Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૨-/૧૦૨,૧૦૩
તેમાં નિશે આ છ ઓમરત્ર - ઘટતી રાત્રિ કહેલી છે, તે આ પ્રમાણે - ત્રીજ પર્વમાં, સાતમાં પર્વમાં, અગિયારમું પર્વ પંદરમું પd, ઓગણીસમું પd, તેવીશમાં પર્વમાં.
તેમાં નિશે આ છ અતિરસ-અધિકરાત્રિ કહેલી છે, તે આ પ્રમાણે - ચોથા પર્વમાં, આઠમાં પર્વમાં, બારમાં પવમાં, સોળમાં પર્વમાં, વીસમાં પર્વમાં, ચોવીશમાં પર્વમાં.
[૧૦]] સૂર્યમાસની અપેક્ષાઓ છ અતિર અને ચંદ્ર માસની અપેક્ષાએ છ અવમરાત્રિના માનવી હોય છે.
• વિવેચન-૧૦૨,૧૦૩ -
તેમાં આ મનુષ્યલોકમાં પ્રતિ સૂર્યાયિત, પ્રતિ ચંદ્રાયન સંબંધી આ છ વસ્તુઓ કહી છે, તે આ પ્રમાણે - પ્રાવૃષ, વષરિત્ર, શર, હેમંત, વસંત અને ગ્રીષ્મ.
આ લોકમાં અન્યથા નામથી ઋતુઓ પ્રસિદ્ધ છે, તે આ પ્રમાણે - પ્રાવૃષ, શર, હેમંત, શિશિર, વસંત, ગ્રીખ.
- જિનમતમાં યથોન નામથી જ ઋતુઓ છે, તેથી કહેલ છે - પ્રાવૃષ, વર્ષાઋતુ, શર, હેમંત, વસંત અને ગ્રીમ. નિશે આ ઋતુ જિનેશ્વરે ઉપદેશેલ છે.
આ વાતુઓ બે પ્રકારે છે, તે આ પ્રમાણે - સૂર્ય ઋતુઓ અને ચંદ્ર ઋતુઓ. તેમાં પહેલાં સૂર્ય ઋતુની વક્તવ્યતા રજૂ કરે છે. તેમાં એકૈક સૂર્યગડતુનું પરિમાણ બે સૂર્યમાસ અર્થાત્ ૬૧-અહોરાત્ર છે. એકૈક સૂર્યમાસના સાદ્ધ 30-ચાહોરમ પ્રમાણપણાથી કહેલ છે. અન્યત્ર પણ કહેલ છે કે –
બે આદિવ્ય ભાસ, ૬-અહોરાકથી ચાય છે, આ ઋતુ પરિમાણને અવગતમાન જિનેશ્વરે કહ્યું. અહીં પૂર્વાચાર્ય વડે ઈચ્છિત સૂર્ય મકતુ લાવા માટે કરણ કહ્યા. તે શિષ્ય જનોના અનુગ્રહને માટે દર્શાવાય છે –
અહીં બે + એક એમ ત્રણ ગાથા વૃતિકારશ્રીએ કહેલ છે. પછી તે ગાયાની વ્યાખ્યા કરી છે, તે આ છે –
સૂર્યસંબંધી હતુના લવાયેલ પર્વ સંખ્યાને નિયમા પંદર સંગુણ કરવી જોઈએ. પર્વના પંદર તિથિપણાથી આમ કહ્યું. અહીં ભાવના આ પ્રમાણે છે - જો કે બકતુઓ આષાઢાદિ પ્રભવ છે, તો પણ યુગ શ્રાવણવદ પક્ષ એકમથી આરંભીને પ્રવર્તે છે. પછી યુગાદિથી પ્રવૃત જેટલા પોં છે, તેની સંખ્યા ૧૫-ગુણી કરાય છે, કરીને પર્વની ઉપર જે વિવક્ષિત દિનને વ્યાપીને તિથિઓ છે, તે ત્યાં સંક્ષેપિત કરાય છે.
