Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni
View full book text
________________
jainology
215
આગમસાર (૧૨) પ્રતિસેવના- દોષ સેવન દશ કારણથી થાય છે– ૧. ઉદ્ધત ભાવોથી ૨. પ્રમાદ વશ ૩. ઉપયોગ શૂન્યતાથી ૪. પીડિત થવાના કારણોથી ૫. આપત્તિ આવવાથી ૬. કલ્પિત છે કે અકલ્પિત તેવી શંકાથી ૭. ભૂલ અકસ્માતથી ૮. ભયથી ૯. ઢેષ ભાવથી ૧૦. પરીક્ષાથી. (૧૩) આલોચનાના દસ દોષ- ૧. કાંપતા–ધ્રૂજતા કરે ૨. ઓછા પ્રાયશ્ચિત્તનો અનુનય કરે ૩. કેવળ બીજાએ જોયેલા દોષોની આલોચના કરે ૪. મોટા-મોટા દોષોની આલોચના કરે. ૫. નાનાનાના દોષોની આલોચના કરે ૬. અત્યંત ધીમેથી બોલે ૭. અત્યંત જોશથી બોલે ૮. અનેકની પાસે વારંવાર આલોચના કરે. ૯. અસ્પષ્ટ બોલે અથવા અયોગ્ય, અગીતાર્થ પાસે આલોચના કરે. ૧૦. તેવા જ દોષનું સેવન કરનાર પાસે આલોચના કરે. (૧૪) પ્રિયધર્મી અને દઢ ધર્મી વગેરે દશ ગુણયુક્તની પાસે આલોચના કરવી જોઇએ. (આઠમા સ્થાનમાં આઠ ગુણ કહ્યા છે.) (૧૫) આલોચના, પ્રતિક્રમણ વગેરે દશ પ્રાયશ્ચિત્ત છે. (૧૬) દશ મિથ્યાત્વ- ૧. ધર્મને અધર્મ શ્રદ્ધ, પ્રરૂપે તે મિથ્યાત્વ ૨. જિન માર્ગને અન્ય માર્ગ શ્રદ્ધ, પ્રરૂપે તે મિથ્યાત્વ ૩. જીવને અજીવ શ્રદ્ધે પ્રરૂપે તે મિથ્યાત્વ ૪. સાધુને કુસાધુ શ્રદ્ધ, પ્રરૂપે તે મિથ્યાત્વ ૫. આઠ કર્મથી મુકાણા તેને નથી મૂકાણા શ્રદ્ધ, પ્રરૂપે તે મિથ્યાત્વ ૬ થી ૧૦. આ પાંચને ઉલટા ક્રમથી (અર્થાત્ અધર્મને ધર્મ વગેરે) વિપરીત સમજ તેમજ શ્રદ્ધા પ્રરૂપણા કરે તે મિથ્યાત્વ. (૧૭) દશ ભવનપતિનાં દશ ચૈત્યવૃક્ષો છે– ૧. અસુરકુમાર–પીપળ ૨. નાગકુમાર– સપ્તપર્ણ ૩. સુવર્ણકુમાર–સેમલ(શાલ્મલિ) ૪. વિધુતકુમાર- ગૂલર(ઉમ્બર) ૫. અગ્નિકુમાર-સિરીસ ૬. દીપકુમાર-દધિપર્ણ ૭. ઉદધિકુમાર–અશોક ૮. દિશાકુમાર–પલાશ ૯. વાયુકુમાર–લાલ એરંડ ૧૦. સ્વનિતકુમાર-કનેર. (૧૮) દશ સુખ– ૧. પહેલુ સુખ સ્વસ્થ શરીર ૨. લાંબી ઉમર ૩. ધન સમ્પન્નતા.