Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 228
________________ આગમસાર–પૂર્વાર્ધ 228 (૩) ભોજન બનાવવા, દીવા આદિ જલાવવા તેમજ પ્રકાશ કરવાને માટે અથવા ઠંડીમાં તાપણા માટે તેમજ કોઈપણ પદાર્થને જલાવવા માટે અગ્નિકાયના જીવોની વિરાધના(હિંસા) કરાય છે. (૪) ધાન્યાદિને સાફ કરવા, હવા નાખવી, ફૂંકવું, હિંડોળા, વાહનનો ઉપયોગ અન્ય કાર્યો તેમજ શારીરિક પ્રવૃત્તિઓથી વાયુકાયની વિરાધના થાય છે. (૫) અનેક ઉપકરણ, શસ્ત્ર, મકાન તેમજ ભોજન સામગ્રી તથા ઔષધ, ભેષજ આદિને માટે વનસ્પતિના જીવોની વિરાધના કરાય છે. આ રીતે સંસારના સર્વ પ્રાણી પોતાના જીવનની આવશ્યકતાઓને માટે સ્થાવર જીવ–પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવોની હિંસા કરતા રહે છે. હિંસક જીવોનું માનસ :– હિતાહિતના વિવેકથી રહિત, સ્વવશ અથવા પરવશ થઈને, ક્રોધથી પ્રેરિત થઈને અથવા બીજા કષાય માન, માયા, લોભ, રાગ, દ્વેષ, સ્વાર્થ, મોહને વશીભૂત થઈને, હાસ્ય, વિનોદ, હર્ષશોકને આધીન થઈને અને કેટલાય અજ્ઞાની ધર્મ લાભના ભ્રમથી પણ ત્રસ–સ્થાવર જીવોની હિંસા કરે છે. ધીવર, અનાર્ય, મ્લેચ્છ તેમજ ક્ષુદ્ર તથા હિતાહિતના વિવેકથી રહિત પ્રાણી પંચેન્દ્રિય ત્રસ પ્રાણીઓની ઘાત કરે છે. તેના સિવાય જે જીવ અશુભ પરિણામ લેશ્યાવાળા છે તે પણ સંશી—અસંશી, પર્યાપ્ત—અપર્યાપ્ત જીવોને હણે છે. હિંસાના પરિણામ :– ઉપર કહેલ વિવિધ હિંસા કૃત્યોમાં ડૂબેલો(મગ્ન) જીવ તે કૃત્યોનો જીવનભર ત્યાગ કરતો નથી તેમજ તે હિંસક અવસ્થામાં જ મરી જાય છે. તેથી તેની દુર્ગતિ થાય છે. જેનાથી તે નરકગતિમાં અથવા તિર્યંચગતિ (પશુયોનિ)માં ઉત્પન્ન થાય છે ત્યાં પૂરેપૂરું જીવન દુઃખમાં જ પસાર કરે છે. નરકના દુઃખ :– (૧) ત્યાં હંમેશા ઘોર અંધકાર રહે છે. (૨) ઉંમર ઓછામાં ઓછી દશ હજાર વર્ષની હોય છે ઉત્કૃષ્ટ અસંખ્યાત વર્ષની અર્થાત્ ૩૩ સાગરોપમની હોય છે. (૩) ભૂમિનો સ્પર્શ જાણે એક સાથે હજાર વિંછી ડંખ આપે તેવો હોય છે. (૪) સર્વ ભૂમિ ઉપર માંસ, લોહી, પરૂ, ચરબી આદિ ઘૃણાસ્પદ વસ્તુઓ જેવા પુદ્ગલોના કીચડ જેવું બની રહે છે. (૫) ભવનપતિ જાતિના પરમાધામી દેવ નરકમાં જઈને ત્યાંના નૈરયિકોને ઉપદ્રવ આપી દુ:ખ આપતા રહે છે અને તે દેવ તેમાં જ આનંદ માને છે. (૬) એકબીજી ગલીમાં રહેલા કૂતરાની જેમ તે નૈરયિક એકબીજાને જોતા જ ઝઘડે છે અને પરસ્પર વૈક્રિય શક્તિથી દારૂણ દુઃખ આપે છે. (૭) નરકાવાસ હંમેશા ઉષ્ણ અને તપેલો રહે છે અને કેટલાક નરકાવાસ મહાશીતલ બરફની શિલાઓથી પણ ઘણા જ શીત હોય છે. (૮) ત્યાં નૈરયિક હંમેશા મહાન અસાધ્ય રાજરોગોથી ઘેરાયેલ રહે છે. વૃદ્ધાવસ્થાથી પણ હંમેશા ઘેરાયેલા રહે છે. (૯) તલવારની ધારની જેમ ભૂમિનો સ્પર્શ તીક્ષ્ણ હોય છે. (૧૦) ત્યાં લગાતાર દુ:ખ રૂપ વેદના ચાલુ જ રહે છે. પળભર પણ નૈરયિકોને શાંતિ મળતી નથી. (૧૧) ત્યાં હંમેશા અસહ્ય દુર્ગંધ વ્યાપ્ત રહે છે. (૧૨) શરીરના ટુકડે ટુકડા કરી દેવા છતાં પણ તે મરતા નથી, ફરી શરીર જોડાઈ જાય છે પરંતુ વેદના ભયંકર થતી રહે છે. (૧૩) ત્યાં તેને કોઈપણ ત્રાણભૂત અને શરણભૂત થતા નથી, પોતે જ પોતાના કરેલા