Book Title: Agam 42 Mool 03 Dash Vaikalik Sutra Author(s): Bhadrankarvijay Publisher: Shashikant Popatlal Trust Ahmedabad View full book textPage 9
________________ શäભવસૂરિજી ચમ્પાનગરીમાં હતા. પુણ્યબળે ખેંચાએલે મનક પણ ભવિતવ્યતાથી ત્યાં જ પહોંચી ગયો અને શરીરચિંતા માટે બહાર નીકળેલા સૂરિજીએ તેને નગરના પાદરમાં જ આવત જે. એને જોતાં જ લેહીના સંબંધથી તેઓને સ્નેહ પ્રગટો અને મનકનું પણ એમ જ બન્યું. ચંદ્રને જોઈ કમળ વિકસે તેમ સૂરિજીને જોઈ મનકના હૃદયમાં કેઈ અપૂર્વ આનંદ ઉછળે. બને મળ્યા અને સૂરિજીએ તેને કોણ છે, કયાંથી આવ્યું, જેને પુત્ર છે, વગેરે પૂછ્યું. મનકે પોતાની ઓળખ કરાવી અને મારા પિતા ક્યાં છે, એ જાણતા હો તે મને કહો, એવી પ્રાર્થના કરી. ઉપરાન્ત “મારા પિતાનાં દર્શન થાય તે હું તેઓની પાસે દીક્ષા લઉં એમ પણ કહ્યું. સર્વ હકીકત સાંભળીને પોતાને પુત્ર છે એમ સમજેલા જ્ઞાની સૂરિજીએ પિતાની નિશ્રામાં દીક્ષિત થએલે પુત્ર “આ મારા પિતા છે એમ જાણે, કે અન્યમુનિએ “આ ગુરુપુત્ર છે એમ જાણે તે તેને વિનય વૈયાવચ્ચ વગેરે સંયમયોગેની આરાધના સારી રીતે ન કરાવી શકાય, માન-સન્માનથી પ્રમાદી બને, વગેરે સમજીને સ્પષ્ટ ઓળખાણ ન આપતાં બોલ્યા કે, તારા પિતાને હું જાણું છું, તે મારા મિત્ર છે, સમજી લે કે અમે બન્ને એક જ છીએ, માટે હે ભાગ્યવાન્ ! તું મારી પાસે જ દીક્ષા લે. પિતામાં અને કાકામાં વળી ભેદ કે ? મનકને પણ સૂરિજી પ્રત્યે પિતાતુલ્ય પ્રેમ પ્રગટયો હતો, એથી એ વાત તેણે સ્વીકારી અને તેને સાથે લઈ ઉપાશ્રયે ગએલા શ્રીશäભવસૂરિજીએ બાળક છતાં ગંભીર અને વિશિષ્ટબુદ્ધિવાળા તે પિતાના પુત્ર મનકને દીક્ષા આપી. પછી કૃપાસાગરસૂરિજીએ શ્રુતજ્ઞાનદ્વારા જાણ્યું કે આ મનકમુનિનું આયુષ્ય માત્ર છ મહિના જ બાકી છે. તેથી આટલા ટુંકા સમયમાં તેને સાગર જેટલા શ્રતજ્ઞાનની પ્રાપ્તિ કયી રીતે કરાવવી ? એ ચિંતામાં પડેલા તેઓએ વિચાર્યું કે “દપૂર્વી અથવા દશપૂર્વધરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 494