૪-૫. ઇન્દ્રિય અને વિષયોનું સુખ ૬. સંતોષવૃતિ ૭. યથા– સમયે આવશ્યક વસ્તુ મળવી ૮. સુખ-ભોગના સુંદર સાધન ૯. સંયમ ગ્રહણનો સંયોગ ૧૦. સંપૂર્ણ કર્મ ક્ષય. (૧૯) સંક્લેશ થવાના દસ નિમિત્ત– ૧. ઉપધિ ૨. ઉપાશ્રય ૩. કષાય ૪. આહાર ૫ થી ૭. મનવચન-કાયા ૮. જ્ઞાન ૯. દર્શન ૧૦. ચારિત્રના નિમિત્તથી સંક્લેશ થઈ શકે છે. તેથી હંમેશાં અસંક્લેશ ભાવોમાં સાવધાન રહીને સાધના કરવી. (૨૦) જૂઠું બોલવાના દસ કારણો– ૧. ક્રોધ ૨. માન ૩. માયા ૪. લોભ ૫. રાગ ૬. દ્વેષ ૭. હાસ્ય ૮. ભયથી જૂઠું બોલવું ૯. કથા-વાર્તાને સરસ–રસિક બનાવવામાં કે પોતાનો ઉત્કર્ષ દેખાડવા માટે જૂઠું બોલવું ૧૦. બીજાનું અહિત કરવા માટે પણ જૂઠું બોલવામાં આવે છે અથવા તો બીજા માટેના સત્ય છતાં અહિતકર વચન પણ મૃષાવચન છે.આ બધાં જૂઠ કર્મબંધન કરાવનાર છે, તેવું જાણી સત્ય ભાષણ કરવું. (૨૧) સત્ય અને અસત્યથી મિશ્રિત ભાષા પણ ત્યાજ્ય છે. તેથી સમજી-વિચારીને નિર્ણય લઈ શુદ્ધ સત્ય ભાષા બોલવી જોઈએ. (૨૨) દશ શસ્ત્ર- ૧. અગ્નિ ૨. વિષ ૩. લવણ ૪. સ્નિગ્ધ પદાર્થ ૫. ક્ષાર પદાર્થ ૬. ખાટા પદાર્થો ૭ થી ૯. દુષ્ટ મન-વચન-કાયા ૧૦. અવિરતિ–પાપ ત્યાગ ન કરવા કે વ્રત ધારણ ન કરવા. આ સર્વેય આત્મા માટે, શરીર માટે, કે જીવો માટે શસ્ત્રભૂત છે. (૨૩) વાદના દૂષણો- ૧. સભામાં ભૂલી જવું. ૨. પક્ષપાત કરવો. ૩. વાદમાં છેલ_છેતરપિંડી કરવી. ૪. દોષયુક્ત બોલવું. ૫. ખોટો તર્ક રજૂ કરવો. ૬. વિષયાંતરમાં જવું. ૭. અસભ્ય વ્યવહાર કરવો વગેરે વાદના દોષો છે. (૨૪) દશ દાન– ૧. અનુકંપા ભાવથી ૨. સહાયતા માટે ૩. ભયથી ૪. મૃત્યુ પામનારના નિમિત્તે પ. લોક-લાજથી ૬. યશ માટે – મોટાઈ બતાવવા માટે ૭. જેનાથી હિંસા વગેરેને પોષણ મળે તેવું શસ્ત્ર આદિનું દાન ૮. ધાર્મિક વ્યક્તિને દેવું અથવા ધર્મ-સહાયક પદાર્થનું દાન દેવું ૯. કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે દેવું ૧૦. કોઈની આજ્ઞાથી દેવું. (૨૫) સમ્યગદર્શન દશ પ્રકારનું છે– ૧. બાહ્ય નિમિત્ત વિના થનાર ૨. ઉપદેશ સાંભળીને થતું ૩. સર્વાની આજ્ઞાના પાલનથી ૪. સૂત્ર-અધ્યયનથી ૫. અનેક અર્થોના બોધક એકવચનના ચિંતનથી ઉત્પન્ન . સૂત્રાર્થના વિસ્તૃત જ્ઞાનથી ૭. પ્રમાણ, નય, ભંગ વગેરેના સૂક્ષ્મતમ જ્ઞાનથી ઉત્પન ૮. ધાર્મિક ક્રિયાઓના