Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 87
________________ ૧૮/-/૧૨૩,૧૨૪ ૧૫૯ પ્રસ્તટ-પ્રત્તર જેમાં છે, તે તથા. તથા સુખ સ્પર્શ કે શુભસ્પર્શ તથા સશ્રીક-શોભા સહિત રૂપો-મનુષ્ય યુગલાદિ જેમાં છે, તે સશ્રીકરૂપ. તથા પ્રાસાદીય-મનને પ્રસાદના હેતુરૂપ, તથી જ દર્શનીય જોવાને યોગ્ય, તેના દર્શનથી તૃપ્તિના અસંભપણાથી. તથા પ્રતિવિશિષ્ટ-અસાધારણ રૂપ જેનું છે, તે. ૦ જેમ ચંદ્ર વિમાનનું સ્વરૂપ કહ્યું, એ પ્રમાણે સૂર્ય વિમાન અને તારા વિમાનની વક્તવ્યતા કહેવી. કેમકે પ્રાયઃ બધાં પણ જ્યોતિષ્ક વિમાનોના એકરૂપપણાથી છે. તથા સમવાયાંગમાં પણ કહેલ છે - ભગવન્ ! જ્યોતિષ્ક આવાસ કેવા કહેલા છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનાં બહુસમ રમણીય ભૂમિ ભાગથી ૭૯૦ યોજન ઉર્ધ્વ જઈને ૧૧૦ યોજનના બાહલ્યથી અને તીર્થા અસંખ્યાત જ્યોતિકવિષયમાં જ્યોતિષ્ક દેવોના અસંખ્યાતા જ્યોતિષ્ક વિમાનાવાસો કહેલા છે. તે જ્યોતિષ્ક વિમાનાવાસ અદ્વૈત-સમુસિત-પહસિત વિવિધ મણિરત્નથી આશ્ચર્યકારી આદિ પૂર્વવત્ યાવત્ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. તે ચંદ્રવિમાન ઈત્યાદિ, આયામ-વિખંભાદિ વિષયક બધાં જ પ્રશ્ન અને ઉત્તર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે – સર્વત્ર પણ પરિધિ પરિમાણ - વિષ્ફભ વર્ગને દશ ગણો કરણ-વૃત્ત પરિધિ હોય છે. તેથી કરણના વશથી સ્વયં જાણવું. તથા જે તારાવિમાનના આયામ, વિષ્લેભ, પરિમાણ કહ્યું. અર્ધ ગાઉ ઉચ્ચત્વ પરિમાણ ક્રોશ ચતુર્ભાગ તેની ઉત્કૃષ્ટ સ્થિતિક તારા દેવની સંબંધી વિમાનના જાણવા. જે વળી જઘન્યસ્થિતિકના તારા દૈવના સંબંધી વિમાન, તેના આયામ-વિખંભ-પરિમાણ ૫૦૦ ધનુપ્, ઉચ્ચત્વ પરિમાણ અઢીસો ધનુપ્. તથા તત્ત્વાર્થ ભાષ્યમાં કહ્યું છે કે - યોજનના ૪૮/૬૧ ભાગ સૂર્ય મંડલનો વિખુંભ, ચંદ્રમાનો ૫૬, ગ્રહોનો અર્ધ યોજન, નક્ષત્રોનો ગાઉ, સર્વોત્કૃષ્ટ તારાનો અર્ધક્રોશ, જઘન્યથી ૫૦૦ ધનુપ્. વિકુંભ અર્ધબાહાથી થાય છે - ૪ - ચંદ્રવિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે? ઈત્યાદિ વાહન વિષયક પ્રશ્ન અને ઉત્તર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે અહીં આ પ્રમાણેની ભાવના જાણવી – આ ચંદ્રાદિ વિમાનો તેવા પ્રકારના જગત્ સ્વાભાવ્યથી નિરાલંબ વહન કરાતા રહેલ છે. કેવળ જે આભિયોગિક દેવો છે, તે તથાવિધ નામકર્મોદયના વશથી સમાન જાતીય કે હીનજાતીય દેવોના પોતાની સ્ફાતિવિશેષ દર્શાવવા માટે આત્માને બહુ મન્યમાન પ્રસાદ ભૃત થઈ સતત વહનશીલ વિમાનોમાં નીચે રહી-રહીને કેટલાંક સિંહરૂપે, કેટલાંક હાથીરૂપે, કેટલાંક વૃષભરૂપે, કેટલાંક અશ્વરૂપે તે વિમાનોને વહન કરે છે, તે અનુત્પન્ન