Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૩/-/૧૦૯
તેર જે ચંદ્ર તે સ્વયં ચીર્ણ પ્રતિયરે છે. અહીં પણ આ ભાવના-પશ્ચિમ ભાગમાં છ માં પણ તૃતિયાદિ એકાંતતિમાં તેર પર્યન્તના અર્ધમંડલમાં ૬૭ ભાગ પ્રવિભક્તમાં પ્રત્યેક ૫૪-૫૪ સડસઠ ભાગો પરચીર્ણને ચરે છે. ૧૩/૬ ભાગોને સ્વયં ચીર્ણને ચરે છે. બીજા બે-તેર, તે અયનમાં જે ચંદ્ર છે, તે કોઈ વડે પૂર્વે આચીર્ણમાં સ્વયં
પ્રવેશીને ચાર ચરે છે.
૧૨૩
વાડું પ્રશ્નસૂત્ર સુગમ છે. મારૂં - નિર્વાચનવાક્ય પ્રાયઃ નિગદ સિદ્ધ છે.
વિશેષ એ કે જે તેર સર્વાન્વંતર મંડલમાં તે પાશ્ચાત્ય અયનગત તેરમાંથી આગળ
જાણવું.
બીજું સર્વ બાહ્ય મંડલમાં તેનું પર્યન્તવર્તી જાણવું.
ચારૂં હનુ આદિ નિગમન વાક્ય સુગમ છે. તે જ એક ચંદ્રને આશ્રીને
બીજા અયનની વક્તવ્યતા કહી. આ રીતે જ બીજા પણ ચંદ્રને આશ્રીને બીજા અયનની વક્તવ્યતા વિચારવી. એ પ્રમાણે તેના પશ્ચિમ ભાગમાં સાત-૫૪માં ૫રચીર્ણ
ચરણીય, સાત-તેરમાં સ્વયં ચીર્ણ ચરણીય વક્તવ્ય છે. પૂર્વ ભાગમાં છ-૫૪માં પરચીર્ણ ચરણીય, છ-તેરમાં સ્વયં ચીર્ણ પ્રતિ ચરણીય છે.
આટલા કાળ વડે દ્વિતીય ચંદ્રાયન સમાપ્ત થાય છે.
જો એ રીતે બીજું અયન પણ આટલું પ્રમાણ હોય તો તેથી નાક્ષત્ર માસ ચંદ્ર માસ થતો નથી કે ચાંદ્રમાસ નાક્ષત્રમાસ થતો નથી. હવે નક્ષત્રમાસથી ચંદ્રમાસ કેટલો અધિક છે, એમ જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે - તેમાં નાક્ષત્ર માસથી ચંદ્ર ચંદ્રમાસથી કેટલો અધિક ચરે છે ? એમ પ્રશ્ન કરતાં ભગવંતે કહ્યું –
બે અર્ધમંડલમાં ત્રીજા અર્ધમંડલના ૮/૬૭ ભાગોના ૧/૬૭ ભાગને ૩૧ વડે છેદીને તેના હોવાથી ૧૮ ભાગ અધિક ચરે છે અને આ પૂર્વોક્ત એક અયનમાં અધિક એક મંડલ ઈત્યાદિ બમણું કરીને ભાવના ભાવવી.
હવે જેટલામાં ચંદ્રમાસ પરિપૂર્ણ થાય છે, તેટલા માત્રમાં ત્રીજા અયનની વક્તવ્યતા કહે છે . ૪ - અહીં દ્વિતીય અયનપર્યન્તમાં ચૌદમાં અર્ધમંડલમાં ૨૬/૬૭ ભાગ માત્ર ઉલ્લંઘીને અને તે પરમાર્થ થકી પંદરમું અર્ધમંડલ જાણવું. ત્યારપછી નીલવત્ પર્વત પ્રદેશમાં સાક્ષાત્ પંદરમું અર્ધમંડલ, તેમાં પ્રવેશીપ્રવેશીને પહેલી ક્ષણથી આગળ સર્વ બાહ્ય અનંતર પૂર્વેના બીજા મંડલ અભિમુખ
ચરે છે.
પછી તેમાં જ સર્વ બાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલમાં ચાર ચતો વિવક્ષિત છે. તેને આશ્રીને સૂત્ર-ઉપનિપાત છે. ત્રીજા અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગમાં પ્રવેશે છે. બાહ્ય અનંતના પૂર્વના ભાગમાં વર્તતો પાશ્ચાત્ય અર્ધમંડલના - ૪૧/૬૭ ભાગો વર્તે છે, જેમાં ચંદ્ર પોતાના અને બીજાના ચીર્ણ ક્ષેત્રને પ્રતિચરે છે. ૧૩/૬૭ ભાગો જે ચંદ્ર બીજાએ ચરેલને પ્રતિયરે છે. બીજા ૧૩/૬૭ ભાગો જે ચંદ્ર સ્વયં કે અન્યએ ચીર્ણ
ક્ષેત્રને પ્રતિયરે છે.
