Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૨/-/૧૦૨,૧૦૩
૩
પ્રશ્નના અવકાશની આશંકાથી તેને જાણવાને માટે પૂર્વાચાર્યો વડે આ કરણ કહેલ છે વૃત્તિકાર નિર્દિષ્ટ ગાથાની વ્યાખ્યા તેઓ પોતે કહે છે – જે ઋતુમાં જાણવાની ઈચ્છા છે, તે ઈચ્છાઋતુ, તે ઋતુ લેવી એવો અર્થ છે, પછી તેને બમણી કરીએ. અર્થાત્ બે વડે ગુણીએ. બમણી કરીને તેનો ઘટાડો કરીએ. પછી ફરી પણ તે બે વડે ગુણીએ, ગુણીને પ્રતિરાશિ કરીએ. બે વડે ગુણવાથી જે થાય છે, તેટલાં પર્વો જાણવા. તેને બમણાં કરીને પ્રતિરાશિના અડધાં કરીએ, તેનું અડધું જે થાય છે, તેટલી તિથિઓ જાણવી. જેમાં યુગભાવિની ૩૦ ઋતુઓ સમાપ્ત થાય છે. આ પ્રમાણે ઋતુની સમાપ્તિનો કરણ ગાથા અારાર્થ કહ્યો.
હવે ભાવના કરાય છે – જો પહેલી ઋતુ જાણવાને ઈચ્છો, જેમકે યુગમાં કઈ તિથિમાં પહેલી પ્રાતૃ ઋતુ સમાપ્તિને પામે છે ? તેમાં એક લેવા, તેને બે વડે ગુણવા. થયાં બે. તે બેનો ઘટાડો કરીએ. તેથી એક આવે તે ફરી પણ બે વડે ગુણીએ. તેથી બે આવશે. તે આ પ્રતિરાશિ. તેના અડધાં કરાતાં થશે એક. તેથી આવેલ-યુગાદિમાં બે પર્વો અતિક્રમીને પહેલી તિથિ એકમમાં પહેલી ઋતુ-પ્રાવૃત્ નામની છે, તે સમાપ્તિ પામે છે.
તથા બીજી ઋતુ જાણવાની ઈચ્છા છે, તો બે સ્થાપવા, તેને બે વડે ગુણવાથી થાય ચાર, તેનો ઘટાડો કરીએ, તેથી આવશે ત્રણ, ફરી બે વડે ગુણીએ, તેથી આવશે છ, તે પ્રતિરાશિને પ્રતિરાશિ વડે અડધાં કરીએ, તેથી આવસે ત્રણ. આવેલયુગાદિથી છ પર્વે અતિક્રમીને ત્રીજી તિથિમાં બીજી ઋતુ સમાપ્તિ પામે.
તથા ત્રીજી ઋતુ જાણવાને ઈચ્છે તો ત્રણ સંખ્યા લેવી. તેને બે વડે ગુણતાં, થાય છે - છ. તે ઘટાડો કરીએ. તેથી આવે છે - પાંચ, તે ફરી બે વડે ગુણતાં, આવે છે દશ, તે પ્રતિરાશિને પ્રતિરાશિ વડે અડધાં પ્રાપ્ત થતાં આવે પાંચ. આવેલ યુગાદિથી આરંભીને દશ પર્વોને અતિક્રમતાં પાંચમી તિથિમાં ત્રીજી ઋતુ સમાપ્તિને પામે છે.
તથા છઠ્ઠી ઋતુ જાણવાને ઈચ્છતા છ સ્થાપીએ, તેને બે વડે ગુમતાં, થાય છે - બાર. તેટલાનો ઘટાડો કરીએ. તો આવશે-૧૧, તેને બે વડે ગુણીએ, તેથી આવશે-૨૨. તે પ્રતિરાશિને પ્રતિરાશિતા વડે અડધાં કરાતા થશે-૧૧. આવેલ-યુગાદિથી આરંભીને બાવીશ પર્વોને અતિક્રમતા એકાદશીમાં છટ્ઠી ઋતુ સમાપ્તિને લઈ જાય છે. તથા યુગમાં નવમી ઋતુમાં જાણવાને ઈચ્છે છે, તો નવની સ્થાપના કરવી. તેને બે વડે ગુણીએ, તેથી ૧૮-થશે. તેટલો ઘટાડો કરતાં યશે-૧૭, તે ફરી બે વડે ગુણીએ, તેથી ૩૪ આવે. તે પ્રતિરાશિથી પ્રતિરાશિ કરીને તેના અડધાં કરાતા આવશે-૧૭. આવેલ-યુગાદિથી ૩૪ ૫ર્વો અતિક્રમીને બીજા સંવત્સરમાં પૌષમાસમાં શુક્લપક્ષમાં બીજી તિથિમાં નવમી ઋતુ પરિસમાપ્તિને પામે છે.
