Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 107
________________ ૨૦/-/૧૯૬,૧૯૭ ૧૯૯ (૧) અંદરથી સચિત્ર કર્મવાળું. (૨) બહારથી દૂમિત ધૃષ્ટપૃષ્ટ અર્થાત્ સુમિત એટલે સુધા પંકધવલિત, વૃષ્ટ - પાષાણાદિની ઉપર ધસેલ, તેથી સૃષ્ટ-મસૃણ કરાયેલ [અતિ લીસો કરાયેલ (૩) વિચિત્ર-વિવિધ ચિત્રયુક્ત ચંદરવા વડે દીપતું ગૃહનું મધ્યભાગનું ઉપરનું તળ જેનું છે તે. (૪) બહુસમ-ઘણું જ સમ (૫) સુવિભક્ત-સુવિચ્છિતક ભૂમિભાગ જેમાં છે તે. (૬) મણિરત્ન વડે નાશ કરાયેલ અંધકારયુક્ત. (૭) કાળો અગરુ, પ્રવર કુંદુક, તુરુક ધૂપની જે ગંધ તેના વડે મધમધાયમાન. (૮) ઉદ્ધૃત-અહીં-તહીં પ્રસરેલી ગંધ વડે અભિરામ અર્થાત્ જે રમણીય છે તેવું. (૯) વરગંધિક - શોભન ગંધ, તેના વડે કરાયેલ વરગંધિક-શ્રેષ્ઠગંધ જેની છે તેવું. તેથી જ ગંધવર્ણીભૂત. - - વારાગૃહ પછી શયનીયનું વર્ણન છે, તે આ પ્રમાણે – (૧) ઉભય પડખે ઉન્નત. (૨) મધ્ય ભાગથી ગંભીર (૩) શરીર પ્રમાણ ઉપધાન વડે યુક્ત. (૪) મસ્તકે અને પગ પાસે ઓશીકા જેમાં છે તેવી. (૫) વિશિષ્ટ કર્મ વિષયક બુદ્ધિ વડે પ્રાપ્ત કરેલ, અતીવ સુષ્ઠુ પકિર્મિત ગંડ-ઉપધાનક જેમાં છે તેવી. (૬) સારી રીતે પકિર્મિત ક્ષૌમિક દુકલ-કપાસના રૂમાંથી બનાવેલ વસ્ત્રના યુગલ રૂપ જે શાટક છે તેના વડે જેનું આચ્છાદન કરાયેલ છે, તેવી શય્યા વડે યુક્ત. (૭) ક્તાંશુક - મચ્છરદાની સમાન વસ્ત્ર વિશેષથી સંવૃત્ત. (૮) આજિનક-ચર્મમય વસ્ત્ર વિશેષ, તે સ્વભાવથી અતિ કોમળ હોય છે. [તેથી ગ્રહણ કર્યુ.] (૯) છૂત-કપાસના પદ્મ-ટુ (૧૦) બૂ-વનસ્પતિ વિશેષ. (૧૧) નવનીત-માખણ - x * ઉક્ત આર્જિનક આદિના સ્પર્શ જેવો સ્પર્શ જેનો છે તેવા પ્રકારનો શય્યાનો સ્પર્શ છે. સુગંધી જે શ્રેષ્ઠ કુસુમો અને જે સુગંધી ચૂર્ણ-પટવાસાદિ અને આ સિવાય પણ તેવા પ્રકારના શયનોપચારથી યુક્ત. તથા તેવા પ્રકારે કહેવાને માટે અશક્ય એવી, સ્વરૂપથી પુન્યવીને ૨૦૦ યોગ્યતાવાળી [તથા આ વિશેષણવાળી] સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ (૧) શ્રૃંગાર રસ પોષક આકાર-સન્નિવેશ વિશેષ જેનો છે તેવી. (૨) આવા પ્રકારના શોભનવેશવાળી. (૩) સંત આદિ સંગત-મૈત્રીગત ગમન, સવિલાસ ફરવું. (૪) હસિત-પ્રમોદ સહિત કપોલ સૂચિત હાસ્ય. (૫) ભણિત-મન્મથ ઉદ્ધિક વિચિત્ર વાણી. (૬) ચેષ્ટિત-કામ સહિત અંગ-પ્રત્યંગ અવયવના પ્રદર્શનપૂર્વક પ્રિયજન સન્મુખ અવસ્થાનવાળી, (૭) સંલાપ-પ્રિયની સાથે પ્રમોદ સહિત સકામ પરસ્પર સંકથા કરી રહેલી એવી તે સ્ત્રી. (૮) વિલાસ-શુભ લીલા વડે યુક્ત (૯) નિપુણ-સૂક્ષ્મ બુદ્ધિગમ્ય અત્યંત કામ વિષયમાં પરમ વૈપુણ્યથી સભર એવી સ્ત્રી. (૧૦) યુક્ત-દેશ કાળોત્પન્ન ઉપચાર, તેના વડે કુશળ. (૧૧) અનુક્ત, ક્યારેય પણ અવિક્ત આવા પ્રકારની મનોનુકૂલ પત્ની સાથે એકાંતે રતિપ્રસક્ત-રમણમાં જોડાયેલી, બીજે ક્યાંય પણ મનને ન કરતી. કેમકે બીજે મન કરવાથી યથાવસ્થિત ઈષ્ટ ભાગિત કામ સુખને અનુભવતી નથી. ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, રૂપ એવા પાંચ ભેદથી મનુષ્ય ભવ સંબંધી કામભોગને અનુભવતી. અહીં પ્રત્વનુમવન્ માં પ્રતિ શબ્દ આભિમુખ્ય અર્થમાં છે, તેથી સનમુખ રહીને સંવેદના અનુભવી વિચરે છે અર્થાત્ રહેલી છે. - તા સે પf ઈત્યાદિ. તાવત્ શબ્દ ક્રમ અર્થમાં છે. - ૪ - ૪ - તે પુરુષ તે કાળ વડે તયાવિધ ઉપલક્ષિત સમય-અવસર, એવો કાળ સમય, તેમાં કેવા સાતારૂપઆહ્વાદરૂપ સુખને અનુભવતો વિચરે છે ? આવો પ્રશ્ન કરતાં ગૌતમે કહ્યું – હે ભગવન્ ! શ્રમણ ! આયુષ્યમાન્ ! ઉદાર-અતિ અદ્ભૂત સાતા-સુખને અનુભવતો રહે. ભગવંતે ત્યારે કહ્યું - આવા તે પુરુષસંબંધી કામ ભોગો કરતાં પણ અનંતગુણપણે વિશિષ્ટતર જ વ્યંતર દેવાના કામભોગો છે, તેમ કહેવાયેલું છે. વ્યંતરના આવા કામભોગ કરતાં પણ અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવોના કામભોગો અનંતગુણ વિશિષ્ટતર છે. અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવોના કામભોગો કરતાં પણ ઈન્દ્રભૂત અસુરકુમાર દેવોનો કામભોગો અનંતગુણ વિશિષ્ટ છે. ઈન્દ્રભૂત સુકુમાર દેવોના કામભોગો કરતાં પણ અનંતગુણ વિશિષ્ટતર ગ્રહ-નક્ષત્ર-અને તારારૂપ દેવોના કામભોગ છે.

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128