Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૨૦Jes
૩૪
સંબંધી ઉત્તરાષાઢા, (39) પણ ઉત્તરાષાઢા, (૧૮) શ્રવણ, (36) ઘનિષ્ઠા, (૪૦) જદેવતા ઉપલક્ષિતા પૂર્વાભાદ્રપદા (૪૧) અભિવૃદ્ધિ દેવા-ઉત્તરા ભાદ્રપદા.
(૪૨) પણ ઉત્તરા ભાદ્રપદા, (૪૩) અશ્વદેવા સંબંધી અશ્વિની, (૪૪) યમદેવા સંબંધી ભરણી, (૪૫) બહુલાકૃતિકા, (૪૬) રોહિણી, (૪૭) સોમ દેવતા ઉપલક્ષિત મૃગશિર, (૪૮) અદિતિ હિક એટલે ૪૮મું અદિતિ દેવ ઉપલક્ષિત પુનર્વસનાના (૪૯) તે પ્રમાણે જ એટલે કે પુનર્વસુ નક્ષત્ર જાણવું.
(૫૦) પુષ્ય, (૫૧) પિતૃદેવા-મઘા, (૫૨) ભગદેવતોપલલિતા પૂવફાની, (૫૩) અર્યમા દેવતા ઉપલક્ષિત ઉત્તરાફાગુની, (૫૪) હતું. અહીંથી આગળ ચિમાં આદિથી અભિજિત સુધી, જ્યેષ્ઠાને છોડીને આઠ નક્ષત્રો ક્રમથી કહેવા. તે આ -
(૫૫) સ્વાતિ, (૫૬) ચિત્રા, (૫૭) વિશાખા, (૫૮) અનુરાધા, (૫૯) મૂલ, (૬૦) પૂર્વાષાઢા, (૬૧) ઉત્તરાષાઢા, (૬૨) અભિજિતુ.
આટલા નફાનો યુગના પૂર્વાદ્ધિમાં ૬ર-સંખ્યક પર્વમાં યથાક્રમે યુક્ત છે. એ પ્રમાણે કરણવશ યુગના ઉત્તરાર્ધમાં પણ ૬૨-સંખ્યક પર્વમાં જાણવા જોઈએ.
કયું પર્વ ચરમદિવસમાં કેટલા મુહર્તા જતાં સમાપ્તિ પામે, આ વિષયમાં પૂર્વાચાર્ય વડે જે કરણ કહેવાય છે તે સંબંધે ત્રણ ગાથા વૃત્તિકારશ્રી નોંધે છે, તેની વ્યાખ્યા -
પર્વરાશિમાં ચાર ભક્ત હોતા જ્યારે એક શેષ રહે છે, ત્યારે તે રાશિ કલ્યો કહેવાય છે. બંને શેષમાં દ્વાપરયુગ્મ, ત્રણ શેષ વધે તો બેતા, ચાર શેષ વધે તો. કૃતયુગ્મ.
તેમાં કલ્યોજરૂપ રાશિમાં ૯૩ પ્રક્ષેપણીય રાશિ, દ્વાપર યુગ્મમાં-૬૨, ચેતૌજમાં ૩૧, કૃતયુગ્મમાં પ્રક્ષેપ નથી.
એ પ્રમાણે પ્રક્ષિપ્ત પ્રક્ષેપ પર્વ રાશિના હોવાથી ૧૨૪ ભાગ વડે ભાગાકાર કરતાં જે શેષ વધે, તેની આ વિધિ છે–
શેષને ૧૨૪ ભાગ વડે ભાગ દેતાં અવશિષ્ટના ડઘાં કરીએ. કરીને ત્રીશ વડે ગુણીએ, ગુણીને ૬૨ વડે ભાંગીએ. ભાંગતા જે પ્રાપ્ત થાય. તેને મુહર્તા જાણવા. શેષ મુહd ભાગો પ્રાપ્ત થાય. તેથી એ પ્રમાણે સ્વશિષ્યોને પ્રરૂપણા કરવી. તે વિવક્ષિત પર્વ છેલ હોરણમાં સૂર્યોદયથી તેટલાં મુહૂર્તોમાં, તેટલા મુહૂર્વ ભાગો વ્યતીત થતાં પરિસમાપ્તિ થાય. આ કરણગાથાર્થ.
ભાવના આ પ્રમાણે છે - પહેલું પર્વ છેલ્લા અહોરમમાં કેટલા મુહર્તા અતિક્રમીને સમાપ્ત થાય, એ જિજ્ઞાસામાં એક લઈએ આ કદાચ કલ્યોજ સશિ, તેથી તેમાં ૯૩ ઉમેરીએ. તેથી ૯૪-થશે. આને ૧૨૪ ભાગ વડે ભાગ દઈએ. તે ભાગ સંખ્યા અને હોવાથી ભાગ ન થાય. પછી યથાસંભવ કરણ લક્ષણ કરવી.