તથા ૩૦-મી ઋતુમાં જિજ્ઞાસા થાય, તો ૩૦ સંખ્યા લેવી. તેને બમણી કરીએ. આવશે-૬૦. તે રૂપ ઘટાડતાં આવશે ૫૯. તે ફરી બે વડે ગુણીએ, આવશે ૧૧૮. તે પ્રતિરાશિથી પ્રતિરાશિ કરતાં અને તેનું અડધું કરાતા આવશે-૫૯. આવેલ યુગાદિથી
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
૧૧૮માં પર્વને અતિક્રમીને ૫૯મી તિથિમાં, અર્થાત્ પાંચમાં સંવત્સરમાં પહેલાં અષાઢ માસમાં શુક્લપક્ષમાં-ચૌદમી તિથિમાં ૩૦-મી ઋતુની સમાપ્તિ થાય છે. વ્યવહાસ્યી પહેલાં અષાઢને અંતે, એમ અર્થ જાણવો.
t
આ જ અર્થને સુખેથી જાણવા આ પૂર્વાચાર્યે દર્શાવેલ ગાયા વૃત્તિકારે નોંધી, તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – આ સૂર્ય ઋતુની વિચારણામાં અષાઢાદિ માસો જાણવા. કેમકે અષાઢમાસથી આરંભીને ઋતુ પહેલાંથી પ્રવર્તે છે. તિથિઓ બધી જ ભાદ્રપદાદિ છે. ભાદ્રપદાદિ મહિનામાં પ્રથમાદિ ઋતુની પરિસમાપ્ત થવાથી આમ કહ્યું. તેમાં જે માસમાં, જે તિયિઓમાં સૂર્યની પ્રાતૃમ્ આદિ ઋતુઓ પરિ સમાપ્તિ પામે છે, તે આષાઢાદિ માસ અને તે ભાદ્રપદાદિ માસાનુગત તિથિઓ જાણવી. બધી એકાંતરિત કહેવી.
તેથી કહે છે – પહેલી ઋતુ ભાદ્રપદ માસમાં પૂર્ણ થાય છે, પછી એક માસ આસોને અપાંતરાલમાં મૂકીને કારતક માસમાં બીજી ઋતુ પરિસમાપ્તિને પામે છે. એ પ્રમાણે ત્રીજી પૌષ માસમાં, ચોથી ફાલ્ગુન માસમાં, પાંચમી વૈશાખ માસમાં, છટ્ઠી અષાઢમાં, એ પ્રમાણે બાકીની પણ ઋતુઓ આ જ માસમાં એકાંતતિમાં વ્યવહારથી પરિસમાપ્તિને પામે છે, પણ બીજા મહિનાઓમાં નહીં.
તથા પહેલી ઋતુ એકમે સમાપ્તિ પામે, બીજી ઋતુ ત્રીજૈ, ત્રીજી ઋતે પાંચમે, ચોથી ઋતુ સાતમે પાંચમી નોમે, છઠ્ઠી ઋતુ અગિયારસે, સાતમી ઋતુ તેરશે, આઠમી પંદરમે. આ બધી જ ઋતુઓ કૃષ્ણ પક્ષમાં છે. તેથી નવમી ઋતુ શુક્લપક્ષની બીજે, દશમી ચોથે, અગિયારમી છઠ્ઠે, બારમી આઠમે, તેરમી દશમે, ચૌદમી બારસે, પંદરમી ચૌદશે. આ સાતે ઋતુઓ શુક્લ પક્ષમાં છે.
આ કૃષ્ણ-શુક્લ પક્ષભાવી પંદરે ઋતુઓ યુગના અર્હમાં થાય છે. તેથી ઉક્ત ક્રમે જ બાકીની પણ પંદર ઋતુઓ યુગના અર્હામાં થાય છે, તે આ પ્રમાણે – સોળમી ઋતુ કૃષ્ણ પક્ષમાં એકમે, ૧૭-મી ત્રીજે, અઢારમી પાંચમે, ૧૯-મી સાતમે, વીસમી-નોમે, ૨૧-મી અગિયારો, ૨૨-મી તેરસે, ૨૩-મી અમાસે. આ સોળથી તેવીશ સુધી આઠે ઋતુ કૃષ્ણ પક્ષમાં છે.
ત્યારપછી શુક્લપક્ષની બીજે ચોવીસમી, પછી ૨૫મી ઋતુ ચોથે, ૨૬મી ઋતુ છઢે, ૨૭-મી આઠમે, ૨૮-મી દશમે, ૨૯-મી બારો, ૩૦-મી ચૌદશે. એ પ્રમાણે આ બધી ઋતુઓ યુગમાં એકાંતર માસની, એકાંતર તિથિમાં થાય છે.
આ ઋતુઓના ચંદ્ર અને સૂર્ય નક્ષત્ર યોગને જાણવને માટે પૂર્વાચાર્યો વડે કરણ કહેલ છે. તેથી તેને પણ શિષ્યજનના અનુગ્રહને માટે બતાવે છે –
અહીં વૃત્તિકારશ્રી ત્રણ ગાથા દર્શાવીને પછી વ્યાખ્યા રજૂ કરતાં કહે છે – ૩૦૫ અંશ-વિભાગ, કેટલી સંખ્યાથી છેદ કરેલ, તે કહે છે – છેદ ૧૩૪ અર્થાત્ ૧૩૪ છંદ વડે છંદતાં જે અહોરાત્ર, તેના હોતા-૩૦૫ અંશો. આ ધ્રુવરાશિ જાણવી. આ ધ્રુવરાશિ-ઈચ્છિત ઋતુ વડે એકાદિથી ૩૦-૫ર્યાથી બે ઉત્તર વડે એકથી આરંભીને