યાગ કરવો જોઈએ અને સદા સર્વદા તપ–સંયમ અને નિયમો દ્વારા આત્માને ભાવિત કરતા રહેવું જોઇએ. બ્રહ્મચર્યના સાધક આચાર:- સ્નાન–મંજન ત્યાગ, જલ–મેલ ધારણ, વધારેમાં વધારે મૌનવ્રતનું પાલન (અર્થાત્ મૌન વ્રત ધારણ કરવું એ પણ સંયમ બ્રહ્મચર્યની સાધનામાં આવશ્યક અંગ છે). કેશ લોચ, ક્ષમા, ઇન્દ્રિયદમન, ઇચ્છા નિરોધ, અલ્પવસ્ત્ર, ભૂખ-તરસ સહન કરવી, ઠંડી, ગર્મી, સહન કરવી, કાષ્ઠ અથવા ભૂમિ પર શયન, ભિક્ષા માટે બ્રમણ, લાભાલાભ, માન, અપમાન, નિંદામાં તટસ્થ રહેવું, ડાંસ-મચ્છર કષ્ટને સહન કરવું, અનેક નિયમ અભિગ્રહ તપસ્યા કરવી; તેમ અનેક ગુણો તેમજ વિનયથી આત્માને ભાવિત કરવો. આ રીતે આચરણ કરવાથી બ્રહ્મચર્ય વ્રત સ્થિર, દઢ, સુદઢ થાય છે અર્થાતુ તેની પૂર્ણ શુદ્ધિ રહે છે. આ રીતે બ્રહ્મચર્યનું રક્ષણ જિનોપદિષ્ટ છે. તેનું શુદ્ધ પાલન આત્માને માટે આ ભવમાં પર ભવમાં કલ્યાણકારી છે. તેમજ સંપૂર્ણ કર્મો અને દુઃખોને શાંત અને સમાપ્ત કરવાવાળો છે. આ ચોથા મહાવ્રતની સુરક્ષાને માટે પાંચ ભાવનાઓ છે, તે આ પ્રમાણે છેબ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ:પ્રથમ ભાવના વિવિક્ત શયનાસન - ચોથા મહાવ્રતની આરાધના કરનાર શ્રમણોએ એવા સ્થાનોમાં રહેવું ન જોઈએ કે જ્યાં સ્ત્રીઓ રહેતી હોય, સ્ત્રીઓને બેસવાનું, વાતો કરવાનું અથવા બીજું કોઈપણ કાર્ય કરવાનું સ્થાન હોય, જ્યાં સ્ત્રીઓ નજીકમાં રહેતી હોય, તેનો સંસર્ગ વધારે થતો હોય, તેને શણગાર, સ્નાન, મળમૂત્ર વિસર્જન સ્થાન અને મોહને વધા કરવાનું સ્થાન નજીક હોય અથવા સામે હોય; આવા સ્ત્રી નિવાસની નજીક તેમજ સ્ત્રી સંસર્ગ– વાળા સ્થાનોમાં બ્રહ્મચારી પુરુષોએ રહેવું જોઇએ નહિ. બ્રહ્મચારિણી સાધ્વીઓએ આવા પુરુષની નજીકના તેમજ પુરુષ સંસર્ગવાળા સ્થાનોમાં રહેવું જોઇએ નહિ. બીજી ભાવના સ્ત્રી કથા ત્યાગ:- બ્રહ્મચારી સાધકોએ સ્ત્રીઓની વચ્ચે બેસીને વાર્તાલાપ કરવાથી બચવું જોઈએ. સ્ત્રીઓની કામુક ચેષ્ટાઓ અને વિલાસ, હાસ્ય આદિનું; સ્ત્રીઓની વેશભૂષાનું; તેના રૂપ, સૌંદર્ય, વિવાહ આદિનું વર્ણન કરવું, સાંભળવું અથવા I કરવું વગેરે પ્રવૃત્તિથી બચવું જોઈએ. આ પ્રકારના કથન તેમજ શ્રવણ પણ માંહને વધારનાર બને છે. આવા વણનાનું વાંચન ચિંતન પણ કરવું ન જોઇએ. બ્રહ્મચારિણી સાધ્વીઓએ પુરુષ સંબંધી કહેલ વિષયોનું વાંચન, શ્રવણ અથવા વિવેચન કરવું ન જોઇએ. ત્રીજી ભાવના રૂપ ત્યાગ:- બ્રહ્મચારી સાધકોએ ચક્ષુ ઇન્દ્રિયનો પૂર્ણરૂપથી નિગ્રહ કરવો જોઈએ. વિવિધ કામરાગ વધારનાર, મોહને ઉત્પન્ન કરનાર, આસક્તિ ઉત્પન્ન કરનાર દશ્યો કે ચિત્રોને જોવામાં વિરક્ત-ઉદાસીન રહેવું જોઇએ. સ્ત્રીઓની પાસે બેસીને, ઊભા રહીને અથવા દૂરથી તેના હાસ્ય, બોલચાલ, હાવભાવ, ક્રિીડા, નૃત્ય, ગાયન, રૂપરંગ, હાથપગ આદિની બનાવટ, નયન, લાવણ્ય, યૌવન, શરીર સૌષ્ઠવ, વસ્ત્ર, આભૂષણ, કેશ, મુખ, લલાટ આદિ પર દષ્ટિ કરવી ન જોઇએ. સહજ ક્યારેક દષ્ટિ પડી જાય તો તરત જ દૂર કરી લેવી જોઇએ, એકીટશે જોવું ન જોઈએ. આ પ્રકારે વિવેક રાખવાથી નેત્રો દ્વારા મનમાં મોહભાવ ઉત્પન્ન થતો. નથી. સાધ્વીને માટે પુરુષના રૂપ સંબંધી કહેલા વિષયોને સમજી લેવા જોઇએ. ચોથી ભાવનાઃ ભોગવેલ ભોગોના સ્મરણનો ત્યાગ – મગજમાં ગૃહસ્થ જીવનની કેટલીય ઘટનાઓ તેમજ દાંપત્ય જીવનની. વૃત્તિઓના સંસ્કાર સંસ્મરણ સંચિત્ત રહે છે. તે સમસ્ત સંસ્મરણોથી મુનિઓએ હંમેશાં બચતા રહેવું જોઇએ. ક્યારેક સ્મૃતિપટ પર ઉપસ્થિત થઈ જાય તો પણ તેના પ્રત્યે આકર્ષણભાવ ન રાખતા જ્ઞાન તેમજ વૈરાગ્ય દ્વારા ધૃણા, અરુચિ, ખેદ વગેરેના સંસ્કાર જાગૃત રાખવા જોઈએ. જે બાલદીક્ષિત હોય તેમણે બીજાના દાંપત્ય જીવન સંબંધી સંસ્મરણોને સ્મૃતિપટ પર આવવા દેવા ન જોઈએ. ભાવાર્થ એ છે કે સ્વાધ્યાય, ધ્યાન, સંયમ, યોગ, અનુપ્રેક્ષા આદિમાં હંમેશાં તલ્લીન રહેવું જોઇએ. જ્ઞાન તેમજ વૈરાગ્યથી આત્માને સદા ભાવિત કરતાં ઉપરોક્ત આત્મવિકાસ કરતા રહેવું જોઇએ. પાંચમી ભાવનાઃ સરસ સ્વાદિષ્ટ આહારનો ત્યાગ:- બ્રહ્મચર્યનો આહાર–ભોજન સાથે બહુ જ સંબંધ છે.

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300