Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 232
________________ આગમસાર–પૂર્વાર્ધ 232 નિશાની છે. અલગ-અલગ રૂપ છે. કર્તવ્યના બોધને, હિતાહિતના વિવેકને નષ્ટ કરનાર છે. બુદ્ધિને વિપરીત અથવા ભ્રષ્ટ કરનાર છે. અધર્મનું મૂળ તેમજ મોક્ષ સાધનાને માટે બિલકુલ વિપક્ષ, વિરોધી છે. અબ્રહ્મના ત્રીસ પર્યાયવાચી શબ્દ :- (૧) અબ્રહ્મ (૨) મૈથુન (૩) ચરંત(સર્વત્ર વ્યાપ્ત) (૪) સંસર્ગિક (૫) સેવનાધિકાર (૨) સંકલ્પી (૭) સંયમબાધક (૮) દર્પ-ઈન્દ્રિયોના પુષ્ટ થવાથી ઉત્પન્ન થનાર (૯) મૂઢતા (૧૦) મન સંક્ષોભ (૧૧) અનિગ્રહ (૧૨) વિગ્રહ (૧૩) વિઘાત(આત્મગુણનાશક) (૧૪) વિભંગ (૧૫) વિશ્વમ(બુદ્ધિ વિભ્રમ) (૧૬) અધર્મ (૧૭) અશીલતા (૧૮) ગ્રામ ધમે-તૃપ્તિ- ઇન્દ્રિય પોષક (૧૯) રતિક્રીડા (૨૦) રાગ ચિતા (૨૧) કામ-ભાંગ માર (૨૨) વૈર (૨૩ (૨૩) રહસ્ય (૨૪) ગુહ્ય (૨૫) બહુમાન(બહુ જ માન્ય છે) (૨૬) બ્રહ્મચર્ય વિઘ્ન (૨૭) વ્યાપત્તિ-આત્માના સ્વાભાવિક ગુણોનો વિનાશક (૨૮) વિરાધના (૨૯) પ્રસંગ(આસક્તિનું કારણ) (૩૦) કામગુણ. આ ત્રીસ ગુણ નિષ્પન્ન નામ છે. તેના પર વિચાર કરવાથી, અબ્રહ્મચર્યના સ્વરૂપનો, તેનાથી ઉત્પન્ન થતાં કારણોનો તથા તેનાથી થતી નુકસાનીઓનો બોધ થઈ જાય છે. અબ્રહ્મચર્યનું મૂળ મનમાં ઉત્પન્ન થનાર વિકાર ભાવ છે. તે વિકારભાવ આત્મ સ્વરૂપની ઉપલબ્ધિનો અને તેના સાધન તપ-સંયમનો વિઘાતક છે, તે ચારિત્રને ઉન્નત થવા દેતો નથી, પરંતુ તેમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. જ્યારે શરીર પુષ્ટ બને છે, ઇન્દ્રિયો બળવાન બની જાય છે, ત્યારે કામ વાસનાના વિકારભાવોને ઉત્પન્ન થવાનો અવસર મળે છે. તેથી બ્રહ્મચર્યની આરાધના કરનાર સાધકોએ વિવિધ તપશ્ચર્યા દ્વારા ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું, શરીરને બળવાન ન બનાવવું, જીહા ઇન્દ્રિયને કાબૂમાં રાખી અને પૌષ્ટિક આહારનો ત્યાગ કરવો અનિવાર્ય છે. અબ્રહ્મસેવી:- કામવાસનાની જાળમાં ફસાયેલા મોહિત બુદ્ધિવાળા ચારે જાતિના દેવ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક તથા મનુષ્ય અને તિર્યંચ જલચર, સ્થલચર, ખેચર આ બધા સ્ત્રી-પુરુષના રૂપમાં પરસ્પર મૈથુન સેવન કરે છે અને આત્માને મોહનીય કર્મના બંધનમાં ગ્રસ્ત કરે છે. મનુષ્યોમાં મહાદ્ધિ એશ્વર્યના સ્વામી રાજા ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, માંડલિક રાજા આદિ વિપુલ ભોગપભોગની સામગ્રીથી સંપન્ન, જીંદગી સુધી કુશીલનું સેવન કરીને પણ અતૃપ્ત અવસ્થામાં જ મરણને પ્રાપ્ત થાય છે. તેની ઉમર ઉત્કૃષ્ટ એક કરશેડપૂર્વ વર્ષોની હોય છે. યુગલિક મનુષ્યો જેની ઉમર ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ હોય છે, તેઓ સદા યૌવન અવસ્થામાં જ રહે છે તેઓને રોગ, વૃદ્ધાવસ્થા આદિ કોઈ વિન હોતા નથી, તેમ છતાં અસંખ્ય વર્ષો સુધી વિષય ભોગોનું સેવન કરીને પણ તે અતૃપ્ત અવસ્થામાં જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. સ્ત્રીના નિમિત્તથી પુરુષને અને પુરુષના નિમિત્તથી સ્ત્રીને વિકારભાવોની ઉત્પત્તિ થાય છે. કેટલાય અતિલુબ્ધ બની પરસ્ત્રીમાં આસક્ત થઈને ગુપ્ત રૂપે અબ્રહ્મચર્યનું સેવન કરે છે. પરસ્ત્રી લંપટતા પ્રગટ થવા પર ખરાબ રીતે માર પડે છે. મૈથુન વાસનામાં આસક્ત પશુ પણ એકબીજા સાથે લડીને એકબીજાને મારે છે. પરસ્ત્રીગામી, પોતાના નિયમ, સમાજની મર્યાદા અને આચાર વિચારનો ભંગ કરી નાખે છે. ત્યાં સુધી કે ધર્મ સંયમમાં લીન બનેલ બ્રહ્મચારી પુરુષ પણ મૈથુન સંજ્ઞાને વશ થઈને ક્ષણભરમાં ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. મોટા-મોટા યશસ્વી અને પ્રસિદ્ધ બ્રહ્મચારી પણ કુશીલ સેવનથી અપયશ, અપકીર્તિના ભાગીદાર બની જાય છે. પરસ્ત્રીગામી પોતાના આલોક-પરલોક બંનેને બગાડી નાખે છે, અર્થાત્ તે સર્વ જગ્યાએ ભયથી આક્રાંત તેમજ દુ:ખમય અવસ્થામાં સમય પસાર કરે છે. જેમ કે રાવણ, મણિરથ, પધરથ વગેરે. પ્રાચીન કાળમાં અબ્રહ્મને માટે(સ્ત્રીઓને માટે) મોટા-મોટા યુદ્ધ થયા છે, લોહીની નદીઓ વહી છે. જેમ કે સીતા, દ્રોપદી, રૂકમણી, પદ્માવતી, તારા, કંચના, અહલ્યા, સ્વર્ણગુલિકા, વિધુમ્મતિ, રોહિણી આદિ. એ સિવાય બીજા પણ અનેક સેંકડો કલેશ, વંદ પણ મૈથુન તેમજ સ્ત્રીઓના નિમિતે થયા છે અને થતા રહે છે. અબ્રહ્મચર્યનું ખરાબ પરિણામ – મોહને વશ થયેલ પ્રાણી અબ્રહ્મમાં આસક્ત થઈને મૃત્યુ સમયે અશુભ પરિણામોથી નરક તિર્યંચ ગતિમાં જાય છે. જ્યાં વિવિધ ભયંકર વેદનાઓનો અનુભવ કરે છે. ચાર ગતિ, ચોવીસ દંડક રૂપ સંસાર અટવીમાં વારંવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મનું ફળ અત્યંત દુઃખકારી છે. ક્ષણમાત્રનું દેખાતું સુખ અને અપાર દુઃખોનું ભાજન છે. પરસ્ત્રી ગામી પ્રાણી અબ્રહ્મના સેવનથી પોતાની શાંતિનો ભંગ કરે છે, નિંદાને પાત્ર બને છે, ખરાબ રીતે મારવામાં આવે છે, નરકગતિના મહેમાન બને છે. આગળ પણ ભવોભવ અબ્રહ્મની તૃષ્ણામાં જ પડ્યો રહે છે તેમજ ભોગ સામગ્રીથી વંચિત્ત જ રહે છે. લાંબા સમય સુધી અનેક પ્રકારની ભયંકર તેમજ દુઃસહ્ય યાતનાઓનો ભાગીદાર બને છે. (દુઃખવિપાક સૂત્રમાં પણ અબ્રહ્મચર્યનું દારૂણ ફળ અનેક કથાઓમાં કીધેલું છે). પાંચમું અધ્યયન : પરિગ્રહ પરિગ્રહનું સ્વરૂપ - આ પાંચમો અધર્મદ્વાર, આશ્રયદ્વાર છે. જમીન-જાયદાદ, ધન-સંપત્તિ, ખેતી, સોના-ચાંદી, હીરા-ઝવેરાત, મકાન-દુકાન, સ્ત્રી-પુત્ર આદિ કેટલાય રૂપોમાં સંસારના પ્રાણીઓ પરિગ્રહથી જોડાયેલા છે. પોતાનું શરીર અને કર્મ પણ જીવનો પરિગ્રહ છે. આ પરિગ્રહ સ્થાનોમાં લાભની સાથે સાથે લોભ સંજ્ઞાની વૃદ્ધિ થતી રહે છે. આખા જગતનું ધન પણ કોઈ લોભી વ્યક્તિને મળી જાય તોય તેને સંતોષ થઈ શકતો નથી. જેમકે અગ્નિમાં જેમજેમ ઘી આદિ સામગ્રી નાખતા જાશો, તેમ તે અગ્નિ વધતી જશે. આ પરિગ્રહ રાજા મહારાજાઓથી સમ્માનિત છે. અનેક લોકોને હૃદયપ્રિય છે; અત્યંત મનગમતો છે; મુક્તિ પ્રાપ્તિમાં અર્ગલા(દરવાજાની કડી)ની સમાન છે; મમત્વનું મૂળ છે; પાપોનો, અન્યાયોનો જનક છે. લોભમાં અંધ બનેલ વ્યક્તિ હિતાહિતના વિવેકને ખોઈ નાખે છે. ભાઈ–ભાઈમાં, મિત્ર-મિત્રમાં, પિતા-પુત્રમાં તથા શેઠ અને નોકરમાં, આ પરિગ્રહ વેરની વૃદ્ધિ કરાવે છે; હિંસાના તાંડવ, મહાસંગ્રામનું નિમિત્ત છે. નાના-મોટા સામાન્ય ઝઘડા-કદાગ્રહ તો પરિગ્રહના નિમિત્તથી જ્યાં ત્યાં થતા જ રહે છે.

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300