________________
આગમસાર–પૂર્વાર્ધ
188
(૨) સુકમારતા અને સુખશીલિયાપણાને કારણે કામવાસનાઓ પર વિજય પ્રાપ્ત થઈ શકતો નથી પરંતુ બ્રહ્મચર્યની સફળતા માટે તેનો ત્યાગ કરીને આતાપના લેવી, વિહાર કરવો આદિ કાયક્લેશ તપ અથવા પરિશ્રમી જીવન વૃત્તિ (ચર્ચા) ધારણ કરવી આવશ્યક બને છે. (૩) કામવાસનાઓ ઉપર તેમજ ઈચ્છાઓ પર નિયંત્રણ થયા બાદ દુઃખોનું નિયંત્રણ તો આપમેળે જ થઈ જાય છે. (૪) અગત્પન કુળના સર્પ પોતે છોડેલા વિષને મૃત્યુસંકટ આવે તો પણ પુનઃ ગ્રહણ નથી કરતા. તેવી જ રીતે મુનિઓએ ત્યાગેલ ભોગો તેમજ ૧૮ પાપોની ક્યારેય પણ આકાંક્ષા(ઇચ્છા) ન કરવી જોઈએ. ત્યાગેલ ભોગોની ચાહના તેમજ પુનઃ સેવન કરનાર વ્યક્તિ વમન (ઉલટી)ને ચાટનાર કાગડા અને કૂતરા જેવા નિમ્ન પશુ-પક્ષીઓની જેમ નિંદા પાત્ર થાય છે. (૫) કદાચિત્ત મોહકર્મના ઉદયથી સ્ત્રી આદિને જોઈ વિષય-વાસના જાગૃત થઈ જાય તો એકત્વ, અન્યત્વ ભાવનાથી અંતઃકરણને પ્રભાવિત કરવું તેમજ તેના ભાવી વિપાક(ફળ)નું ચિંતન કરી સંયમમાં સ્થિર રહેવું તથા શરીરને ક્રશ કરવું. (૬) વૈરાગ્ય તેમજ જ્ઞાનપૂર્વક, સ્વવિવેક દ્વારા સંયમ તેમજ બ્રહ્મચર્યમાં મેરુ સમાન સ્થિર રહેવું જોઇએ. જે પ્રકારે રાજમતિ દ્વારા પ્રતિબોધિત અસ્થિર આત્મા રથનેમિ પુનઃ સ્થિર થઈ બ્રહ્મચર્ય સંયમની આરાધના કરી સંસાર ચક્રથી મુક્ત થઈ ગયા.
ત્રીજો અધ્યયન-ક્ષુલ્લક આચાર (૧) આ અધ્યયનમાં ભિક્ષુ માટે અનાચરણીય પ્રવૃત્તિઓનો સંગ્રહ છે. પ્રચલનમાં, શ્રુતિ પરંપરામાં જેને બાવન અનાચારના નામથી ઓળખવામાં આવે છે. વાસ્તવમાં ભિક્ષની સેંકડો અનાચરણીય પ્રવૃત્તિ છે, જે જુદા-જુદા આગમોમાં અનેક પ્રકારથી વર્ણિત છે. તેથી બાવન અનાચારને જ સમગ્ર અનાચાર ન સમજી લેવા જોઇએ. (૨) ૧. સાધુના નિમિત્તે બનેલું ૨. ખરીદેલું ૩. સામે લાવેલ ૪. નિત્ય નિમંત્રણ યુક્ત ૫. રાજપિંડ દ. દાનપિંડ ૭. શય્યાતર પિંડ ૮. સચિત્ત કે મિશ્ર આહાર-પાણી ૯. સચેત મૂળા, આદુ, શેરડીના ટુકડા, કંદમૂળ, ફળ તેમજ બીજ આદિ ૧૦. સચિત્ત સંચળ, સિંધવ નમક, સામુદ્રિક નમક, રોમ નમક, કાળું નમક તેમજ પંસુખાર આદિ નમક, આ ઉપરોકત પદાર્થોને ગ્રહણ કરવા સાધુને માટે અનાચાર છે. (૩) ૧૧. રાત્રિભોજન ૧૨. રાત્રિ સંગ્રહ ૧૩. ગૃહસ્થનાં વાસણો ૧૪. છત્ર ૧૫. ઔષધ ઉપચાર ૧૬. જૂતા–પગરખા ૧૭. અગ્નિ જલાવવો ૧૮. મુઢા(દુષ્પતિલેખ આસન) ૧૯. પલંગ(ખાટ આદિ) ૨૦. ગૃહસ્થના ઘરમાં બેસવું ૨૧. સુગંધી અત્તર-તેલ ૨૨. પુષ્પ આદિની માળા ૨૩. પંખા આદિથી હવા નાખવી વગેરે. આ બધું સાધુ માટે ત્યાગ કરવા યોગ્ય છે. (૪) ૨૪. સ્નાન ૨૫. સમ્બાહન-મર્દન ૨૬. દંતપ્રક્ષાલન ૨૭. દેહ અવલોકન (કાચ આદિમાં મુખ જોવું) ૨૮. ઉબટન(પીઠી) ૨૯. ધૂવણ(નાક દ્વારા જલ પ્રાણાયામ) ૩૦. વમન ૩૧. બસ્તીકર્મ ૩૨. વિરેચન (જુલાબ) ૩૩. અંજન ૩૪. મંજન ૩૫. વિભૂષા. આ સર્વ શરીર પરિકર્મ ભિક્ષુ માટે ત્યાજ્ય છે. (૫) ૩૬. અષ્ટાપદ રમત ૩૭. નાલિકા ખેલ ૩૮. ગૃહસ્થની સેવા ૩૯. નિમિત્ત આદિથી આજિવિકા વૃત્તિ ૪૦. ગૃહસ્થ શરણે રહેવું. આવા કાર્યો સંયમ મર્યાદાને યોગ્ય નથી. ભિન્ન પદ્ધતિએ ગણવાથી આ ચાલીસના બદલે બાવન થાય છે.