________________
૧૩
શાસ્ત્રોક્ત વિધિપૂર્વક મેળવેલા હવે! જોઈએ. એ સર્વ આ અધ્યયનમાં જાણાવ્યું છે. છઠ્ઠા અધ્યયનમાં સાધુજીવનના કિલષ્ટ છતાં આવશ્યક અઢાર આચારાનું વર્ણન કરી જૈન સાધુજીવનની વિશેષતા તથા સર્વોપકારિતા જણાવી છે. સાતમામાં ભાષાશુદ્ધિ માટે વિસ્તૃત વર્ણન છે, શબ્દમાં અચિંત્ય શક્તિ છે. હૃદયના ભાવેાને સમજાવવાનું તે સાધન છે, જગતના સર્વાં વ્યવહારા શબ્દથી ચાલે છે, કેટલાક તેા શબ્દની શક્તિ બ્રહ્મ જેટલી માને છે. વિવિધમત્રો પણ શબ્દો જ છે અને તેને મહિમા આશ્ચય ઉપજાવે છે, તે પણ શબ્દચ્ચારનું જ એક બળ છે. એમ શબ્દની અચિંત્ય વિવિધ શક્તિઓના સદુપયોગ ત્યારે થાય કે ખેલનાર જ્ઞાની અને ભાષાશુદ્ધિના જાણુ હાય. એ કારણે આ અઘ્યયનમાં તે શિક્ષણ આપેલું છે. એના જ્ઞાન વિના યથેચ્છ ખેાલવાથી ઘણા અનર્થા થાય છે, સ્વ-પર અહિત થવાથી સૌંસાર વધી જાય છે. એથી જ ભાષાસમિતિ અને વચનગુપ્તિનું શાસ્ત્રમાં વિધાન છે. એના પાલનથી ધણાં કર્યાં ખપી જાય છે. આઠમામાં ખાઘક્રિયાદ્વારા આત્મગુણાને પ્રગટાવવાનું સૂચવ્યું છે. અર્થાત્ ગુણુપ્રાકટ૨ના લક્ષ્ય વિનાની ક્રિયા માત્ર કાયક્લેશ બની જાય છે, તેનાથી આત્માનું હિત થતું નથી, કાઈ વાર તા આત્મા એ ક્રિયાને દ્વેષી બની જીવનને નિષ્ફળ કરી દે છે, માટે પ્રત્યેક ક્રિયાદ્વારા આત્મિક આનંદના અનુભવ કરાવનારા ગુણાને પ્રગટાવવા એ સાધુ જીવનના સાર છે, વગેરે એમાં ગર્ભિત સૂચન છે. નવમા અધ્યયનમાં વિનયદ્વારા સમાધિ પ્રાપ્ત કરવાના ઉપાયે કહેલા છે. સર્વ ગુણાનું મૂળ વિનય છે. વિનય એટલ સમર્પિતભાવ. તે આવ્યા પછી ગુરુ-શિષ્ય વચ્ચે માત્ર શરીરના જ ભેદ રહે છે, બન્નેના આત્મા અભિન્ન બને છે, અને ત્યારથી ગુરુની આધ્યાત્મિક સમ્પત્તિ શિષ્યમાં ઉતરે છે. ભેદબુદ્ધિ ટળ્યા વિના વસ્તુતઃ ગુણુપ્રાપ્તિ દુર્લભ છે. ગુરુને સ્વીકાર્યા પૂર્વે` તેઓની ચેાગ્યતા સબંધી વિચારણા ભલે હોય, પણ સ્વીકાર્યા પછી તેા આજીવન તેને પરમાત્માતુલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org