Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૦/૨૦/૭૭
૨૧
બીજી ગાથાની અક્ષર ગમનિકા-એક યુગમાં અનંતરોક્ત સ્વરૂપે ૬૦ પક્ષો જતાં અર્થાત્ ૬૦ પક્ષો જતાં. આ અવસરમાં યુગાર્હુ પ્રમાણમાં એક અધિક માસ
થાય છે.
બીજો અધિકમાસ ૧૨૨ ૫ર્વો અતિક્રાંત થતા, યુગના અંતે થાય છે. તેથી યુગમધ્યમાં ત્રીજા સંવત્સરમાં અધિક માસ અથવા બે યુગમાં પાંચ અભિવર્દ્રિત સંવત્સર થાય.
હવે યુગમાં સર્વસંખ્યાથી જેટલા પર્વો થાય છે, તેટલા જણાવવા માટે પ્રતિવર્ષ પર્વ સંખ્યાને કહે છે – તેમાં યુગમાં પહેલાં ચાંદ્ર સંવત્સરના ૨૪ પર્વો કહેલા છે. ચાંદ્ર સંવત્સર બારમાસરૂપ છે. એક એક માસમાં બબ્બે પર્વો છે. તેથી સર્વસંખ્યા વડે ચાંદ્ર સંવત્સરમાં ૨૪-૫ર્યો થાય છે.
બીજા ચાંદ્ર સંવત્સરના પણ ૨૪-પર્વો થાય છે. અભિવર્હુિત સંવત્સરના ૨૬
પર્વો થાય છે, કેમકે તેના ૧૩-માસ છે, ચોથા ચાંદ્ર સંવત્સરના ૨૪-પર્વો છે. પાંચમાં અભિવદ્ધિત સંવત્સરના ૨૬૫ર્વો થાય છે. કારણ પૂર્વે કહ્યું.
આ પ્રમાણે પૂર્વાપર ગણિતના મેળથી પાંચ સાંવત્સરિક યુગમાં ૧૨૪- પર્વો થાય છે, તેમ મેં અને બધાં તીર્થંકરોએ કહેલ છે. અહીં કયા અયનમાં, કયા મંડલમાં કયું પર્વ સમાપ્તિને લાવે છે, તે વિચારણામાં પૂર્વાચાર્યો વડે પવકરણ ગાથા કહી છે. તે શિષ્યજનના ઉપકાર માટે કહે છે –
આ ઉક્ત ચાર ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે –
–
જે પર્વમાં અયનમંડલાદિ વિષય જાણવાની ઈચ્છા હોય, તેના વડે વરાશિ ગુણવી. તે આ ધ્રુવરાશિ શું છે? તે કહે છે – અહીં ધ્રુવરાશિ પ્રતિપાદક આ પૂર્વાચાર્યે બતાવેલી ગાથા છે, તે ગાથાની અક્ષરયોજના આ પ્રમાણે
એક મંડલ અને એક મંડલના ૬૩ ભાગ અને ૪/૯ ચૂર્ણિકા ભાગ અને ૧/૬૭ ભાગના ૩૧ છેદ કરતા, જે ચૂર્ણિકા ભાગ, આટલા પ્રમાણમાં ધ્રુવરાશિ છે. આ પર્વગત ક્ષેત્રથી અયનગત ક્ષેત્ર બાદ કરાતા શેષરૂપ છે. આટલાની ઉત્પત્તિ માત્ર અમે વિચારીએ છીએ. તેથી આ પ્રમાણે ધ્રુવરાશિ વડે ઇચ્છિત પર્વ વડે ગુણીને તેના પછીના અયનને રૂપાધિક કરવું જોઈએ. તે રીતે ગુણિત મંડલરાશિથી જો ચંદ્રમાનું અયનક્ષેત્ર પરિપૂર્ણ કે અધિક સંભવતું હોય, તેથી આ ઈપ્સિત સંખ્યા ગુણવાથી મંડલરાશિ ચંદ્રમાનું અયનક્ષેત્ર શોધ્ય થાય છે.
જેટલી સંખ્યાના અયનો શોધિત થાય છે, તેટલા વડે યુક્ત પર્વો વડે અયનો કરાય છે. કરીને ફરી રૂપ સંયુક્ત કરવા, જો ફરી પરિપૂર્ણ મંડલ શોધિત થાય અને પછી રાશિ નિર્લેપ થાય ત્યારે તે અયન સંખ્યા વડે નિરંશ થતા રૂપયુક્ત નથી. તે અયનરાશિમાં રૂપ ન ઉમેરવા. તથા પરિપૂર્ણ રાશિમાં થાય છે, તેમાં એક રૂપ મંડલરાશિમાં ઉમેરવું. - ૪ - બે રૂપ મંડલ રાશિમાં ઉમેરવું. પ્રક્ષેપ કરાતા જેટલી મંડલ રાશિ થાય છે તેટલા મંડલોથી ઈચ્છિત પર્વો થાય છે.
