________________
નિર્વાણ પછી એક શતાબ્દી પૂર્ણ થતાં પહેલાં જ, શ્રી જૈનશાસન અને સંધની અતૂટ જાહોજલાલીના કાળમાં રચાએલો હોવાથી તે મુક્તિની સાધને માટેની નિર્ભેળ સામગ્રી પૂરી પાડે છે. વળી તેના રચયિતા શ્રુતકેવળી ચૌદપૂર્વધર હોવાથી એમના શબ્દોમાં અચિંત્ય શક્તિ રહેલી છે. દશપૂર્વ પણ વચનની લબ્ધિવાળા હોય છે અને તેઓની વાણી જીવોને વિશિષ્ટ ઉપકાર કરનારી હોવાથી ગ્ય છતાં જિનક૯પ વગેરે વિશિષ્ટ આરાધના છેડીને સંધના ઉપકારાર્થે ઉપદેશ કરવાની તેઓ પ્રત્યે જિનાજ્ઞા છે, પછી સંપૂર્ણ શ્રુતકેવલીના વચનમહિમા માટે તે શું કહેવું ? તેઓને ત્રણે કાળનું જ્ઞાન હોય છે, તેનું એક એક વચન મંત્રની જેમ મોહસપનું વિષ ઉતારવા સમર્થ છે. એવા સમર્થજ્ઞાનીએ અને તે પણ પિતાના પુત્રને આરાધના કરાવવાની એક શુદ્ધભાવનાથી ચેલે આ ગ્રન્થ છે, એ કારણે તેના અક્ષરે અક્ષરમાં એ ભાવનાનું બળ છે. આ ગ્રન્થના માત્ર મૂળસૂત્રોને (ગાથાઓને) સ્વાધ્યાય કરવાથી પણ વિશિષ્ટ કર્મનિર્જરા થાય છે, એવો અદ્યાપિ તેને મહિમા છે. કારણ કે ગ્રન્થકારનું વિશિષ્ટ ચારિત્રબળ એમાં ભરેલું છે અને એ જ કારણે આજે પણ મોટા ભાગને સાધુ-સાધ્વીવર્ગ અને અક્ષરશઃ કઠે કરી નિત્ય સ્વાધ્યાય કરે છે.
એમ ગ્રન્થ કોણે, ક્યારે, કયા કારણે રો? એ જાણ્યા પછી હવે ગ્રન્થના વિષય અંગે થોડું જોઈએ.
ગ્રન્થને વિષય–જૈન સાહિત્યના કેટલાક ગ્રન્થ તત્વનું તે કેટલાક કેવળ ક્રિયાનું નિરૂપણ કરનારા હોય છે, ત્યારે આ ગ્રન્થ તત્ત્વજ્ઞાન સાથે ક્રિયાનું શિક્ષણ આ૫નાર હેઈ સપૂર્ણ છે. એના પહેલા અધ્યયનમાં ધર્મનું લક્ષણ જણાવીને એ ધર્મની પ્રાપ્તિ માટે જીવનના મુખ્ય આધારભૂત આહાર મેળવતાં પણ કોઈનું મન સરખું દુઃખાવવું નહિ, એ વાત ભ્રમરના દષ્ટાન્તથી સમજાવી છે. એમાં ગર્ભિત એ સૂચન છે કે-સાધુએ ન્હાનામાં ન્હાના પણ કોઈ જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org