તેમાં ૯૪નું અદ્ધ કરીએ. તેથી ૪૭આવશે. તેને ૩૦-વડે ગુણીએ. તેનાથી આવશે-૧૪૧૦. તેમાં ૬૨ ભાગ વડે ભાગ કરીએ. તેથી પ્રાપ્ત થશે - ૨૨, પછી શેષ 2િ4/3]
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ રહેશે-૪૬. પછી છેલ્વે-છેદક રાશિની અદ્ધ વડે અપવર્તના કરવી. તેનાથી ૨૩/૩૧ સંખ્યા પ્રાપ્ત થશે. એ રીતે આવેલ પહેલું પર્વ, છેલ્લા અહોરાકમાં ૨૨-મુહૂર્તી અને એક મહત્ત્વના ૨૩/૧૧ ભાગોને અતિક્રમીને સમાપ્તિને પામે છે.
બીજા પર્વની જિજ્ઞાસામાં દ્વિક લઈએ. તે કદાચ દ્વાપરયુગ્મ સશિ છે, તેથી ૬૨-ઉમેરીએ. તેથી ૬૪-આવશે. તેને ૧૨૪ વડે ભાગી ન શકાય. તેથી તેનું અદ્ધ કરીએ. તેથી ૩૨-આવે. તેને ૩૦ વડે ગુણીએ. તો આવશે ૯૬૦. તેમાં ૬૨ ભાગ વડે ભાગ દઈએ. ૧૫-મુહર્ત પ્રાપ્ત થશે. પછી રહેશે-૩૦, પછી છેધ-છેદક રાશિઓને અડધા કરી અપવર્તન કરીએ. તેથી ૧૫/૩૧ ભાગ થશે. આવેલ દ્વિતીય પર્વ ચરમઅહોરાત્રમાં પંદર મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૫/૩૧ ભાગ અતિક્રમીને બીજું પર્વ પૂરું થાય.
ત્રીજા પર્વની જિજ્ઞાસામાં ત્રણ લઈએ. તે કદાચ ઐતોજ શશિ થાય, તેથી તેમાં ૩૧-ઉમેરીએ. તેથી ૩૪-સંખ્યા આવે તેને ૧૨૪ વડે ભાગ દઈ ન શકાય. તેથી તેનું અડધું કરીએ. તો આવશે-૧૩. તે સંખ્યાને ૩૦ વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત થશેપ૧૦, તેમાં ૬૨-ભાગ વડે ભાગ કરીએ. તેથી આઠ આવશે. બાકી રહેશે-૧૪. પછી છેધ-છેદક રાશિની અદ્ધ વડે અપવર્તના કરતાં આવશે /૩૧ ભાગ. એ રીતે આવેલ ત્રીજું પર્વ, છેલ્લા અહોરાત્રમાં આઠ મુહૂર્ત અને એક મુહૂર્તના ૭/૩૧ ભાગોને અતિક્રમીને સમાપ્તિને પામે છે.
ચોથા પર્વની જિજ્ઞાસામાં ચાર લઈએ. તે કદાચ કૃતયુગ્મરાશિ છે, તેથી તેમાં કંઈ જ ન ઉમેરીએ. ચારને ૧૨૪ વડે ભાગ ન દઈ શકાય. તેથી તેનું અડધું કરીએ. તેથી બે આવશે તે બે ને ૩૦ વડે ગુણીએ, તો ૬૦ આવશે. તેને ૬૨ ભાગ વડે ભાગ દઈએ. ભાગ થઈ શકશે નહીં. એ રીતે છેધ-છેદકાશિની અડધાથી અપવર્તના કરતાં આવશે ૩૦/૬૧. એ રીતે આવેલ ચોથું પર્વ છેલ્લા અહોરમમાં મુહૂર્તના ૩૦/૩૧ ભાગને અતિક્રમીને સમાપ્તિને પામે છે.
આ પ્રમાણે બાકીના પર્વોમાં પણ વિચારવું.
૧૨૪માં પર્વની જિજ્ઞાસામાં ૧૨૪ લઈએ. તેને કદાચ ચાર ભાગ વડે ભાંગીએ. કંઈપણ શેષ રહેશે નહીં. તેથી કૃતયુગ્મ રાશિ. તેથી આમાં કંઈપણ ન ઉમેરીએ. તેથી ૧૨૪ વડે ભાગ કરીએ તો શશિ નિર્લેપ થશે. એ રીતે આવેલ પરિપૂર્ણ ચરમ અહોરાત્રને ભોગવીને ૧૨૪મું પર્વ સમાપ્તિ પામે.
- તે પ્રમાણે જેમ પૂર્વાચાર્ય વડે આ જ પdટાને આશ્રીને પર્વ વિષય વ્યાખ્યાન કર્યું, તે રીતે મેં વિનેયજનના અનુગ્રહ માટે સ્વમતિ અનુસાર કહ્યું.
હવે પ્રસ્તુતને અનુસરીએ છીએ – તેમાં યુગ સંવત્સર કહ્યા, હવે પ્રમાણ સંવત્સર કહે છે –
• સૂત્ર-૩૮ :તે પ્રમાણ સંવત્સર પાંચ ભેદ કહેલ છે, તે આ પ્રમાણે-નક્ષત્ર સંવત્સર,