આચરણથી ઉત્પન્ન ૯. સંક્ષિપ્ત ધર્મ પદને સાંભળવા-સમજવા માત્રથી ઉત્પન્ન ૧૦. શ્રત ધર્મ–ચારિત્ર ધર્મના જ્ઞાન-શ્રદ્ધાથી ઉત્પન્ન. (૨૬) નરકમાં દશ વેદના હોય છે– ૧. ભૂખ ૨. તરસ ૩. ઠંડી ૪. ગરમી ૫. ખંજવાળ ૬. પરતંત્રતા કે પરજન્ય કષ્ટ ૭. ભય ૮. શોક ૯. બુઢાપો-ઘડપણ ૧૦. રોગ. (૨૭) દશ તત્ત્વોને છાસ્થ પૂર્ણ રીતે જાણી શકતા નથી– ૧ થી ૩. ત્રણ અસ્તિકાય ૪. શરીર રહિત જીવ ૫. પરમાણુ ૬. શબ્દ ૭. ગંધ ૮. વાયુ ૯. આ જીવ કેવળી થશે ૧૦. આ જીવ મોક્ષમાં જશે. આઠમા સ્થાનમાં આઠ બોલ કહેલ છે. (૨૮) દશ આગમોની દશ દશાઓ છે– અર્થાત્ જે શાસ્ત્રોમાં દશ અધ્યયન છે, તે આગમોનાં નામ- ૧. ઉપાસક દશા ૨. અંતગડ દશા ૩. અણુત્તરોપપાતિક દશા ૪. પ્રશ્ન વ્યાકરણ દશા ૫. આચાર દશા(દશાશ્રુત સ્કંધ) ૬. કર્મ-વિપાક દશા ૭. બંધ દશા ૮. દોગિદ્ધિ દશા ૯. દીર્ઘ દશા ૧૦. સંક્ષેપિક દશા. આમાં ચાર સૂત્ર તો અપ્રસિદ્ધ છે. તથા અંતગડ, અણુતરોપપાતિક અને પ્રશ્નવ્યાકરણ તે ત્રણ સૂત્રના ઉપલબ્ધ અધ્યયનોના સંપૂર્ણપણે અલગ નામ છે, વિપાક સૂત્રના પણ કોઈક નામ અલગ છે અને સંક્ષેપિક દશાના જે દશ અધ્યયન કહેવામાં આવ્યા છે તેને જ નંદી સૂત્રમાં અને વ્યવહાર સૂત્રમાં દશ આગમોના રૂપમાં બતાવવામાં આવ્યા છે. (સંક્ષેપિક દશા એટલે આગમસાર) (૨૯) સારા-સુખકર કર્મોનું ઉપાર્જન દશ પ્રકારે થાય છે– ૧. તપ કરીને તેના બદલામાં ભૌતિક સુખ ન માગવાથી કે નિયાણું નહીં કરવાથી ૨. સમ્યક સમજ-શ્રદ્ધા રાખવાથી ૩. યોગોની શુદ્ધિ તેમજ લઘુતા-ઓછી પ્રવૃત્તિ ૪. સમર્થ હોવા છતાં પણ અપરાધીને ક્ષમા કરવાથી પ. ઇન્દ્રિય વિષયોથી વિરક્તિ ભાવ રાખવાથી ૬. પૂર્ણ સરળતા રાખવાથી ૭. સંયમમાં શિથિલાચાર વૃત્તિ ન કરવાથી અર્થાતુ પાર્શ્વસ્થઆદિ અવસ્થાને ન સ્વીકારવાથી. ૮. શ્રમણ ધર્મની શુદ્ધ આરાધનાથી ૯. જિન પ્રવચનમાં તેમજ જિન શાસન પ્રત્યે અનન્ય ભક્તિ અનુરાગથી ૧૦. જિન શાસનની પ્રભાવના કરવાથી. (૩૦) ત્યાગ કરવા યોગ્ય આકાંક્ષાઓ- ૧. આ લોકનાં સુખની ૨.પરલોકનાં સુખની ૩. ઉભયલોકનાં સુખની. ૪. જીવનની

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300