Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 212
________________ આગમસાર–પૂર્વાર્ધ 212 (૧૬) છ ભાવ– ૧. ઉદય ભાવ- ક્રોધ આદિ ૨. ઉપશમ ભાવ- સમ્યકત્વ આદિ ૩. શાયિક ભાવ- કર્મક્ષય, કેવળજ્ઞાન આદિ ૪. ક્ષયોપશમ ભાવ: ચાર જ્ઞાન તથા ઇન્દ્રિય આદિ ૫. અનાદિ સ્વભાવ- આત્માનું જીવત્વ આદિ ૬. મિશ્ર ભાવ- દ્વિસંયોગી આદિ. (૧૭) પ્રતિક્રમણ– મળ-મૂત્ર આદિ વ્યુત્સર્જનનું, ગોચરીનું, પ્રતિલેખનનું, નિદ્રાનું, દિવસ-રાત્રિ આદિનું, અતિ અલ્પ ભૂલનું અને મરણ સમયનું. તે ઉપરાંત આ અધ્યયનમાં અન્ય આગમોમાં આવેલ વિષયો જ વધારે છે, તેમજ કેટલાક બીજા વિષયો પણ છે, તે આ પ્રકારે છે– - નિર્ગથ–નિર્ચથી પરસ્પર આલંબન, શેય-અય, સંભવ–અસંભવ, છ કાયા, સંસારી-જીવ, ગતિ–આગતિ, જ્ઞાન, શરીર, ઇન્દ્રિયાર્થ, અવગ્રહાદિના ભેદ, સંવર–અસંવર, પ્રાયશ્ચિત્ત, તપ, મનુષ્ય, દ્વીપ, ક્ષેત્ર, પર્વત, નદી, કહ, કૂટ, કાળ, જ્યોતિષ–ગ્રહ, નક્ષત્ર, તારા, સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આર્ય, લોક સ્થિતિ, દિશાઓ, આહાર કરવાના તેમજ ન કરવાના કારણ, પ્રતિલેખનના ગુણ-દોષ, વેશ્યા, અગ્રમહિષી, દિશા કુમારીઓ, ક્ષુદ્ર-પ્રાણી, ગોચરી, મહાનરકના આવાસો, મહાવિમાન, શલાકા પુરુષ, ચંદ્ર અને નક્ષત્રનો સંબંધ, સંયમ–અસંયમ, અવધિજ્ઞાન, ભિક્ષુના અવચન, કલ્પ પ્રસ્તાર, સંયમ–નાશક, કલ્પસ્થિતિ, અંતર-વિરહ કાળ, નક્ષત્રોના તારા તેમજ પુદ્ગલ આદિ 'છ'ની સંખ્યાને સંબંધિત વિષયો છે. સાતમા સ્થાનનો સારાંશ (૧) ગણાપક્રમણ- ગણપક્રમણ એટલે 'ગણનો પરિત્યાગ'. રુચિ અનુસાર અધ્યયન કે અધ્યાપન રૂપ જ્ઞાન લાભ પ્રાપ્ત ન થાય, રુચિ અનુસાર ચારિત્ર તેમજ ચિત્ત સમાધિની આરાધના ન થાય અથવા પોતાની રુચિ કે શક્તિથી વધુ આચરણનો આગ્રહ હોય તો ભાવ સમાધિના હેતથી એક ગણને છોડી બીજા ગણનો સ્વીકાર કરવો એ ગણાપક્રમણ છે. સામૂહિક જીવનથી, સંયમમાં કે ચિત્ત સમાધિમાં અસંતોષ હોવાથી એકલા જ ગચ્છ-મુક્ત થઈ વિચરણ કરવું હોય તો ગુરુને નિવેદન કરી ગચ્છ ત્યાગ કરવો પણ 'ગણાપક્રમણ' છે. પડિમાઓ, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, અચેલત્વ પ્રતિજ્ઞા આદિ અનેક સાધનાઓ માટે એકલા વિચરણ કરવું એ ગણાપક્રમણ નથી, પરંતુ તે તો આચાર્યની સંપદામાં જ ગણવામાં આવેલ છે. તેઓ ક્રિયા-સાધના પૂર્ણ કરી આવે ત્યારે તેમનું સન્માન સંપૂર્ણ સંઘ કરે છે. સંક્ષેપમાં ગણાપક્રમણ એ પારિસ્થિતિક તેમજ અસંતુષ્ટિપૂર્વક ગચ્છ ત્યાગ છે અને પડિમાઓ વિશિષ્ટ વિશિષ્ટતર તપ આરાધના છે. (૨) વિર્ભાગજ્ઞાનના પ્રકાર- ૧. એક દિશાનું ૨. પાંચ દિશાનું ૩. જીવ ક્રિયાથી જ આવૃત છે- કર્મ કાંઈ નથી ૪. જીવ પુગલમય છે અથવા જીવ અપંગલમય જ છે, ૫. બધા જીવ સુખી છે અથવા દુઃખી છે. ૬. જીવ રૂપી જ છે ૭. હલચલ કરવાવાળા પુદ્ગલો અને જીવોને જોઈને એમ સમજવું કે આ બધા જીવો જ છે. (૩) આચાર્ય– ઉપાધ્યાયનું કર્તવ્ય બને છે કે તેઓ પણ ગણના સાધુ-સાધ્વીઓના જરૂરી વસ્ત્ર, ઉપકરણ વગેરેની પ્રાપ્તિ તેમજ સંરક્ષણ કરે. (૪) ૧. સહેજ પણ હિંસા કરે ૨. જૂઠું બોલે ૩. અદત્ત ગ્રહણ કરે ૪. શબ્દ આદિમાં આનંદિત થાય કે ખિન્ન થઈ જાય. પ. પૂજા–સત્કારમાં પ્રસન્ન થાય ૬. આ સાવદ્ય છે, તેવું કહીને પણ તેવી સાવદ્ય વસ્તુનું સેવન કરે અને ૭. જેવું બોલે તેવું આચરે નહિ. તો તે કેવળી નહીં, પરંતુ છદ્મસ્થ છે તેમ જાણવું. (૫) સાત નય- ૧. ભેદ–અભેદ બંનેને ગ્રહણ કરનાર– નૈગમનય ૨. કેવળ અભેદને ગ્રહણ કરનાર– સંગ્રહાય ૩. કેવળ ભેદને ગ્રહણ કરનાર વ્યવહારનય ૪. વર્તમાન પર્યાયને સ્વીકાર કરનાર- ઋજુસૂત્રનય ૫. લિંગ, વચન, કારકના ભેદથી(ભિન્નતાથી) વસ્તમાં ભેદ સ્વીકારનાર- શબ્દનય ૬. પર્યાયવાચી શબ્દોના ભેદથી વસ્તનો ભેદ સ્વીકાર કરનાર– સમભિરૂઢનય ૭. વર્તમાન ક્રિયામાં પરિણત વસ્તુને જ વસ્તુરૂપે સ્વીકાર કરનાર- એવંભૂતનય (૬) સાત સ્વર છે અને સાત સ્વરોના સ્થાન છે. આ સ્વરો જીવ અને અજીવ બંનેના હોય છે. આ સ્વરવાળાના લક્ષણો–સ્વભાવ તેમજ લાભ જુદા-જુદા હોય છે. સ્વરોની મૂર્છાનાઓ વગેરે અનેક પ્રકારના વર્ણન છે. (૭) ભૂતકાળની ઉત્સર્પિણીમાં, વર્તમાન–અવસર્પિણીમાં અને ભવિષ્યકાળની ઉત્સર્પિણીમાં સાત-સાત કુલકર થયા અને થશે. (૮) આ અવસર્પિણીના પ્રથમ કુલકર વિમળવાહનના સમયમાં સાતમું કલ્પવૃક્ષ ઉપભોગમાં આવતું હતું અને છ પ્રકારના વૃક્ષો કામમાં આવતાં હતાં. (૯) સાત દંડ નીતિ– ૧. હકાર ૨. મકાર ૩. ધિક્કાર ૪. નજર કેદ ૫. નિયત ક્ષેત્રમાં કેદ ૬. જેલ ૭. અંગોપાંગ છેદન. (૧૦) ચક્રવર્તીના ચૌદ રત્નો હોય છે. સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્ન. (૧૧) દુસ્સમ કાળનો પ્રભાવ જાણવાના બોલ– ૧. અકાળે વરસાદ થવો. ૨. સમયે વરસાદ ન થવો. ૩. અસાધુ(કુસાધુ)ઓનો વધુ આદર થવો. ૪. સાધુઓને ઓછો આદર મળવો. ૫. ગુરુજનો પ્રત્યે ભાવોમાં કમી આવવી. ૬. માનસિક દુઃખોની વૃદ્ધિ. ૭. વાચિક દુર્વ્યવહારની વૃદ્ધિ. આનાથી વિપરીત અવસ્થામાં એમ સમજવું કે દુસ્સમ કાળનો પ્રભાવ મંદ છે. (૧૨) અકાળ મરણના સાત નિમિત્ત- ૧. હર્ષ, શોક, ભય વગેરે પરિણામોની તીવ્રતાથી ૨. શસ્ત્રાઘાતથી ૩. આહારની વિપરીતતાથી ૪. રોગની તીવ્ર વેદનાથી ૫. પડી જવાથી કે અન્ય દુર્ઘટનાથી ૬. સર્પ આદિ કરડવાથી કે વિષ આદિ ખાઈ જવાથી ૭. શ્વાસ રૂંધાવાથી. (૧૩) સ્ત્રી આદિ ચારવિકથા, ૫. કરુણ રસ આદિ યુક્ત કથા, ૬. દર્શન અને ૭. ચારિત્રના વિધાત કરનારી કથા. આ ત્રણેયને પણ વિકથા સમજવી જોઈએ. બધી જ વિકથાઓથી જ્ઞાનનો વિઘાત થાય છે, તેથી અલગ ભેદ કહેલ નથી.

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300