Book Title: Agam 44 Chulika 01 Nandi Sutra
Author(s): Chandrasuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 6
________________ નામ જણાવે છે જ્યારે ધનેશ્વરમરિ વિરચિત સાર્ધશતક્ઝરણુત્તિની પ્રશસ્તિમાં (કે જેની રચના વિ. સં. ૧૧૭૧માં થઈ) તેમને ઉલેખ પા દેવગણિ તરીકેને મળે છે. એટલે ૧૧૭૧થી ૧૧૭૪ને મધ્યકાળ તેમની આચાર્યપદપ્રાપ્તિને કાલ છે. પરંતુ નિશ્ચિત કયી સાલ છે તે તેવા પ્રમાણેની પ્રાપ્તિ વિના કહી શકવાની સ્થિતિમાં આપણે નથી. થાયના આચાર્ય શ્રીચન્દ્રસૂરિકૃત અનેક ગ્રન્થ પ્રાપ્ત થાય છે જેના નામે નીચે મુજબ છે. (૧) ન્યાયપ્રવેશપંજિકા (૨) નિશીથચૂર્ણિ વિશેશક વ્યાખ્યા (૩) શ્રાદ્ધપ્રતિકમણુસૂત્રવૃત્તિ (૪) તકલ્પબૂચૂરિદુર્ગપદ વ્યાખ્યા. (૫) નંદીસૂત્ર લઘુવૃત્તિ દુર્ગપદવ્યાખ્યા. (૬) સુખબધા સામચારી (૭) નિયાવલિકાદિ પંચેપાંગસુત્રવતિ અમરનામ નિરયાવલિકાશ્રુતસ્કંધવિવરણ (૮) પિંડવિશુદ્ધિપ્રકરણ્યવૃત્તિ. એકથી આરંભી છ ક્રમાંકવાળા ગ્રંશે તે નિર્વિવાદરીતે પ્રસ્તુત શ્રીચંદ્રસુરિની જ રચના છે. જ્યારે સાત અને આઠ ક્રમાંકવાળા ગ્રંથ માટે તેવા પૂરતા પ્રમાણના અભાવમાં નિશ્ચિત કહી શકાય તેમ નથી કે તે બે ગ્રન્થ આ શ્રીચંદ્રસૂરિની જે રચના છે કે બીજી કોઈ શ્રીચંદ્રસૂરિની રચના છે કે બીજા કોઈ શ્રીચંદ્રસુરિની રચના છે. એક મહત્વની વાત આપણને આ ટીકા દ્વારા જાણવા મળે છે કે પ્રશ્નવ્યાકરણમાં તેમના સમય સુધી તે અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન વગેરે મંત્રવિદ્યાઓ હતી જ કે જેને વિધિપૂર્વક જાપ કરવાથી વગર પૂજ્ય પણ શુભાશુભ જાણવા મળતું તથા સ્તંભન, વશીકરણ વગેરે વિચિત્ર વિદ્યાઓ પણ હતી. નાગકુમાર, સુપર્ણકુમાર વગેરે કઈ વસ્તુમાં, અવતરણ કરીને યા તે પ્રત્યક્ષ આવીને શુભાશુભ કહી જાય તેવી વિદ્યાઓ પણ હતી. જો આમ નહતા અને આજે જે સ્થિતિમાં પ્રશ્નવ્યાકરણ મળે છે તેવી સ્થિતિમાં તે વખતે મળતું હેત તે ટીકાકાર તેની પણ નોંધ લેવાનું ચૂક્ત નહી. પ્રશ્નવ્યાકરણ આખું ને આખું બદલાઈને વર્તમાનમાં પ્રાપ્ત થતી સ્થિતિમાં કયારે મૂકાઈ ગયું તે જાણુંવા આપણી પાસે સાધન નથી. પણ શ્રીચંદ્રસૂરિના સમય સુધી તે તેમ બન્યું ન હતું તે તે કહી જ શકાય. આ વસ્તુ દુર્ગપદ વ્યાખ્યા વાચતાં સમજાય છે. સંપાદન અગે આ દુર્ગપદ વ્યાખ્યાનું સંપાદન કાર્ય કરવાનું જ્યારે શરૂ થયું ત્યારે પ્રેસ કેપીમાં કેટલાંક સ્થળે એવાં હતાં કે જેના પરથી એસપી તૈયાર કરાયેલ હતી તે તે પ્રતાના તે તે સ્થળે ફરી જવા જરૂરી હતાં પણ તે તે પ્રતિઓની પ્રાપ્તિ સુલભ ન હતી. આ સ્થિતિમાં કેવળ પ્રેસકોપી પર આધાર રાખીને જ આ કાર્ય કરવું પડયું છે. આમ કરવામાં કયાંક કયાંક ક્ષતિઓ પણ રહી ગઈ છે, છતાંય ક્ષતિઓ સમજાઈ ત્યાં સુધારી પણ છે. કયાંક અર્થ સદંતર બેઠે નથી, પરંતુ કેઈ આધાર વગર સુધારવું યોગ્ય લાગ્યું નથી. તેથી જ્યાં જેવી સ્થિતિ હતી તેવી જ કાયમ રાખી છે. ગ્રંથના પ્રાંતભાગમાં સૂત્રને સૂત્રગાથાઆનો અકારાદિ ક્રમ આપ્યો છે. તે આપતી વેળા દેવચંદ લાલભાઈ જે. પુ. ફંડ તરફથી પ્રકાશિત “નાથારાર” પ્રતને જ આંખ સામે રાખીને ક્રમ તૈયાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 112