Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૯૪-/૧૭૫ થી ૧૯૨
[૧૭] શુકલ પક્ષમાં જ્યારે ચંદ્રની વૃદ્ધિ થાય છે, ત્યારે એક એક દિવસમાં ૬૨-૬ર ભાગ પ્રમાણથી ચંદ્ર તેનો ક્ષય કરે છે.
૧૭૩
[૧૭૮] પંદર ભાગથી પંદર દિવસમાં ચંદ્રને તે વરણ કરે છે. ૧૫-ભાગથી વળી તેનું અવક્રમ કરે છે.
[૧૭૯] એ પ્રમાણે ચંદ્ર વૃદ્ધિ પામે છે, ચંદ્રની પરિહાનિ થાય છે. આ અનુભાવથી ચંદ્ર કૃષ્ણ કે શુકલ થાય છે.
[૧૮૦] મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ચંદ્ર-સૂર્ય-ગ્રહગણાદિ પંચવિધ જ્યોતિક
ભ્રમણશીલ હોય છે.
[૧૮] તેના સિવાયના જે બાકીના ચંદ્ર-સૂર્ય-ગ્રહ-તારા અને નક્ષત્રો છે, તેને ગતિ કે સાર નથી, તેને અવસ્થિત જાણવા,
[૧૮૨] એ પ્રમાણે જંબૂદ્વીપમાં બમણાં, લવણમાં ચારગુણા, તેનાથી ત્રણગુણા ચંદ્ર-સૂર્યો ધાતકીખંડમાં છે.
[૧૮૩] આ દ્વીપમાં બે ચંદ્ર, ચાર લવણસમુદ્રમાં, ધાતકીખંડમાં બાર ચંદ્ર અને સૂર્યો હોય છે.
[૧૮૪] ઘાતકીખંડથી આગળ-આગળ ચંદ્રનું પ્રમાણ ત્રણગણું અને પૂર્વના ચંદ્રને ઉમેરીને થાય છે.
[૧૮૫] નક્ષત્ર, ગ્રહ, તારાનું પ્રમાણ જો જાણવું હોય તો તે ચંદ્રથી ગુણિત કરવાથી પણ તે પ્રાપ્ત થઈ શકે છે.
[૧૮૬] મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્ર-સૂર્યોની જ્યોત્સના અવસ્થિત છે. ચંદ્ર અભિજિત્રી, સૂર્ય પુષ્પથી યુક્ત હોય છે.
[૧૮૭] ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર અન્યૂન પચાશ હજાર યોજન છે.
[૧૮૮] સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર મનુષ્ય ક્ષેત્રની બહાર એક લાખ યોજન હોય છે.
[૧૮૯] મનુષ્યલોક બહાર સૂર્ય-ચંદ્રથી, ચંદ્ર-સૂર્યથી અંતરિત થાય છે, તેમની લેશ્યા આશ્ચર્યકારી-શુભ અને મંદ હોય છે.
[૧૯૦] એક ચંદ્રનો પરિવારમાં ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો હોય છે. હવે હું તારાગણનું પ્રમાણ કહીશ.
[૧૯૧] એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૦૫ કોડાકોડી તારાગણ છે.
[૧૯૨] મનુષ્યક્ષેત્રમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો ઉધ્વોત્પન્ન, કલ્પોત્પન્ન, વિમાનોત્પન્ન, ચારોત્પન્ન, ચાર સ્થિતિક, ગતિરતિક, ગતિસમાપ છે ?
તે દેવો ઉર્વોત્પક નથી, કલ્પોષક નથી, વિમાનોત્પન્ન છે, ચારોક છે, ચારસ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપક છે, ઉર્ધ્વમુખ કદંબપુષ્પ
24/12
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ સંસ્થાન સંસ્થિત, હજાર યોજન તાપક્ષેત્રવાળા, બાહ્ય પર્યાદાથી વિકૃર્વિત હજારો મહા આહત નૃત્ય ગીત વાજિંત્ર તંત્રી તલતાલ મુટિત ધન મૃદંગના પટુ પ્રવાદિત રવ વડે, મહા ઉત્કૃષ્ટ સીંહનાદના કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવર્ત મંડલ ચારથી અનુપરિવર્તન કરે છે.