પ્રત્યેક અહોરાત્ર એકેકને બાસઠ ભાણ ઘટાડવા વડે જે નિષ્પક્ષ અવમાધિ છે, તે પણ ઉપચારથી ૬૨-ભાગ વડે ઘટાડવા વડે જે નિપજ્ઞ અવમરામ છે, તે પણ ઉપચારથી-૬૨-ભાગો છે, તેના વડે પરીહીન પર્વસંખ્યા કરવી જોઈએ. પછી તેને બે વડે ગુણીએ, ગુણીને ૬૧-વડે યુક્ત કરાય છે. પછી ૧૨૨-વડે ભાંગાકાર કરાતા જે પ્રાપ્ત થાય, તે સંખ્યાને છ ભાગ વડે ભાગ દેવાતા, જે શેષ, તે ઋતુ અનંતરૂઅતીત
૮૬
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ થાય છે. જે પણ શેષ શો ઉદ્ધરિત થાય, તેમને બે ભાગ વડે ભાગ દેવાતા, જે પ્રાપ્ત થાય, તે દિવસો પ્રવર્તમાન ઋતુને જાણવી. આ કરણગાથાનો અક્ષરાર્થ કહ્યો. હવે કરણ ભાવના કરીએ છીએ –
તેમાં યુગમાં પહેલા દીપોત્સવમાં કોઈએ પણ પૂછ્યું - અનંતર અતીત સૂર્ય તુ કઈ છે ? હાલ કઈ વર્તે છે ? તેમાં યુગની આદિથી સાત પર્વો અભિક્રાંત થયા, તેથી સાત લઈએ. તેને ૧૫-વડે ગણીએ. તેથી આવશે-૧૦૫, આટલા કાળમાં બે અવમ-હીન રાત્રિ થયેલ હોય. તેથી બે દિવસ તેમાંથી ઘટાડતાં પ્રાપ્ત સંખ્યા થશે૧૦૩, તેને બે વડે ગુણતાં આવશે-૨૦૬. તેમાં ૬૧ ઉમેરીએ. તેથી આવે-૨૬9. તેમને ૧૨૨ ભાગ વડે ભાગ દેવાય છે. પ્રાપ્ત થશે-બે. તે બંને છ ભાગ વડે સહેવાતા નથી. તેથી તે બંને છ વડે ભાગ દેવાતો નથી. બાકી અંશો ઉદ્ધરતા વેવીશ, તેના અડઘાં કરાતાં સાડા અગિયાર આવે. આષાઢાદિક સૂર્ય ઋતુ આવે છે, બે ઋતુ અતિક્રમીને હવે ત્રીજી ઋતુ વર્તે છે અને તેના પ્રવર્તમાન ૧૧-દિવસ અતિક્રમતા બારમો વર્તે છે. [એ પ્રમાણે જાણવું].
તથાયુગમાં પહેલી અક્ષયતૃતીયામાં કોઈએ પૂછ્યું - કેટલી હતુઓ પૂર્વે અતિકાંત થયેલી છે ? અત્યારે કઈ વર્તે છે ? તેમાં પહેલી અક્ષયતૃતીયાના પૂર્વે યુગની આદિથી આરંભને ૧૯-પર્વો અતિકાંત થયા. તેથી ૧૯ લઈને ૧૫-વડે ગુણીએ, તેથી આવે છે - ૨૮૫. અક્ષયતૃતીયામાં પૂછેલ, તેથી પર્વની ઉપર ત્રણ તિથિ ઉમેરતા૨૮૮ થાય છે. તેટલા કાળમાં પાંચ અવમરાત્રિ થાય છે. તેથી પાંચ ઘટાડીએ. તેથી આવશે-૨૮૩. તેને બે વડે ગુણીએ, તેથી આવે છે - પ૬૬. તેને ૬૧-સહિત કરાય છે, તેનાથી પ્રાપ્ત સંખ્યા આવશે-૬૨૭. તેમને ૧૨૨-વડે ભાગ દેતાં, પ્રાપ્ત હશે-પાંચ. તે છ વડે ભાગ દેવાતા નથી. તેથી તેનો છ વડે ભાગ કરાતો નથી. બાકીના અંશો ઉદ્ધરે છે ૧૩. તેના અડધાં કરાતા થશે સાદ્ધ-આઠ. આવેલ-પાંચ ઋતુઓ અતિકાંત થતાં છઠ્ઠી ઋતુના પ્રવર્તમાનના આઠ દિવસ જતાં નવમો દિવસ વર્તે છે.
તથા યુગમાં બીજો દીપોત્સવ કોઈએ પણ પૂછેલ - કેટલી વાતુઓ અતિકાંત થઈ, કેટલી અત્યારે વર્તે છે ? તેમાં આટલા કાળમાં પર્વો અતિકાંત દયા-૩૧. તેને ૧૫-વડે ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા આવશે - ૪૬૫. અવમરાત્રિ આટલા કાળમાં આઠ વ્યતીત થાય છે. તેથી ૮-ઘટાડવામાં આવે, તેથી રહે છે – શેષ-૪૫૭. તેને બમણાં કરીએ. તેથી આવે છે - ૯૧૪. તેમાં ૬૧-ભાગ ઉમેરતાં આવે છે - ૯૭૫. તેમને ૧૨૨ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે સાત. ઉપરના ૧૮ ઉદ્ધરતાં આવે છે -૧૨૧. તેને બે ભાગ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સાદ્ધ-૬૦. સાત ઋતુને છ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત થશે એક, ઉપર રહેશે એક. આવેલ એક, સંવત્સર અતિકાંત થતાં અને એક સંવત્સરની ઉપર પહેલી ઋતુ પ્રાવૃષ, વીતી ગઈ અને બીજીના ૬૦ દિવસો અતિકાંત થયા, ૬૧-મો વર્તે છે, એ પ્રમાણે બીજે પણ ભાવના કરવી જોઈએ.
હવે આ ઋતુઓ મળે કઈ ઋતુ કઈ તિથિમાં સમાપ્તિને પામે છે, એ પર