________________
અહિત કરે, એમ સમજતા તેઓએ અન્યધર્મીઓમાં ઉપયોગ મૂક્યો. તે વખતે શ્રીરાજગૃહનગરમાં મોટા યજ્ઞને કરાવતે, સત્યનિષ્ઠ, લઘુકમ એવો શäભવ નામને બ્રાહ્મણ તેઓને યોગ્ય જણાય. તેથી વિહાર કરી તેઓ રાજગૃહ ગયા, ત્યાં ઉદ્યાનમાં રહી બે બુદ્ધિમાન સાધુઓને સંકેત આપી ભિક્ષાર્થે નગરમાં મોકલ્યા. ગુરુના આદેશ પ્રમાણે ભિક્ષાર્થે ફરતા તે મુનિઓ જ્યાં શય્યભવ અને તેનો યજ્ઞમંડપ હતો ત્યાં ગયા અને ધર્મલાભને આશીર્વાદ આપી પ્રવેશ કરતાં તેઓને યાજ્ઞિકાએ અટકાવ્યા. તેથી તેઓ ગો વષ્યમો , ત ર ય vvY' એ શબ્દ બેલી પાછા ફર્યા. યજ્ઞદ્વાર પાસે બેઠેલા શય્યભવે એ શબ્દો સાંભળ્યા.
બસ, શäભવ માટે એટલા શબ્દો ઘણા હતા. મુનિઓના મુખે સાંભળેલા એ શબ્દોથી તે વિચારમાં પડી ગયો. “કદાપિ ક્રોધાદિને વશ નહિ થનારા, નિઃસ્પૃહ અને સત્યના પાલક જૈન મુનિએ કદાપિ અસત્ય બેલે નહિ એવી સચોટ શ્રદ્ધા ધરાવનાર તેને લાગ્યું કે જૈન મુનિઓ આ યજ્ઞને તત્ત્વવિનાને કહી ગયા, તેમાં કંઈ કારણ હોવું જોઈએ. એથી શંકાશીલ બનેલા તેણે પિતાના યાજ્ઞિકગુરુને તેનું રહસ્ય જણાવવા આગ્રહ કર્યો. પ્રારંભમાં તો યાજ્ઞિકે “વેદ જ એક પરમતત્વ છે એમ કહી તેના ચિત્તનું સમાધાન કરવા માંડ્યું, પણ શäભવને એમાં તથ્ય લાગ્યું નહિ. એથી ક્ષાત્રતેજને પ્રકાશતા તેણે મ્યાનમાંથી શસ્ત્ર ખેંચીને સત્ય જણાવવા આગ્રહ કર્યો. તેથી ભય પામેલા ગુરુએ કહ્યું કે “આ યજ્ઞસ્તંભની નીચે જૈનેના આરાધ્યદેવ શ્રીજિનેશ્વરની પ્રતિમા છે, તેનું ગુપ્ત પૂજન કરવાથી યજ્ઞ નિર્વિદન થાય છે, અન્યથા આહંતધર્મોપાસક બ્રહ્મચારી સિદ્ધપુત્ર નારદ યજ્ઞને અવશ્ય વિદન કરે.'
- યાજ્ઞિકગુરુના મુખે આ હકીકત સાંભળી સત્ય કહેવાથી શäભવે તેની પ્રશંસા કરી. પછી યજ્ઞસ્તંભ નીચેથી તે રત્નપ્રતિમા કઢાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org