ત્યારે તે દેવોનો ઈન્દ્ર જ્યારે સવે છે, તે કઈ રીતે અહીં વિચરે છે ? તો ચાર-પાંચ સામાનિક દેવો તે સ્થાનને અંગીકાર કરીને વિચરે છે સાવત્ અહીં બીજો ઈન્દ્ર જ્યારે ઉત્પન્ન થાય છે.
તે ઈન્દ્રસ્થાન કેટલાં કાળથી વિરહિત કહેલ છે ? તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ રહે.
મનુષ્યક્ષેત્રની બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો શું ઉર્વોત્પન્ન, કલ્પોન્ન, વિમાનોત્પન્ન, ચારસ્થિતિક, ગતિતિક, ગતિસમાપક છે ? તે દેવો ઉર્વોત્પન્ન નથી, કૌત્પન્ન નથી, વિમાનોત્પન્ન છે, ચારોત્પન્ન નથી, ચાર સ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિમાપક નથી, પક્વ ઇંટના સંસ્થાનથી સંસ્થિત છે, લાખ યોજન તાપક્ષેત્રવાળા છે, બાહ્ય વૈક્રિય પર્યાદા વડે લાખો મહાત્ હત, નૃત્ય, ગીત, વાજિંત્ર સાવત્ રવ વડે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરે છે.
૧૩૮
તે દેવો સુખલેશ્યા, મંદàશ્યા, મંદાતપàશ્યા, ચિત્રાંતર લેશ્યા, અન્યોન્ય સમવગાઢ લેશ્યા, ફૂટની માફક સ્થાનસ્થિત, તે પ્રદેશમાં ચારે દિશા-વિદિશાને અવભાસિત કરતાં, ઉધોતીત કરતા તાપિત કરતા, પ્રભાસિત કરતાં રહે છે.
ત્યાં તે દેવોનો ઈન્દ્ર જ્યારે ચવે છે, તેઓ ત્યારે શું કરે છે ? ત્યારે યાવત્ ચાર-પાંચ સામાનિક દેવો તે સ્થાનને પૂર્વવત્ યાવત્ છ માસ વિરહકાળ રહે છે. • વિવેચન-૧૭૫ થી ૧૯૨ -
કયા કારણે શુક્લ પક્ષમાં ચંદ્ર વધે છે ? ક્યા કારણે ચંદ્ર કૃષ્ણ પક્ષમાં હાનિ થાય છે ? કયા પ્રભાવથી ચંદ્રનો એક પક્ષ કૃષ્ણ થાય છે ? એક પક્ષ શુક્લ થાય છે ? એમ પૂછતાં ભગવંતે કહ્યું – સૂત્રમાં રાહુનો ઉલ્લેખ કરાયેલ છે. આ રાહુ બે ભેદે છે, તે આ પ્રમાણે – પર્વરાહુ અને નિત્યરાહુ.
તેમાં પર્વરાહુ તે કહેવાય જે ક્યારેક ક્યાંકથી આવીને નિજ વિમાન વડે ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનને આંતરે છે. આંતરીને લોકમાં તે “ગ્રહણ' તરીકે પ્રસિદ્ધ છે. તે અહીં ન લેવો. જે નિત્ય રાહુ છે, તેનું વિમાન કૃષ્ણ છે. તેવા જગત્
સ્વભાવથી ચંદ્ર સાથે સર્વકાળ અવિરહિત છે તથા ચાર આંગળ વડે અપ્રાપ્ત રહી ચંદ્રવિમાનની નીચે ચરે છે.
એ પ્રમાણે ચરતાં શુક્લપક્ષમાં ધીમે-ધીમે ચંદ્રને પ્રગટ કરે છે અને કૃષ્ણપક્ષમાં ધીમે ધીમે ચંદ્રને આવરે છે.
તેથી કહે છે
અહીં બાસઠ ભાગ કરીને ચંદ્રવિમાનના બે ભાગ ઉપરના
-