(+છ વ્રત +છ કાય) (૭) મુનિ પાંચ આશ્રવોના ત્યાગી, છ કાયના રક્ષક, ત્રણ ગુપ્તિને ધારણ કરનાર અને પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર હોય છે. (૮) સુસમાધિવંત મુનિ ગ્રીષ્મ ઋતુમાં આતાપના લે છે, શીતકાળમાં અલ્પવસ્ત્ર રહે છે અને વર્ષા ઋતુમાં પ્રવૃત્તિને સંકોચ કરી એક સ્થાન પર રહે છે. (૯) તેઓ દુષ્કર સંયમ તપનું પાલન કરીને, પરીષહ ઉપસર્ગ સહન કરીને, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે જો કર્મ અવશેષ રહી જાય તો દેવલોકમાં જાય છે.
ચોથો અધ્યયન-છ જીવનીકાય. આ અધ્યયનમાં છ કાયનું તેમજ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિ ભોજન વ્રતનું વિસ્તૃત સ્વરૂપ બતાવેલ છે. તેમજ આ વિષયમાં ભિક્ષુની પ્રતિજ્ઞા ગ્રહણ કરવાની વિધિ કહી છે. આ સંપૂર્ણ અધ્યયનનું ઉચ્ચારણ કરીને નવદીક્ષિત ભિક્ષુને મહાવતારોપણ– વડી દીક્ષા દેવામાં આવે છે. (૧) સૂક્ષ્મ તથા સ્કૂલ બધા જ પ્રકારની હિંસા, જૂઠ, અદત્ત, કુશીલ, પરિગ્રહ અને રાત્રિ ભોજનનું મન, વચન અને કાયાથી સેવન કરવું, કરાવવું કે અનુમોદન કરવું, ભિક્ષ તેનો જીવન પર્યત ત્યાગ કરી પ્રતિજ્ઞાબદ્ધ બની જાય છે. (૨) પાંચ સ્થાવર અને ત્રસ કાયની સંપૂર્ણ હિંસાનો ત્યાગ કરી, તે પ્રતિજ્ઞાબદ્ધ બની જાય છે. (૩) વાયુકાયની અપેક્ષા– ૧. ફૂંક મારવી અને ૨. હવા નાંખવાનો તે ત્યાગ કરે છે. બાકીની પ્રવૃત્તિમાં તે ચાલવું, ઊઠવું, બેસવું, બોલવું, ખાવું, સૂવું આદિ યતનાથી સાવધાનીથી અર્થાત્ વેગ રહિત, શાન્તિથી કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ બને છે. (૪) નાડીના સ્પંદન માત્રથી પણ વાયુકાયના જીવોની વિરાધના થાય છે, તેથી ઉપરોક્ત અપેક્ષાથી ભિક્ષુને વાયુકાય સંબંધી પ્રતિજ્ઞા
તિની હોય છે. (શરીરની ઉષ્ણતાથી પણ ઠંડા પવનના જીવોની વિરાધના શકય છે, તેથી મુનીએ અનુકુળ પવનમાં આસકત ન થવું જોઈએ.)(૫) આ બધી જ પ્રતિજ્ઞાઓને ગ્રહણ કરવામાં તેના સ્વયંનું એટલે આત્મકલ્યાણનું પ્રયોજન હોય છે. જનકલ્યાણ એ સંયમ-ગ્રહણનું પ્રયોજન હોતું નથી. તે તો તેની સંયમ યોગરૂપ સ્વાધ્યાય પ્રવૃત્તિ છે. (૬) સંયમ પાલન કરવામાં– સંયમ સંબંધી બધી વિધિઓનું, જીવ–અજીવ આદિ તત્ત્વોનું જ્ઞાન કરવું, ચિંતન કરવું અને અનુભવ કરવો અત્યંત આવશ્યક છે, તેના માટે સૂચિત્ત ગાથાનો ભાવ હિન્દી પધમાં આ પ્રકારે છે. પ્રથમ જ્ઞાન પીછે ક્રિયા, યહ જિનમત કા સાર – જ્ઞાન સહિત ક્રિયા કરે, તો ઉતરે ભવ પાર I૧