Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 101
________________ ૧૯/-/૧૯૩ ૧૮૩ ૧૮૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અહીં નંદીશરાદિ બધાં સમુદ્રોથી ભૂતસમુદ્ર સુધીના ઈશુરસોઇ સમુદ્ર સર્દેશ ઉદક જાણવું. સ્વયંભૂરમણ સમુદ્રનું ઉદક પુખરોદ સમુદ્રના ઉદક સદેશ છે. જંબદ્વીપ નામક અસંખ્ય દ્વીપ, લવણ નામક અસંખ્યાત સમુદ્રો એ પ્રમાણે ત્યાં સુધી કહેવા, ચાવતું સૂર્યવિરાભાસ નામક અસંખ્યાત સમુદ્રો છે. જે પાંચ દેવાદિ દ્વીપ, પાંચ દેવાદિ સમુદ્રો છે. તે એકૈક જ જાણવા. આ નામના બીજા કોઈ દ્વીપ-સમુદ્ધો નથી. આ વાતની સાક્ષી જીવાભિગમ સૂત્રમાં પણ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૧૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સૌધર્મ આદિ કલ્પોના શકાદિ ઈન્દ્રો છે, દેવકર-ઉત્તરકર-મેના આવાસોના, શકાદિ સંબંધીના, મેરુ નીકટના ગજદંતોના, કૂટાદિના, લઘુ હિમવંતાદિ સંબંધીના, કૃતિકાદિ નાગોના, ચંદ્રો અને સૂર્યોના નામો છે, તે બધાં પણ દ્વીપ-સમુદ્રોના પ્રિત્યાવતાર નામરૂપે કહેવા. જેમકે- હારદ્વીપ, હાર સમુદ્ર, હારવર હીપ-હાર વર સમુદ્ર, હારાવભાસ દ્વીપ, હારાવરાવભાસ સમુદ્રાદિ. આ બધાં દ્વીપ-સમદ્રોમાં સંખ્યાત લાખ યોજન પ્રમાણ વિકુંભ, સંખ્યાત લાખ યોજના પ્રમાણ પરિધિ, સંવાત ચંદ્ર આદિ કુંડલવરાવભાસ સમુદ્ર સુધી કહેવા. બધાં જ ઉક્ત સ્વરૂપ દ્વીપ-સમુદ્રોમાં કુંડલવરાવભાસ સમુદ્ર પર્યાના વિડંભ, પરિક્ષેપ, જ્યોતિકો પુકરોદ સાગર સમાન કહેવા. સંખ્યાત યોજન પ્રમાણ વિર્દભ, પરિક્ષેપ અને સંખ્યાત ચંદ્રાદિ વક્તવ્યતા છે. ત્યારપછી જે અન્ય સુચકનામક દ્વીપ છે, ત્યાંથી રુચકસમુદ્ર, રુચકવરદ્વીપ, રચકવસમુદ્ર, ચકવરાવભાદ્વીપ, રુચકવરાવભાસ સમુદ્રાદિમાં સંખ્યાત યોજન પ્રમાણ વિડંભ, અસંખ્યાત યોજન પ્રમાણ પરિક્ષેપ, અસંખ્યાત ચંદ્રાદિ વક્તવ્યતા છે. • x• એ રીતે ઉક્ત પ્રકારે રુચકવરાવભાસ સમુદ્રથી આગળ દ્વીપ અને સમુદ્ર પ્રિત્યાવતાર ત્યાં સુધી જાણવા યાવતું સૂર્યદ્વીપ-સૂર્ય સમુદ્ર, સૂર્યવરહીપ-સૂર્યવર સમુદ્ર, સૂર્યવરાવભાસ દ્વીપ - સૂર્યવરાવભાસ સમુદ્ર છે. જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે – અરુણાદિ દ્વીપ-સમુદ્રો શિપત્યાવતાર યાવત્ સૂર્યાવરાવભાસ સમુદ્ર. બધાં ટુચકસમુદ્રાદિથી સૂરવિરાવાસ સમુદ્ર સુધીના, વિઠંભ-પરિક્ષેપજ્યોતિકને ચકદ્વીપ સદેશકહેવા. અર્થાત્ અસંખ્યાત યોજન પ્રમાણ વિઠંભ, અસંખ્યાત યોજના પ્રમાણ પરિોપ અને અસંખ્યાત પ્રત્યેક ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાની વક્તવ્યતા. સૂરાવભાણોદ સમુદ્ર ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - આ પાંચ દેવ આદિ દ્વીપ, પાંચ દેવાદિ સમુદ્ર પ્રત્યેક એકરૂપ છે, તેનો ફરી બિપત્યાવતાર નથી. જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે કે - અંતે રહેલ પાંચ દ્વીપ, પાંચ સમુદ્રો એક પ્રકારના છે. જીવાભિગમ સૂરમાં પણ કહ્યું છે કે- દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂમણ, તે એક-એક જ કહેવા, ત્રિપ્રત્યાવતાર નથી. તેમાં દેવદ્વીપમાં બે દેવો છે - દેવભદ્ર, દેવમહાભદ્ર. દેવસમુદ્રમાં દેવવર-દેવમહાવર બે દેવો. નાગદ્વીપમાં નાગભદ્ર-નાગમહાભદ્ર બે દેવો. નાગ સમુદ્રમાં નાગવર-નાગમહાવર બે દેવો, યક્ષદ્વીપમાં યાભદ્રયક્ષમહાભદ્ર બે દેવો. યક્ષ સમુદ્રમાં ચક્ષવર-ચક્ષમહાવર બે દેવો. ભૂતદ્વીપમાં ભૂતભદ્ર-ભૂતમહાભદ્ર બે દેવો. ભૂત સમુદ્રમાં ભૂતવર-ભૂત મહાવર બે દેવો. સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂભદ્ર-સ્વયંભૂમહાભદ્ર બે દેવો. સ્વયંભૂરમણ સમુદ્રમાં સ્વયંભૂવર-સ્વયંભૂમહાવર બે દેવો છે.

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128