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
તથા જે ઈચ્છિત પર્વ વડે વિષમલક્ષણ વડે ગુણાકાર થાય છે. તેથી આદિના અત્યંતર મંડલમાં જાણવું જોઈએ. યુગ્મમાં - સમ ગુણાકારમાં આદિનું બાહ્ય મંડલ જાણવું જોઈએ. આ કરણગાથા સમૂહનો અક્ષરાર્થ છે. ભાવના આ પ્રમાણે છે - કોઈ પૂછે છે, યુગની આદિમાં પ્રથમ પર્વ કયા અયનમાં, કયા મંડલમાં સમાપ્તિને લઈ
જાય છે ?
૨૨
તેમાં પહેલાં પર્વ પૂછ્યું. ડાબા પડખે પર્વસૂચક એકની સ્થાપના કરાય. પછી તેની અનુશ્રેણિમાં દક્ષિણ પાર્શ્વમાં એક અયન, તેની અનુશ્રેણિ એક મંડલ. તે મંડલની નીચેથી ૪/૬૭ ભાગ, તેની પણ નીચે ૬/૩૧ ભાગ. આ બધી પણ ધ્રુવરાશિ છે અને ઈચ્છિત એક પર્વ વડે ગુણીએ. તેથી તે જ રાશિ આવશે. પછી એકરૂપ અયનમાં ઉમેરીએ. મંડલ રાશિમાં અયન શોધિત થતું નથી. પછી મંડલ રાશિમાં બે રૂપ ઉમેરીએ. તેથી આ પહેલું પર્વ ત્રીજા મંડલનું બીજું અયન છે. - -
- - અત્યંતરવર્તી ૪/૬૩ ભાગમાં ૧/૬૭ ભાગના ૯/૩૧ ભાગો જતાં સમાપ્તિને પામે છે. અહીં અયન ચંદ્રાયન જાણવું અને યુગની આદિમાં પહેલું ઉત્તરાયન અને બીજું દક્ષિણાયન. બીજા અયનમાં અત્યંતરવર્તી ત્રીજા મંડલનું છે, તેમ જાણવું.
તથા કોઈક પૂછે છે – બીજું પર્વ કયા અયનમાં કેટલામાં મંડલમાં સમાપ્તિને પામે છે. તેમાં બીજું પર્વ પૂછેલ. તે જ પૂર્વોક્ત ધ્રુવરાશિ સમસ્ત પણ બે વડે ગુણીએ. તેનાથી બે અયનમાં બે મંડલમાં ૮/૬૭ ભાગના ૧૮/૩૧ ભાગો, તે અયનમાં ઉમેરીએ, મંડલરાશિમાં અયન શોધિત ન કરીએ, પછી મંડલરાશિમાં બે ઉમેરીએ, તેથી ત્રીજા અયનમાં ચોથા મંડલનું બીજું પર્વ આવશે. બાહ્ય મંડલથી પૂર્વવર્તી ૮/૬૭ ભાગમાં ૧/૬૭ ભાગના ૧૮/૩૧ અતિક્રાંત થતા પરિસમાપ્તિને પામે છે.
કોઈક પ્રશ્ન કરે છે ચૌદમું પર્વ કેટલી સંખ્યાના અયન કે મંડલમાં સમાપ્તિને પામે છે. તે જ પૂર્વોક્ત ધ્રુવરાશિ સમસ્ત પણ ૧૪ વડે ગુણીએ. તેનાથી અયન પણ ચૌદ અને મંડલ પણ ચૌદ, ૪/૬૩ ભાગને ૧૪ વડે ગુણીએ, તો ૫૬ થાય. ૯/૩૧ ભાગને ૧૪ વડે ગુણીએ, તેથી આવશે ૧૨૬. તેમાં ૧૨૬ના ૩૧ ભાગોનો ભાગ આપવામાં આવે તો ૐ/૬૭ ભાગ અને બે ચૂર્ણિકા ભાગ રહે. ૪/૬૩ ભાગ ઉપરિતમ ૬૭ ભાગ રાશિમાં ઉમેરીએ, તેનાથી ૬૦/૬૩ ભાગ આવશે.
ચૌદમાં મંડલથી તેરમાં મંડલ વડે. ૧૩/૬૭ ભાગથી અયન શોધાશે. તેના વડે પૂર્વના અયનો ચૌદ મુક્ત કરાય છે પછી તેમાં એક ઉમેરીએ. તેનાથી ૧૬ અયનો થશે, ૬૭ ભાગો અને ૫૪ સંખ્યા મંડલ રાશિમાં ઉદ્ધરિત થાય છે. તે ૬૭ ભાગ રાશિમાં ૬૦ ઉમેરીએ. તેનાથી ૧૧૪ થશે. તેને ૬૭ ભાગો વડે ભાગ કરાતા એક મંડલ પ્રાપ્ત થશે. પછી રહેશે ૪/૬૭ ભાગો.
ત્યારપછી મંડલરાશિમાં બે ઉમેરીએ. તેનાથી ત્રણ મંડલ થશે, અહીં ૧૪ વડે ગુણિત કરીએ. જો કે ચૌદ રાશિ યુગ્મરૂપ છે, તો પણ અહીં મંડલરાશિથી એક અયન અધિક પ્રવિષ્ટ થતાં ત્રણ મંડલ, અત્યંતર મંડલથી આરંભીને જાણવું. તેથી
—