________________
પતિના વિરહમાં એક પુત્રનો જ આધાર માનીને અત્યંત કાળજી પૂર્વક લાલન-પાલન કરતી તે માતાને પુત્ર ક્રમશઃ મોટે થતાં આઠ વર્ષને થયો, ત્યારે એટલી લઘુવયમાં પણ લેકવ્યવહારને સમજતા તેણે માતાના શરીરે સધવા સ્ત્રીને વેગે વેશ જઇ પિતાના પિતા જીવે છે એમ માની લીધું. છતાં પિતાને આજ સુધી કદાપિ નહિ જેવાથી એક દિવસ તેણે મારા પિતા કોણ અને ક્યાં છે ? એમ માતાને પૂછયું.
પ્રશ્નથી ભય પામેલી માતાએ પુત્રપ્રેમને વશ થઈ કહ્યું, બેટા! તારા જન્મ પહેલાં જ તારા પિતા દિક્ષિત થયા છે, મેં જ તને પાળી પોષીને ઉછેર્યો છે. તેં તેઓને જોયા નથી તેમ તેઓએ તને પણ જોયો નથી. બન્યું છે એમ કે જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે ચુસ્તવેદાન્તી, ધર્મનિક અને યજ્ઞાદિ ક્રિયાઓમાં રસિક એવા તારા પિતાને કોઈ ધૂર્ત જૈન સાધુઓએ ઠગીને દીક્ષા આપી દીધી છે, તેથી તેઓ જૈન સાધુ તરીકે ગામેગામ ફર્યા કરે છે.
આમ કહેવામાં પુત્રને જન સાધુઓ તથા શય્યભવ પ્રત્યે અભાવ પ્રગટાવવાને માતાને આશય સ્પષ્ટ સમજાય તેવો છે, છતાં પુત્રને એની અસર બીજી જ થઈ. તેને લાગ્યું કે ચુસ્તવેદાન્તી બુદ્ધિમાન પિતા ઠગાય અને જૈન સાધુઓ ઠગીને દીક્ષા આપે, એમાં કંઇ તથ્ય નથી. અવશ્ય તેમાં કોઈ હેતુ હોવો જોઈએ. પુત્ર તરીકે પિતાનાં દર્શનથી મારે મારાં નેત્રોને પાવન કરવાં જોઈએ. પિતા ગુરુ છે, ઉપકારી છે, તેમનાં દર્શન અને સેવા વિનાનું પુત્રજીવન નિષ્ફળ છે. બસ, સાત્વિક અને સત્યનિષ્ઠ પિતાના પુત્રને તે વિચાર અફર બન્યો.
તે સમજી ગયો કે માતાની અનુમતિ દુર્લભ છે અને તે મેળવવાનો પ્રયત્ન વિદનરૂ૫ છે, તેથી બાળક છતાં આબાળપરાક્રમી તે માતા ન જાણે તેમ એકદા ઘેરથી નીકળી ગયો. તે દિવસોમાં શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org