________________
૧૦
દીક્ષિત બાળમુનિના સ્વર્ગવાસથી નેત્રોમાં આંસુ કેમ? એ જાણવા તેઓએ ગુરુજીને પૂછયું. તેઓએ પણ આજ સુધી ગુપ્ત રાખેલી વાત પ્રગટ કરતાં કહ્યું, મુનિવરે ! મને બાળમુનિના મરણથી દુઃખ નથી થયું. તે થેડા કાળમાં ઘણું સાધી ગયો એના હર્ષનાં આંસુ આવ્યાં છે અને તેમાં પણ સ્નેહરાગ હેતુ છે. કારણ કે તે મારે પુત્ર હતો, યોગીને પણ પુત્રસ્નેહ તજવો દુષ્કર છે.
એ હકીકત જાણું વિનીત શિષ્યોને અપાર દુઃખ થયું. ગુરુપુત્ર પણ ગુરુના જેટલો જ પૂજ્ય હોવા છતાં તેની સેવાનો લાભ ન મલ્યો, એનો પશ્ચાત્તાપ થયો. એથી આ સંબંધ આજ સુધી આપે કેમ ન જણાવ્યો ? એમ પૂછ્યું. ત્યારે સૂરિજીએ કહ્યું કે તમારી સેવાના બળે પ્રમાદ વધવાથી ટૂંકા આયુષ્યમાં એની આરાધના બગડે, એને વિનય વૈયાવચ્ચનો લાભ ન મળે, વગેરે કારણે એ ન જણાવવું હિતકર હતું. આનું નામ પુત્રને-શિષ્યનો સાચો સ્નેહ. આ ગુરુ અને એ જ સાચા પિતા, કે જે શિષ્ય યા પુત્રના શરીરની ચિંતા કરતાં ય અધિક ચિંતા તેના આમહિતની કરે.
તે પછી મનકને માટે રચેલા આ ગ્રન્થને સંવરી લેવાની (આગળ કઈને નહિ આપવાની) પિતાની ઈચ્છા સૂરિજીએ શિષ્યોને જણાવી, તેઓએ પણ તે શ્રીસંઘને કહ્યું અને શ્રીશ્રમણસંઘે પણ હવે પછી ભરતક્ષેત્રમાં જીવો ઉત્તરોત્તર મંદબુદ્ધિવાળા થશે, માટે ભાવિજીવોના ઉપકાર માટે ગ્રન્થને કાયમ રાખવાની પ્રાર્થના કરી. આ શ્રીસંઘની પ્રાર્થના એ જ્ઞાની ગુરુએ માન્ય રાખી તે છે આ ગ્રન્થની હયાતિનું મૂળ કારણ ! શ્રી મનકમુનિ, ગ્રન્થને રચનાર શ્રીશäભવસૂરિજી અને શ્રીસંધને આ ઉપકાર અમૂલ્ય છે. જેની કૃપાથી આ ગ્રન્થરત્ન વર્તમાન શ્રીસંધને વારસામાં મહ્યું છે.
આટલું પ્રાસંગિક કથન એ કારણે કર્યું કે એમાં ગ્રન્થનું ઐતિહાસિક મહત્વ રહેલું છે. પ્રસ્તુત ગ્રન્થ પ્રભુ શ્રીમહાવીરદેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org