નથી. સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે આ રીતે – કોઈપણ તથાવિધ આભિયોગ્ય નામકર્મ ઉપભોગભોગી દાસ બીજા સમાનજાતીય કે હીનજાતીય પૂર્વ પરિચિતોના જ એ પ્રમાણે હું નાયકના આ સુપ્રસિદ્ધને સંમત-એ નિજ સ્ફાતિ વિશેષ પ્રદર્શન માટે બધું પણ સ્વોચિત કર્મ નાયક સામે પ્રમુદિત કરે છે. તથા આભિયોગિક દેવો પણ તથાવિધ આભિયોગ્ય નામ કર્મોપભોગના ભાજક છે. સમાન જાતીય કે હીન જાતીય દેવોના બીજા જ - અમે સમૃદ્ધ છીએ - કે જેથી સર્વલોક પ્રસિદ્ધ ચંદ્રાદિના વિમાનોનું વહન કરીએ છીએ. એ પ્રમાણે પોતાની સ્ફાતિ વિશેષના પ્રદર્શન માટે પોતાને બહુ મન્યમાન, ઉક્ત પ્રકારથી ચંદ્રાદિના વિમાનોને વહન કરે છે. ૧૬૦ તે ચંદ્રાદિ વિમાન વહનશીલ આભિયોગિક દેવોની આ સંખ્યા સંગ્રાહિકા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં રહેલ ગાથા છે – ૧૬,૦૦૦ દેવો ચંદ્ર અને સૂર્યના વિમાનોનું વહન કરે છે, ૮૦૦૦ દેવો એકૈક ગ્રહ વિમાનને વહે છે. ૪૦૦૦ દેવો નક્ષત્ર વિમાનોને એક-એકને વહન કરે છે. ૨૦૦૦ દેવો તારારૂપ એકૈક વિમાનનું વહન કરે છે. [તેમ-ગાથાર્થને જાણવો.] શીઘ્રગતિ વિષયક પ્રશ્ન અને ઉત્તરના સૂત્રો સુગમ છે. આ કથન પહેલાં પણ કરેલ છે, પછી ફરીથી પણ વિમાનવહનના પ્રસ્તાવથી કહેલ છે, તેથી તેમાં દોષ નથી. બીજું કોઈ કારણ હોય તો બહુશ્રુતો પાસેથી જાણવું. • સૂત્ર-૧૨૫ થી ૧૨૮ : [૧૯૫] તે જંબુદ્વીપ દ્વીપમાં એક તારારૂપથી બીજા તારારૂપનું કેટલું અબાધાથી અંતર કહેલ છે ? અંતર બે પ્રકારે છે – વ્યાઘાતિમ અને નિવ્યઘિાતિમ. તેમાં જે તે વ્યાઘાતિમ અંતર છે, તે જઘન્યથી ૨૬૨ યોજન અને ઉત્કૃષ્ટથી ૧૨૨૪૨ યોજન એક તારારૂપથી બીજા તારારૂપનું અબાધાથી અંતર કહેલ છે. તેમાં જે નિવ્યજ્ઞિાતિમ અંતર છે, તે જઘન્યથી ૫૦૦ ધનુમ્ અને ઉત્કૃષ્ટથી અર્ધયોજન એક તારારૂપથી બીજા તારારૂપનું અબાધાથી અંતર કહેલ છે. [૨૬] તે જ્યોતિન્દ્ર જ્યોતિગ્રાજ ચંદ્રની અગ્રમહિષીઓ કેટલી કહી છે ? તે ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે છે – ચંદ્રપ્રભા, જ્યોરનાભા, અર્ચિમાલી, પ્રભંકરા. તેમાં એક-એક દેવીનો ૪૦૦૦ દેવીઓનો પરિવાર કહેલ છે. તે દેવીઓ બીજા ૪૦૦૦ દેવીના પરિવારને વિપુર્વવા સમર્થ છે. એ પ્રમાણે બધી મળીને ૧૬,૦૦૦ દેવીઓ થાય. તેની એક ત્રુટિક જાણવી. શું તે જ્યોતિષેન્દ્ર જ્યોતિગ્રાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માંસભામાં તે ત્રુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિહરવાને સમર્થ છે ? ના, તેમ ન આય. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિસ્રાજ ચંદ્ર ચંદ્રાવતસક વિમાનમાં સુધસભામાં

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128