Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 65
________________ ૧૨/-/૧૦૬ ૪ - ૪ - ૪ - જીવા અર્થાત્ પ્રત્યંચા વડે, ૧૨૪ મંડલ છેદીને, અહીં આ ભાવના છે - એક જીવા વડે બુદ્ધિથી કલ્પિત પૂર્વ-પશ્ચિમ લાંબા અને એક દક્ષિણ-ઉત્તર લાંબા મંડલને સમકાળને વિભાગ કરે છે અને વિભક્ત સમાન ચતુર્ભાગ૫ણે થાય. તે આ પ્રમાણે - એક ભાગ ઉત્તરપૂર્વમાં, એક ભાગ દક્ષિણ-પૂર્વમાં, એક ભાગ દક્ષિણ-પશ્ચિમમાં અને એક ભાગ પશ્ચિમ ઉત્તરમાં. ૧૧૫ તેમાં દક્ષિણ પૂર્વ ચતુર્ભાગમાત્ર મંડલમાં અર્થાત્ મંડલનો ચતુર્થાંગ. ૩૧-ભાગ પ્રમાણમાં ૨૭-ભાગો ગ્રહણ કરીને આક્રમિત કરે, ૨૮માં ભાગને ૨૦ વડે છેદીને, તેના હોતા ૧૮ ભાગોને આક્રમીને બાકીના 3/૩૧ ભાગો વડે બે કળા અને ૧/૩૧ ભાગના હોતા બે વડે ૨૦માં ભાગો વડે દક્ષિણપશ્ચિમ ચતુર્ભાગમંડલ અસંપ્રાપ્ત, જે પ્રદેશમાં તે ચંદ્ર છત્રાતિછત્રરૂપ યોગને કરે છે. - ૪ - ઉપર ચંદ્ર, મધ્યે નક્ષત્ર, નીચે આદિત્ય. અહીં મધ્યે નક્ષત્ર કહ્યા, તેથી નક્ષત્ર વિશેષ પ્રતિપત્તિ માટે પ્રશ્ન કરે છે - તે સમયે ચંદ્ર કયા નક્ષત્રથી યોગ કરે છે ? ભગવંતે કહ્યું – તે સમયમાં ચિત્રા સાથે યોગ કરે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ “ પ્રાકૃત-૧૩ → * = X — ૦ એ પ્રમાણે બારમું પ્રામૃત કહ્યું. હવે તેરમું આરંભે છે, તેનો આ અધિકાર “ચંદ્રની વૃદ્ધિ-હાનિ વક્તવ્યતા'' તેથી તે વિષયનું પ્રશ્નસૂત્ર કહે છે – - સૂત્ર-૧૦૭ : કઈ રીતે તે ચંદ્રમાની વૃદ્ધિ-હાનિ કહેલા છે, તેમ કહેવું ? તે ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગના શુક્લપક્ષ થકી અંધકાર પક્ષમાં ગમન કરતો ચંદ્ર-૪૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬/૬ર ભાગમાં જેટલો ચંદ્ર જાય છે, તે આ પ્રમાણે . - પહેલા દિવસો પહેલો ભાગ, બીજે દિવસે બીજો ભાગ યાવત્ પંદરમે દિવસે પંદરમો ભાગ, છેલ્લા સમયે ચંદ્ર રક્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર ફક્ત અને વિક્ત પણ થાય. આ અમાવાસ્યા, આ અમાવાસ્યાનું પહેલું પર્વ છે. તે અંધાર અર્થાત્ કૃષ્ણપક્ષ છે. તે જ્યોત્સના-શુકલ પક્ષમાં ગતિ કરતાં ચંદ્ર ૪૪૨-મુહૂર્ત અને પહેલા મુહૂર્તના ૬/ર ભાગમાં ચંદ્ર વિરક્ત થાય છે, તે આ પ્રમાણે દિવસે પહેલો ભાગ, બીજા દિવસે બીજો ભાગ યાવત્ પંદરમે દિવસે પંદરમો ભાગ. છેલ્લા સમયમાં ચંદ્ર વિરક્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર રક્ત કે વિરક્ત થાય છે. આ પૂર્ણિમા છે, આ પૂર્ણિમામાં બીજું પર્વ છે. • વિવેચન-૧૦૭ : - કયા પ્રકારે ભગવન્ ! આપે ચંદ્રમાની વૃદ્ધિ કે હાનિ કહેલી છે, તેમ કહેવું ? અર્થાત્ કટલો કાળ સુધી ચંદ્રમાની વૃદ્ધિ અને કેટલો કાળ સુધી હાનિ, આપ ભગવંત વડે કહેવાયેલ છે, તેમ [સ્વ શિષ્યોને] કહેવું ? એમ પૂછતા ભગવંતે કહ્યું - ૪ - ૮૮૫ મુહૂર્તો અને એક મુહૂર્તના ૩/૬૨ ભાગો સુધી વૃદ્ધિ-હાનિ સમુદાય વડે કહેલ છે - જેમકે એક ચંદ્રમાસની મધ્યે એક પક્ષમાં ચંદ્રમાની વૃદ્ધિ અને એક પક્ષમાં હાનિ થાય છે. ચંદ્રમાસનું પરિમાણ ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨/૬૨ ભાગો અને અહોરાત્રના-૩૦ મુહૂર્ત કરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેનાથી પ્રાપ્ત થશે-૮૭૦ મુહૂર્તો અને જે પણ ૩૨/૬૨ ભાગો અહોરાત્રના છે, તેના મુહૂર્ત ભાગ કરણાર્થે ૩૦ વડે ગુણીએ-તેનાથી પ્રાપ્ત થશે-૯૬૦. ઉક્ત-૯૬૦ને ૬૨ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થયા-૧૫ મુહૂર્તો. તે પંદરને મુહૂર્ત રાશિમાં ઉમેરીએ. તેથી આવશે-૮૮૫ મુહૂર્તો અને શેષ ઉદ્ધરે છે - એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગો.

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128