કર્મોને પરવશ થઈને અને રોઈ રોઈને ભોગવે છે. શારીરિક અને માનસિક મહાન વ્યથાથી પીડિત થતા રહે છે. પરમાધામી દેવો દ્વારા અપાતા દુઃખ :– (૧) ઉપર લઈ જઈને પછાડે છે. (૨) શરીરના ટુકડે ટુકડા કરીને ભાંડમાં પકાવે છે. (૩) દોરડાથી, લપાટોથી, ગડદાથી મારે છે. (૪) આંતરડા, નસો આદિ બહાર કાઢી નાખે છે. (૫) ભાલા આદિમાં પરોવે છે. (૬) અંગોપાંગોને ફાડી નાખે છે, ટુકડા કરી નાખે છે. (૭) કડાઈમાં પકાવે છે. (૮) નારકી જીવના શરીરના ટુકડે ટુકડા કરીને તેના માંસને ગરમાગરમ કરીને તેને જ ખવડાવે છે. (૯) તલવારની ધાર જેવા તીક્ષ્ણ પત્રો ઉપર પછાડીને તલ જેવડા શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. (૧૦) તીક્ષ્ણ બાણોથી હાથ, કાન, નાક મસ્તક આદિ વિભિન્ન શરીર અવયવોને ભેદી નાખે છે. (૧૧) અનેક પ્રકારની કુંભીઓમાં પકાવે છે. (૧૨) (વેળુ)રેતીમાં ચણાની જેમ શેકી નાખે છે. (૧૩) માંસ, લોહી, પરુ, ઉકળતું તાંબુ, સીસું આદિ અતિ ગરમ પદાર્થોની ઉકળતી, ઊણતી વૈતરણી નદીમાં નૈયિકોને ફેંકી દે છે. (૧૪) વજ્રમય તીક્ષ્ણ કાંટાઓથી વ્યાપ્ત શાલ્મલી વૃક્ષ ઉપર અહીંથી તહીં ખેંચે છે ત્યારે તે કરુણ આક્રંદન કરે છે. (૧૫) દુઃખથી ગભરાઈને ભાગતા નૈયિકોને વાડામાં બંધ કરી દે છે. ત્યાં તે ભયાનક અવાજ કરતા થકા રાડો પાડે છે. (૨) રોટલીની જેમ શેકે છે, ટુકડે ટુકડા કરીને બલિની જેમ ફેંકી દે છે. ફેંદો નાંખીને લટકાવવામાં આવે છે. સૂળીમાં ભેદવામાં આવે છે. તિરસ્કાર કરાય છે, અપમાનતિ કરાય છે. પૂર્વ ભવના પાપોની ઘોષણા કરીને વધકને દેવામાં આવતા સેંકડો પ્રકારના દુઃખ દેવાય છે. (૩) દુઃખથી સંતપ્ત નારક જીવ આ પ્રકારે પુકાર કરે છે– હે બંધુ ! હે સ્વામિન! હે ભાઈ ! અરે બાપ ! હે પિતા ! હે વિજેતા, મને છોડી દો. હું મરી રહ્યો છું, હું દુર્બલ છું, હું વ્યાધિથી પીડિત છું, આપ કેમ નિર્દય થઈ ગયા છો ? મારા ઉપર પ્રહાર ન કરો અને થોડોક શ્વાસ લેવા દો, દયા કરો, રોષ ના કરો, હું જરા આરામ કરી લઉં, મારુ ગળું છોડી દો, હું મરી જાઉં છું. આ રીતે દીનતાપૂર્વક પ્રાર્થના કરે છે. (૪) ૫૨માધામી તેને નિરંતર પીડા આપે છે. તરસથી દુઃખી થઈને પાણી માગવા પર તપેલા લોઢા, સીસાને પિગાળીને આપે છે અને કહે છે– લ્યો ઠંડુ પાણી પીઓ અને ફરી જબરદસ્તીથી મોઢું ફાડીને તેના મુખમાં સીસું રેડી દે છે. આ રીતે પરમાધામી તેને ઘોરાતિઘોર માનસિક, શારીરિક દુઃખ અને વચન દ્વારા વિશેષ પ્રકારે પીડિત કરે છે. (૫) જાજ્વલ્યમાન અગ્નિથી તપેલા લોખંડમય રથમાં બળદની જગ્યાએ જોડીને ચલાવે છે, ભારે વજનદાર ભાર વહન કરાવે છે. કાંટાથી વ્યાપ્ત માર્ગમાં તપેલી રેતીમાં ચલાવે છે. (૬) તે નારકી જીવ સ્વયં વિવિધ શસ્ત્રોની વિકુર્વણા કરીને એકબીજા નૈરયિકોના મહાદુ:ખોની ઉદીરણા કરતા રહે છે. (૭) ઘેટાં, ચિત્તા, બિલાડી, સિંહ, વાઘ, શિકારી કૂતરા, કાગડા આદિ રૂપ બનાવીને પણ નૈયિકો ઉપર પરમાધામી દેવ આક્રમણ કરતા રહે છે. શરીરને ફાડી નાખે છે. નખથી ચીરી નાખે છે. પછી ઢંક ને કંક(કાગડો) તથા ગીધ બનેલા નરકપાલ તેના પર ચડી બેસે

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300