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ આટલા પરિભ્રમણથી બાહ્ય અનંતર પૂર્વના પાશ્ચાત્ય અર્ધમંડલને પરિસમાપ્ત
કરે છે.
૧૨૮
ત્યારપછી તેમાં જ તૃતીય અચનગત ચંદ્ર પૂર્વભાગમાં પ્રવેશે છે. સર્વ બાહ્યચી પૂર્વના ત્રીજા અર્ધમંડલના ૪૧/૬૭ ભાગો, જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીર્ણને
પ્રતિયરે છે.
ત્યારપછી બીજા તેર ભાગો, જેમાં ચંદ્ર બીજાએ જ ચીર્ણ ક્ષેત્રને પ્રતિયરે છે અને અન્યમાં તે તેર ભાગો, જેમાં ચંદ્ર સ્વયં અને બીજા વડે ચીર્ણને પ્રતિચરે છે. આટલા સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના તૃતીય પૂર્વ દિશાના અર્ધમંડલને પરિસમાપ્ત કરે છે. કેમકે સડસઠે પણ ભાગોને પરિપૂર્ણપણે થઈ ગયેલ હોવાથી કહેલ છે. પછી તેમાં જ ત્રીજા અયનગત ચંદ્રમાં પશ્ચિમ ભાગમાં પ્રવેશે છે - સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના ચોથા પાશ્ચાત્યના અર્ધ મંડલના આઠ-સડસઠાંશ ભાગો અને તેમાંના એક-સડસઠાંશ ભાગને એકત્રીશ વડે છૂંદીને તેના હોવાથી અઢાર ભાગો વર્તે છે - તેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીર્ણને પ્રતિયરે છે.
આટલા પરિભ્રમણથી ચંદ્રમાસ પરિપૂર્ણ થાય છે.
હવે પૂર્વોક્ત જ સ્મરતા ચંદ્રમાસગત ઉપસંહાર કહે છે – એ રીતે – ઉક્ત પ્રકારથી નિશ્ચિત ચાંદ્રમાસથી ચંદ્ર ૧૩-ચોપનથી થાય છે, બે અને તે, જેમાં ચંદ્ર બીજા વડે ચીર્ણ પ્રતિયરે છે. અહીં વર્તમાનકાળનો નિર્દેશ સર્વકાળ યુગના પહેલાં ચાંદ્રમાસ. આ રીતે જ કહેવું, તે જાણવા માટે છે.
તેમાં તે પણ ચોપન હોવાથી બીજા અયનમાં, તેમાં પણ સાત-પચાશથી પૂર્વભાગમાં, છ પાશ્ચાત્ય ભાગમાં, જે બે - તેર, તે દ્વિતીય અયનની ઉપર ચંદ્રમાસની અવધિની પૂર્વે જાણવા.
તેમાં એક-તેરશ સર્વ બાહ્યથી પૂર્વે દ્વિતીય પાશ્ચાત્યમાં અર્ધમંડલમાં, દ્વિતીય પૂર્વમાં ત્રીજા અર્ધમંડલમાં તથા તે-તેરમાં - જેમાં ચંદ્ર પોતાના ચીર્ણને જ પ્રતિયરે છે.
– આ બધાં પણ દ્વિતીય અયનમાં જાણવા.
- તેમાં પણ સાત પૂર્વ ભાગમાં અને સાત પશ્ચિમ ભાગમાં તથા
બે - એકતાલીશ અને બે તેરવાળા આઠ-સડસઠાંશ ભાગો
અને એક-સડસઠાંશ ભાગમાં એકત્રીશ વડે છેદીને, તેના હોવાથી અઢાર ભાગો, જેમાં આ ચંદ્ર પોતાના અને બીજાના ચીર્ણક્ષેત્રને પ્રતિયરે છે.
તેમાં એકતાલીશ તથા એક-તેર, બીજા અયન ઉપર સર્વબાહ્ય મંડલની પૂર્વે બીજા પાશ્ચાત્ય અર્ધમંડલમાં બીજા એકતાલીશના હોતા, બીજા-તેર, સર્વ બાહ્ય મંડલની પૂર્વે, ત્રીજા પૂર્વમાં બાકીના પાશ્ચાત્યમાં સર્વ બાહ્યથી પૂર્વના ચોથા અર્ધમંડલમાં, હવે ઉપસંહારને કહે છે –
૬ એ પ્રમાણે આ ચંદ્રમાની સંસ્થિતિ એ પ્રમાણે યોગ કહેલો છે. શું વિશિષ્ટ છે, તે કહે છે