Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૨/-/૧૦૪
હવે પાંચમી શ્રાવણમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – તે સુગમ છે. ભગવાન કહે છે – તે પૂર્વાફાલ્ગુની વડે યુક્ત ચંદ્ર પાંચમી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. ત્યારે તે પૂર્વાફાલ્ગુની નક્ષત્રના બાર મુહૂર્તો અને એક મુહૂર્તના ૪/૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના હોતાં ૧૩-ચૂર્ણિકા ભાગો
બાકી રહે છે.
૧૦૭
તે આ રીતે પાંચમી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે દર્શાવેલ ક્રમની અપેક્ષાથી નવમી, તેથી તે સ્થાને નવ સંખ્યા લેવી. તેને રૂપ ન્યૂન કરવા જોઈએ. તેથી આવશે આઠ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬/૬/૬૭ ગુણવા જોઈએ. તેથી આવશે - ૪૫૮૪ મુહૂર્તો અને મુહૂર્તગત - ૨૮૮/૬૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગના ૪૮/૬૭ ભાગો તેથી - ૪૫૮૪|૨૮૮૪૮
પછી આમાંથી ૪૪૯૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૨૦/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના હોતાં ૬૩-ભાગોના ૩૩૦ વડે પાંચ નક્ષત્ર - પર્યાયો શોધિત થાય. ત્યારપછી રહેશે - ૪૮૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૬૩/૬૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગના ૫૩/૬૭ ભાગ.
-
પછી એમાંથી ફરી ૩૯૦ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગોથી અને તેમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિત્થી પુનર્વસુ સુધીના નક્ષત્રો
શોધિત થાય છે.
પછી રહેશે - ૯૦ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૩૮/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગો - ૯૦/૧૩૮/૫૪. તેમાં ૧૨૪/૬૨ ભાગ વડે બે મુહૂર્તો પ્રાપ્ત થયા. પછી રહ્યા ૧૪/૬૨ ભાગ. લબ્ધ મુહૂર્તને મુહૂર્તરાશિમાં ઉમેરીએ, તેથી મુહૂર્ત આવશે - ૯૨/૧૨/૫૪ તેમાં ૭૫-મુહૂર્તો વડે પુષ્યથી મઘા સુધીના ત્રણ નક્ષત્રો શોધિત થાય છે. પછી રહે છે - ૧૩/૧૪/૫૪ મુહૂર્તો.
પરંતુ ઉક્ત મુહૂર્ત વડે પૂર્વાફાલ્ગુની શોધિત થતું નથી. તેથી આવેલ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના બાર મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૪૭/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગો બાકી રહેતા, પાંચમી શ્રાવણ માસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. સૂર્ય નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર અને ઉત્તરસૂત્ર બંને પૂર્વવત્ ભાવના કરવી
જોઈએ.
તે રીતે ચંદ્રનક્ષત્રયોગ વિષયમાં અને સૂર્યનક્ષત્રયોગ વિષયમાં પાંચે પણ વર્ષાકાલિકી આવૃત્તિ પ્રતિપાદિત કરીને હવે હેમંતકાલિકી આવૃત્તિ પ્રતિપાદિત કરવાને માટે તદ્ગત પહેલી આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્રને કહે છે -
• સૂત્ર-૧૦૫ ઃ
તે આ પાંચ સંવત્સરોમાં પહેલી હૈમંતકાલિકી આવૃત્તિ ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? હસ્ત વડે. હસ્તના પાંચ મુહૂર્ત અને એક મુહૂર્તના ૫/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૦ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા, [યોગ
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
કરે છે.]
તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે.
૧૦૮
તે આ પાંચ સંવત્સરોમાં બીજી ઐતિકી આવૃત્તિનો ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? શતભિષા વડે. શતભિષા બે મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૪૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા
યોગ કરે.
તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે કરે.
તે પાંચ સંવત્સરોમાં ત્રીજી હૈમંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે? પુષ્પ વડે. પુષ્યના ૧૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૩/૬ર ભાગો અને તે દૂર ભાગના ૬૭ ભાગ છેદીને-૩૩ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે.
તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? તે ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે,
તે આ પાંચ સંવત્સરોમાં ચોથી મંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? મૂલ વડે. મૂળના છ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬ર ભાગો અને ૬૨-ભાગને ૬૭ વડે છેદતા ૨૦ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે છે.
તે સમયે સૂર્ય કયા નઙ્ગ વડે યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે.
આ પાંચ સંવત્સરોમાં પાંચમી હૈમંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રથી
યોગ કરે છે ? કૃતિકા વડે. કૃતિકાના ૧૮-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૬/૨
ભાગો અને દૂર ભાગને ૬૭ વડે છેદતાં છ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે છે.
તે સમયે સૂર્ય ક્યા નાત્ર સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે.
ઉત્તરાષાઢાના છેલ્લા સમયે.
• વિવેચન-૧૦૫ -
- ૪ - આ અનંતરોક્ત ચંદ્રાદિના પાંચ સંવત્સરોમાં પહેલી હૈમંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ક્યા નક્ષત્ર સાથે યોગ પામીને પ્રવર્તે છે. ભગવંતે કહ્યું - ૪ - હસ્તનક્ષત્ર વડે યુક્ત ચંદ્ર પ્રવર્તે છે, ત્યારે હસ્તનક્ષત્રના પાંચ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગો અને તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતા ૬૦ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા, યોગ કરે છે.
તે આ રીતે - સૈમંતિકી પહેલી આવૃત્તિ પૂર્વોક્ત ક્રમની અપેક્ષાથી દ્વિતીયા. તેથી તે સ્થાને બે સંખ્યા લેવી. પછી એક ન્યૂન કરવો, તેથી આવશે એક. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬/૬/૬૰/ વડે ગુણીએ. એક વડે ગુણતાં તે જ સંખ્યા