Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 84
________________ ૧૮/-/૧૧ થી ૧૨૨ ૧૫૩ કહેલ છે ? તે એકમેક ચંદ્ર દેવના ૮૮ ગ્રહ પરિવાર કહેલ છે, ૨૮ નામ પરિવાર કહેલ છે. (તથા) – [૧ર૦] એક ચંદ્રનો પરિવાર ૬૬,૦૫ કોડાકોડી તારા છે. [૧ર૧] તે મેરુ પર્વતને કેટલા અબાધાથી જ્યોતિષ ચાર ચરે છે ? તે ૧૧ર૧ યોજન બાધાથી જ્યોતિક ચાર ચરે છે. તે લોકાંતથી કેટલી અબાધાથી જ્યોતિક કહેલ છે ? તે ૧૧૧૧-યોજન અબાધાથી જ્યોતિષ કહેલ છે. [૧૨] તે જંબુદ્વીપ હીપ કેટલાં નામ સવસ્વિંતરથી ચાર ચરે છે? કેટલાં ના સર્વ બાહાથી ચાર ચરે છે? કેટલાં નક્ષત્ર સૌથી નીચે ચાર ચરે છેઅભિજિતુ નામ સવસ્ચિતરથી ચાર ચરે છે. મૂલ નબ સવ બહાથી ચાર ચરે છે, સ્વાતિ નક્ષત્ર સર્વશી ઉપર ચાર ચરે છે, ભરણી નક્ષત્ર સૌથી નીચે ચાર ચરે છે. • વિવેચન-૧૧ થી ૧૨૨ : કયા પ્રકારે ભગવન! આપે ભૂમિથી ઉદર્વ ચંદ્રાદિનું ઉચ્ચત્વ કહેલ છે ? એ પ્રમાણે પ્રશ્ન કરતાં ભગવંતે આ વિષયમાં જેટલી પ્રતિપત્તિ છે, તેટલી દશવિ છે - ઉચ્ચત્વના વિષયમાં વફ્ટમાણ સ્વરૂપે પચીશ પ્રતિપત્તિ-અન્યતીર્થિકોના મતરૂપ કહેલી છે. તે પચીશ પરતીર્થિકો મધ્ય એક પરતીર્થિક એ પ્રમાણે કહે છે કે – ૧૦૦૦ યોજના ભૂમિથી ઉંચે સૂર્ય રહેલ છે. ૧૫૦૦ યોજના ચંદ્ર ભૂમિથી ઉંચે રહેલ છે, શું કહેવા માંગે છે ? ભૂમિથી ઉંચે ૧૦૦૦ યોજના ગયા પછી આટલા અંતરે સૂર્ય રહેલ છે અને ૧૫૦૦ યોજન ઉંચે જઈને ચંદ્ર રહેલ છે. સત્રમાં રોજન સંખ્યા પદના અને સૂર્યાદિપદતાતુલ્ય અધિકરણત્વ નિર્દેશ ભેદ ઉપચારથી છે, જેમ પાટલીપુત્રથી રાજગૃહ નવ યોજન છે, ઈત્યાદિ. એ પ્રમાણે આગળના સૂત્રોમાં પણ કહેવું. હવે ઉપસંહાર કરે છે - એક એમ કહે છે. વળી એક એમ કહે છે કે – ભૂમિથી ઉંચે ૨૦૦૦ યોજન સૂર્ય રહેલ છે, ૨૫૦૦ યોજન ચંદ્ર રહેલ છે. એ પ્રમાણે બાકીના સૂત્રો પણ કહેવા. આ અનંતર કહેલ આલાવા વડે બાકીની પ્રતિપત્તિના સૂત્રો જાણવા. તે આ પ્રમાણે છે - o એક એમ કહે છે – સૂર્ય 3000 યોજન, ચંદ્ર ૩૫oo યોજનo એક એમ કહે છે - સૂર્ય ૪000 યોજન, ચંદ્ર ૪૫00 યોજન - o એક એમ કહે છે - સૂર્ય ૫૦૦૦ યોજન, ચંદ્ર ૫૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૬૦૦૦ યોજન, ચંદ્ર ૬૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય gooo યોજન, ચંદ્ર ૭૫oo યોજનo એક એમ કહે છે – સૂર્ય ૮૦૦૦ યોજન, ચંદ્ર ૮૫૦૦ યોજન ૧પ૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ o એક એમ કહે છે – સૂર્ય ૦૦૦ યોજન, ચંદ્ર ૯૫૦૦ યોજન૦ એક એમ કહે છે – સૂર્ય ૧૦,૦૦૦ યોજન, ચંદ્ર ૧૦,૫૦૦ યોજન• એક એમ કહે છે – સૂર્ય ૧૧,૦૦૦ યોજન, ચંદ્ર ૧૧,૫૦૦ યોજન - o એક એમ કહે છે – સૂર્ય ૧૨,૦૦૦ યોજન, ચંદ્ર ૧૨,૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૧૩,૦૦૦ યોજન, ચંદ્ર ૧૩,૫૦૦ યોજન - o એક એમ કહે છે – સૂર્ય ૧૪,૦૦૦ યોજન, ચંદ્ર ૧૪,૫૦૦ યોજનo એક એમ કહે છે - સૂર્ય ૧૫,૦૦૦ યોજન, ચંદ્ર ૧૫,૫૦૦ યોજન• એક એમ કહે છે - સૂર્ય ૧૬,૦૦૦ યોજન, ચંદ્ર ૧૬,૫oo યોજનo એક એમ કહે છે – સૂર્ય ૧૩,૦૦૦ યોજન, ચંદ્ર ૧૭,૫૦૦ યોજન• એક એમ કહે છે – સૂર્ય ૧૮,૦૦૦ યોજન, ચંદ્ર ૧૮,૫૦૦ યોજન - • એક એમ કહે છે - સૂર્ય ૧૯,૦૦૦ યોજન, ચંદ્ર ૧૯,૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૨૦,૦૦૦ યોજન, ચંદ્ર ૨૦,૫૦૦ યોજન - o એક એમ કહે છે - સુર્ય ૨૧,૦૦૦ યોજન, ચંદ્ર ૨૧,૫૦૦ યોજન• એક એમ કહે છે - સૂર્ય ૨૨,૦૦૦ યોજન, ચંદ્ર ૨૨,૫૦૦ યોજનo એક એમ કહે છે - સૂર્ય ૨૩,૦૦૦ યોજન, ચંદ્ર ૨૩,૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૨૪,૦૦૦ યોજન, ચંદ્ર ૨૪,૫૦૦ યોજન આ ચોવીશે પ્રતિપત્તિઓમાં વૃત્તિકારશ્રીએ સૂકકત મહર્ષિને અનુસરીને એક વાક્ય બધી પ્રતિપતિઓમાં જોડેલ છે – “આ બધાં પરતિર્ચિક માને છે કે – સૂર્ય અને ચંદ્ર ઉક્ત પ્રમાણથી ઉર્વ ઉચ્ચત્વથી કહેલ છે. પ્રત્યેક પ્રતિપતિના અંતે ઉપસંહાર કરતાં સૂત્રકારશ્રી મહર્ષિએ કહેલ છે કે - એક પરતીર્થિક આમ કહે છે.” આ ચોવીશ પ્રતિપતિઓને સંક્ષેપકે અતિદેશરૂપે દર્શાવ્યા બાદ પચીશમી પ્રતિપત્તિ સાક્ષાત્ દશવિ છે – વળી એક એમ કહે છે કે ઈત્યાદિ. આટલા સૂત્રો સુગમ હોવાથી સ્વયં વિચારવા. આ પ્રમાણે પરપ્રતિપત્તિઓ કહીને, હવે ભગવંત સ્વ મતને દર્શાવતા આમ કહે છે - અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાનથી વફ્ટમાણ પ્રકારથી જે કહીએ છીએ તેજ પ્રકાર કહે છે - આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ મણીય ભૂમિભાગથી ઉd a૯૦ યોજના જઈને આ અંતરમાં નીચે તારા વિમાન ચાર ચરે છે -મંડલ ગતિથી પરિભ્રમણને પ્રતિપાદિત કરે છે - તથા - આ જ રdfપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગથી ઉર્વ ૮૦૦ યોજનો જઈને આ અંતરમાં સૂર્ય વિમાન ચાર ચરે છે. આ જ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ઉદ્ઘ પરિપૂર્ણ ૯૦૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારા વિમાન ચાર ચરે છે - ભ્રમણ કરે છે.

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128