Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 86
________________ ૧૮/-/૧૨૩,૧૨૪ તે તારા વિમાન કેટલું આયામ આદિથી છે, તે પૃચ્છા. તે અર્ધ કોશ આયામવિષ્કભથી, તેનાથી ત્રિગુણ સવિશેષ પરિધિથી અને ૫૦૦ ધનુષુ બાહલ્યથી છે. તે ચંદ્રતિમાન કેટલાં હજાર દેવો પરિવહે છે ? ૧૬,૦૦૦ દેવો આ વિમાનને પરિવહન કરે છે. તેમાં પૂર્વથી સીંહરૂપધારી ૪૦૦૦ દેવો પરિવહન કરે છે. દક્ષિણમાં હાથીરૂપધારી ૪૦૦૦ દેવો પરિવહન કરે છે. પશ્ચિમમાં વૃષભરૂપધારી ૪૦૦૦ દેવો પરિવહન કરે છે. ઉત્તરમાં અશ્વરૂપધારી ૪૦૦૦ દેવો પરિવહન કરે છે. ૧૫૩ એ પ્રમાણે સૂર્યવિમાનને પણ જાણવું. તે ગ્રહવિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? તેને ૮૦૦૦ દેવો પરિવહન કરે છે. તે આ પ્રમાણે - પૂર્વથી સિંહરૂપધારી ૨૦૦૦ દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે સાવત્ ઉત્તરેથી અશ્વરૂપધારી ૨૦૦૦ દેવો પરિવહન કરે છે. તે નક્ષત્ર વિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? તે ૪૦૦૦ દેવો વહન કરે છે. તે આ પ્રમાણે – પૂર્વથી સિંહરૂપધારી એવા ૧૦૦૦ દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે યાવત્ ઉત્તરથી અશ્વરૂપધારી ૧૦૦૦ દેવો પરિવહન કરે છે. તે તારા વિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? તેને ૨૦૦૦ દેવો પરિવહન કરે છે. તે આ પ્રમાણે - પૂર્વથી સીંહરૂપધારી ૫૦૦ દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે યાવત્ ઉત્તરથી અશ્વરૂપધારી ૫૦૦ દેવો પરિવહન કરે છે. [૧૨૪] આ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપોમાં કોણ-કોનાથી શીઘ્રગતિ કે મંદગતિ છે ? તે ચંદ્રથી સૂર્ય શીઘ્રગતિ છે. સૂર્યથી ગ્રહો શીઘ્રગતિ છે. ગ્રહોથી નક્ષત્ર શીઘ્રગતિ છે. નોથી તારા શીઘ્રગતિ છે. સર્વ અગતિ ચંદ્ર છે, સર્વ શીઘ્રગતિ તારા છે. આ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપ કોણ-કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મહાઋદ્ધિવાળા છે ? તારાથી મહાઋદ્ધિવાનું નક્ષત્ર, નક્ષત્રથી ગ્રહો મહકિ છે, ગ્રહોથી સૂર્યમહદ્ધિક છે, સૂર્યથી ચંદ્ર મહકિ છે. સૌથી અલ્પઋદ્ધિક તારા છે, સૌથી મહદ્ધિક ચંદ્ર છે. • વિવેચન-૧૨૩,૧૨૪ - સંસ્થાન વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - x - ઉલટું કરાયેલ અર્ધમાત્ર કપિત્થ, તેના જેવું સંસ્થાન જેનું છે, તેના વડે સંસ્થિત તે અર્ધકપિત્થ સંસ્થાન સંસ્થિત, કહે છે – જો ચંદ્ર વિમાન ઉલટા કરાયેલ અર્ધમાત્ર કપિત્ય ફળ સંસ્થાન સંસ્થિત છે, તો ઉદયકાળે કે અસ્તમયકાળે અથવા તિછું પરિભ્રમણ કરતાં પૂર્ણિમામાં કઈ રીતે અર્ધકપિત્થ ફળાકાર પ્રાપ્ત થતો નથી, મસ્તક ઉપર વર્તતુ એવું પૂર્ણ વર્તુળ પ્રાપ્ત થાય છે. અર્ધ કપિન્થની ઉપર દૂરે અવસ્થાપિતનો ૫૨-ભાગદર્શનથી વર્તુળપણે દેખાવાથી તેમ છે? સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ઉત્તર આપતા કહે છે કે- આ અદ્ભુકપિત્ય લાકાર ચંદ્રના વિમાનને સામસ્ત્યથી ન જાણવો. પરંતુ તે ચંદ્રવિમાનની પીઠ અને તે પીઠની ઉપર ચંદ્રદેવ જ્યોતિ ચક્રરાજનો પ્રાસાદ છે, તે પ્રાસાદ તે રીતે કંઈક પણ રહેલ છે, જે રીતે પીઠ સાથે ઘણો વર્તુળાકાર થાય છે. તે દૂરથી એકાંતે સમવૃત્તપણે લોકોને ભાસિત થાય છે. તેથી કંઈ દોષ નથી. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી, પણ આ જ વાત જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વડે વિશેષણવતીમાં આક્ષેપપૂર્વક કહેલ છે. ૧૫૮ “અર્ધકપિત્ય આકાર ઉદય-અસ્તમાં કેમ દેખાતો નથી ? ચંદ્ર-સૂર્યના વિમાન તીછાં ક્ષેત્રસ્થિત છે ? ઉતાન અર્ધકપિત્થાકાર પીઠ, તેની ઉપર પ્રાસાદ, વૃત્તાલેખથી દૂરભાવથી સમવૃત્ત છે. તથા બધું-નિરવશેષ સ્ફટિકમય-સ્ફટિક વિશેષ મણિમય તથા અભ્યુદ્ગતઆભિમુખ્યથી સર્વથા વિનિર્ગત પ્રબળપણે બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા-દીપ્તિ, તેના વડે શુકલ, અભ્યુદ્ગત-ઉત્કૃત-પ્રભાસિત તથા વિવિધ - અનેક પ્રકારે મણી-ચંદ્રકાંતાદિ, રત્નકેંતનાદિ, તેમના ભિતમાં ચીતરેલ અનેક રૂપવત્ કે આશ્ચર્યવત્ વિવિધ મણિ રત્ન ચિત્ર. સૂત્રમાં મૂકેલ યાવત્ શબ્દથી વાતોદ્ભૂત ઈત્યાદિ પાઠ છે આ પાઠના શબ્દોનો અર્થ આ પ્રમાણે જાણવો – તેમાં વાતોદ્ભૂત-વાયુ વડે કંપિત, વિજય-અભ્યુદય, તેને સંસૂચિકા વૈજયંતિ નામક પતાકા અથવા વિજયા તે વૈજયંતીની પાર્શ્વકણિકા કહે છે, તેનાથી પ્રધાન વૈજયંતી એટલે વિજય થૈજયંતીની પતાકા, તેની જેમ વિજય વર્જિતા વૈજયંતી. છત્રાતિચ્છત્રો-ઉપર-ઉપર રહેલ આતપત્રો, તેના વડે યુક્ત. એવી વાતોદ્ભુત વિજય વૈજયંતી પતાકા, ડુંગ-ઉચ્ચ, તેથી જ ગગનતલ-આકાશનું તળ, અનુલિખત એટલે અભિલંઘન કરવું શિખર જેનું છે તે ગગનતલાનુલિખત શિખર. જાલ-જાલક, તે ભવનોની ભિંતોમાં લોકમાં પ્રતિત છે, તેના અંતરમાં વિશિષ્ટ શોભા નિમિતે રત્નો જેમાં છે તે જાલાંતર રત્ન, - ૪ - તથા પાંજરાથી બહિષ્કૃતની માફક તે પંજરોન્મીલિત. જેમ કોઈપણ વસ્તુ પંજથી-વંશાદિમય પ્રચ્છાદાન વિશેષથી બહિષ્કૃત અત્યંત અવિનષ્ટ છાયાપણાથી શોભે છે, એવું તે વિમાન પણ છે. એવું કહેવાનો અહીં ભાવ છે, તેમ જાણવું. તથા મણિ-કનક સંબંધી રૂપિકા શિખર જેને છે તે– મણિકનક સ્તુપિકા, તથા વિકસિત જે શતપત્રો અને પુંડરીકો, દ્વાર આદિમાં પ્રતિકૃતિપણાથી સ્થિત અને તિલક, ભિંત આદિમાં પુંડ્રો અને રત્નમય અર્ધચંદ્ર દ્વારના અગ્ર ભાગાદિમાં તેના વડે ચિત્ર તે વિકસિત શતપત્ર પુંડરીક તિલકાર્ણચંદ્ર ચિત્ર. તથા અંદર અને બહાર લક્ષ્ણ-મટ્ટણ. તથા તપનીય-સુવર્ણવિશેષ, તેનાથી યુક્ત. વાલુકા-રેતી.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128